Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોઇને પ્રપોઝ કરતા પહેલા જાણી તો લો કે તે તમારા પ્રેમને લાયક છે કે નહીં?

- કોઇની સાથે રિલેશનશિપમાં આવતા પહેલા 5 સવાલ પોતાની જાતને પણ પૂછી લેજો...

અમદાવાદ, તા. 09 ઑક્ટોબર 2017, સોમવાર 
 
આજકાલ પ્રેમ થવામાં વધારે સમય નથી લાગતો. તો સ્પષ્ટ છે કે આઇ લવ યૂ કહેવામાં પણ વધારે સમય લાગતો નહીં હોય. ઘણીવાર તમે તે વ્યક્તિને પ્રેમ તો કરો છો પરંતુ તે વાતથી અજાણ છો કે તમે શું હકીકતમાં તમે તેને પ્રેમ કરો છો કે નહીં? તમને સમજમાં આવતું નથી કે તમારી સાથે જે થઇ રહ્યું છે તે શું છે? પરંતુ તમારે કોઇના પ્રેમમાં પડતા પહેલા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. કોઇની સાથે રિલેશનશિપમાં આવતા પહેલા આ પાંચ સવાલ પોતાની જાતને પૂછી લેજો...
 
શું તે વ્યક્તિ તમારા પ્રેમને લાયક છે ખરો? 
તમારે રિલેશન બનાવતા પહેલા તે વ્યક્તિને જાણી લેવો જોઇએ કે જેને તમે પ્રપોઝ કરવા જઇ રહ્યા છો તે હકીકતમાં તમારા લાયક છે ખરાં? શું તમને તે સમ્માન અને પ્રેમ આપી શકશે જેની તમે આશા રાખો છો. પ્રેમમાં પડતા પહેલા પોતાના પાર્ટનરનું સારાપણું, પોતાની અને તેની સમાનતાઓ અને વિષમતાઓનું પણ ધ્યાન રાખવું જોઇએ. તેનાથી તમને રિલેશનને આગળ વધારવામાં મદદ પણ મળી રહેશે.
 
શું તમે તે વ્યક્તિને હકીકતમાં ચાહો છો? 
સૌથી પહેલા તમારે તમારા પ્રેમને પ્રપોઝ કરતા પહેલા આ વાત સારી રીતે સમજી લેવી જોઇએ કે તમે હકીકતમાં તેને ચાહો છો કે નહીં. કોઇની સાથે રિલેશન બનાવતા પહેલા પોતાના દિલને પૂછી જો જો કે સાચે તમને તેની જરૂર છે કે નહીં. સામાન્ય રીતે રિલેશન જરૂરત પર જ બનતા હોય છે. તમારે તમારી જાતને પૂછવું જોઇએ કે તમે નવી રિલેશનશિપ કેમ બનાવવા ઇચ્છો છો. 
 
શું હું આ જવાબદારી નિભાવી શકીશ? 
તમારા પ્રેમમાં પડવાનું કારણ કોઇ પણ હોઇ શકે છે. પરંતુ તેના માટે તમે પોતે એ વાતને લઇને ક્લિયર હોવા જોઇએ. આ સાથે જ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઇએ જો તમે તમારા પ્રેમને ક્યાં સુધી આગળ ટકાવી રાખવા ઇચ્છો છો. પ્રેમમાં પડતા પહેલા પોતાના વિશે જાણકારી હોવી જોઇએ કે શું તમે આ રિલેશનને કાબિલ છો. તમારે જાણવું જોઇએ કે શું તમે તે જવાબદારીઓ નિભાવવા માટે તૈયાર છો જે પ્રેમમાં પડ્યા બાદ નિભાવવી પડે છે. 
 
શું તે પણ તમને એટલું જ મહત્ત્વ આપે છે?
તમારે તે પણ નક્કી કરી લેવું જોઇએ કે તમે તમારા પાર્ટનર વિશે જેવું ફીલ કરો છો શું તે પણ તમને એટલું જ મહત્ત્વ આપે છે ખરાં? કોઇના પ્રેમમાં પડતા પહેલા અથવા કોઇને પ્રપોઝ કરતા પહેલા તમારે તમારી ક્ષમતાઓનું પણ ધ્યાન રાખવું જોઇએ. એવામાં નવા રિલેશન બનાવતા પહેલા તમારે ભાવાનાત્મક રીતે જોડાવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા પ્રેમને આગળ લઇ જવા ઇચ્છો છો તો તમારે સુનિશ્ચિત કરી લેવું જોઇએ કે તમારો નિર્ણય સાચો છે કે નહીં? 
 
આ રીતે તમે સરળતાથી જાણી શકો છો કે શું તમે હકીકતમાં નવા સંબંધ બનાવવા માટે તૈયાર છો. સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિ માટે જરૂર કરતા વધારે વિચારો આવવા અથવા તેની દરેક નાની-મોટી વાતો સારી લાગવાનો અર્થ છે કે તમે તેને પસંદ કરવા લાગ્યા છો. એવામાં તમે ઉતાવળીયો નિર્ણય ન લેશો પરંતુ સમજી-વિચારીને યોગ્ય નિર્ણય કરો. 

Post Comments