Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રસોડાની રંગત

- આંબળા અને લીલાં મરચાં એક સાથે કઈ રીતે આથી શકાય

આંબળા અને લીલા મરચાંનું અથાણું બનાવવા ૫૦૦ ગ્રામ આંબળાને ઉકળતા પાણીમાં ત્રણ-ચાર મિનિટ બાફવા. તાપ બંધ કરી થોડી વાર ગરમ પાણીમાં રહેવા દેવા.આંબળાના ઠળિયા કાઢી તડકામાં   સુકવવા.૨૫૦ ગ્રામ લીલા મરચાને ધોઇ લુછી જોઇતા હોય તેટલા નાના-મોટા ટુકડા કરવા.

એક મોટો ચમચો મેથી,એક મોટો ચમચો વરિયાળી,૨૫ ગ્રામ રાઇ મિક્સરમાં વાટવું. ૧૦૦ ગ્રામ સરસવનું તેલ ગરમ કરી તેમાં વાટેલો મસાલો,૨૫ ગ્રામ હળદર,ચપટી હિંગ ભેળવવી. મસાલા હળવા શેકાય તો તાપ બંધ કરવો.મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં લાંબા  ચીરેલા મરચા,આંબળા તથા મીઠું ભેળવવું. ચાર-પાંચ દિવસ તડકામાં રાખી ઉપરથી થોડું તેલ નાખવું.

રીંગણાનું સ્વાદિષ્ટ રાયતું બનાવવાની રીત
લોયામાં તેલ ગરમ કરી એક કપ રીંગણાના ટુકડા નાખી હલકા તળી કાઢી લેવા. એક કપ દહીંમાં એક ચમચી સાકર ,સ્વાદાનુસાર મરચું તથા  મીઠું ભેળવીતેમાં તળેલા રીંગણા ઉમેરવાએક ચમચી જીરાનો ભુક્કો અને કોથમીર નાખવી.

ફ્રેન્ચ ડ્રેસિંગની રીત
ફ્રેન્ચ ડ્રેસિંગ બનાવવા માટે ૬ મોટા ચમચા સીંગતેલ અથવા એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઇલ લેવું. તેમાં બે નાના ચમચા સફેદ સરકો,અડધી નાની ચમચી સાકરસ્વાદાનુસાર મીઠું,મરીનો બૂક્કો, તથા રાઇનો ભૂક્કો નાખી બરાબર ફીણી લેવું.આ મિશ્રણને રેફ્રિજરેટરમાં રાખી દેવું. મનપસંદ સલાડ પર આ  ડ્રેસિંગ નાખવું.

ચોકલેટ સોસ બનાવવાની રીત
ચોકલેટ સોસ બનાવવા માટે એક કપ પાણીમાં  બે મોટા ચમચા કોકો પાવડર,એક મોટો ચમચો સાકર,ેક નાનો ચમચો કોર્નફ્લોર ભેળવીધીમા તાપે  હલાવવું ત્યારે તેમાં એક નાનો ચમચો માખણ તથા મધ નાખવું. મિશ્રણ સોસની માફક ઘટ્ટ થઇ જાય એટલે ચૂલા પરથી ઉતારી લેવું. ઠંડુ પડયે રેફ્રિજરેટરમાં મુકવું.

દૂધ અથવા ઘી તપેલાના તળિયે ઘણી વખત ચોંટી બળી જતા હોય છે જેની વાસ દૂધ-ઘીમાં બેસી  જવાથી બેસ્વાદ થઇ જાય છે તો એ વાસ કઇ રીતે દૂર કરી શકાય.

દૂધ અથવા ખીરમાં જ્યારે તળિયેથી બળી જાય તો હલાવ્યા વગર બીજા ટોપમાં ઠલવી દેવું અને તેમાં એક-બે નાગરવેલના પાન નાખી ધીમા તાપે પાંચ મિનિટ રાખવાથી વાસ દૂર થઇ જશે.

વાસણમાંથી લસણની વાસ દૂર કઇ રીતે કરી શકાય?

જે વાસણમાં કાંદા-લસણની વાસ દૂર ન થતી હોય તો તેમાં મીઠું તથા લીંબુની છાલ રગડી સાફ કરવું. વાસણમાંથી ગંધ બિલકુલ દૂર થઇજશે.

આદુની પેસ્ટ મારી બે-ત્રણ દિવસમાં જ બગડી જાય છે એક મહિનો ચાલે તેટલી બનાવવી હોય તો  કઇ રીતે બનાવવી.

૧૦૦ ગ્રામ આદુને ધોઇ છોલી તેના ટુકડા કરવા.તેને બ્લેન્ડરમાં પેસ્ટ કરવા થોડી સેકન્ડસ ફેરવવું. પછી તેમાં એક ચમચો તેલ  અને મીઠું નાખી નાખી ફરી બ્લેન્ડ કરવું.આદુમાં કુદરતી જ પાણી સમાયેલું હોય છે સ્મુધ પેસ્ટ કરવા તેમાં એક ચમચો તેલ નાખવું.છતાં પણ જરૃર લાગે તો વધુ એક ચમચો તેલ અથવા વિનેગાર નાખી શકાયપરંતુ પેસ્ટ વધુ પડતી પાતળી ન થઇ જાય તેનું ધ્યાન રાખવું.

આ પેસ્ટ ફ્રિજમાં એક મહિનો સુધી બગડતી નથી.

ટોમેટો પ્યુરે બનાવવાની રીત જણાવશો
એક કિલો ટમેટા,૨ લિટર પાણી,અડધો કપ વિનેગાર,એક ચમચો તેલ (ઓપ્શનલ)અડધો કપ સાકરટામેટાના ડિંટિયા કાઢી ઉકળતા પાણીમાં નાખવા.પાંચ મિનિટ પછી ચૂલો બંધ કરી ટામેટા પાંચ મિનિટ ઢાંકીને રાખવા.ગરમ પાણીમાંથી ટામેટા બહાર કાઢી ઠંડા પાણીમાં પાંચ મિનિટ રાખવા.ટામેટાની છાલ કાઢી તેને બ્લેનડ કરવા.જો  ટામેટાના બિયાં કાઢી નાખવા હોય તો ટામેટાને અડધાા કરી બિયાં કાઝી બ્લેનડ કરવા.ટામેટાની પ્યુરેને ઉકાળવા મુકી તેમાં વિનેગાર,મીઠું અને સાકર નાખવું. ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું.
- મીનાક્ષી તિવારી

Post Comments