Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

'18માં '8’ યર ઑફ ઈલેકશન્સ

૨૦૧૮માં ૮ રાજ્યોમાં વિધાનસભાનો જંગ : રાજકારણમાં વેકેશન નથી હોતું

૮ રાજ્યોની બેઠકો પર નજર

  વિધાનસભા લોકસભા
ત્રિપુરા ૦૬૦ ૦૨
કર્ણાટક ૨૪૦ ૨૮
નાગાલેન્ડ ૦૬૦ ૦૧
મેઘાલય ૦૬૦ ૦૧
રાજસ્થાન ૨૦૦ ૨૫
મધ્યપ્રદેશ ૨૩૦ ૨૯
છત્તીસગઢ ૦૯૦ ૧૧
મિઝોરમ ૦૬૦ ૦૧
  ૧૦૦૦ ૯૪

ત્રિપુરા, કર્ણાટક, નાગાલેન્ડ, મેઘાલય, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ કુલ ૧૦૦૦ બેઠકો માટે જંગ : લોકસભાની ચૂંટણીઓને અસર કરે એવા ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક

દેશના ચૂંટણી જંગને સરકસ સાથે સરખાવી શકાય એમ છે. ગુજરાતમાંથી સરકસનો તંબુ છૂટી ગયો છે. હવે તે કર્ણાટકના આંગણે બંધાશે. ૨૦૧૮નું વર્ષ ઈયર ઑફ ઈલેકશનનું ગણી શકાય કેમ કે ૨૦૧૮માં '૮' રાજ્યોમાં ચૂંટણી યોજાશે. આપણે ત્યાંની તમામ ચૂંટણીઓ કૉલ્ડવૉરની જેમ લડાય છે.

રાજકારણમાં કોઇ વેકેશન નથી હોતું. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસે શિંગડા ભરાવ્યા પછી માંડવો હવે કર્ણાટકમાં બંધાશે. સત્તા માટે સતત આકાંક્ષાઓ વચ્ચે રાજકીય પક્ષો શાસન પડાવી લેવા અને ટકાવી રાખવા મથતા હોય છે. આ લોકો મતદારો પાસે વારંવાર જતા શરમાતા પણ નથી. ૨૦૧૮માં ૮ રાજ્યોમાં વિધાનસભાનો જંગ ખેલાશે. આખું વર્ષ ચૂંટણીને અર્પણ જેવી સ્થિતિ ઊભી થશે.

રાજકારણમાં સત્તા મેળવવાનો ઝંઝાવાત એટલો મોટા પાયે છે કે જે ઉત્તર પૂર્વના રાજ્યોને કોઇ ગણનામાં લેતું નથી તેનું મહત્વ વધ્યું છે.

ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ જેવા નાના રાજ્યોના ભાવ આવી ગયા છે. રાજકીય તખ્તા પર તેમની વગ વધી છે. જે ચાર મોટા રજ્યોમાં ચૂંટણી છે તેમાં કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. ૨૦૧૮માં ૮ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓનું મહત્વ એટલા માટે છે કે તેના પરિણામો ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં કોણ જીતશે તેનો સંકેત આપી શકશે.

કહે છે કે કોંગ્રેસે ગુજરાતમાં જેમ ભાજપને હંફાવ્યું હતું એમ કર્ણાટકમાં ભાજપ કોંગ્રેસને હંફાવશે. ભારતભરમાં ભાજપનો ભગવો લહેરાયેલો છે. જો કર્ણાટક ભાજપ પાસે આવી જાય તો ભાજપ દક્ષિણના રાજ્યોમાં પોતાનો પગદંડો  મજબુત બનાવી શકે.

ચૂંટણીની હાર-જીત પર પક્ષના કાર્યકરોના આત્મવિશ્વાસની વધ-ઘટ પર નજર પડી શકે છે. ભાજપ વારંવાર કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે પણ ગુજરાતમાં માંડ-માંડ બચેલા ભાજપવાળા માટે એકેય જંગ આસાન નથી. પ્રજાને આપેલા પ્રોમીસોના અમલમાં ભાજપ ખોડંગાઇ છે તો બીજી તરફ કોંગ્રેસ સત્તા પર આવશે તો પણ તેની પાસે પ્રજાની બેરોજગારી જેવી સળગતી સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો કોઇ પ્લાન નથી.

ત્રિપુરા (૬૦), નાગાલેન્ડ (૬૦) અને મેઘાલય (૬૦) પૈકી તમામની ફેબુ્રઆરી-માર્ચમાં ચૂંટણીઓ છે. જ્યારે કર્ણાટક (૨૩૦)માં ેએપ્રિલ-મેમાં જંગ છે. મિઝોરમ (૬૦)માં દિવાળી દરમ્યાન અને રાજસ્થાન (૨૦૦), મધ્યપ્રદેશ (૨૩૦) તેમજ છત્તીસગઢ (૯૦) ખાતે ડિસેમ્બરમાં ચૂંટણીઓ છે.

ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ આ વખતે તીવ્ર રસાકસી છે. ત્રિપુરામાં સીપીઆઇ (માર્કસીસ્ટ)ના માનીક સરકારની છેલ્લા ૧૯ વર્ષથી પકડ છે. અહીં કોંગ્રેસ અને ભાજપની દાળ ગળે એમ નથી. તૃણમુલ કોંગ્રેસના છ ટોચના સભ્યો ભાજપમાં જોડાતા આગામી ચૂંટણીઓમાં ભાજપ ત્રિપુરામાં પગપેસારો કરવા પ્રયાસ કરશે.

મેઘાલયમાં ૬૦ બેઠકો પૈકી ૨૯ કોંગ્રેસ પાસે છે. મેઘાલયમાં ભાજપે કેન્દ્રના પ્રવાસ પ્રધાન કે.જે. આલ્ફોન્સને હવાલો સોંપ્યો છે, જેમના પર ભાજપે ભરોસો મૂક્યો છે.

નાગાલેન્ડમાં પણ ફેબુ્રઆરીમાં ચૂંટણી જંગ છે. ૬૦ બેઠકોવાળી આ વિધાનસભામાં કોંગ્રેસે ૮ અને ભાજપે એક બેઠક મેળવી હતી. આવી જ સ્થિતિ મિઝોરમમાં છે. મિઝોરમમાં ભાજપને કોઇ ચાન્સ નથી મળતો. જોકે ગ્રામ પંચાયતોમાં ભાજપે સારો દેખાવ કર્યો હતો.

આમ ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય અને મિઝોરમમાં કોંગ્રેસ-ભાજપનું કોઇ ખાસ પ્રભુત્વ નથી. આ રાજ્યોની લોકસભામાં 'એક' બેઠક હોય છે. જોકે આ રાજ્યોના પ્રાદેશિક પક્ષોની તાકાત દેશના રાજકીય પક્ષો કરતા વધારે છે તે સ્વીકારવું જ રહ્યું !!

૨૦૧૮માં જે રાજ્યોમાં તીવ્ર રસાકસી ભર્યો જંગ જોવા મળશે તેમાં કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ ચાર પૈકી ત્રણમાં ભાજપનું શાસન છે તો કર્ણાટકમાં કોંગ્રેસનું શાસન છે. ભાજપની નેતાગીરી કર્ણાટક પર તરાપ મારવા કમર કસી રહી છે. કર્ણાટકમાં ભાજપે કોંગ્રેસ ઉપરાંત ભૂતપૂર્વ વડાપ્રધાન દેવે ગૌડાની જેડી (એસ) સામે લડવાનું છે.

ગુજરાત પછી જે સૌથી મોટા રાજ્યમાં ચૂંટણી છે તેમાં કર્ણાટકનો સમાવેશ થાય છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વર્ષના અંતે ચૂંટણીઓ છે.

કર્ણાટકમાં કોનું જોર ચાલે છે તે અત્યારથી કહી શકાય એમ નથી પરંતુ સત્તાધારી પક્ષ અર્થાત્ કોંગ્રેસનો હાથ ઉપર રહે તે સ્વભાવિક છે. ગુજરાતમાં કોંગ્રેસે ચૂંટણી જંગમાં જાતિવાદી કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આ માટે તેમણે ત્રણ યુવા ચહેરા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીનો ઉપયોગ કર્યો હતો. જોકે કર્ણાટકમાં કોંગ્રેસ પાસે આવા કોઇ ચહેરા નથી. કોંગ્રેસ 'એકલો જાને-રે'વાળી સ્થિતિમાં છે.

કર્ણાટકમાં ભાજપનો મુખ્યપ્રધાન પદનો ચહેરો યેદુઆરપ્પા છે. જોકે આ યેદુઆરપ્પાએ ભાજપમાંથી હકાલપટ્ટી પછી ૨૦૧૨માં કર્ણાટકમાં જનતા પાર્ટી બનાવી હતી અને ૮ બેઠકો જીતી હતી. ત્યારે ભાજપે ૪૦ બેઠકો જીતી હતી.

કર્ણાટક વિધાનસભાની કુલ બેઠકો એક નોમીનેટેડ સાથે ૨૨૪ છે. બહુમતી સાબિત કરવા ૧૧૩ બેઠક જોઇએ. ગઇ ચૂંટણીમાં કોંગ્રેસે ૧૨૧ બેઠકો જીતી હતી.

ભાજપની કમનસીબી તેના બળવાખોરોની આસપાસ વીંટળાયેલી છે.

કર્ણાટકમાં સંઘ પરિવારના વિવિધ સંગઠનોનું જોર છે. આ સંઘ પરિવારના જોરે ભાજપ કમળ ખીલવવા ઈચ્છે છે. યેદુઆરપ્પા સાથે ભાજપે સમાધાન કર્યું હોવાથી ભાજપે તેમને ફરી મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યા છે.

મધ્યપ્રદેશમાં જૂથબંધી બંને પક્ષે છે. કોંગ્રેસમાં જ્યોતિરાદિત્ય સિંધીયા મુખ્યપ્રધાન પદનો ચહેરો છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ પોતાને 'મામા' તરીકે ઓળખાવે છે. તેમણે યુવાનો માટે વિવિધ સ્કીમો જાહેર કરીને ેેતેમની સાથે સંપર્ક જાળવી રાખ્યો છે. મધ્ય પ્રદેશ ભાજપનો ગઢ કહી શકાય. એક સમયે મધ્યપ્રદેશ કોંગ્રેસનો ગઢ હતો. ત્યાં દિગ્વીજયસિંહનું એક ચક્રીય શાસન હતું. પરંતુ ભાજપના ઉમા ભારતીએ તેમને હરાવ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ અહીં વિજય મેળવી શકી નથી.

મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન છેલ્લા ૧૫ વર્ષથી છે. સૌથી વધુ કૌભાંડીયા લોકો મધ્યપ્રદેશમાં જોવા મળે છે. વ્યાપમ કૌભાંડે મધ્યપ્રદેશની સરકારને બદનામ કરી છે. હાલમાં ભાજપ પાસે ૨૩૦ બેઠકોમાંથી ૧૬૫ બેઠકો છે તો કોંગ્રેસ પાસે ૫૮ બેઠકો છે. મધ્યપ્રદેશને ભાજપ પાસેથી આંચકી લેવા કોંગ્રેસે દિગ્વીજયસિંહને નર્મદાયાત્રા કરાવીને ગામડામાં કોંગ્રેસ તરફી વાતાવરણ ઊભું કરવા પ્રયાસ કર્યો છે.

ગાંધી પરિવારની નજીકના કમલનાથ પણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને જીતાડવા સક્રીય છે. અહીં ભાજપ-કોંગ્રેસ સામ સામે છે.

રાજસ્થાનની ૨૦૦ બેઠકો પૈકી ૧૬૩ બેઠક ભાજપ પાસે છે જ્યારે ૨૧ કોંગ્રેસ પાસે છે. મધ્યપ્રદેશની જેમ રાજસ્થાન પણ ભાજપ-કોંગ્રેસ આમને-સામને છે. મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધીયા અને ભાજપની કેન્દ્રીય નેતાગીરી વચ્ચે તું-તું, મૈં-મૈં જેવા સંબંધો છે. કોંગ્રેસમાં જૂથબંધી મોટા પાયે છે. અશોક ગેહલોત અને સચીન પાયલોટ બંને રાહુલ ગાંધીના કહ્યાંગરા નેતા છે પણ રાજસ્થાનમાં તે સામ-સામે બાંયો ચઢાવીને ઊભા છે. રાજસ્થાન જીતવા માટે કોંગ્રેસે કોઇ વ્યૂહાત્મક  આયોજન કરવું પડશે.

ભાજપને હંફાવવા જેટલા મુદ્દા કોંગ્રેસ પાસે છે પરંતુ મણિશંકર ઐયર કે કપિલ સિબ્બલ જેવા નેતાઓ મૌન રહી શકતા નથી અને કોંગ્રેસની બાજી બગાડે છે.

૨૦૧૮માં તમામ રાજકીય પક્ષો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેવાના છે. ભારતની પ્રજા ચૂંટણીની નાટકબાજી અંગે જાગૃત થઇ ચૂકી છે. તેને ખોટા પ્રલોભનો આપીને પોતાની તરફ ખેંચી શકાય એમ નથી.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments