Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

મતભેદ, મનભેદ, અન્નભેદના ચક્રવ્યૂહમાં ફસાયેલું ભારત..

# Not in my name જેવી ઝુંબેશ # I love my ego  જેવી છે : દંભી લોકો પોતાના મનના મેલા વિચારો ફેંકે છે

જોઇ લઇશું; ટાંટીયા તોડીશું; વગેરે શેરીયુધ્ધના પડકારો છે નહીં કે સરહદી યુધ્ધના ?! વર્ષોથી ત્રાસવાદીઓના સમર્થકોની આળ-પંપાળ થઇ છે..

મુંબઇ પર થયેલો આતંકી હુમલો અને ત્યાર પછી પાકિસ્તાન પર હુમલો કરવા સરકારને પાનો ચઢાવતા લોકો યાદ છે ને ?

અમરનાથ યાત્રા પર ત્રાસવાદનો હુમલો 'બાયલા'ઓના હુમલા સમાન છે એમ કહીને બેસી રહેવાનો કોઇ અર્થ નથી. દરેક ઈચ્છે છે કે સરકાર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ લાદવામાં જેટલું અક્કડ વલણ અપનાવે છે એટલું જ અક્કડ વલણ દેશમાંના ભાગલાવાદી તત્વો અને સ્લીપર યુનિટોનો સફાયો કરવા માટે પણ અપનાવવું જોઇએ.

સરકાર જે સર્વાંગી વિકાસની વાત કરે છે તે ચારે ખૂણે હોવો જોઇએ. પોલી સરહદોથી ત્રાસવાદીઓ પણ ઘૂસે છે; બાંગ્લાદેશથી ઘૂસણખોરો પણ ઘૂસે છે અને યુવાધનને, બરબાદ કરતું કેફી દ્રવ્ય પણ ઘૂસાડાય છે.

અમરનાથ યાત્રા પરનો હુમલો એ પોલી સરહદો અને ફૂટેલા જાસુસી તંત્રના કારણે છે. અમરનાથ યાત્રીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી છતાં હુમલો થયો !! જેમ લશ્કર-એ-તોઈબાએ હુમલાની જવાબદારી સ્વીકારી છે એમ અમરનાથ યાત્રાને સલામતી માટેની વ્યૂહરચના ઘડનારઓએ પણ જવાબદારી સ્વીકારવી પડશે.

સોશ્યલ નેટવર્ક પરના કહેવાતા સક્રીય લોકો પોતાના મત પ્રમાણે દેશ ચાલે એમ ઈચ્છે છે. આ લોકોનો મત કે માન્યતા પાછળ કોઇ કારણ નથી હોતું. ટોચની કોઇ સેલિબ્રીટી લખે તેની કોપી કરવા લોકો બેસી જાય છે. સોશ્યલ નેટવર્ક પરની મોટાભાગની ઝુંબેશ દંભથી ભરેલી હોય છે. તાજેતરમાં ચાલતી ઝુંબેશ # Not in my name ના નામે ચાલતું સોશ્યલ નેટવર્ક પરનું આંદોલન એ ંદંભનું બીજું નામ છે. સોશ્યલ નેટવર્ક જે કંઇ સમજે છે અને પાયાની સ્થિતિ વચ્ચે આસમાન - જમીનનો ફર્ક છે.

મુંબઇ પરનો ત્રાસવાદી હુમલો યાદ છે ને ?? ત્યારે ચોમેરથી અવાજ ઊઠતા હતા કે પાકિસ્તાન પર વળતો પ્રહાર કરો પરંતુ તે સમયના વડાપ્રધાન મનમોહનસિંહે ખૂબ ઠંડા કલેજે જવાબ આપ્યો હતો કે સમય આવે બધું થશે !! પાકિસ્તાન સામે વળતો પ્રહાર કરવાની વાતો કરનારા પાછા તેમની બખોલમાં ભરાઇ ગયા હતા. ત્રાસવાદી હુમલા નવી વાત નથી. કદાચ ભારતને આવા હુમલા કોઠે પડી ગયા છે.

કોઇ એ વાત ખુલાસાને નથી કહેતું કે કાશ્મીર સરહદે સંરક્ષણની વ્યવસ્થા પાંગળી છે. અમરનાથ યાત્રા પરનો હુમલો એ ત્રાસવાદીઓનું આયોજનબધ્ધ કાવત્રું હતું. હુમલો કરવો ને ભાગી છૂટવું એ ત્રાસવાદ - નકસલવાદ જેવા વિધ્વંસક તત્વોની ચાલ છે.

તેમને હુમલો કરવામાં અને ભરતી કરવામાં અને ભાગી છૂટવામાં મળતી સફળતા એ તેમની ચતુરાઇ છે. ત્રાસવાદીઓ ભારતના સુરક્ષા તંત્ર માટે પડકાર સમાન છે. તમામ સરકારોએ આર-પારની લડાઇ જોઇ લઇશું; ૫૬ની છાતી જેવી વાતો કર્યા કરી છે પણ પાકિસ્તાનને સરહદમાં જઇને ફટકારવાની હિંમત બતાવી નથી.

કાશ્મીરની આજની હિંસક સ્થિતિ માટે જો કોઇ જવાબદાર હોય તો તે ભારતનું લબૂક રાજકારણ જવાબદાર છે. તે કાશ્મીરમાં રાજકીય સત્તા મેળવવા ભાગલાવાદી તત્વોની આળપંપાળ કરી છે.

સરકાર તેની વ્યૂહરચનામાં થોડી સફળ થઇ છે. જમ્મુ-કાશ્મીરમાંથી જમ્મુ છુટું પાડીને તેના પર ભગવો લહેરાવ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનની અનેક સંસ્થાઓ કાશ્મીરમાં લીલાના બદલે ભગવો ફરકે એવા પ્રયાસ કરે છે. આવા પ્રયાસો ગોકળ ગાયની ગતિએ થતા હોય છે. પરંતુ જેમ જમ્મુ પચાવી લેવાયું એમ કાશ્મીર પર પણ ભગવી પક્કડ આગામી પાંચ વર્ષમાં આવશે એમ મનાય છે.

ભારતમાં લોકશાહી છે એવું વારંવાર સાબિત કરવા દેશના નેતાઓ મથે છે. એટલે તો કાશ્મીરમાંના હુરીયત નેતાઓ બિન્દાસ્ત ફરે છે. દરેક જાણે છે કે આ નેતાઓ પાકિસ્તાન તરફી વિચારધારા પ્રસરાવે છે છતાં કોઇ સરકાર તેમનો વાળ વાંકો કરી શકી નથી. દેશ આઝાદ થયો ત્યારની આ સ્થિતિ છે. વડાપ્રધાન મોદી બોલે છે એવા આકરા બનીને ત્રાટકશે એ વાત પણ ઠગારી સાબિત થઇ છે.

પાકિસ્તાન પર વળતો પ્રહાર ક્યારે અને કેવી રીતે કરવો એનો આઇડિયા ભારતના લોકો પાસે છે પણ સરકાર પાસે નથી. સરકારે કાશ્મીરના લોકોની આળ પંપાળ કરીને એક રાક્ષસને નરભક્ષી બનાવી દીધો છે.

ભારતમાં સંરક્ષણ મંત્રાલયનો હવાલો નાણાપ્રધાન અરૃણ જેટલી પાસે છે. વેપારીઓ પર GST લાદવામાં વ્યસ્ત જેટલી અમરનાથ યાત્રા ભૂલી ગયા હતા. દેશ પર તેના બે નફ્ફટ પાડોશીઓનો ડોળો છે. ચીન અને પાકિસ્તાન બંનેનો ધંધો ભારતને પરેશાન કરવાનો છે. પાકિસ્તાન ભલે ગાંડા કાઢતું હોય પણ સરહદે તે ત્રાસવાદ દ્વારા ભારતને હંફાવે છે.

ત્રાસવાદીઓનો હુમલો એ એક પ્રકારની વૉર છે, જેમાં પાકિસ્તાનના સૈનિકોના બદલે ત્રાસવાદીઓ હુમલા કરે છે.

ભારત પાકિસ્તાનને ત્રાસવાદી રાષ્ટ્ર જાહેર કરવા વિશ્વભરમાં કાકલૂદી કરે છે તેના બદલે પાકિસ્તાનને ખોખરું કરવા વિચારવું જોઇએ. મોદી સરકાર પોતાની ઈમેજ બિલ્ડીંગમાં વ્યસ્ત છે. વૈશ્વિક તખ્તે તેની વાહ-વાહ થાય છે પણ સ્થાનિક સ્તરે હાય-હાય થાય છે. ભારતનો એક વર્ગ પોતાની જાતને સૌથી ચડીયાતો માને છે. તે તટસ્થ છે પણ કાશ્મીરીઓને ન્યાય આપવાના બહાને  ત્રાસવાદ તરફ ઢળી જાય છે.

ત્રાસવાદ ડામવા શું કરવું જોઇએ તે પ્રશ્નના જવાબમાં દેશના ૨૦ ટકા લોકો - પૈસાદાર લોકો સોશ્યલ નેટવર્કનો ઉપયોગ કરે છે જ્યારે દેશનો ૮૦ ટકા જેટલો મધ્યમ વર્ગ કહે છે કે ધોકા-વાળી કરવી જોઇએ. જેવા સાથે - તેવાની ચાલ રમવી હોય તો પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ ના રમવી જોઇએ.

જ્યારે પાકિસ્તાની તત્વો મજબુત થતા જાય અને ભારતને પડકારતા થાય ત્યારે દિવંગત ઈન્દિરા ગાંધી યાદ આવે છે. તેમણે પાકિસ્તાનને ઊંધું લટકાવીને બાંગ્લાદેશ છૂટું પાડયું હતું અને પાકિસ્તાનના ૧ લાખ જેટલા સૈનિકોને ઘૂંટણીએ પાડયા હતા.

જોકે આપણા દેશની આજની સ્થિતિ વિચિત્ર છે. તે મતભેદ, મનભેદ અને અન્નભેદના ચક્રવ્યૂહમાં સપડાયેલો છે.
 

Post Comments