Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

JNUSUની તીન દેવિયાં....

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ત્રણેય મુખ્ય યુનિયનોએ પ્રમુખ તરીકે યુવતીઓને જંગમાં ઉતારી છે
 

રાજકીય પીઠબળ ધરાવતા વિદ્યાર્થી સંગઠનોમાં ઘણા નેતા આગળ વધીને પ્રધાન પણ બન્યાં છે આવું પ્રથમવાર બન્યું છે કે યુવતીઓને આગળ વધવાનો ચાન્સ અપાયો છે : JNU રાજકીય અખાડો બની ચૂકી છે હવે યુવતીઓ તેને સુધારશે

રાજકારણમાં મહિલાઓ પુરુષોને આઘા ખસેડીને આગળ આવી રહી છે તેનું લેટેસ્ટ ઉદાહરણ જેએનયુમાં થઈ રહેલી વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણીમાં જોવા મળ્યું છે

મહિલા અનામત અંગે દરેક રાજકીય પક્ષો મહિલાઓની કોણીએ ગોળ ચોપડીને બેઠા છે. રાજ્યસભામાંથી મહિલા અનામત બીલ પાસ થઈ ગયું હોવા છતાં દરેક તેનો અમલ કરવા ઠાગા-ઠૈયા કરે છે.

જો કે મહિલા અનામત મળે એની રાહ જોવા મહિલાઓ તૈયાર નથી. મહિલાઓ પુરુષ રાજકારણીઓને હડસેલીને આગળ વધી રહી છે. સ્માર્ટ-હોંશિયાર લોકોને અનામતની જરૃર નથી હોતી. અનામત મળે તો ઠીક છે નહીંતર આગળ વધી જવાની ખેવના મહિલાઓમાં હોય છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી એ રાજકીય અડ્ડો બની ગયો છે. ભારતના અનેક રાજકારણીઓ જેએનયુમાંથી તૈયાર થઈને આવ્યા છે. આવા રાજકારણીઓ સફળ હોય છે એમ માનવાની જરૃર નથી પરંતુ રાજકીય પાઠશાળા જેવી આ યુનિવર્સિટી છે. દેશમાં આવી ૪૦ યુનિવર્સિટીઓ છે પરંતુ જેએનયુ વધુ પ્રખ્યાત છે તેમજ તે દિલ્હીમાં આવેલી છે.

રાજકારણમાં મહિલાઓ પુરુષોને આઘા ખસેડીને આગળ આવી રહી છે તેનું લેટેસ્ટ ઉદાહરણ જેએનયુમાં થઈ રહેલી વિદ્યાર્થી સંગઠનોની ચૂંટણીમાં જોવા મળ્યું છે. જેએનયુની આ ચૂંટણી પર સૌની નજર હોય છે. ત્યાં પણ કોંગ્રેસ-ભાજપ અને ડાબેરી પક્ષો એકબીજા સામે બાંયો ચઢાવે છે.

દરેક રાજકીય પક્ષના વિદ્યાર્થી સંગઠનોએ આ ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી દીધો છે.

રાજકીય પક્ષો જાહેરમાં એમ કહે છે કે અમે આ વિદ્યાર્થી સંગઠનો સાથે નથી પણ દરેક તેમના સંગઠન પાછળ રૃપિયા ઉડાડે છે. દરેક વિદ્યાર્થી નેતાને રાજકારણીઓનું પીઠબળ હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ કોર્પોરેટરો જેટલો ખર્ચો કરે છે એટલો ખર્ચો રાજકીય પક્ષોના વિદ્યાર્થી સંગઠનો કરે છે. જેએનયુમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચે મારામારી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ વગેરે સાવ કોમન બની ગયો છે. ત્રાસવાદી અફઝલગુરુને અને વિદ્યાર્થીઓને ન્હાવા-નીચોવવાનો સંબંધ નથી છતાં જેએનયુમાં પાકિસ્તાન જિંદાબાદના નારા વાગ્યા હતા, અફઝલની વરસી ઉજવાઈ હતી.

ટૂંકમાં જ્યાં રાજકારણીઓનું પીઠબળ હોય ત્યાં વિદ્યાર્થી બેફામ બની જાય છે. કેટલાક અસામાજીક તત્વો કે સંગઠનોનો આ વિદ્યાર્થીઓ હાથો પણ બની જાય છે. જેએનયુની કમનસીબી એ છે કે અહીં વારંવાર નપાસ થતા અને રાષ્ટ્રવિરોધી વિચારવાળા પડયા પાથર્યા રહે છે. અહીં ક્યારેક મહિલાઓ મુઠ્ઠી ઉછાળે છે પણ તેને બહુ પ્રતિભાવ નથી મળતો.

આ વખતે જેએનયુમાં એવી ચમત્કારીક ઘટના બની છે કે જેથી રાજકારણમાં આવવા મથતી દેશભરની યુવતીઓને નવું બળ મળશે. આ ઘટના એવી છે કે જેએનયુમાં વિદ્યાર્થી સંગઠનોએ તેમના પ્રમુખ તરીકે યુવતીઓને પસંદ કરી છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયન (JNUSU)ની ચૂંટણીઓ રાજકીય પ્રભાવવાળી હોય છે.

તેના પરિણામો દેશમાં કયા પક્ષ તરફનો પવન છે એ દર્શાવે છે. ડાબેરી વિચારવાળા જૂથ ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસીએસન (AISA), સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) અને ડેમોક્રેટીક સ્ટુડન્ટ ફેડરેશન (DSF)  એ ત્રણેય એક થઈને ચૂંટણી લડવાના છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠનનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને કોંગ્રેસનું NSUI પણ મેદાનમાં છે. ડાબેરી વિચારના સંગઠનોના સંયુક્ત ઉમેદવાર ગીતા કુમારી છે, એબીવીપીમાંથી નિધિ ત્રિપાઠી અને એનએસયુઆઈમાંથી વિષ્રનિકા સિંહ ઉમેદવાર તરીકે ઉભા છે.

જેએનયુમાં આવું પ્રથમવાર બન્યું છે કે તેમના પ્રમુખ પદની ઉમેદવારી કોઈ યુવતી પાસે હોય!!

આ ચૂંટણીમાં ડાબેરી સંગઠનોના સ્ટાર પ્રચારક કોણ છે એ ખબર છે? તેનું નામ છે અપરાજીતા રાજા!! પોલીટીકલ સાયન્સના બીજા વર્ષમાં ભણતી અપરાજીતા જોરદાર ભાષણો આપે છે. તેને સાંભળીને પ.બંગાળના ડાબેરી નેતાઓ હરખાય છે કેમકે તે ડાબેરી નેતા અને રાજ્યસભાના સભ્ય ડી. રાજાની પુત્રી છે.

તે તેના લેક્ચરમાં કહે છે કે આપણી જેએનયુ કપરા કાળમાંથી પસાર થઈ રહી છે. ઘણાં કોર્ષ કપાયા છે અને ઘણાં વિદ્યાર્થીઓ જતા રહ્યા છે. જેએનયુ કેમ્પસ ફ્રી-ટ્રેડ-ઝોન જેવું છે જ્યાં દેશ વિરોધી નારા લગાડનારા પણ છે અને એબીવીપી જેવા દેશપ્રેમીઓ પણ છે.

ઓપન ફોરમ જેવી આ યુનિવર્સિટી તમામ સંગઠનોએ પોતાના કેપ્ટન તરીકે યુવતીને પસંદ કરીને એક નવો ટ્રેન્ડ ઉભો કર્યો છે.

યુપીએ સરકારના સમયમાં વિદ્યાર્થી સંગઠનોમાં કોંગ્રેસના એનએસયુઆઈના ઉમેદવાર જીત્યા ત્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બંનેએ રૃબરૃ જઈને ચૂંટાયેલાને અભિનંદન આપ્યા હતા. ટૂંકમાં દરેક રાજકીય પક્ષ જેએનયુની ચૂંટણીને રાજકીય બેરોમીટર માને છે. એટલે જ તેનું મહત્ત્વ એટલું વધી ગયું કે ગયા વર્ષે ભારત વિરોધી સૂત્રોચ્ચારમાં પકડાયેલા કનૈયાનો હાથ હવે કોઈ પકડવા તૈયાર નથી.

ગીતાકુમારી ગયા વર્ષે સેક્સ્યુઅલ હેરેઝમેન્ટ કમિટીની સભ્ય હતી.

જ્યારે કોઈ આગળ વધવા માગે ત્યારે તેને કોઈ રોકી શકતું નથી. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનને સેલ્યુટ કરવાનું મન થાય છે કે તેમણે યુવતીઓને પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે ત્રણે-ત્રણ પ્રતિસ્પર્ધી યુવતીને પ્રમુખ પદે ઉભી રાખે ત્યારે એટલું તો ચોક્કસ છે કે વશેંજીેંના પ્રમુખ પદે યુવતી જ આવશે!! આશા રાખીએ કે આ યુવતીઓ ભારતના રાજકારણમાં પણ સક્રીય બને!!

ગુજરાતની યુનિવર્સિટીઓએ પણ JNUSU પરથી બોધપાઠ લેવાની જરૃર છે કે યુવતીઓને ચાન્સ આપો. જો તેમને રાજકીય ક્ષેત્રે પ્રવેશતા અટકાવી રાખવામાં આવશે તો તે પણ કહેશે કે આઘો ખસ; મારે પણ રાજકારણમાં સક્રીય બનવું છે!!

રાજકારણથી દુર ભાગતી ભારતની યુવતીઓને વશેંજીેંની આ તીન દેવીયાં નવો રાહ બતાવશે.
 

Post Comments