Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોહક-આરામદાયક સમર ફૂલ શોટ્ર્સ

ઉનાળો  એટલે શોર્ટ્સ પહેરવાની મસ્ત મસ્ત મોસમ.  ફેશનેબલ  કન્યાઓ આમેય   શોર્ટ્સ પહેરવાનું બહાનું શોેધતી હોય. આવી  સ્થિતિમાં ગરમીમાંથી રાહત મેળવવાના બહાને  શોર્ટ્સ પહેરી  લેવાની તક શી રીતે છોડી શકાય? તેમાંય જેના પગ લાંબા અને પાતળા હોય કે પછી   કટિ  કામણગારી હોય તેને તો અર્ધી પાટલૂન  ખૂબ જચે.

તો ચાલે, આજે આપણે જુદા જુદા  પ્રકારની  શોર્ટ્સ અને તેની સાથે કેવી એક્સેસરી  શોભે તેની વાત  કરીએ.આ  સીઝનમાં  ફ્લેપ ઓવર  ધરાવતી  શોર્ટ્સની  ફૅશન ખીલી  છે. આ પેટર્નમાં  શોર્ટ્સની ઉપર  (આગળના ભાગમાં) ફ્લેપ હોય છે. તેથી  તેને સ્કર્ટનો લુક પણ મળે છે. 

તેમાં શોર્ટ્સ અને સ્કર્ટનું  ફ્યુઝન હોવાથી તેને સ્કોર્ટ કહેવામાં આવે છે. નિયમિત રીતે પહેરાતા સ્કર્ટ કે શોર્ટ્સ કરતાં જુદો તરી  આવતો આ પોશાક ખરેખર ખૂબ આકર્ષક લાગે  છે. સામાન્ય રીતે ટેનિસ કે ગોલ્ફ રમતી ખેલાડીઓ સ્કોર્ટ પહેરતી  હોેય છે. પરંતુ ફેશનેબલ કન્યાઓ  ગ્રીષ્મ  ઋતુમાં  સ્કોર્ટ પહેરવાની તક ઝડપી લઈ શકે.ફેશન  ડિઝાઈનરો કહે છે કે આ પરિધાન સાથે સીકવન્ડ ફ્લેટ્સ, સ્ટ્રેપી મેટલ બેગ કે બીચ  ટોટે  મસ્ત દેખાય.

ડેનિમ  ઓલ ટાઈમ  ફેવરિટ ફેબ્રિક ગણાય  છે. ચાહે તે સ્કર્ટમાં હોય,  ફૂલ લેન્ગ્થ પેન્ટમાં  કે પછી  શોર્ટ્સમાં.  તમે એકદમ ટૂંકી, ઘૂંટણથી સહેજ ઉપરના ભાગ સુધીની કે પછી ઢીંચણ સુધી લંબાઈ ધરાવતી  ડેનિમ શોર્ટ્સ પહેરી શકો છો. તેના ઉપર ઓફ શોલ્ડર ટોપ, ટી-શર્ટ કે  તમને ગમતું અન્ય કોઈપણ ટોપ પહેરી  લો.

આ ડ્રેસ સાથે પગરખામાં  એસપરડ્રીલ્સ, કેડ્સ લોફર્સ  કે હીલ્સ સુંદર દેખાય છે.
સામાન્ય રીતે હોટ પેન્ટ કે  બૂટી શોર્ટ્સ જીમમાં  પહેરાતી  હોય છે. પરંતુ આ   વર્ષે આ શોર્ટ્સ કોલેજ કન્યાઓ પણ  પહેરવા લાગી  છે.  વાસ્તવમાં  હોટ પેન્ટ અત્યંત   ફૂલ અને કમ્ફર્ટેબલ હોવાથી બળબળતી ગરમીમાં તે ખાસ્સી  કમ્ફર્ટેબલ લાગે  છે. જો કે આ બૂટી  શોર્ટ્સ દરેક બોડી ટાઈપ પર નથી શોભતી.  તેથી  જેને તે જચતી હોય  તેણે જ તે પહેરીને ઘરથી  બહાર નીકળવું.

સ્ટ્રાઈપવાળી  શોર્ટ્સ પાતળી કન્યાઓને સરસ લાગે.  સ્ટ્રાઈપ્સવાળી શોર્ટ્સ પર પ્લેન ટી-શર્ટ, લાંબી ચેન, બ્રેસલેટ, મોટું ઘડિયાળ અને ચામડાના બૂટ સરસ  લાગે. વળી આ  ડ્રેસ તમે દિવસ દરમિયાન કે સાંજે પણ પહેરી શકો.

ઘણી  યુવતીઓને લો-વેસ્ટ કપડાં નથી ફાવતા હોતા. તેમના માટે હાઈ-વેસ્ટ  શોર્ટ્સ બેસ્ટ ઓપ્શન છે. મઝાની વાત એ  છે કે તેને 'શોર્ટ્સ નહીં' બલ્કે 'લોંગ્સ' કહેવાય  છે. આ શોર્ટ્સ સાથે ટેંક  ટોપ કે પછી ક્રોપ્ડ ટોપ જચે  છે. તમે ચાહો તો  આ ટોપ ઉપર એવા જ કલરની પ્રિન્ટેડ કે પછી ચેક્સવાળી  જેકેટ પણ પહેરી શકો. વાસ્તવમાં  તે વધુ સ્ટાઈલીશ  દેખાશે.

સાંજની પાર્ટીમાં  ફેમિનાઈન લુક માટે લેસ શોર્ટ્સ અચ્છો વિકલ્પ  છે. લેસ  શોર્ટ્સ પીળા, ઓરેન્જ, પિંક, રેડ જેવા કોઈપણ ઘેરા કલરમાં સરસ લાગશે.  જો તમને રંગીન લેસ શોર્ટ્સ ન ગમે  તો વાઈટ લેસ શોર્ટ્સ પહેરીને તેના ઉપર ઘેરા રંગનું  પ્લેન  ટોપ પહેરો. રેડ અને બ્લેકનું કોમ્બિનેશન પણ મસ્ત લાગશે. આ પોેશાક સાથે એનવલપ ક્લચ અને સેંડલ પરફેક્ટ કોમ્બિનેશન બની રહેશે.

જો  તમે પૂલ પર બિકિનીને બદલે કંઈક અલગ અથવા બિકિની કરતાં થોડું લાંબુ પહેરવા ઈચ્છતા હો  ત્યારે   પૂલ શોર્ટ્સમાં  એકદમ સ્ટાઈલિશ  ઓપ્શન  મળશે. સ્ટ્રેચી ફેબ્રિકમાંથી બનેલી  પૂલ શોર્ટ્સમાં  ઘણી પ્રિન્ટ અને  કલર્સ મળી રહે છે.
- વૈશાલી  ઠક્કર

Post Comments