Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૂંઝવણ

- વીર્ય અને વીર્યજંતુ આ બે શબ્દોનો અર્થ સ્પષ્ટતાથી સમજાવવા વિનંતી

- એક વાચક (વડોદરા)
*વીર્ય માટે અંગ્રેજીમાં 'સીમેન' શબ્દ છે. આપણી સંસ્કૃત ભાષામાં તેને 'શુક્ર' પણ કહીએ છીએ. વીર્યમાં વીર્યજંતુઓ હોય, પણ તેમાં પ્રોસ્ટેટ વગેરે ગ્રંથિઓના સ્ત્રાવ પણ હોય છે. આવા સેમિનલ સિકેશન્સ અને વીર્યજંતુઓ બધાં એક સાથે સમન્વિત બહાર ફેંકાય છે. વીર્યજંતુઓને 'સ્પર્મ' કહે છે. વીર્યમાં તો તે દશમા ભાગ જેટલા જ હોય છે. વીર્યજંતુઓને બીજા સ્ત્રાવો રક્ષે છે. 

તે તેમનું કાર્ય છે. એક વખતના ડિસ્ચાર્જમાં જે વીર્યસ્ત્રાવ થાય છે  તેમાં કરોડો વીર્યજંતુઓ હોય છે. તેમાંના કોઈ એક વીર્યજંતુનો જો સ્ત્રીના બીજ (ઓવમ) સાથે સંયોગ થાય તો ગર્ભ રહે. એક જ શુક્રજંતુની જરૃર છે. છતાં કુદરત એક વખતના વીર્યસ્ત્રાવમાં કરોડો વીર્યજંતુઓ શા માટે ફેંકે છે? તેનો જવાબ એ છે કે ગર્ભ રહેવો તે એક 'ચાન્સ' છે. સ્ત્રીબીજ અતિ સૂક્ષ્મ હોય છે.

વીર્યજંતુ પણ સૂક્ષ્મદર્શક યંત્રથી જ જોઈ શકાય તેવું અતિસૂક્ષ્મ  છે. આ બંનેનો 'સંયોગ' થવો તે એક આકસ્મિક ઘટના છે. આથી તો એક જ વીર્યજંતુ હોવા છતાં કુદરત કરોડો જંતુઓ એક જ વખતના ડિસ્ચાર્જમાં ફેંકે છે. દર ક્યુબિક સેન્ટિમીટરે કમસે કમ સાંઠ મિલિયનની સંખ્યા ગણાય.  નોર્મલ એટલે ગર્ભાધાન માટે નોર્મલ વૃષ્ણગ્રંથિને નાની ઉંમરમાં દૂર કરવામાં આવે તો તેની અસરો શી થાય?

- એક ભાઈ (સૂરત)
*  દરેક પુરુષને શિશ્નની નીચે બે વૃષ્ણગ્રંથિ લટકતી હોય છે. ચામડીની થેલીમાં તે કુદરતે લટકાવી છે. આ બે ગોળ જેવી વૃષ્ણગ્રંથિનો જો તારુણ્ય આવતાં પહેલાં જ નાશ કરવામાં આવે તો શું થાય? 

વૃષ્ણની આ બે ગ્રંથિઓનું કાર્ય શું છે તે પ્રથમ જાણી જોઈએ. તેમાં વીર્યજંતુઓની ઉત્પત્તિ થાય છે. આ દ્દષ્ટિએ આ બે ગ્રંથિઓનું મહત્ત્વ સ્પષ્ટ છે. આ વૃષણગ્રંથિઓમાં 'ટેસ્ટોસ્ટેરોન' નામનો અત:સ્ત્રાવ (હોર્મોન) ઉત્પન્ન થાય છે.  આ પુરુષનું ખાસ પ્રકારનું સેક્સ હોર્મોન છે. તેના રાસાયણિક પ્રભાવને લીધે કિશોરવયમાંથી તારુણ્ય (પુબર્ટી) પાંગરે છે. આ તારુણ્યકાળમાં જ પેનિસની સાઈઝ વધે છે.  હા, આ જ સમયે મૂછનો દોરો ફૂટે છે. અને જનન અવયવોની આસપાસ વાળ ઊગે છે. આ હોર્મોન વગર પુરુષ વ્યક્તિમાં જાતીય પુખ્તતા ન આવે.

આટલી ભૂમિકા પછી હવે તમારા પ્રશ્નનો જવાબ. પુરુષ વ્યક્તિ તારુણ્યમાં પ્રવેશે તે પહેલાં જો  કેસ્ટ્રેશન (ખસી) દ્વારા કિશોરની વૃષણગ્રંથિઓને દૂર કરવામાં આવે તો તે વ્યક્તિવિશેષમાં જાતીય પુખ્તતા (સેક્સ્યુઅલ મેચ્યોરિટી) ન આવે. તેનામાં પુરુષોચિત લક્ષણો તથા પુરુષ કરી શકે તેવી કાર્યક્ષમતા જોવા ન મળે.

અંગ્રેજીમાં ખસી કરેલા માણસને યૂનક (ષંઢ) કહે છે. હિજડામાં પેનિસનો વિકાસ થતો નથી. તે 'અન્ડરસાઈઝ્ડ' રહી જાય છે.  શરીર પર વાળ પણ પ્રમાણમાં અલ્પ હોય છે. તેના અવાજમાં પણ ભિન્નતા જોવા મળે છે. ટેસ્ટોસ્ટેરોન જેવા વિશિષ્ટ અંત:સ્ત્રાવના અભાવની અસર શરીરના સામાન્ય વિકાસ પર પણ થતી હોય છે.

જેમણે સંસ્કૃત નાટકો વાંચ્યા હશે તેમને 'કંચુકી' શબ્દ પરિચિત હશે. કંચુકીને રાણીવાસમાં સેવા માટે મૂકવામાં આવતાં જન્મે પુરુષ હોવા છતાં તેમનામાં પુરુષોચિત વિકાસ ન હોવાથી, રાજાઓ, તેમને રાણીવાસની સેવાચાકરીમાં રાખતા. આ કંચુકીઓ તે 'યૂનક' હશે. જન્મથી ષંઢ  હોઈ શકે. શક્યતાઓ તો એવી છે કે શાસકો, કિશોરોને ખસી કરાવીને, કંચુકી બનાવતા હશે.

પશ્ચિમના દેશોમાં તો મધ્યકાળમાં અને છેક ૧૯મી   સદી સુધી કિશોરવયમાં ખસી કરીને  એવાગાયકો તૈયાર કરવામાં આવતા જે વિશિષ્ટ ઊંચી રેન્જમાં ગાયન ગાઈ શકે. આવા અવાજને અંગ્રેજીમાં 'સપ્રાનો' કહે છે. આવા અવાજ માટે જ વિશિષ્ટ સંગીતરચના થતી. આપણે ત્યાં (બીજા દેશોમાં પણ) જૂની રંગભૂમિ પર સ્ત્રીનાં પાત્રો ભજવતા કિશોયવયના છોકરાનંું મહત્ત્વ તેને હૈડિયો ન ફૂટે ત્યાં સુધી જ રહેતું.

હૈડિયા ફૂટે તે પહેલાં તેના કંઠમાં મીઠાશ, કોમળતા રહેતા. વળી તેને દાઢીમૂછ પણ ફૂટયા ન હોય. હૈડિયો ફૂટયા પછી અવાજ મોટો જાડો થઈ જતાં તેને મુખ્ય પાત્ર ભજવવાની તક રહેતી નહીં. આ પરિવર્તનની ક્ષણો તેમને માટે ઘણી જ આઘાતજનક બની રહેતી. તેમ થતાં તેઓ રડી પડતા નાયિકાનું મુખ્ય પાત્ર ભજવતી તેમની વિશિષ્ટ 'ઓળખ' છીનવાઈ જતી.

એસ.એસ.સી. પાસ કરીને હું અગિયારમાં ધોરણમાં આવ્યો છું. મારી વિચિત્ર સમસ્યા છે,. મારાં સ્તનો મને કંઈક મોટાં અને વધેલા લાગે છે, મને શરમ આવે છે. હું શું કરું?

- એક યુવક (રાજકોટ)
* કિશોર-કુમાર વયના છોકરામાં ક્યારેક આવું જોવા મળે છે. તેને અંગ્રેજીમાં 'ગાયનેકોમેસ્ટિયા' કહે છે. તરુણ વયમાં પ્રવેશતા છોકરાઓમાંથી ૪૦ થી ૬૦ ટકામાં આવું લક્ષણ જોવા  મળે છે તેમ અભ્યાસીઓ કહે છે. પણ તે એક-બે વર્ષમાં અદ્દશ્ય થઈ જાય છે.

આવી સ્થિતિ ચિંતાજનક નથી, પણ લાંબો સમય  ચાલે અને ચિંતા વધે તો સર્વપ્રથમ માતા-પિતાને આ બાબતની જાણ કરવી જોઈએ. માતા-પિતાનો સંકોચ કે શરમ રાખવા ન જોઈએ.  તેઓ કોઈ યોગ્ય સર્જન ડોક્ટર પાસે લઈ જશે. પ્રમાણમાં  સાદી શસ્ત્રક્રિયાથી ગાયકનેકોમેસ્ટિયાનો ઉપચાર થઈ શકશે.

પુખ્ત થયેલા પુરુષોમાં 'આલ્કોહોલીઝમ'ને કારણે આવો સ્તનવિકાસ ક્યારેક જોવા મળે છે. યકૃતના રોગને કારણે અને થાઈરોઈડના રોગને કારણે પણ આવી સ્તનવિકાસની અસર જોવા મળે છે. એક બીજી વાત ઈસ્ટ્રોજન નામના સ્ત્રીઓના વિશિષ્ટ અંત:સ્ત્રાવનું સેવન કરવાથી પણ પુરુષનાં સ્તનો વિકસે છે, પણ પુરુષોશા માટે તેવા હોર્મોનનો ઉપયોગ કરે? પોતાની જાતિ બદલવા.
-અનિતા

Post Comments