Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

ફ્લોપ મુખ્ય પ્રધાન મહેબુબા મુફતી..

લશ્કરના જવાનો પર પથ્થરમારો કરનાર સામેના પોલીસ કેસો પાછો ખેંચી લઇ મગરના આંસુ પાડતા મહેબુબા

કાશ્મીર મુદ્દે મોદી સરકારની નિષ્ફળતા! સર્જીકલ સ્ટ્રાઇકની ભાગલાવાદી તત્વો પર કોઇ અસર નહીં, મહેબુબા રાજીનામું આપે તો રાષ્ટ્રપતિ શાસન આવશે

જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન મહેબુબા મુફતી એ એક ફ્લોપ શૉ છે. પિતાના રાજકીય વારસદાર તરીકે મુખ્ય પ્રધાન બની ગયેલા મહેબુબાનું દિલ ભાગલાવાદી તત્વો તરફ છે અને ભાજપના ટેકા તરફ છે. ભાજપ અને પીડીપી એક એવું રાજકીય કજોડું છે કે તેમાં જવાનો પર પથ્થરમારા જેવી ઘટનાઓ બને તે સ્વભાવિક છે. મુખ્યપ્રધાન મહેબુબાને આપેલો ટેકો પાછો ખેંચી લેવાય તો ભાજપને પડદા પાછળ રહીને પોતાનો વ્યૂહ અમલમાં મૂકવા મોકળું મેદાન મળી શકે છે.

કાશ્મીરની સમસ્યા જોતાં એમ લાગે છે કે કોંગ્રેસની સત્તા લાલસા કરતાં ભાજપની સત્તા લાલસા વધુ છે.

મોદીના શાસનમાં મધ્યમવર્ગ જેટલો અટવાયેલો દેખાય છે એવું જ કાશ્મીરની સમસ્યાનું છે. બે-ત્રણ સર્જીકલ સ્ટ્રાઇક કરીને કોલર ઊંચા રાખતી મોદી સરકારનું ધ્યાન દોરવું જોઇએ કે એવી સર્જીકલ સ્ટ્રાઇક શું કામની કે દુશ્મન ડરે જ નહીં !!

મોદીની સદ્નસીબી એ છે કે વૈશ્વિક તખ્તા પર પાકિસ્તાનને બદનામ કરવામાં તે સફળ થયા છે. અમેરિકા જેવો શક્તિશાળી દેશ પાકિસ્તાન સામે ઝેર ઓકતો હોય ત્યારે આ સ્થિતિનો લાભ લેવાના બદલે મોદી સરકાર ઉદારમતવાદનો ચહેરો પહેરીને બેસી રહી છે.

કાશ્મીર બિસ્માર નથી કે બિમાર નથી. કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં લશ્કરના જવાનો એકલ-દોકલ ના જઇ શકે એવી સ્થિતિ છે. આ વિસ્તારોના યુવાનો તો ઠીક પ્રૌઢો અને મહિલાઓ પણ પાકિસ્તાન તરફી વિચારો ધરાવે છે. આવી સ્થિતિ ઊભી થવા પાછળ ભારતની ભૂતપૂર્વ અને વર્તમાન સરકાર જવાબદાર છે.

ભારતે ભાગલાવાદી તત્વો સાથે ચર્ચા માટે મધ્યસ્થી નિમ્યા પણ તેમણે નેશનલ કોન્ફરન્સનો સંપર્ક પણ ના કર્યો. ફારૃક અને તેમના પુત્ર ઓમર અબ્દુલ્લાને મળવું કે તેમનો મત જાણવો જરૃરી હોય છે તે આ મધ્યસ્થી સમજી શક્યા નહોતા.

સરહદે પાકિસ્તાનની લુચ્ચાઇ એટલા માટે જીતે છે કે ભારતના નેતાઓ પોતાને બીગ બ્રધર માને છે. આવા ફાંકામાંને ફાંકામાં પાકિસ્તાનને કાશ્મીરમાં પગ પ્રસરાવવાની તક મળે છે.

કાશ્મીરમાં રહી ભારતનું ખાતા ભાગલાવાદી તત્વો એટલા મજબૂત બનીને પ્રસર્યા છે કે તેમની ઉશ્કેરણીએ કાશ્મીરના યુવાનોને લશ્કરના જવાનો પર પથ્થરમારો કરતા કર્યા છે.

પાકિસ્તાન ડરતું રહે એવા ભારત સરકારના પગલાં એક આંગળીને વેઢે ગણાય એટલા પણ નથી. દુશ્મન સતત ડરતો રહેવો જોઇએ એ ચાણક્ય નીતિ ભારતના નેતાઓ ભૂલતા આવ્યા છે.

ક્યાં તો ભારત સરકાર લશ્કરના વિરોધી તત્વોને એવા ફટકારે છે કે તે આખો દિવસ ભારત માતા કી જય બોલ્યા કરે અથવા તો તેમને ભારતના જવાનોને લાતો મારવાની કે પથ્થરો મારવા તરફ આંખ-આડા કાન કરે !! ભારત સરકાર દૂધ-દહીંમાં પગ રાખે છે. લશ્કરના જવાનોને તે કહે છે કે સંયમ રાખો અને પથ્થરમારો કરનારા પરના કેસો પાછા ખેંચીને તેમને આડકતરું પ્રોત્સાહન આપે છે !!

જોકે લશ્કરના જવાનોને લાતો મારનારના ટાંટીયા તોડવા જોઇએ એવો મત તો આખા દેશનો છે પણ જમ્મુ-કાશ્મીરના કે ભાજપના સત્તાવાળાઓ બહેરા બની ગયા છે.

કાશ્મીરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો પણ શાંતિ માટે પ્રયાસ કરે છે; જોકે તેમના શાંતિ માટેના પ્રયાસો પાછળનું મુખ્ય કારણ કાશ્મીરમાં ભાજપનું શાસન ઊભું કરવાનું છે. આ સંઘ કાર્યકરોને સાંભળો તો એમ લાગે કે કાશ્મીર મુદ્દે સમાધાન માટે હજુ બીજા બે વર્ષ જોઇશે.

બે વર્ષમાં તો કદાચ કાશ્મીરની બાજી સાવ બગડી જશે. સંઘની કામગીરી કાશ્મીરમાં નિષ્ફળ ગઇ છે.

શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો લહેરાવીને ભાજપ મહત્વ આપે છે. ત્રિરંગાને કાશ્મીરના લોકો કાપડનો ટૂકડો સમજે છે એ સ્થિતિમાં ત્રિરંગો શ્રીનગરમાં લહેરાવવાની મમત મૂકીને પાકિસ્તાની ધ્વજ શા માટે કાશ્મીરમાં છાશવારે લહેરાય છે તેની સમિક્ષા કરવાની જરૃર છે.

કહે છે કે કાશ્મીરમાં ભાગલાવાદી તત્વોની વ્યૂહરચના સરકારી વ્યૂહરચના કરતા વધુ અસરકારક હોય છે. હુરીયત નેતાઓ નજરબંધ હોવા છતાં લોકો સુધી પોતાના મેસેજ મોકલતા હતા અને 'કાશ્મીર ખતરે મેં હૈ'ના સંદેશા મોકલતા હતા.

કાશ્મીરમાં જવાનો પર પથ્થરમારો કરનાર તત્વોને ભાગલાવાદીઓ પૈસા આપે છે તે તો ઠીક પણ સમાચાર માધ્યમોએ એક પથ્થર મારવાના કેટલા રૃપિયા મળે છે તેની યાદી પણ આપતા હતા. કાશ્મીરના લોકો ત્યારે કહેતા હતા કે આ બધી 'ટેબલ સ્ટોરી' બંધ કરો અને  લશ્કરના અત્યાચારથી અમને બચાઓ !!

સ્કૂલની વિદ્યાર્થિનીઓ પણ લશ્કરના જવાનોને પથ્થરો મારતી તસવીરો જોવા મળી હતી. સરકારને કાશ્મીરમાં બનતી કોઇપણ નેગેટીવ સ્થિતિમાં પાકિસ્તાન કે ભાગલાવાદી તત્વોનો હાથ દેખાય છે. ભાગલાવાદી તત્વોને પાકિસ્તાન તરફથી આર્થિક સહાય મળે છે. તે અંગે તપાસ શરૃ થઇ હતી. ભાગલાવાદીઓને મળતા નાણાનો ટ્રેક શોધી કાઢાયાનો સરકારે દાવો કર્યો હતો. જોકે હકીકત એ છે કે આટલા વર્ષોમાં હુરીયત નેતાઓ કરોડપતિ બની ગયા છે. સરકાર તેમને થોઇ-થાબડા કરે છે. હુરીયત નેતાઓને શેના માટે સિક્યોરીટી અપાઇ છે તેનો કોઇ ખુલાસો કરાતો નથી.

હુરીયત નેતાઓ સ્વતંત્ર કાશ્મીરની વાતો કરે છે તેમને પાકિસ્તાન ટેકો આપે છે એવી જ સ્ટોરીઓ ભારતના લોકોને ખબર છે. તેમાં કોઇ નવી અપડેટ નથી આવતી.

કાશ્મીરમાં જવાનો પર પથ્થરમારાના દ્રશ્યો અને આતંકવાદીઓને ઠાર મારવાના દ્રશ્યો ટીવી પર જોઇને લોકો સમસમી જાય છે. ભારતનું સૈન્ય આટલું  લાચાર કેવી રીતે હોઇ શકે ?

અમદાવાદમાં તોફાનો એ ભલે ભૂતકાળની વાત હોય પણ અમદાવાદ જ્યારે જ્યારે લશ્કરને સોંપાયું હતું ત્યારે ત્યારે જવાનોનું કંકુ-ચોખા-ફૂલ-હારથી સ્વાગત કરાતું હતું. કાશ્મીરમાં નવી પેઢી જવાનો સામેની નફરત વચ્ચે ઊભી થઇ રહી છે.

પાકિસ્તાનને મઝા પડી ગઇ હોય એમ લાગે છે. તે ઈચ્છા થાય ત્યારે હુમલા કરે છે. ભારતના બે-ચાર જવાનોને પાડી દે છે. તેમને ખબર છે કે ભારત સરકાર સર્જીકલ સ્ટ્રાઇકથી આગળ કશું કરી શકવાની નથી.

સર્જીકલ સ્ટ્રાઇક એ મરણતોલ ફટકા સમાન હોવી જોઇએ પરંતુ સરકારે બધું છૂપું-છૂપું કરીને લોકોની શંકાને વધુ ઘેરી બનાવી દીધી હતી.

વડાપ્રધાન મોદી જો નેશન ફર્સ્ટની વાતો કરતા હોય તો તેમણે કર્ણાટક સહિત આઠ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર પડતો મૂકીને કાશ્મીરમાં ડેરા-તંબુ નાખીને બેસવું જોઇએ. દેશનું એક રાજ્ય આતંકવાદથી સળગે છે. કાશ્મીર બહારના અને અંદરના તત્વો કાશ્મીરને પડાવી લેવા ઈચ્છે છે. ત્યારે સરકાર શહીદોની સંખ્યા ગણવામાંથી કે વધુ સર્જીકલ સ્ટ્રાઇકની વાતોમાંથી બહાર નથી આવતી.

જવાહરલાલ નહેરૃ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેઇ, નરેન્દ્ર મોદી એ બધા વચ્ચે એક વિચિત્ર સામ્યતા છે. આ સામ્યતા એટલે તેમનું ઉદારમતવાદી વલણ !! આ લોકો પાકિસ્તાનની બદમાશીને ઓળખવામાં થાપ ખાઇ ગયા હતા અને જ્યારે કાશ્મીર મુદ્દે સ્પષ્ટતા કરવાની તક મળતી હતી ત્યારે તે દયાનો સાગર બની જતા હતા. એક સમયે પાકિસ્તાનનું લશ્કર ભારતને ઘૂંટણીયે પડયું હતું ત્યારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને નાકલીટી તણાવી શકત પણ આ અમૂલ્ય તક જવા દેવાઇ હતી.

કાશ્મીરનું રાજકારણ હુરીયત નેતાઓની પકડમાં હતું. ભાજપ-પીડીપીના જોડાણના કારણે ફારૃક અને ઓમાર અબ્દુલ્લાની પકડ ઓછી થઇ છે. જવાનો પર પથ્થરમારો કરતા લોકો પોતાની પર દમન થયાની ફરીયાદ કર્યા કરે છે.

મોદી સરકારે વિવિધ મુદ્દે લોકોના ઓનલાઇન ઓપીનીયન મંગાવ્યા છે. કાશ્મીર પ્રશ્ને જો ઓપીનીયન મંગાવે તો લોકોના દેશદાઝ ભર્યા ઓપીનીયન મળે. પોતાના ઓપીનીયન પ્રમાણે સરકાર કામ કરવાની નથી તેવું જાણતા હોવા છતાં દરેક ઓપીનીયન આપશે.

આગામી દિવસોમાં ૮ રાજ્યોમાં ચૂંટણી દરમ્યાન ભાજપ સામે કાશ્મીરનો મુદ્દો ચગશે. ભાજપ પાસે કોઇ જવાબ નહીં હોય. ભાજપના શાસનનાં છેલ્લા ત્રણ વર્ષમાં લશ્કરના જવાનોના વધુ મોત થયા છે. વિરોધ પક્ષમાં ભાજપનો વ્યૂહાત્મક વિરોધ કરવાની અક્કલ આવે તે પહેલાં ભાજપે સુધરવાની જરૃર છે. નહીંતર ૨૦૧૯નો જંગ હાથમાંથી સરકી જશે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments