Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૌંદર્યવૃદ્ધિ:ફળફૂલ અને શાકભાજીને સથવારે

સોંદર્ય પ્રતિ નારી પ્રાચીન કાળથી મહેનત કરે છે. વિવિધ પ્રકારના ઉબટનો બનાવી લગાડતી અને પોતાનું રૃપ નિખારવાના પ્રાયાસો કરતી.ઘરેલુ સામગ્રીઓનો ઉપયોગ કરી પોતાનું રૃપ નિખારવાના પ્રયાસો કરતી. તે જમાનામાં બજારમાં કોઇ તૈયાર કોસ્મેટિક મળતા નહોતા. આજે પણ નિષ્ણાતો હર્બલ કોસ્મેટિકનો આગ્રહ રાખે છે.અને હવે  મહિલાઓ ઘરગથ્થુ ઉપચારો તરફ ઢળી છે. કુદરતી સૌંદર્ય પ્રસાધનોની આડઅસર થવાની શક્યતા નહીંવત હોય છે.

રોજિંદા ઉપયોગમાં કામ આવનારા શાક તથા ફળની મદદથી સૌંદર્યને નિખારી શકાય છે ઉપરાંત તે સોંઘુ પણ પડે છે.

કેળા
શુષ્ક ત્વચા માટે ફાયદાકારક નીવડયું છે. એક પાકા કેળાનો છૂંદો કરવો.તેમાં થોડું ગુલાબજળ અને ગ્લિસરિનનાં ત્રણ-ચાર ટીપાં ઉમેરવા. અને બરાબર મિકસ્ કરવું. ચહેરા પર અઠવાડિયે એક વખત લગાડવાથી ફાયદો થાય છે.
 

સંતરા
વિટામિન સી થી ભરપૂર આ ફળનો રસ અને છાલ બંને ફાયદાકારક નીવડે છે.
સંતરાની છાલને ત્વચા પર લગાડવાથી ત્વચા નિખરે છે.

સંતરાની છાલને છાયામાં સુકાવી બારીક ચૂરણ બનાવવું. આ ચૂરણમાં દૂધ અને મલાઇ ભેળવી ઉબટન કરવાથી ત્વચા નિખરે છે. દૂધ તથા મલાઇના સ્થાન પર ગુલાબજળ, બેસન અને દહીં ભેળવી મુલાયમ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવાથી ફાયદો થાય છે.ખીલ માટે પણ તે લાભકારક છે.

સર્જીકલ કોટનના પૂમડાને પાણીમાં ભીંજવી નિચોડવું. પછી તેને સંતરાના રસમાં ડુબાડી ત્વચા પર ધીરે-ધીરે લગાડવી. તે શુષ્ક ત્વચા માટે ઉત્તમ ઉપચાર છે.

પાણી ઉકાળવા મુકવું. તેમાં સંતરાની છાલ નાખવી. વચ્ચે-વચ્ચે છાલને છૂંદતા જવું જેથી તેનું તેલ નીકળશે. તેલ છૂટું પડવા લાગે એટલે તેને ઉતારી ઠંડું થવા દેવું. રાતના મિશ્રણ બનાવી રાખી ઠંડુ થવા મૂકી દેવું. સવારે એ પાણીમાં રૃ ભીંજવી ચહેરો સાફ કરવો. ત્વચા નિખરી ઉઠે છે. આ લોશનને હાથ અને ગરદન પર લગાડવાથી ત્વચા કોમળ થાય છે.

સફરજન
જો તમારી ત્વચા તૈૈલીય હોય તો એક સફરજનની છાલ ઉતારી તેના નાના-નાના ટુકડા કરવા અને મસળીને ચહેરા પર લગાડવું. બરાબર સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. સફરજન ત્વચાને પૌષ્ટિકતા પ્રદાન કરે છે.

નાસપતિ
બરાબર પાકેલું નાસપતિ ના ગરને ત્વચા પર રગડવાથી શુષ્કતા દૂર થાય છે.

પપૈયું
પાકા પપૈયાના ગરને ચહેરા અને ગરદન પર રગડવાથી ત્વચા નિખરે છે. તેમ જ લચકીલી થાય છે. અને ત્વચા પરની કરચલી દૂર થાય છે.

લીંબુ
આ એક ઉત્તમ હેર સ્પ્રે નું કામ કરે છે. સ્પ્રે ની ખાલી બોટલમાં લીંબુનો ગાળેલો રસ ભરી વાળ પર સ્પ્રે કરવાથી વાળ વિખાશે નહીં.

બટાકા
સ્વાસ્થ્ય સારું હોય તો પણ ઘણી વખત આંખની આસપાસ કાળા કુંડાળા થતા હોય છે. ત્યારે બટાકાને ખમણવું અને એક મુલાયમ સ્વચ્છ કપડામાં બાંધવું. આંખ બંધ કરીને સૂઇ જવું અને બટાકાની પોટલી આંખ પર મૂકવી. ૧૫ મિનિટ આ રીતે રાખવું. નિયમિત કરવાથી ફાયદો થશે.
ખમણેલા બટાકાની છીણને પગના તળિયે ઘસવાથી થાક દૂર થાય છે.

ખીરા
એક ખીરાની છાલ ઉતારી તેને ઝીણી ખમણી નાખવી. તેન ેનીચોવી રસ કાઢવો. આ રસમાં સર્જીકલ કોટનનો ટૂકડો ભીંજવી ચહેરા પર હળવે હળવે લગાડવો. તૈલીય ત્વચા માટે ઉત્તમ પ્રયોગ છે. થોડા દિવસ નિયમિત કરવાથી ફાયદો થશે.

ત્વચાની કાળાશ દૂર કરવા ખીરાના રસમાં હળદર અને લીંબુનો રસ ભેળવવો.ચાર ભાગ ખીરાનો રસ,એક ભાગ હળદર અને બે ભાગ લીંબુનો રસ ભેળવી ચહેરા લગાડવું. પંદર મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. આ રીતે નિયમિત કરવાથી ફાયદો થશે.

શકરિયા
શકરિયાને બાફ્યા બાદ વધેલા પાણીથી પગ ધોવાથી એડીની ત્વચા ફાટી ગઇ હોય તો તે ઠીક થવા લાગે છે.

આંબળા
લીલા તાજા આંબળાની લુગદી બનાવી વાળના મૂળમાં લગાડવી વાળની જડ મજબૂત થાય છે.

દૂધી
વાળને લાંબા કરવા માટે દૂધી રામબાણ ઇલાજ છે.દૂધીનો રસ કાઢી જૈતૂનના તેલમાં ભેળવી દેવો. આ મિશ્રણને થોડા સમય માટે તડકામાં રાખવું. ત્યાર બાદ શીશીમાં ભરી દેવું.અઠવાડિયે બે વાર હળવે હળવે વાળમાં માલિશ કરવું.વાળ મજબૂત થાય છે તેમજ લાંબા થાય છે.

ટામેટા
પાકા ટામેટાનો રસ કાઢી તેને ગાળી લેવો. તેટલી જ માત્રામાં લીંબુનો રસ ભેળવી ત્વચા પર લગાડવાથી ત્વચા ચિકણી અને મુલાયમ બને છે.

ગાજર
ગાજરના નાના નાના ટૂકડા કરવા અને ખમણવું. તેને છૂંદી તેની લૂગદી કરી ચહેરા પર લગાડી પંદર મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો. ત્વચા નીખરી ઉઠશે.

કોબી
કોબીના પાંદડા નો વાટી તેનો રસ કાઢી તેમાં થોડું મધ ભેળવવું. આ મિશ્રણને ચહેરા પર ગરદન લગાડી પંદર મિનિટ સુકાવા દેવું. ત્યાર બાદ પાણીથી ધોઇ નાખવો.

પાલક
પાલક ત્વચા માટે ફાયદાકારક છે. તેમાં આયર્ન પ્રચૂર માત્રામાં સમાયેલું છે. પાલકને ઝીણી ઝીણી અમારી વાસી પાણીમાં ઉકાળી ગાળી લેવું. સરજીકલ કોટનમાં આ મિશ્રણને ભીંજવી ત્વચા પર લગાડવાથી ત્વચા કોમળ રહે છે.

બથુઆ
બથુઆની ભાજીને ઝીણી સમમારી ઉકાળવી અને પાણી ગાળી લેવું. રૃ ના પૂમડાને આ પાણીમાં ભીંજવી ચહેરા પર લાગાડવું.સુકાઇ જાય બાદ ધોઇ નાખવા.હું ત્વચા કોમળ બને છે.

મૂળા
મૂળાને ખમણી તેનો રસ કાઢી તેમાં સમાન માત્રામાં ભેળવી માખણ અથવા ક્રિમ લગાડી મિશ્રણને ત્વચા પર લગાડવું. અડધો કલાક બાદ હુંફાળા પાણીથી ધોઇ નાખવું. ચહેરા પરની ઝાંય દૂર થશે અને ત્વચા નિખરે છે.

ફૂદીનો
ફૂદીનાનાં પાન,તુલસીના પાન, ખસખસ થોડા પાણીમાં ઉકાળી પાણઈ ગાળી લેવું. આ પાણી સ્નાનના પાણી સાથે ભેળવી સ્નાન કરવાથી ત્વચા ચમકીલી થાય છે અને તાજગી મળે છે. ચહેરો સાફ કરી ફૂદીનાનો રસ લગાડી સૂઇ જવું. સવારે ચહેરો ધોઇ નાખવો.નિયમિત કરવાથી ચહેરા પરના ખીલ,ડાઘા,ધાબા, તથા ઝાંયમાં ફાયદો કરે છે.

 સુંદરતા નિખારવા માટે રસાયણયુક્ત સૌંદર્ય પ્રસાધનો કરતા ફળ-શાકભાજી ફાયદાકારક છે  સાથેસાથે સોંધા પડે છે તેમજ તના વપરાશની કોઇ આડઅસર થતી નથી.

Post Comments