Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધર્સ ડે સ્પેશિયલ: ગૂગલે ડૂડલ બનાવીને આજના દિવસને સ્પેશિયલ બનાવ્યો!

- જાણો, શું છે મધર્સ ડેનો ઇતિહાસ?

અમદાવાદ, તા. 13 મે 2018, રવિવાર

દુનિયાના સૌથી સુંદર રિલેશનનું નામ 'મા' છે અને આજે સમગ્ર દુનિયા આ રિલેશનને ઉત્સવની જેમ મનાવી રહ્યા છે. આજે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી થઇ રહી છે ત્યારે ગૂગલે ડૂડલ બનાવીને આજના દિવસને વધારે સ્પેશિયલ બનાવી દીધો છે.

બધા જ લોકો પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે મધર્સ ડે ઉજવવાની શરૂઆત ક્યારથી થઇ? આ ખાસ દિવસ મનાવવાની શરૂઆત ગ્રીસથી થઇ હતી. ગ્રીસના લોકો પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમને વિશેષ સન્માન આપતાં હતા.

એવામાં તેમને એક ખાસ દિવસ મનાવવા માટેની ઇચ્છા થઇ કે જ્યારે તેઓ પોતાની માતાની પૂજા કરી શકે. એટલા માટે તેમણે એક દિવસ પસંદ કર્યો અને પોતાની માતાની પૂજા કરવાનું શરૂ કરી દીધું. માન્યતાઓ અનુસાર ગ્રીકના દેવતાઓની માતાનું નામ 'સ્યબેલે' હતું અને ગ્રીકના લોકો આજના જ દિવસે તેમની પૂજા કરતા હતા.

ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઇ ખાસ દિવસ મમ્મીને સન્માન આપવાની પરંપરા હોય. એટલા માટે માનવામાં આવે છે કે મધર્સ ડેની શરૂઆત અહીંથી જ થઇ હતી જે ધીમે-ધીમે વિશ્વભરમાં તેની ઉજવણી થવા લાગી.

Post Comments