Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નારીની નજાકત નિખારતી 'નથ'

ભારતીય સંસ્કૃતિમાં નાકની 'નથ'નું અનોખું મહત્ત્વ છે. ગુજરાતી, મારવાડી, મરાઠી, બંગાળી, આસામી, તામિલ, તેલગુ વગરે બધા જ સમાજમાં 'નથ'ને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. ભારતીય પરંપરા અનુસાર પહેલાં ફક્ત સૌભાગ્યવતી સ્ત્રીઓ જ નાકમાં નથણી પહેરતી હતી.

અને તે તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવતી હતી. લગ્ન પ્રસંગે સાસરિયા પક્ષ તરફથી નવવધૂને અન્ય ઝવેરાત સાથે નાકની 'નથ' પણ ભેટમાં આપવામાં આવતી. અને નથનું માહાત્મ્ય એટલું હતું સ્ત્રી ક્યારેય રસ્તા વચ્ચે નથને કાઢતી નહીં. આપણા ગુજરાતી સમાજમાં પરિણિત સ્ત્રીઓના નાકની ચૂંક સાસરિયાની પ્રતિષ્ઠા સાથે સંકળાયેલી ગણાય છે.

નાકમાં પહેરાતા ઘરેણાંને 'નથ', 'નથણી', કે 'ચૂંક' કહેવામાં આવે છે. દેવીઓના નાકમાં પણ મોટી નથ પહેરેલી હોય છે. આ નાકની નથ સ્ત્રીની સુંદરતા વધારે છે. આ નથ બનાવવામાં સોનીઓને ઘણા દિવસો લાગે છે. ઉત્તર ભારતની ઘણી જ્ઞાાતિઓમાં તો સ્ત્રી સૌંદર્યને વધારવા મોટી-મોટી નથ પહેરવાનો રિવાજ છે. જ્યારે દક્ષિણ ભારતમાં સ્ત્રીઓ એક નહીં પણ ત્રણ નથ પહેરે છે. બે નસ્કોરામાં  અને એક વચ્ચે.

જોકે વર્ષો પહેલાં એવી માન્યતા હતી કે નાક વીંધવાથી અને ત્યાં નથ પહેરવાથી સ્ત્રી કુરૃપ બની જાય છે. અને તે કોઈ મેલીવિદ્યા કે ભૂત-પ્રેતનો ભોગ બનતી નથી અને તેથી ફરજિયાતપણે નાની છોકરીનું નાક વીંધીને તેમાં તાર પહેરાવવામાં આવતો હતો. ભારતીય સમાજમાં સ્ત્રીના આભૂષણોમાં નાકના ઘરેણાંનું મહત્ત્વ આગવું હતું.

સ્ત્રીના સૌભાગ્યના પ્રતિક તરીકે ઓળખાતી આ નથ સ્ત્રીના સૌભાગ્યવતી હોવાની સાક્ષી પૂરે છે. હિન્દી શબ્દ 'નથ' પરથી 'નથ' શબ્દ આવ્યો છે. અને તેથી જ કુંવારી કે વિધવા સ્ત્રીઓ નથ પહેરતી નથી. પરંતુ હવે તો નથ પહેરવાની ફેશન થઈ જતાં તે ટ્રેન્ડ બદલાઈ ગયો છે.

સોનાના પાતળા તારમાં નાના પેન્ડન્ટ જેવી નથ હોય છે તેમાં કિંમતી રત્નો અને મોતી જડવામાં આવે છે. ઘણી વખત નથનું માપ કુટુંબની પ્રતિષ્ઠા દર્શાવે છે. જેટલું શ્રીમંત કુટુંબ તેટલી મોટી અને કિંમતી રત્નો જડિત નથ હોય છે. સામાન્ય સ્થિતિ ધરાવતા કુટુંબોની પુત્રવધુને મધ્યમ કદની નથણી ભેટ આપવામાં આવે છે. ઘણી નથ તો સામાન્ય રીેગ જેવી સાદી હોય છે. જેને નાકના નસ્કોરામાં પાડેલાં કાણાંમાં સરકાવવામાં આવે છે.

પેન્ડન્ટ જેવી નથ ઉપલા હોઠની ઉપર લટકતી હોય છે. નથમાં મોરની ડિઝાઈન બનાવવામાં આવે છે. વચ્ચે બે મોર અને તેના પીંછાની કળાવાળી ડિઝાઈન ખૂબ જ લોકપ્રિય છે. આ પ્રકારની નથને  'મોર'ની કહેવાય છે. અને તેમાં રંગીન અને સફેદ કુંદન જડવામાં આવે છે. જ્યારે 'બેસર' નામની નથમાં મોરપીંછની કળાને વર્તુળાકારે દર્શાવવામાં આવે છે. જેમાં સોનું વધારે અને રત્નો ઓછા હોય છે.

રત્નજડિત નથમાં 'લોગ'ની માગ પણ વધારે હોય છે. લવિંગ જેવા આકારની સોનાની આ નથમાં વચ્ચે એક હીરો કે મોતી જડવામાં આવે છે. અને તેને સોનાના પેચથી બંધ કરવામાં આવે છે. બીજી ફૂલોની ડિઝાઈનની નથણી હોય છે. જેનો તાર નાકનાં કાણાંમાં પસાર કર્યા બાદ અંદર જ સોનાના પેચ વડે બંધ કરી દેવામાં આવે છે.

નથણીને જમણા કે ડાબા નસ્કોરામાં ગમે ત્યાં પહેરી શકાય છે. પરંતુ આપણા ગુજરાતીમાં ડાબા નસ્કોરામાં પહેરવામાં આવે છે. ઘણા પ્રાંતની સ્ત્રીઓ નાકની વચ્ચેના હાડકાં પાસે નથ પહેરે છે. જેને 'બુલક કહેવામાં આવે છે. પણ તે એકદમ સાદી નથ નથી હોતી. તેમાં તો બહુ મૂલ્યવાન રત્નો જડવામાં આવે છે. કેટલીક આવી નથ તો એટલી મોટી હોય છે. જેનાથી હોઠ પણ ઢંકાઈ જાય છે. અને તેથી જ આવી નથ પહેરેલી સ્ત્રીઓ જમતી વખતે એક હાથે નથ પકડે છે. અને બીજા હાથે જમે છે.

નથણીનો તાર એકદમ પાતળો હોવાથી તેને આધાર રહે તે માટે મોતી કે હીરો જડવામાં આવે છે. જો એકદમ મોટી નથણી હોય તો તેને બરાબર આધાર આપવા તેની સાથે ચેન લગાડવામાં આવે છે. આ ચેન માથાના વાળમાં ભરાવી દેવામાં આવે છે. એટલે નથનું વજન ઓછું લાગે છે અને ટેકો પણ રહે છે. તથા નથ, હોઠ ઉપર લટકવાને બદલે ગાલ ઉપર રહે છે. જોકે આ પ્રકારની નથણી નવોઢાને જ પહેરાવવામાં આવે છે.

જોકે આજે નાક વીંધવાની પરંપરાને બદલે શરીરના અન્ય અંગોને વીંધવાનું ચલણ બહુ વધી ગયું છે. અને યુવતીઓ નાકની નથને ફેશન જ્વેલરી માનીને પહેરે છે. ગુજરાતી, તથા મરાઠી સ્ત્રીઓ મોટે ભાગે નાકમાં એક હીરાની કે સાત હીરાની 'ચૂક' પહેરે છે. પણ નાકમાં ચૂક કે નાનકડી રીંગ પહેરવી આજે ફેશન ટ્રેન્ડ ગણાય છે. આ રંગ પશ્ચિમના દેશોને પણ લાગ્યો છે.

તેઓ ક્યારેય નાંક વીંધવાનું પસંદ ન કરતાં પણ હવે તેઓ પણ ફેશન પ્રમાણે નાકમાં નાનકડી રીંગ પહેરે છે. ભારતની મેંદી મૂકવાની કે નાક તથા શરીરના અન્ય અંગ વીંધવાની પરંપરાને પશ્ચિમના દેશોએ પણ અપનાવી છે. પણ પહેલાની જેમ હવે કોઈ મોટી નથણી પહેરતું નથી. બધા જ નાની અને ડેલીકેટ રીંગ કે હીરાવાળી ચૂક પહેરવાનું પસંદ કરે છે.

ભારતમાં એક હીરાજડિત ચૂક મોટા ભાગની સૌભાગ્યવતી સ્ત્રીઓ પહેરે છે. જ્યારે આજની કુંવારી છોકરીઓમાં નાની રીંગ જે 'બાલી' તરીકે ઓળખાય છે. તે પહેરવાનો ક્રેઝ વધ્યો છે. જોકે શુભ પ્રસંગોએ તથા તહેવારોમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પારંપારિક પોશાક સાથે નથ અચૂક પહેરે છે. નથની અંદર હીરા, મોતી, માણેક, નીલમ જેવા કિંમતી રત્નો જડવામાં આવે છે.

આજના આધુનિક યુગમાં પરંપરાને ન અનુસરીએ તો પણ નાકની નથ સ્ત્રીઓનું મનગમતું આભૂષણ ગણાય છે. ઘણા શ્રીમંત કુટુંબોમાં નથનું કદ કુટુંબની પ્રતિષ્ઠા સાથે ઘરમાં સ્ત્રીનું સ્થાન પણ દર્શાવે છે. સંયુક્ત કુટુંબમાં રહેતી સ્ત્રીના નાકની નથ પરથી કુટુંબમાં તેના પ્રભુત્વ વિશેનો અંદાજ આવી જાય છે.

ઘણી છોકરીઓ નાક વીંધાવતા ડરતી હોય છે, આવી છોકરીઓના લગ્ન થાય ત્યારે પહેરવા માટે આર્ટિફિશિયલ ક્લીપવાળી નથ આવે છે. જેનાથી નાકને તકલીફ નથી થતી અને ચહેરો પણ સુંદર દેખાય છે.

રૃપજીવીનીઓના વ્યવસાયમાં પણ નથનું મહત્ત્વ વધારે હોય છે. કુંવારી કન્યા જ્યારે પહેલીવાર કોઈ ગ્રાહક પાસે જાય છે ત્યારે તેનું કૌમાર્ય ભંગ થાય છે તે માટે 'નથ' ઉતારવાનો ખાસ પ્રસંગ ઉજવવામાં આવે છે. જે 'નથ ઉતરામણ' કહેવાય છે.

Post Comments