Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જો મને કોઈ નહી મળે તો હું તારી સાથે જ લગ્ન કરી લઈશ: બેકઅપ રીલેશનશીપ

- કરિયરની લ્હાયમાં લગ્નની ઉંમર વીતી જાય છે ત્યારે બેકઅપ રીલેશન કામ આવે

- તમારી સાથે કોઈ પણ ન હોય તોય આવા બેકઅપ સંબધો અવશ્ય રહેશે

અમદાવાદ, તા. 30 ડિસેમ્બર 2016, શુક્રવાર

આજકાલ દરેક વાતનો બેકઅપ લેવામાં આવે છે ત્યારે શું રિલેશીપમાં પણ બેકઅપ હોય છે? તો જવાબ છે હા.

આજકાલ મેટ્રોસીટીમાં બેકઅપ પાર્ટનર એ કોઈ નવી નવાઈની વાત નથી રહી તો. ચાલો આજે જાણીએ કે આ બેકઅપ રીલેશનશીપ છે શું ?

સ્પેરટાયર લવર, સ્ટેન્ડબાય પાર્ટનર, બેકઅપ પાર્ટનર, રિપ્લેસમેન્ટ પાર્ટનર આ બધા જ પર્યાય વાચીનો મતલબ એટલે બેકઅપ રીલેશનશીપ. એવી વ્યક્તિ જેનામાં કોઈપણ લાઈફ પાર્ટનર બનવાની તમામ કાબેલીયત હોય પરંતુ એ સામેના પક્ષની સ્યોર પસંદ ન હોય પરંતુ કોઈ ના મળે તો  એ ચાલી જાય એવું વ્યક્તિ.

સામાન્ય રીતે એવું થતુ હોય છે કે પહેલા ભણીને કોઈ લાઈન પકડવામાં અને પછી કરિયર સેટ કરવામાં આજકાલના છોકરા છોકરીઓના જીવનમાં અનેક પ્રેમસંબધો પાંગરે છે. જે મોટા ભાગે સમયોચીત હોવાથી લાંબા ટકવાની જગ્યાએ તુટી જતા હોય છે.

જ્યારે માણસ કરિયરમાં અને બીજી બધી રીતે સેટ થઈ જાય છે ત્યાં સુધીમાં તેની પાસે જીવનસાથીની પસંદગી માટેના ઓપ્શન ઓછા બચે છે. તો આવી મોટી ઉમંરે કામ આવે છે બેકઅપ રીલેશન. લાઈફમાં સેટલ થવા માટે 30-35 વર્ષે કોઈ સારા પાર્ટનર કે પરફેક્ટ પાર્ટનર નથી મળતા ત્યારે બેકઅપ પાર્ટનર બેસ્ટ પુરવાર થાય છે.

આવા પાર્ટનર એક બીજાને પસંદ કરતા હોય છે. અને તેઓ વચ્ચે પરસ્પર એવી સમજૂતી હોય છે કે જો અમુક ઉમંર સુધી તેઓ કોઈ કારણસર પરણી ન શકે તો બંને એકબીજા સાથે પરણી જશે.

આ સંબધ થોડો અટપટો છે પરંતુ આજે માણસ પાસે કોઈ પણ વાતના વિકલ્પ તૈયાર હોય છે અને હંમેશા પ્લાન એ નિષ્ફળ જાય તો પ્લાન બી રેડી જ હોય છે ઘણા પાસે તો એ બી સી ડી ઈ એમ આખી એબીસીડી જેટલા બેકઅપ પ્લાન હોય છે. બસ આજ વાત હવે લોકો સંબધોમાં અજમાવતા થયા છે.

Post Comments