Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શોધ સંશોધન-વસંત મિસ્ત્રી

ચોમાસામાં માણવા જેવી આઠ પૌષ્ટિક શાકભાજી...!!

ચોમાસામાં અવારનવાર પેટ બગડવાના અનુભવ થાય છે. વળી પાચનશક્તિ પણ નબળી પડે છે. આવા સંજોગોમાં આહારનું સમ

ચોમાસામાં અવારનવાર પેટ બગડવાના અનુભવ થાય છે. વળી પાચનશક્તિ પણ નબળી પડે છે. આવા સંજોગોમાં આહારનું સમતુલન જરૃરી છે. જૈનો શાકભાજી ત્યજે છે કારણ કે ચોમાસામાં કિટકોની સંખ્યા વધે છે.
કેટલાંક શાકભાજી ખૂબ સારી રીતે સારું કરીને લઈ શકાય છે.

(૧) વટાણા આઠ વિટામીન અને સાત ક્ષારો પુરા પાડે છે. તેમાં તાંતણા અને પ્રોટીન પણ સારા પ્રમાણમાં હોય છે. વિટામીન કે૧ ધરાવનાર વટાણાને અનેક શાકમાં અને ભાતમાં મિક્સ કરી શકાય.

(૨) કાકડીનું દહીં-કચુંબર ચોમાસાની ખાસ વાનગી છે. ૧૩ ક્ષાર ધરાવતી કાકડી રોજ ખાવી.

(૩) બીટરૃટ લોહીમાં હેમોગ્લોબીન વધારે છે અને કોલેસ્ટેરોલ ઘટાડે છે. તે ડાયાબિટીસને અંકુશમાં રાખે છે. દાંત સાફ કરે છે. મગજની તંદુરસ્તી માટે બીટ જરૃરી છે.

(૪) દૂધી એ બ્લડપ્રેશર ઘટાડનાર આહાર છે. કડવી દૂધી ખાવી નહિ કે તેનો રસ પીવો નહિ. દૂધી હૃદય માટે સારી છે. તે કોલેસ્ટેરોલ ઘટાડે છે.

(૫) પાલક અગત્યની શાકભાજી છે. તેને વારંવાર ધોઈ સ્વચ્છ કરી કાપવી. તેને બાફવાથી જંતુમુક્ત થાય છે. તેમાં બીટા કેરોટીન સારા પ્રમાણમાં હોય છે. કેન્સર, મોતિયો અને હૃદયરોગ અટકાવનાર પાલકને વિવિધ સ્વરૃપે આહારમાં ઉમેરી શકાય.

(૬) લાલ કોબી આમ તો આંખને પસંદ પડે એવી નથી. તે બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ૫૦ ટકા ઘટાડે છે.

(૭) મેથી એક સરસ શાકભાજી છે. મેથીના પુડલા કે શાક કે થેપલાં ગુજરાતીઓની ખાસ વાનગી છે. આંતરડાનું કેન્સર મટાડનાર મેથી હૃદય માટે હિતકર છે. તે કોલેસ્ટેરોલ ઘટાડે છે. સાંધાના દુખાવામાં સુકી મેથી ઉપયોગી છે. ચામડીના રોગોમાં પણ ઉપયોગી છે.

(૮) ઝુચિનિ નામની ઈટાલિઅન કાકડી સલાડ કચુંબર માટે જાણીતી છે. તે ફોલેટ ધરાવે છે. ચોમાસામાં ખાસ લેવી.

 

Post Comments