Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

ઓનલાઈન શોપિંગમાં કેવું પરિવર્તન આવી રહ્યું છે?

કેશ ક્રાઈસિસ વચ્ચે ઓનલાઈન શોપિંગનું પ્રમાણ વધ્યું છે. આગામી દિવસોમાં ઓનલાઈન શોપિંગમાં હજુ મોટો ઉછાળો આવશે. આવતા પાંચ વર્ષમાં ઈ-શોપિંગની આખી વ્યાખ્યા જ બદલાઈ જાય એવું પરિવર્તન આવી રહ્યું છે.

કપડાં-શૂઝ કેવા લાગશે એ ઈમેજીન કરવાને બદલે જેમ ચેન્જિંગરૃમમાં ટ્રાય કર્યા પછી કેવા લાગશે એ નજરોનજર અરીસામાં જોઈ શકાય છે, એવું ઓનલાઈન ખરીદીમાં શક્ય છે ખરું?  

ગયા વર્ષે ભારતનું ઈ-કોમર્સ માર્કેટ ૨ લાખ કરોડ રૃપિયાએ પહોંચી ગયાનો અંદાજ બાંધવામાં આવ્યો છે. નવેમ્બર-૨૦૧૬થી નોટબંધી લાગુ થઈ એ પછીના બે મહિનામાં ભારતના ઈ-કોમર્સમાં બમણો ઉછાળો આવ્યો હતો. ૨૦૧૫માં ઈ-કોમર્સ માર્કેટ ૧ લાખ કરોડ રૃપિયા હતું. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી માર્કેટમાં ૩૦ ટકા વધારો નોંધાતો હતો તે ગયા વર્ષે બમણો નોંધાયો. આ ઈ-કોમર્સ માર્કેટમાં ઓનલાઈન બસ-રેલવે ટીકિટ બુકિંગથી લઈને હોટેલ બુકિંગનો પણ સમાવેશ થાય છે, પરંતુ તેમાં સૌથી મોટો ફાળો ઓનલાઈન શોપિંગનો છે.

ભારતમાં ૨૦૦૭થી ઓનલાઈન શોપિંગ ટ્રેન્ડ શરૃ થયો એ પછી ૨૦૧૬ સૌથી વધુ કમાણી કરનારું વર્ષ બની રહ્યું. કુલ ઈ-કોમર્સ માર્કેટમાં ઓનલાઈન શોપિંગનો ફાળો ૭૦ ટકા જેટલો હતો. બુક્સ-ઘરવખરી-ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સ-સ્માર્ટફોન્સ-કપડાં-ફૂટવેર-કોસ્મેટિક પ્રોડક્ટની ખરીદીમાં આ વર્ષે અગાઉ ક્યારેય થયો ન હતો એટલો વધારો થયો છે. ભારતમાં ઓનલાઈન શોપિંગની કલ્પના થતી ન હતી ત્યારથી લઈને ૨૦૧૭ સુધીના એક દશકામાં ઓનલાઈન શોપિંગે દેશના ટોટલ રિટેલમાં ૩૦ ટકા હિસ્સેદારી નોંધાવી દીધી છે.

દેશમાં ઓનલાઈન શોપિંગ શરૃ થયા પછી ફૂટવેર-કપડાં-કોસ્મેટિક પ્રોડક્ટ્સ ઓનલાઈન ઓર્ડર કરવાનું જૂજ ગ્રાહકો પસંદ કરતા હતા. ફૂટવેર-કપડાં ઓનલાઈન ઓર્ડર કર્યા પછી ય માપના જ આવશે એવો વિશ્વાસ પાંચ-સાત વર્ષ પહેલાં ગ્રાહકોને બેસતો ન હતો. ઈ-કોમર્સ કંપનીઓની રિપ્લેસમેન્ટ પોલિસીમાં ગ્રાહકોને ભરોસો બેસતો ગયો એમ પહેરવેશની પ્રોડક્ટનો ઓનલાઈન ઓર્ડર પણ વધ્યો.

ઓનલાઈન ઓર્ડર પછી આવી ચીજવસ્તુઓ કંપની બદલી નહીં દે તો પૈસા પડી જશે એવા ડરથી શરૃઆતમાં ટ્રાવેલિંગની ચીજવસ્તુઓ-પુસ્તકો કે બહુ બહુ તો ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્સ સુધી ઈ-શોપિંગ ક્ષેત્ર સીમિત હતું, પણ એ સ્થિતિ સ્માર્ટફોનના ચલણ પછી એટલી બદલાઈ ગઈ કે હવે કોઈ જ ગભરાટ વગર ફૂટવેર-કપડાં-ફેશનની ચીજવસ્તુઓ જેટલા પ્રમાણમાં ઓર્ડર થાય છે એટલું બીજું કશું ભાગ્યે જ થાય છે.
પાંચ વર્ષ પહેલાં જેની કલ્પના પણ થતી નહોતી એ હવે શક્ય બન્યું છે.

તહેવારના ગણતરીના દિવસો અગાઉ ઓનલાઈન ઓર્ડર કરેલા જીન્સ-ટિશર્ટ બદલવા નહીં જ પડે કે ઓર્ડર કરેલા શૂઝ માપના જ નીકળશે એવો વિશ્વાસ હવે બેસી ગયો છે, અસંખ્ય ઓર્ડર પછીના અનુભવે. ઓનલાઈન ઓર્ડર કર્યા પછી પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચતા દિવસો વીતી જતાં એ હવે બીજા-ત્રીજા દિવસે પહોંચતી થઈ છે. કેટલીક કંપનીઓ તો થોડો વધુ ચાર્જ ચૂકવી દો તો ૨૪ કલાકમાં પ્રોડક્ટ તમારા સુધી પહોંચાડવાની ગેરંટી આપતી થઈ છે. જો સમયસર પ્રોડક્ટ ન પહોંચે તો કંપનીઓ વળતર વાઉચર પણ આપે છે.

બે-ચાર ફોટોગ્રાફ્સ જોઈને શોપિંગ થઈ જાય છે અને મોટાભાગે ઓર્ડર કરેલી પ્રોડક્ટ ગ્રાહકને ગમી પણ જાય છે. ઈ-કોમર્સ કંપનીઓને ય સ્પર્ધાત્મક માહોલમાં માર્કેટમાં ટકી રહેવું છે એટલે છેતરપિંડી કરવી પોષાય એમ નથી, જે બતાવે છે એ જ ગ્રાહક સુધી પહોંચાડવું પડે છે.

આટલું પરિવર્તન માત્ર બે-ત્રણ વર્ષમાં આવ્યું છે. બે-ત્રણ વર્ષથી દરેક તહેવારે ઓનલાઈન શોપિંગમાં ૫૦-૮૦ ટકા સુધીની ઓફર્સ મળે છે. દિવાળીમાં તેનો લાભ ચૂકાઈ ગયો હોય તો ક્રિસમસ અને ક્રિસમસમાં ચૂકાઈ ગયો હોય તો હોળી. હોળીમાં અનુકૂળતા ન હોય તો દશેરા... એમ આખું વર્ષ નીતનવા સેલ ઓનલાઈન શોપિંગમાં ચાલતા રહે છે, એટલે રિટેલ માર્કેટ કરતા ઘણી ચીજવસ્તુઓ ઓનલાઈન શોપિંગમાં સસ્તી પડતી હોય ત્યારે ગ્રાહક માર્કેટની ભીડથી દૂર રહેવાનું પસંદ કરે એ સ્વાભાવિક છે.

આટલે સુધી પહોંચેલી આ ઓનલાઈન દુનિયા હવે ફરી એકવાર કરવટ બદલવા તૈયાર છે. ઈ-કોમર્સ ક્ષેત્રે ધારણા બહારનું પરિવર્તન છેલ્લાં પાંચ-સાત વર્ષમાં આવ્યું છે એવું જ મોટું પરિવર્તન આગામી પાંચ-સાત વર્ષમાં આવી રહ્યું છે.

ઈ- શોપિંગમાં શું પરિવર્તન આવશે?
શોપિંગ કરતી વખતે ફોટોગ્રાફ્સ જોઈને ગ્રાહકે પ્રોડક્ટ ખરીદવી કે કેમ તે નક્કી કરવું પડે છે. તો ય કેટલાક સવાલો તો ઉભા જ રહે છે  :  આ જિન્સ બરાબર ફીટ બેસશે કે નહીં? શૂઝ દેખાવમાં તો સારા લાગે છે પણ પહેર્યા પછી જામશે કે નહી? ગોગલ્સમાં ઓફર તો જોરદાર છે, પણ ફેસશેપ પ્રમાણે સારા લાગશે? ટિ-શર્ટ છે તો જોરદાર પણ એ પહેર્યા પછી ચરબી તો નહીં દેખાયને? વોચ કાંડા ઉપર બહુ નાની/મોટી તો નહીં લાગેને? મોબાઈલ/કેમેરાની ડિટેઈલ્સ તો જાણે કે બરાબર છે, પણ એ ચેક કરી શકાત તો કેટલું સારું થાત!

પણ આ બધા જ સવાલોના જવાબો મળી જાય તો? તો ઓનલાઈન શોપિંગ અત્યારે છે એના કરતા ય વધુ ઊંચાઈએ પહોંચી જાય! ઓનલાઈન શોપિંગને એ ઊંચાઈ મળે તે માટેના પ્રયાસો વિશ્વભરમાં થઈ રહ્યા છે. ઓનલાઈન શોપિંગ ઉપર જેમનો બિઝનેસ નભી રહ્યો છે અથવા તો ઓનલાઈન શોપિંગ ટ્રેન્ડ વધે તો પોતાના બિઝનેસમાં પણ ઉછાળો આવશે એવી આશાએ અલગ અલગ ક્ષેત્રોમાં જુદા જુદા પ્રયાસો થઈ રહ્યા છે, જે સરવાળે તો ઓનલાઈન શોપિંગને બહેતર બનાવશે.

તેમાં સૌથી મહત્ત્વનું પરિવર્તન વર્ચ્યુઅલ રીઆલિટી (વીઆર) હેડસેટ લઈ આવશે. એ પરિવર્તન ઓનલાઈન શોપિંગમાં પ્રોડક્ટ પસંદગીના શરૃઆતી તબક્કાને જ સુવિધાજનક બનાવી દેશે. વીઆર હેડસેટ ઈ-શોપિંગમાં મદદે આવે તે માટેના પ્રયાસો જગતભરમાં થઈ રહ્યા છે. આગામી વર્ષોમાં વીઆર બોક્સની મદદથી ફૂટવેર-શૂઝ કેવા લાગશે તે નજરોનજર નિહાળી શકાશે. હાઈટ-બોડીની વિગતોના આધારે કપડા કે ફૂટવેર વર્ચ્યુઅલ ચેન્જિંગરૃમમાં પહેરી શકાશે અને પહેર્યા પછી એ કપડાં-શૂઝ કેવાં લાગશે એ પણ જોઈ શકાશે, જેમ અરીસામાં જોઈ શકાય છે તેમ!

અમેરિકા-જાપાનની કેટલીક કંપનીઓની લેબોરેટરીમાં તેના પ્રયાસો પૂરજોશમાં ચાલી રહ્યા છે. એ દિવસો ખૂબ નજીક છે, જ્યાં શોપિંગ કરતા પહેલાં વીઆર હેડસેટની મદદથી જે તે પ્રોડક્ટનો વર્ચ્યુઅલી અનુભવ કરી શકાશે અથવા તો શો-રૃમમાં જઈને જે રીતે મોબાઈલ-કેમેરા-ટીવીનો જાત અનુભવ લઈ શકાય છે એવો અનુભવ વીઆર હેડસેટથી થશે. દેખાવ પરથી પ્રોડક્ટનો ઓર્ડર કર્યા પછી અંતે તો એ ખરેખર ગમે છે કે નહીં તેનો નિર્ણય આપણા સુધી પ્રોડક્ટ પહોંચે પછી જ થઈ શકે છે. વીઆર હેડસેટ એ સમયગાળો ઘટાડીને મિનિટોનો કરી દેશે! આ પરિવર્તન ગણતરીના વર્ષોમાં આવી જાય એવી પૂરી શક્યતા છે.

ડિલિવરીબોયનું સ્થાન ડ્રોન લેશે!
બીજું પરિવર્તન આવશે પ્રોડક્ટની ડિલિવરી સિસ્ટમમાં. ઈ-કોમર્સ કંપનીઓના ડિલિવરીબોયનું સ્થાન ડ્રોન અને રોબોટ લેશે. ડ્રોનનો પ્રોડક્ટ ડિલિવરીમાં ઉપયોગ કરવાના પ્રયોગોએ છેલ્લાં બે-એક વર્ષમાં જોર પકડયું છે. ક્રિસમસ પહેલાં જર્મની અને બ્રિટનમાં આવા બે મહત્ત્વના પ્રયોગો પણ થયાં.

બ્રિટનમાં ડ્રોનનો પ્રયોગ થયો. એ પ્રયોગ કર્યો ઓનલાઈન વેપારમાં વૈશ્વિક વ્યાપ ધરાવતી કંપની એમેઝોને. નાના ડ્રોનને આકાશમાં ઉડાવીને કંપનીએ એ તપાસ્યું કે વજનમાં હળવા પેકેટ્સ ગ્રાહક સુધી પહોંચવાનો અનુભવ કેવો રહે છે. ડિલિવરી બોયને નડતી ટ્રાફિકની સમસ્યા ટાળી શકાય અને વધુ ઝડપથી પ્રોડક્ટ ગ્રાહક સુધી પહોંચાડી શકાય તે માટે એ પ્રયોગ થયો હતો.

બરાબર એ જ સમયગાળામાં જર્મનીમાં પ્રોડક્ટ ડિલિવરી માટે રોબોટને પ્રયોજવામાં આવ્યો હતો. જર્મનીના હમબર્ગ શહેરમાં સાયન્સ ફિક્શન સાઉન્ડ કંપની સ્ટારશિપે ખાસ ટેકનિકથી ડિલિવરી માટેનો રોબોટ વિકસાવ્યો છે.

જીપીએસની મદદથી આ રોબોટનું સંચાલન કરી શકાશે અને રોબોટની ડિક્કીમાં રાખેલો સામાન ગ્રાહક પોતાની જાતે પાસવર્ડથી મેળવી શકશે. ઓનલાઈન કંપની ગ્રાહકના મોબાઈલમાં પાસવર્ડ મોકલી દેશે અને ગ્રાહક એ જ પાસવર્ડથી પોતાનો સામાન લઈ શકશે. રોબોટના લોકેશનથી સતત ગ્રાહકને માહિતગાર કરી શકાય એવી સુવિધા પણ કંપનીએ વિકસાવી છે.

આ રોબોટ વિકસાવવા પાછળનો કંપનીનો હેતુ એવો છે કે ડ્રોન મારફતે પ્રોડક્ટ ડિલિવરી મોંઘી પડશે. વળી, ડિલિવરીમેનને ચૂકવવી પડતી રકમ કરતા રોબોટનો ખર્ચ ઓછો થશે. જર્મન કંપનીના કહેવા પ્રમાણે અત્યારે એક રોબોટિક ડિલિવરી માટે લગભગ એક ડોલરનો ખર્ચ થશે, પણ આ કોસ્ટ આગામી દિવસોમાં ઘણી નીચી આવી જશે.

જર્મન કંપની સ્ટારશિપનું રોબોટિક સામ્રાજ્ય ૧૬ દેશોના ૫૮ શહેરોમાં વિકસી રહ્યું છે ત્યારે ઓનલાઈન ખરીદીમાં રોબોટની ડિલિવરીનો વિકલ્પ કંપનીઓ અજમાવતી થાય તો નવાઈ પામવા જેવું નહીં હોય! એમેઝોનનું તો આ વર્ષે જ બ્રિટન જેવા દેશોમાં ડ્રોનની મદદથી ૩૦ મિનિટમાં પ્રોડક્ટ ડિલિવરીનો ઓપશન્સ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે, ઉડ્ડયનને લગતા કોઈ અવરોધો ઉભા નહીં થાય તો ૨૦૧૭નું વર્ષ ઓનલાઈન શોપિંગ માટે સીમાચિન્હ બનશે.

ઓનલાઈન શોપિંગ વખતે એ કંપનીનો સોફ્ટવેર ફેશનટ્રેન્ડથી ગ્રાહકને વાકેફ કરે તેવી સુવિધા પણ આવી રહી છે.

ગ્રાહકે પસંદ કરેલી પ્રોડક્ટ કઈ સેલિબ્રિટીની પસંદ છે? ક્યા દેશમાં તે ફેશનટ્રેન્ડ છે વગેરે માહિતી ગ્રાહક સાંભળી શકશે. ગ્રાહકની પસંદ-નાપસંદ પરથી સજેશન્સ તો અત્યારે ય કેટલીક કંપનીઓ બતાવે છે, એ આગામી દિવસોમાં વધશે. ફેશનમાં નહીં હોય એવી કોઈ સામગ્રી ખરીદવાની ગ્રાહક ઉતાવળ કરશે તો ય તેને સજેશન્સ અપાશે. ધારો કે ૪જી સ્માર્ટફોનનું માર્કેટ અપ થયું છે ત્યારે કોઈ ગ્રાહક ૩જી ફોન ખરીદવાની તૈયારી કરે તો તેને આગામી દિવસોમાં આ ફોનની સુવિધા ૪જી ફોન કરતા કેટલી ઓછી હશે તે જણાવાશે. અત્યારે ઓનલાઈન વેપાર કરતી કંપનીઓ એ જ પ્રોડક્ટ અન્ય કંપનીઓમાં કઈ કિમતે વેંચાય છે એ જણાવે છે એ જ રીતે તેની અન્ય સાથે તુલના કરીને ય ગ્રાહકને સંભળાવશે.

ઈનશોર્ટ, પ્રોડક્ટની પસંદગી, ડિલિવરી ઓપશન્સ, પ્રોડક્ટ ડિલિવરીની ઝડપમાં જે રીતે પરિવર્તનનો પવન ફૂંકાવા જઈ રહ્યો છે એ જોતાં પાંચ-સાત વર્ષમાં આ આખી ઈન્ડસ્ટ્રી કરવટ બદલશે.

Post Comments