Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

MOTHER'S DAY 2017: જાણો, મધર્સ ડે કેમ ઉજવવામાં આવે છે?

- ગ્રાફ્ટન વેસ્ટ વર્જિનિયામાં એના જૉર્વિસ દ્વારા મધર્સ ડેની શરૂઆત કરવામાં આવી હતી

- દુનિયાભરમાં અલગ અલગ રીતે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે

નવી દિલ્હી, તા. 14 મે 2017, રવિવાર 
 
દુનિયાભરમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. ખાસ કરીને માતાના અથાગ પ્રેમ અને સ્નેહ માટે તેમનો આભાર વ્યક્ત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 
 
મધર્સ ડે ગ્રાફ્ટન વેસ્ટ વર્જિનિયામાં એના જૉર્વિસ દ્વારા તમામ માતાઓ અને તેમના પ્રેમાળ માતૃત્વ માટે તથા વિશેષ રીતે પારિવારિક અને તેમના પરસ્પર સંબંધોને સન્માન આપવા માટે મધર્સ ડેની શરૂઆત કરવામાં આવી હતી. 
 
યુરોપ અને બ્રિટનમાં માતા માટે સન્માન દર્શાવવા માટે કેટલીય પરંપરાઓ પ્રચલિત છે. તેના અંતર્ગત એક ખાસ રવિવારને માતૃત્વ અને માતાઓને સન્માનિત કરવામાં આવતી હતી. જેને મધરિંગ સન્ડે કહેવામાં આવતુ હતુ. પરંપરાઅનુસાર આ દિવસે ભેટ આપીને અથવા તો મમ્મીનું રોજિંદુ કામ પરિવારના સભ્યો દ્વારા કરવાનો ઉલ્લેખ કરવામાં આવે છે. અમેરિકામાં સર્વપ્રથમ મધર્સ ડે પ્રોક્લૉમેશન જુલિયા વૉર્ડ હોવે દ્વારા મનાવવામાં આવ્યો હતો. 
 
વર્ષોથી દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે બધા પોતાની માતા પ્રતિ પ્રેમ અને સન્માન વ્યક્ત કરે છે અને આખો દિવસ તેમને સમર્પિત કરે છે.  દુનિયા ભરમાં અલગ અલગ રીતે મધર્સ ડે ઉજવવામાં આવે છે. 
 
1. ભારત 
મેના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પોતાની માતાને ગિફ્ટ્સ અને કાર્ડસ આપે છે. 
 
2. થાઇલેન્ડ
થાઇલઈન્ડમાં મધર્સ ડે રાણી સિરીકિતના જન્મદિવસે 12 માર્ચના રોજ મનાવવામાં આવે છે. આ દિવસે પરેડ કરવામાં આવે છે. આ ઉપરાંત જાસ્મીનના ફૂલ ભેટમાં આપવામાં આવે છે. 
 
3. રશિયા 
પહેલા સોવિયત યૂનિયનમાં મમ્મીઓનું સન્માન 8 માર્ચ ઇન્ટરનેશનલ વિમન્સ ડેના દિવસે કરવામાં આવતુ હતુ પરંતુ ત્યારબાદ નવેમ્બરના છેલ્લા રવિવારે મધર્સ ડે ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે મોટાભાગના લોકો માર્ચમાં જ પોતાની માતાને ભેટ આપે છે.
 
4. મેક્સિકો
મેક્સિકોમાં મધર્સ ડે ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે અહીંના તમામ રેસ્ટોરન્ટમાં ભીડ હોય છે. ફૂલ, મ્યુઝિક અને ફૂડ સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 
 
5. જાપાન
જાપાનમાં મધર્સ ડે 'હાહા ના હાઇ' સાથે સંકળાયેલો છે જે મહારાણી કૌઝનનો જન્મદિવસ છે. હવે જાપાનમાં પણ મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે.  
 

 

Post Comments