Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુદ્રઢ સ્વાસ્થ્ય માટેના સરળ સોનેરી સૂચનો

પહેલું સુખ તે જાતે નર્યા એ કહેવતનો જાપ માત્ર કરવાથી શરીર સુખાકારી જળવાતી નથી. તેને માટે જીવનમાં કેટલાંક નિયમો પાળવા પડે છે. સાત્વિક જીવનનું મહત્ત્વ સમજી લેવું પડે છે. એ  વાત પણ એટલી જ સાચી કે શરીર સ્વસ્થ હોય તો જ જીવનનો સંપૂર્ણ આનંદ માણી શકાય. આજીવન સ્વસ્થ અને ક્રિયાશીલ રહેવા માટે નિયમિત રીતે નિયમોનું પાલન કરવું જરૃરી છે. તેમજ કુદરતી સિધ્ધાંતોનું આચરણ કરવું પણ આવશ્યક છે.

* સૂર્યોદય પહેલા લીલાંછમ ઘાસ પર અને ખુલ્લી ચોખ્ખી હવામાં  ચાલવાનો ક્રમ રાખીએ અને નિયમિત કસરતની આદત રાખવાથી સ્વસ્થ આરોગ્ય લાભે છે.

* નિયમિત રૃપે સરસવના તેલનું માલિશ કર્યાં બાદ સ્નાન કરવું. અશક્ત વ્યક્તિએ નાસ્તો કર્યા બાદ ત્રણ કલાક રહી સ્નાન કરવું.

* ખાદ્યપદાર્થોને ધીરે ધીરે ચાવી શાંતિપૂર્વક ખાવા. માંસાહારી ભોજનનો ત્યાગ કરવો અને આહારમાં વધુ પડતાં બાફેલા પદાર્થોનો સમાવેશ કરવો.

* બપોરે અને રાત્રીના ભોજન દરમિયાન મોસમી શાકભાજીનાં સલાડ વધુ માત્રામાં લેવા. દિવસ કરતાં રાત્રીનું ભોજન સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ સાબિત થાય છે. આથી રાત્રે સૂવાના ત્રણ કલાક પહેલાં હળવું ભોજન કરવું જે સહેલાઈથી પચી જાય છે.

* દિવસ દરમિયાન મનને પ્રફુલ્લિત રાખો અને દિવસમાં એક વખત ખડખડાટ હસવાનું પણ રાખો. પછી જુઓ આ આદત તમારા સ્વાસ્થ્ય માટે કેટલી લાભદાયક સાબિત થાય છે.

* ભોજનનાં પૂર્વે દોઢ કલાક પહેલાં એક ગ્લાસ હુંફાળું અને ભોજનના દોઢ કલાક બાદ આવશ્યક્તાનુસાર પાણી પીવાથી ખોરાક સહેલાઈથી પચે છે.

* પેટ સાફ રાખવા નિત્ય સવારે ખાલી પેટ, તાંબાના અથવા બીજા પાત્રમાં રાખેલું વાસી પાણી પીવું.

* પેટ સાફ કરવા માટે જુલાબ લેવો નહિ તેનાથી પેટના આંતરડા નબળાં થવાનો ભય રહે છે.

* મોસમી ફળોનું સેવન ભોજનના અડધો કલાક પહેલાં કરવાથી તેમાં રહેલા પૌષ્ટિક ગુણો સત્વરે લોહીમાં ભળી જાય છે.

* ચાલીસ વર્ષની ઉંમર બાદ ભોજનમાંથી ગળપણ અને મીઠાનું પ્રમાણ ઓછું કરવું.

* ગાઢ નિદ્રામાં સૂતેલી વ્યક્તિને રોજ ઊંઘમાં ખલેલ પડે તે રીતે ઉઠાડી મૂકવાથી લાંબે ગાળે તેને માનસિક અસર થાય છે. ઊંઘ પૂરતી ન થવાને કારણે તેની વિચારશક્તિનો ક્ષય થાય છે તેમજ માનસિક સમતુલા ખોરવાય છે.

* હાથ-પગનાં નખને અઠવાડિયામાં એક વખત અવશ્ય કાપવા.

* ચિંતા ચિત્તા સમાન છે તેથી ચિંતા સતાવે તો પ્રિયજન પાસે મન હળવું કરવું સલાહભરેલું છે.

* મોઢું બંધ કરી શ્વાસ લેવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. તેનાથી ચાલતી વખતે થાક ઓછો લાગે છે, ઉપરાંત ઊંડા શ્વાસ લેવાથી ફેફસાં અને છાતી મજબૂત બને છે.

Post Comments