Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આલિયા ભટ્ટ ચીંધે છે - ગ્રીષ્મમાં ઠંડાં ઠંડા કૂલ કૂલ રહેવાના માર્ગ

ગ્રીષ્મ  ઋતુ  શરૃ થાય એટલે  ધોમધખતા   તાપથી લોકો ત્રાહિમા પોકારી જાય.  ઘણી વખત તો શું કરવું તેની પણ સમજ ન પડે. આમ છતાં ઘણાં લોકો સ્વિમીંગ પૂલમાં ધૂબાકા  મારવા પહોંચી જાય.  તો વાંચવાના શોખીનો  પુસ્તક લઈને બેસી જાય.  કોઈ વળી  ગરમીને  મ્હાત  આપતાં વિવિધ પીણાંનો  સહારો લે. તો કોઈક એરકંડિશન ઓરડામાંથી  બહાર  જ ન નીકળે. 

હા, જેમના સંતાનો શાળામાં  ભણતા  હોય તે ઊનાળુ  રજાઓમાં   હિલ સ્ટેશન પર ફરવા જવાનું આગોતરુ  આયોજન કરી રાખે.  સામાન્ય   લોકોની  જેમ આપણા  ફિલ્મી  કલાકારો પણ ગ્રીષ્મ ઋતુ માટે અલગ અલગ પ્રકારનું આયોજન  કરતાં હોય છે.  આજે  આપણે લોકપ્રિય અદાકારા આલિયા  ભટ્ટ ઉનાળામાં  શું કરવાનું પસંદ કરે છે તેના વિશે જાણીએ.

અભિનેત્રી  ઊનાળાની  ગરમીથી  બચવા  સુતરાઉ કપડાં  પહેરવા ઉપરાંત ગોગલ્સ  પહેરવાનું  નથી ચૂકતી. તે  કહે છે કે  ગ્રીષ્મ  ઋતુમાં  આંખોને બળબળતા  તાપથી બચાવવા  સૌથી પહેલાં ગોગલ્સ પહેરો.  ગ્લેર્સ  પહેરવાથી  આંખોને  જફા  નથી પહોંચતી ,  નેણ  નીચે  કાળા  કુંડાળા  નથી થતાં અને તમે ગ્લેમરસ દેખાઓ છો.

આલિયાને  લાગે  છે કે જો  તમને લોંગ વીકએન્ડ મળે તો કોઈક ટેકરી  પર  ફરવા  ઉપડી જવું  જોઈએ.  ત્રણ-ચાર દિવસની  રજા હોય ત્યારે પરિવારજનો   - મિત્રો સાથે સરસ મઝાના સ્થળે  જઈ  શકાય.  વળી તેના માટે લાંબુ- પહોળું આયોજન કરવાની જરૃર ન પડે.  જો તમારી પાસે પોતાની મોટર હોય તો તમારું આયોજન વધુ આસાન બની જાય.  જો કે  જેમની પાસે  મોટર ન હોય તે ટ્રાવેલિંગ કંપનીમાંથી  કાર ભાડે લઈને  પણ જઈ શકે.  શક્યત:  જ્યાં સ્પા હોય ેવું હિલ સ્ટેશન પસંદ કરવું. સતત ગરમીથી  શેકાતા હોઈએ એવી સ્થિતિમાં ત્રણ-ચાર દિવસનો હવાફેર પણ રાહત આપનારો બની રહે.  ગરમીથી દૂર ટાઢી હવામાં સ્પાની  ટ્રીટમેન્ટ તમને  તરોતાજા બનાવી  દે.

ગરમી  પડતી  હોય ત્યારે નિયમિત રીતે દોડવા જતા લોકોને પણ દોડવાનો  કંટાળો આવે.  આવી સ્થિતિમાં  કરવું  શું?  આના  જવાબમાં  આલિયા કહે છે કે ટાઢા રહેવા સાથે એક્સાઈઝ  કરવી  હોય તો સ્વીમીંગ પૂલથી ઉત્તમ શું?  તરણહોજમાં તમે એકવા  એક્સસાઈઝ કરો. અથવા   માત્ર તરો.  તેનાથી  પણ તમે  સ્વસ્થતા અનુભવશો.

ગ્રીષ્મ  ઋતુમાં  આપણે  થોડા દિવસ માટે રજાઓ લઈને રાહત મેળવી શકીએ. પરંતુ આખો  ઊનાળો આપણા રોજિંદા કાર્યો કર્યા વિના શી રીતે ચાલે.  આવી સ્થિતિમાં તમારા શરીરને પૂરતી  માત્રામાં  પ્રવાહી આપો.  ખૂબ પાણી પીઓ.  વારંવાર  માત્ર પાણી પીવાનું ન ગમે તો નારિયેળ પાણી, લીંબુનું  શરબત, કલીંગડનો રસ, છાશ,  સંતરાનો રસ, ગ્લુકોઝ નાખેલું પાણી ઈત્યાદિ લઈ શકાય.

ઉનાળાના દિવસોના  પરિધાન માટે આલિયા કહે છે કે  હળવાં વજનના  સુતરાઉ  વસ્ત્રો  પહેરો. સુંવાળા મલમલના  કપડાં અત્યંત આરામદાયક  લાગે  છે. શક્યત:  હળવા રંગના કપડાં  પહેરવાનું પસંદ કરો. આ સીઝનમાં  લીનનના વસ્ત્રો  પણ  આરામદાયક  લાગે  છે.  વળી  હવે  ખાદીના વસ્ત્રો પણ  ખરબચડા  નથી  આવતાં. તેથી   ખાદીના કુરતા, સલવાર, સાડી ઈત્યાદિ પહેરી  શકાય.  આ દિવસોમાં  બંને ત્યાં સુધી  ખુલતા  પોશાક પહેરવા.

આલિયા માને  છે કે જરૃરી નથી કે વીકએન્ડમાં  કોઈક  હિલ સ્શન પર ફરવા જવું જ જોઈએ. ઘણાં  લોકો એમ માનતા  હોય છે કે આવી રજાઓ  દરમિયાન  સઘળા હિલ સ્ટેશનો પર એટલી ભીડ  થાય  છે કે હોટેલમાં  ઝટ જગ્યા  ન મળે, જમવા  માટે કતારમાં  ઊભા રહેવું  પડે કોઈક ઠેકાણે  તો નાહવા  માટે પણ  મર્યાદિત  પાણી મળે.  હોટેલનો સ્ટાફ  પણ સર્વત્ર પહોંચી  ન વળે ત્યારે એકેએક વસ્તુ  માટે રાહ  જોવી પડે,  ક્યાંય પણ જાઓ ત્યારે ટ્રાફિક જામમાં જ લાંબા કલાકો  વેડફાઈ  જાય.  તેના  કરતાં  ઘરમાં રહેવું  વધુ સારું.

આવું  માનનારાઓની  વાતમાં  પણ તથ્ય  છે. આવી સ્થિતિમાં તેઓ  પોતાના મિત્રોને ઘરે બોલાવીને  પાર્ટી  મનાવી શકે. પાર્ટીમાં  તમનમનને  ટાઢક  આપનારી   ખાણીપીણીની  વ્યવસ્થા  કરવામાં  આવે તો બધાને  મોજ પડી જાય. તેઓ સાથે બેસીને  ગપ્પા હાંકી શકે,  ફિલ્મ જોઈ શકે.  ઠંડા  ઠંડા  કૂલ કૂલ  રહેવા માટે તેનાથી  વધુ  શું જોઈએ?

- વૈશાલી ઠક્કર

Post Comments