Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

મુંબઈને મળનારું નવું નજરાણું  :  કોસ્ટલ રોડ

મુંબઈના  વાંદ્રા- વરલી  સી લિન્ક પર પ્રવાસ કરો ત્યારે ગજબનો  રોમાંચ અનુભવાય છે.  માત્ર  દસથી બાર મિનિટની  આ યાત્રા દરમિયાન  આપણે દરિયા પર હવાઈસફર  ખેડતા હોઈએ એવું   ફિલ થાય. હવે કલ્પના કરી જુઓ કે દરિયા કિનારે બાંધેલા આવા નરીમાન પોઈન્ટથી બોરીવલી સુધીના  કોસ્ટલ રોડ પર ફરવાનો  લહાવો મળે તો કેવી મઝા પડી જાય.

ખેર,   મુંબઈગરા  અને  બીજે  ઠેકાણેથી આ  શહેરમાં  ફરવા આવનારાઓને પણ આવા કોેસ્ટલ રોડની મોજ-મસ્તી માણવા મળે  એ સમય હવે દૂર નથી. હિન્દી ફિલ્મોમાં  કોઈ વિદેશી લોકેશનમાં  શૂટ થયેલા દ્રશ્યો આપણે ઘણીવાર  જોઈએ છીએ જેમાં  હિરો-હીરોઈન ઓપન કારમાં  દરિયા કિનારે કિનારે જતી લાંબી સડક  પર ગીત ગાતા જતાં હોય.

સામાન્ય હાઈવે અને દરિયાકિનારે  અડીને પસાર થતી પાકી સડક  વચ્ચેનો  ફરક જ એ છે કે કોસ્ટલ રોડ પરથી પસાર થતાં સતત દરિયા દેવના દર્શન થાય છે.  મુંબઈમાં આવો કોસ્ટલ રોડ બાંધવા માટેની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે.   મરીન લાઈન્સથી કાંદિવલી સુધીના ૨૯.૨ કિ.મી. લાંબા  અને  અંદાજે રૃ.૧૭,૫૦૦ કરોડના ખર્ચે બંધાનારા મહત્ત્વાકાંક્ષી 'કોસ્ટલ રોડ' પ્રોજેકટના વરસોવા સુધીના બે તબક્કાને  રાજ્યના કોસ્ટલ ઝોન વિભાગે લીલી ઝંડી આપી દીધી છે.

જોકે આ રસ્તા પર ટ્રામ-સવારીની સુવિધા ઊભી કરવાની યોજના મુંબઈ મહાનગર પાલિકાએ રદ કરી દેતાં મુંબઈગરાને તેનો લહાવો માણવા નહિ મળે.
વિશ્વના વિવિધ દેશોમાં કોસ્ટલ રોડની સુવિધા વર્ષોથી જોવા મળે છે. જેમાં અમેરિકામાં પેસિફિક કોસ્ટ હાઈવે, હવાઈનો ૮૪ માઈલ લાંબો હાના હાઈવે, ઓસ્ટ્રેલિયાનો ગ્રેટ ઓશન રોડ અને કેપ્ટન કુક હાઈવે, નોર્વેનો એટલાન્ટિક ઓશન રોડ, ઈટાલીનો અમાલ્ફી કોસ્ટ રોડ, કેનેડાનો ક્બોટ ટ્રેલ, મહત્વના કોસ્ટલ હાઈવે ગણાય છે.

આ સિવાય રશિયા, ક્રોએશિયા, સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, ચીન, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ, મેક્સિકો, ચીલી, સ્વીડન જેવા   અનેક દેશોમાં કોસ્ટલ રોડની સુવિધા છે. ટૂંકમાં દરિયા કિનારે વસેલા તમામ જાણીતા શહેરો કોસ્ટલ રોડનું આકર્ષણ ધરાવે છે. જ ેસ્થાનિકોને સરળ વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડે છે. તો વિદેશી સહેલાણીઓ માટે  નજરાણું બની રહે છે.

ભારતમાં પણ   કેરળના   મુઝપ્પીલંગડ ડ્રાઈવ-ઈન બીચ, મેંગ્લોર કારવારનો  કોસ્ટલ રોડ, તામિલનાડુનો ઈસ્ટ કોસ્ટ રોડ વખણાય છે. મુંબઈ-ગોવા વચ્ચેના હાઈવેનો અમુક હિસ્સો પણ દરિયા કિનારા નજીકથી પસાર થાય છે. જેના માર્ગમાં અનેક પ્રેક્ષણીય સ્થળ જોવા મળે છે.

માર્ગ, વાહન વ્યવહાર અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીનો આ મહત્ત્વા કાંક્ષી પ્રોજેક્ટ છે. તેઓ અંગત રીતે એવું ઈચ્છે છે કે ભારતમાં કોસ્ટલ રોડની સુવિધા અમેરિકા અને બીજા વિકસેલા દેશોના સમુદ્રીતટ માર્ગ જેવા જ સુંદર અને સગવડદાયક હોવા જોઈએ.

તાજેતરમાં જ ગડકરીએ કેરળ સરકારને કર્ણાટકની સીમા સુધી વિસ્તરીત કોસ્ટલ રોડની યોજના તૈયાર કરવા જણાવ્યું છે. કન્નુરથી વેંગલમ સુધીના નેશનલ હાઈવે નંબર ૧૭ને ચાર લેનનો કોસ્ટલ રોડ બનાવવા રૃા.૧૨૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.  એવી જ રીતે ચેન્નઈ અને કુડલોર  (વાયા પુડુચેરી)ને જોડતો ૧૬૦ કિ.મી. લાંબો માર્ગ પણ કોસ્ટલ રોડમાં રૃપાંતરીત કરવામાં આવશે. આગળ જતાં આ માર્ગને છેક કન્યાકુમારી સુધી વિસ્તારી ૮૦૦ કિ.મી. લાંબો કોસ્ટલ રોડ બનાવવામાં આવશે.

હવે   આપણે  મુંબઈમાં બંધાનારા કોસ્ટલ રોડની  વિસ્તારથી વાત કરીએ.  મુંબઈના પશ્ચિમ સમુદ્રતટ પર ઘણે  ઠેકાણે જુહુ-ચોપાટી, વરસોવા, ગોરાઈ  જેવા દરિયાકિનારા છે. પરંતુ  આ કોસ્ટલ લાઈનને જમીન રસ્તે  કે દરિયાના  પાણી પરથી  પસાર થતા બ્રિજને સાંકળી લઈ લાંબો માર્ગ અત્યારે અસ્તિત્ત્વ ધરાવતો નથી. આ  ખોટ હવે કોસ્ટલ રોડ પૂરી પાડશે.

પહેલા તબક્કામાં દરિયાકાંઠાનો આ રસ્તો મરીન લાઈન્સ ના પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી ૫૦૦ મીટરના અંતરેથી શરૃ થશે અને ગિરગામ ચોપાટી, હેંગિંગ ગાર્ડન, પ્રિયદર્શિની પાર્ક અને નેપિયન-સી રોડ પાસેથી પસાર થઈ વરલી સુધી રિક્લેઈમ્ડ લેન્ડ પરથી પસાર થઈને સી-લિન્ક સાથે જોડાશે.

શહેરમાં પણ ખાસ પશ્ચિમ ઉપનગર માટે ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોસ્ટલ રોડનો પ્રોજેક્ટ નરિમાન પોઈન્ટથી કાંદિવલી સુધી ૩૪ કિ.મી. લાંબો છે.
આ પ્લાનમાં  નરિમાન પોઈન્ટથી પ્રિયદર્શીની પાર્ક સુધી ભુગર્ભ માર્ગ કરવાનો હતો. પણ તે માટે ખૂબ જ ખર્ચ થતો હોવાનું ધ્યાનમાં આવતાં ચર્નીરોડ ખાતે પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાઈઓવરથી  પ્રિયદર્શીની પાર્ક સુધીનો ૩.૪ કિ.મી. જમીન નીચે બોગદુ  (ટનલ) બાંધળાનો મૂળ પ્લાન તૈયાર કરાયો છે. ત્યારબાદ પ્રિયદર્શીની પાર્કથી બ્રીચકેન્ડી  સુધી ૩.૮ કિ.મી.નો રસ્તો અને   બ્રીચકેન્ડીથી  વરલી સુધી ૨.૭ કિ.મી.ને ત્રીજો માર્ગ અને બાંદરા વરલી સી લિંકથી કાર્ટર રોડ એમ ચોથો માર્ગ કિ.મી.નો છે.

પહંલા તબક્કા માટે કોન્ટ્રેક્ટરો નીમવા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં છે અને 'નેવી' અને 'સાંસ્કૃતિક વારસા સમિતિ'ેએ એનઓસી આપી દીધાં છે. હવે આ ભલામણે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય સમક્ષ રજૂ કરાઈ છે.  આ  તબક્કાની કામગીરી ૨૦૧૭ની ૮મી માર્ચ બાદ એટલે કે પાલિકાની ચૂંટણી પત્યા બાદ તેના નવા સભાગૃહની રચના પછી શરૃ કરાશે, એમ પાલિકા કમિશનર અજોય મહેતાએ કહ્યું હતું.

મુંબઇ કિનારા રસ્તાના પ્રકલ્પ માટે (કોસ્ટલ રોડ) મુંબઇ મહાપાલિકાએ સલાહાકારની નિયુક્તી કરવામાં આવી છે. આ પ્રકલ્પના વિસ્તૃત અહેવાલ અને ટેન્ડર તૈયાર કરવા માટે ફ્રિશ્મન પ્રભુ ઇન્ડિયા (પ્રા.) લિમિટેડ નામની કંપનીની પસંદગી કરવામાં આવી છે. આ સલાહાકાર માટે અઢી કરોડ રૃપિયાનો ખર્ચ આવશે.

જાણકારી  મુજબ  નરિમાન પોઇન્ટથી માર્વે રોડ સુધીના કેટલાક ભાગમાં પૂલ  તથા ઉન્નત માર્ગ (ફ્લાયઓવર) પર તો કેટલાક ભાગમાં ભૂગર્ભ માર્ગ બાંધવાનો સમાવેશ થાય છે.
એવી વાત પણ સંભળાય છે કે મહારાષ્ટ્ર સરકાર આ કોસ્ટલ રોડને  દહીંસર કે તેથી પણ આગળ સુધી લંબાવે. જો આમ કરવામાં આવે તો કોસ્ટલ રોડની લંબાઈ ૩૫ થી ૬૦ કિ.મી. થઈ જાય. આટલો  લાંબો    આ કોસ્ટલ રોડ બાંધવા પાછળ સુમારે ૨૧ હજાર કરોડ રૃપિયાનો ખર્ચ અંદાજિત છે.  આથી આંતરરાષ્ટ્રીય સ્તરના સલાહકારની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ માટે ટેન્ડર પ્રક્રિયામાં પાંચ કંપની સહભાગી થઇ હતી. પરંતુ આ પૈકી ફિશ્મન પ્રભુ ઇન્ડિયા પ્રા. લિમિટેડ નામની કંપનીની પસંદગી કરાઇ છે.
આ કોસ્ટલ રોડને લીધે કાંદિવલીથી નરિમાન પોઇન્ટ સુધી પ્રવાસ માટે લાગનારો સમય ખૂબ જ ઓછો લાગશે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, એસ.વી.રોડ, તેમજ લિંક રોડ પરનો ટ્રાફિકની સમસ્યા હળવી થશે. આ સિવાય ધ્વની પ્રદૂષણ, વાયુ પ્રદૂષણ ઓછુ થશે. એટલું જ નહિં ઇંધણની બચત થશે, એવો દાવો વહીવટીતંત્રે કર્યો છે.

બાંદરાથી વરસોવા સુધીના રૃ.૭૫૦૦ કરોડના ખર્ચવાળા મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ નિગમના બીજા તબક્કામાં  આ રોડ દરિયાકાંઠાથી ૯૦૦ મીટરના અંતરે થાંભલા પર સાડા નવ કિલોમીટરના બ્રિજરૃપે બંધાશે. રાજ્યના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટના અધિકારીઓએ મંજૂરી આપી દીધી છે અને હવે તેની ભલામણ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય પાસે પડી છે. બીજા તબક્કાનું કામકાજ લગભગ ૨૦૧૭ના એપ્રિલમાં શરૃ થશે.

ત્રીજા તબક્કામાં વરસોવાથી કાંદિવલી સુધીના પાલિકાના રૃ.૩,૦૦૦ કરોડના ખર્ચના કોસ્ટલ રોડનો સમાવેશ થાય છે. જોકે તેની મંજૂરી હજી મેળવવાની બાકી છે અને માછીમારોના ધંધા પર વિપરીત અસર ન પડે તે માટે તેમની સાથે વાટાઘાટો ચાલી રહી છે તેમજ વરસોવા બીચનું સૌંદર્ય ન હણાય તેની તકેદારીરૃપે આ રસ્તો થાંભલાની ઉપર બાંધવામાં આવશે.

મરીન લાઈન્સથી કાંદિવલી સુધીના કોસ્ટલ રોડ મારફત માત્ર ૪૦ મિનિટમાં   એક  છેડેથી  બીજા છેડે  પહોંચી શકાશે.  ધસારાના સમયે દક્ષિણ મુંબઈથી કાંદિવલી પહોંચવામાં  દોઢ કલાકનો સમય બચી જશે.   

બીજી  તરફ  નરીમાન પોઇન્ટ ખાતેની એનસીપીએની આકર્ષક ઇમારત ટ્રાફિક માટે કદાચ ડેડ-એન્ડ (રોડનો છેવાડો) નહિ રહે. મુંબઇ મેટ્રોપોલિટન રિજન ડેવેલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ પોતાના રૃા. ૫૦ કરોડના કોસ્ટલ રોડ પ્રોજેક્ટને સજીવન કર્યો હોવાથી મરીન ડ્રાઇવ અને કફ પરેડ ૧.૨ કિમી લાંબા એક રોડ દ્વારા સીધા એકબીજા સાથે જોડાઇ જશે.

૨૦૦૮ની શરૃઆતમાં આ રોડને મંજૂરી મળી ગઇ હોવા છતાં એમએમઆરડીએએ કરોડો રૃપિયાનાં નરીમાન પોઇન્ટ મેકઓવર પ્રોજેક્ટને આગળ કરતા રોડનો પ્રોજેક્ટ પાછળ ધકેલાઇ ગયો હતો. પરંતુ હવે રાજ્ય સરકારે નરીમાન પોઇન્ટના રિડેવેલપમેન્ટ પ્રોજેક્ટ બાબતમાં ઠંડુ વલણ અપનાવતા એમએમઆરડીએ કોસ્ટલ રોડમાં નવેસરથી રસ લઇ રહી છે.

એનસીપીએ નજીકથી શરૃ થતો કોસ્ટલ રોડ ફ્રી પ્રેસ જર્નલ બિલ્ડીંગ, એમએલએ હોસ્ટેલ અને જગન્નાથ ભોસલે માર્ગ પરના નરીમાન પોઇન્ટ ફાયર સ્ટેશનને પસાર કરી કફ પરેડ તરફ જતા નાથાલાલ પારેખ માર્ગ પર પુરો થશે.

આ સૂચિત રોડ મેડમ કામા રોડ પરનો ટ્રાફિક હળવો બનાવશે. નરીમાન પોઇન્ટથી નાથાલાલ પારેખ માર્ગ જવા માટેનો એક માત્ર રૃટ મેડમ કામા રોડ છે. ૧૨.૫ મિટર પહોળા આ રોડની એક બાજુ અરબી સમુદ્ર હશે. એના પર રાહદારીઓને ચાલવા માટે ૨.૫ મિટર પહોળી ફુટપાથ હશે, જે મરીન ડ્રાઇવની પ્રોમોનેડ (પાળ)નું વિસ્તરણ હશે.

આ પ્રોજેક્ટ આડેનું સૌથી મોટુ વિઘ્ન એ છે કે એને માટે દરિયો પુરીને જમીન સંપાદન કરવી પડશે. એ માટે એમએમઆરડીએએ પર્યાવરણ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ લોકો પાસેથી વાંધાઓ અને સૂચનો મગાવવાનું વિચાર્યું છે.

કોસ્ટલ રોડ બાંધવા માટે જરૃરી બાંધકામની સામગ્રી અને મશીનરીનું પરિવહન મુંબઇ મહાનગરપાલિકા  સમુદ્ર માર્ગે કરશે. મુંબઇ મનપાએ કોસ્ટલ રોડ બાંધવા માટે ઉપયોગમાં આવનારી સામગ્રીના ૮૦ ટકા પડોશના જિલ્લાઓમાંથી સમુદ્ર માર્ગે વહન કરીને બાંધકામના સ્થળે લઇ જવાનો નિર્ણય લીધો છે. આ માલસામાનથી લદાયેલી ટ્રકોને કારણે શહેરમાં ટ્રાફિકનો ભરાવો ન થાય એ માટે માલવાહક નૌકાઓના ઉપયોગથી આ સામગ્રીનું પરિવહન કરવામાં આવશે.

આ ઉપરાંત ભૂગર્ભમાં અસ્તિત્વમાં આવનાર મેટ્રો સ્ટેશનોના બાંધકામ દરમિયાન નીકળનાર કાટમાળનો  ઉપયોગ   દરિયો પૂરીને જમીન મેળવવા માટે કરવામાં આવશે. આ કાટમાળનો ઉપયોગ કોસ્ટલ રોડની આસપાસ ખુલ્લી જમીનનું નિર્માણ કરવા માટે પણ કરવામાં આવશે. જમીન રિક્લેઇમ કરવા માટે સત્તાવાળાઓને ૬ મીલિયન ક્યુબીક મીટર 'ડેબરી' (કાટમાળ)ની આવશ્યતા પડશે. શહેરના માર્ગોનો ઉપયોગ  મેટ્રો સ્ટેશનના નિર્માણ દરમિયાન ઉત્પન્ન થનારા કાટમાળના ખસેડવા માટે થશે.

નરીમાન પોઇન્ટને કાંદિવલી સાથે જોડતા આશરે ૩૪ કિ.મી. લાંબા કોસ્ટલ રોડ માટે સમુદ્રના કિનારે તથા મેન્ગ્રોવને પૂરીને જમીન નવસાધ્ય કરવા માટે કેન્દ્ર સરકારે  ૨૦૧૫ના  અંત ભાગમાં રાજ્ય સરકારને પરવાનગી આપી દીધી હતી. ત્યારબાદ જ મુંબઇ મહાનગર પાલિકાએ સીઆરઝેડને મંજૂર કરવા માટેની પરવાનગી આપી હતી.

કોસ્ટલ રોડના નિર્માણ કાર્ય દરમિયાન ઉપયોગમાં આવનારા ભારે મશીનો, સમુદ્રની બાઉન્ડરી વોલ તથા ટનલને ખોદતા અદ્યતન મશીનોનું પરિવહન સુધરાઇએ નીમેલા કોન્ટ્રેક્ટરે  જળમાર્ગનો ઉપયોગ કરવો પડશે. આ માટે નવી મુંબઇ અને પનવેલમાં ખાસ કાસ્ટીંગ યાર્ડ ઉભા કરવામાં આવશે. આ તમામ માલસામાન અહીં ભેગો કરવામાં આવશે અને બાદમાં ભારે માલનું વહન કરી શકવા સક્ષમ નૌકાઓ દ્વારા એને મુંબઇ લાવવામાં આવશે.

આ તમામ માલ સામાન અને મશીનોને મુંબઇના દરિયાકાંઠે ઉતારવાના હેતુથી પ્રસ્તાવિત કોસ્ટલ માર્ગને સમાંતર પાંચ જેટ્ટી બાંધવામાં આવશે. નૌકાઓ બાંધકામની સહુથી નજીકના સ્થળની જેટ્ટી ખાતે આ માલસામાન ઉતારશે. ત્યારથી આ બાંધકામની 'સાઇટ' પર લઇ જવામાં આવશે.

દરમિયાન બાંદરા-વરલી સી લિંકને પાલિકાને પોતાના તાબામાં લેવાનો પ્રયત્ન શરૃ કર્યા છે. પાલિકાના પ્રયત્નોને પર્યાવરણ સંબંધીની પરવાનગીએ આડખીલી કરી છે. કોસ્ટલ રોડનો પ્રોજેક્ટની શરૃઆત  ઝડપથી   કરવા માટે પાલિકાના અધિકારીઓ આકાશ પાતાળ એક કરી રહ્યા હતા. પણ સંપૂર્ણ કિનારાનો માર્ગ કોસ્ટલ પ્રતિબંધિત ક્ષેત્ર (સી.આર.ઝેડ.) ક્ષેત્રમાં હોવાથી પર્યાવરણ મંત્રાલયની પરવાનગી આવશ્યક છે.

જોકે શહેરના કેટલાક ચળવળકારો કોસ્ટલ રોડના આ પ્રોજેક્ટથી નારાજ છે. તેમના જણાવ્યા મુજબ આ યોજના માટે ઊભા કરાયેલા કેટલાક રેમ્પને લીધે ટ્રાફિક જામની સમસ્યા હલ થવાને બદલે નવી હાલાકી ઊભી થશે. આ રોડને પરિણામે માત્ર એક ટકા વસ્તીને ફાયદો થશે. ઉપરાંત આ રોડથી મુંબઈના દરિયાકાંઠાની રહી-સહી રમણીયતા રોળાઈ જશે. માત્ર કારચાલકોને લક્ષમાં રાખીને ઘડાયેલી આ યોજનાથી દિલ્હી જેવી પરિસ્થિતિ સરજાશે. મુંબઈના ભવિષ્ય માટે આ સારી એંધાણી નથી.

કોસ્ટલ રોડની વિશિષ્ટતા
રસ્તાની લંબાઇ  :  ૩૩.૨ કિ.મી.
માર્ગ  :  આઠ લાઇન
ભરણી ભરીને બનાવેલા    રસ્તાની લંબાઇ   :  ૮.૮૭ કિ.મી.
મેનગ્રોવ્સમાં ભરણી ભરીને   રસ્તાની લંબાઇ  :  ૩.૩૫ કિ.મી.
પુલની સંખ્યા  :  ૮
ભૂર્ગભ ટનલ  :  ૨
ઉન્નત રસ્તા  :  ૩.૦૮ કિ.મી.
કુલ ભરણીનું ક્ષેત્ર  :  ૧૬૮ હેકટર
મનોરંજનના ઉપયોગ   માટે
વધારે ક્ષેત્ર  :  ૯૧ હેકટર
ક્રોસ રોડની સંખ્યા  :  ૧૨
બેસ્ટની બસ માટે સ્વતંત્ર રોડ (બી.આર.ટી.એસ.)

Post Comments