Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

#FriendshipDay: જાણો, આ દિવસની શરૂઆત ક્યારથી થઇ?

- આંતરરાષ્ટ્રીય મિત્રતાના દિવસે જાણો કેટલીક ખાસ વાતો

નવી દિલ્હી, તા. 06 ઓગષ્ટ 2017, રવિવાર 
 
જો કોઇને હંમેશા માટે પોતાની પાસે રાખવા છે તો તેને પોતાનો એક સાચો મિત્ર બનાવી લો. દોસ્તી એક એવો સંબંધે છે જેને લોહીના સંબંધની જરૂર હોતી નથી. સામાન્ય રીતે મિત્રો સાથે તો રોજ જ ફ્રેન્ડશિપ ડે હોય છે. પરંતુ દર વર્ષે ઓગષ્ટ મહિનાના પહેલા રવિવારે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે. 
 
જાણો, શું છે ફ્રેન્ડશિપ ડેનો ઇતિહાસ
 
1. દોસ્તીના પ્રતિક તરીકે મનાવાતા આ દિવસની શરૂઆત વર્ષ 1919માં સૌથી પહેલા હૉલમાર્ક કાર્ડના સંસ્થાપક જોસ હૉલે દોસ્તીની ઉજવણી કરવાના સૂચન દ્વારા થઇ હતી. 
 
2. 1935માં પ્રથમવાર યૂનાઇટેડ સ્ટેટ્સ કૉંગ્રેસે ઓગષ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવાની જાહેરાત કરી હતી. 
3. પરંતુ ફ્રેન્ડશિપ ડે પ્રથમવાર અમેરિકામાં મનાવવામાં આવ્યો હતો. 
 
4. આ અવસરે દોસ્તોને ફ્રેન્ડશિપ બેન્ડ, કાર્ડ, ગિફ્ટ્સ આપવામાં આવે છે.
 
5. ઉલ્લેખનીય છે કે વર્ષ 1997માં કાર્ટૂન પાત્ર વિની ધ પૂહને સંયુક્ત રાષ્ટ્રે દોસ્તી માટે આંતરરાષ્ટ્રીય દૂત તરીકે પસંદ કર્યુ હતુ.   
 
6. ભારતમાં ઓગષ્ટના પહેલા રવિવારે ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે, પરંતુ દક્ષિણ અમેરિકાના દેશમાં જુલાઇ મહિનાને પાવન માનવામાં આવે છે, એટલા માટે જુલાઇના અંતમાં જ આ દિવસ મનાવવામાં આવે છે. બાંગ્લાદેશ અને મલેશિયામાં ડિજિટલ કૉમ્યુનિકેશન્સ હેઠળ આ દિવસ વધારે ચર્ચિત બની ગયો છે. યુનાઇટેડ નેશન્સે ઓઅણ આ દિવસ પર પોતાની મુહર લગાવી દીધી હતી. 
 
7. મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકન દેશોમાં આ તહેવાર એવા સમયે આવે છે જ્યારે દૂર-દૂર સુધી કોઇ તહેવારની રજા આવતી નથી. વર્ષ 1958ના 30 જુલાઇના રોજ ઔપચારિક રીતે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ડશિપ ડે (વિશ્વ મિત્ર દિવસ) જાહેર કરવામાં આવ્યો હતો. 
8. લગભગ 60 વર્ષ પહેલા 1958માં પહેલીવાર ફ્રેન્ડશિપ ડે ને આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત થઇ જ્યારે દક્ષિણ અમેરિકાના કેટલાય દેશ ખાસકરીને પરાગવેમાં ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવ્યો. 
 
9. ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેશનના 10 વર્ષ બાદ ફેમસ બેન્ડ બીટલ્સે 1967માં એક ગીત રિલીઝ કર્યુ હતુ. With Little Help From My Friends.... આ ગીત દુનિયાભરમાં ઘણુ લોકપ્રિય બની ગયુ હતુ. 
 
10. બ્રાઝીલ, અર્જેન્ટીના, ઇક્વાડૉર અને ઉરુગ્વે જેવા દેશોમાં દર વર્ષે 20 જુલાઇના રોજ ફ્રેન્ડશિપ ડે મનાવવામાં આવે છે. 
 
11. બૉલિવુડમાં દોસ્તીને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. દોસ્તીને લઇને કેટલીય શાનદાર ફિલ્મોનું નિર્માણ કરવામાં આવી ચૂક્યુ છે. જેમાં વધારે લોકપ્રિય મિત્રતા 'દોસ્તી', 'આનંદ', ' શોલે', 'યારાના; અને 'દિલ ચાહતા હૈ' જેવી ફિલ્મમાં જોવા મળી છે. 
 
12. દોસ્તીમાં સૌથી ખાસ વાત એ છે કે તેમાં કોઇ ધર્મ નથી હોતો. આપણે કોઇની પણ સાથે મિત્રતા કરી શકીએ છીએ. વગર કોઇ બંધને આપણે કોઇ પણ વ્યક્તિને પોતાનો મિત્ર બનાવી શકીએ છીએ.  

Post Comments