Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૂકાં ફૂલોની સજાવટ

ઇંગ્લન્ડના વિક્ટોરિયા સમયની સ્ત્રીઓમાં ફૂલો, પાંદડીઓ અને જંગલી ઘાસને પ્રેસ કરી સૂકવવાની કલા ખૂબ જ લોકપ્રિય હતી. આ સ્ત્રીઓએ શોખ માટે જીવંત નાજુક ચિત્રો અને સજાવટી વસ્તુઓનું નિર્માણ કર્યું હતું. તેમાં તેમણે સાવ સાધારણ ટેક્નિકનો પ્રયોગ કર્યો હતો.

ફૂલોને ઘરેલું રીતથી પ્રેસ કરવા માટે તેને કોરુગેટર્ડ કાર્ડબોર્ડ (નાળી વાળું જાડું પૂઠું) અને સફેદ બ્લોટિંગ પેપરની વચમાં રાખી ચારે ખૂણે નટ બોલ્ટ લગાડેલા પ્લાયવુડના બે ટુકડા વચ્ચે દબાવીને રાખવામાં આવે છે. નટ બોલ્ટ ને ખેંચવાથી ફૂલ સપાટ (ચપટ) અવસ્થામાં પ્રેસ થઇ જાય છે. બ્લોટિંગ પેપર ફૂલોમાંના ભેજને શોષી લે છે.

ફૂલો અને પાંખડીઓને પુસ્તકોની વચ્ચે પણ રાખીને સૂકવી શકાય છે. આ માટે વજનદાર પુસ્તકો લેવાં જોઇએ અથવા પુસ્તક ઉપર કોઇ વજન રાખવું જોઇએ. આ પ્રક્રિયામાં વધારે સમય લાગે છે અને ફૂલોનો રંગ પણ બરાબર નથી રહેતો.

પ્રેસ કરવા માટે એવાં ફૂલોને પસંદ કરવા જોઇએ જેની મુખાકૃતિ ચપટ હોય, જેવાં કે પેંજી, વોચલા (બનફશાનાં ફૂલ), પ્રિચ રોઝ, ગુલાબ, બટર કપનાં ફૂલ, ડેઝીનાં ફૂલ વગેરે. સૂરજમુખી જેવાં  મોટાં ફૂલોની પાંખડીઓને જુદી કરી તેને પ્રેસ કરી શકાય છે.

મોટાં ફૂલોને તોડયાં પછી તરત જ દબાવી દેવાં અને તેની પાંખડીઓને સાવચેતીથી કાઢીને અલગ-અલગ પ્રેસ કરવી. આ ખૂબ જ બારીક અને નાજુક કામ છે. એટલે અનુભવ લેવા માટે શરૃઆતમાં નાનાં ફૂલોને પ્રેસ કરવાં.

ફૂલોને પ્રેસ કરીને સૂકવવાં સંબધિત કેટલીક ખાસ વાતો.
* ફૂલોને પ્રેસ કરવી સૂકવવાં માટે જે મુખ્ય વસ્તુઓની જરૃર હોય છે તે છે જાડો આર્ટ પેપર, ફિક્સેટિવ સ્પ્રે, ધારદાર નાની કાતર, ક્લીયર, એડહેસિવ, ટૂથપિક્સ, નાનું પેઇન્ટિંગ બ્રશ.

વ્હવહારિક ટિપ્સ
* પ્રેસ કરેલાં ફૂલોની સજાવટથી સાધારણ અને વિશેષ સજાવટની વસ્તુઓને કલાત્મક લુક આપી શકાય છે. તેને ઉપહારની માફક ભેટ પણ આપી શકાય છે અને ઘરની આંતરિક સજાવટમાં પણ ઉપયોગ કરી શકાય છે. આનાથી ડેકોરેટિવ મીણબત્તીઓ અને દીવા પણ તૈયાર કરી શકાય છે. જન્મદિવસ, વિવાહ ઉત્સવ તથા ખાસ તહેવારો વખતે આનો ઉપયોગ કરી શકાય છે.

* ગ્રીટિંગ કાર્ડ અને ગિફ્ટ ટેગમાં આ ફૂલોને લગાવી તમે પર્સનલ ટચ આપી શકો છો. આ સિવાય હેરબેંડ, હેર સ્લાઇડ, કાનનાં એરિંગ, બ્રોચ અને હાથમાં પહેરાતા બ્રેસલેટ ને આ ફૂલોથી સજાવવાથી વધારે સુંદર લાગે છે.

* જો પ્રેસ કરેલાં ફૂલોની તરત જરૃરિયાત ન હોય તો તેમને વજનદાર પુસ્તકોનાં પાનાંની વચ્ચે સંભાળીને રાખી શકાય છે. પેજ પર બુકમાર્કરની મદદથી તેમની પોઝિશન દર્શાવવી કે તે ક્યાં રખાયું છે. પુસ્તકને મજબૂતીથી પકડીને મજબૂત રબડ બેંડથી કસીને બંધ કરી દેવું અને તેને કોઇ સૂકી જગ્યાએ સંભાળીને મૂકી દેવું. ટ્વીઝર, ફ્લાવર પ્રેસ, પિક્ચર ફ્રેમ (જેમાં કાચ અને પાછળની બાજુ બેકિંગ હાર્ડબોર્ડ લગાડેલું હોય)

* પ્રેસ કરવા માટે ફૂલોને બપોરે તોડવાં. આ સમયે ફૂલો સૂકાં હોય છે અને તેમાં ભેજ ખૂબ જ ઓછો હોય છે. ફૂલોને ધીમેથી પકડવાં જેથી તેની પાંદડીઓ તૂટી ન જાય.

* ફૂલોને કોરુગેટર્ડ કાર્ડ પર એવી રીતે રાખવાં જેથી તેનો ટોચનો ભાગ નીચેની તરફ હોય અને દાંડીનો ભાગ ઉપર રહે. તેમને ટ્વીઝરની મદદથી એવી રીતે મૂકવાં જેથી એકબીજાને અડકે નહીં.

* ફૂલોવાળી શીટને પ્રેસમાં રાખવી અને તેના ઉપર એક બ્લોટિંગ પેપર મૂકવો. ધ્યાન રાખવું કે ફૂલ હલે નહીં હવે બીજા કોરુગેટેડ કાર્ડબોર્ડ ઉપર ફૂલ અથવા લીલાં પાંદડાં પાથરી દેવાં. પહેલી વાળી શીટ ઉપર રાખી તેને બ્લોટિંગ પેપરથી ઢાંકી દો.

* આ રીતે બધાં ફૂલોની દાંડી તોડી તેને શીટ ઉપર પાથરી દેવાં  અને પ્રેસમાં રાખી દેવાં. હવે વિંગ નટ્સને લગાવીને મજબૂતીથી ટાઇટ કરવાં. દરરોજ ધીમે-ધીમે ટાઇટ કરવા. ફૂલો દબાઇને બેસતાં જશે.

* જ્યારે ફૂલો  અને પાંદડા સુકાઇ જાય ત્યારે પ્રેસને ખોલી નાખો અને સુકાયેલાં ફૂલો અને પાંદડીઓને ટ્વીઝર દ્વારા સાવચેતીથી ઉપાડો. સારાં ફૂલો અને પાંદડાંને જુદાં કરી બીજી શીટ ઉપર મૂકો. એવી જગ્યા ઉપર બેસીને કામ કરવું જ્યાં પંખાની હવા ન પહોંચે નહીંતર તે હવામાં ઊડી જઇ શકે છે.

* હવે એક ગોળાકારમાં ફૂલોને એવી રીતે સજાવો કે તેમના રંગો અને આકારોનું સમતોલન જળવાઇ રહે.

* પ્રત્યેક ફૂલને ચોંટાડવા માટે ગુંદરનું એક મોટું ટીપું દીવાસળીથી લગાવવું.

* બારીક લીલાં પાંદડાંને ફૂલોનાં ચક્રની બહારના ભાગમાં જ લગાવો.

Post Comments