Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોકિંગ પોઈન્ટ - સુદર્શન ઉપાધ્યાય

પહેલાં સોફિયા; હવે સૈમ માનવ સમુદાય સામે ખતરો

સૈમ રાજકારણમાં આવશે તો સૌથી મોટા ભ્રષ્ટ ઉદ્યોગને ખતમ કરશે; બેરોજગારી વધારશે

વર્તમાન રાજકારણીઓ રૉબોટ જેવા જ હોય છે, મોવડીમંડળ કહે એ સાચું; પ્રજાનું નહીં સાંભળવાનું..

રાજકારણીઓને કહ્યાંગરાં લોકોની જરૃર છે; નેતા કરતાં વધુ સ્માર્ટ કાર્યકરોને પાણીચું અપાય છે

પહેલાં આવી સોફિયા પછી આવ્યો સૈમ !! આ બંને માનવ સમુદાયની બુધ્ધિક્ષમતાને ટક્કર આપતા રૉબોટ છે. સોફિયાને સાઉદી અરેબીયાએ નાગરિકતા આપી છે તો સૈમને ન્યુઝીલેન્ડવાળા ૨૦૨૦ની ચૂંટણીમાં ઉતારવાના છે. સોફિયા પરિવાર વસાવવા ઈચ્છે છે તો સૈમ રાજકારણમાં ઝંપલાવશે. આ બંને રૉબોટ અર્થાત્ યંત્રમાનવો માનવ સમુદાયને પડકારી રહ્યા છે. આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને હાઇ-ફાઇ યાંત્રિક ટેકનોલોજીથી  બનેલા આ રૉબર્ટ ખરેખર એક પડકાર બનીને આવ્યા છે.

ન્યુઝીલેન્ડ રૉબોર્ટ રાજકારણી બનાવે છે તે આવકાર્ય છે, તે યાંત્રિક માનવ છે પરંતુ આપણા રાજકારણીઓ પોતાની સેન્સનો ઉપયોગ કરવાના બદલે મોવડીમંડળના આદેશની રાહ જોયા કરે છે. દરેક પક્ષ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા સાંસદોને દૂર રાખે છે. જે નેતાઓ પક્ષના આદેશનું પાલન નથી કરતા તેમના પર બળવાખોરીનું લેબલ ચીપકાવી દેવાય છે.

રૉબોટના કારણે દેશના અનેક વ્યવસાયોમાં રોજગારી પર કાપ આવ્યો છે. એક તો ભારત બેરોજગારીના વાયરસથી પીડાય છે તો બીજી તરફ રૉબોટ લોકોની નોકરીઓ હડપ કરી જાય છે.

રાજકારણમાં રૉબોટને ભલે પ્રવેશવા ના દેવાય પણ ભ્રષ્ટાચારથી ખદબદતી કેટલીક કી-પોસ્ટ માટે રૉબોટ તૈયાર કરવા જોઇએ.

રાજકીય પક્ષોની વાત પર પાછા ફરીએ તો રાજકીય પક્ષોને ડાહ્યા-ડમરાં અને પોપટ જેવા ફૉલોઅર્સની જરૃર હોય છે. પક્ષના નેતા કરતા કોઇ સ્માર્ટ ના હોવો જોઇએ તેવા ભ્રમમાં આ લોકો રાચતા હોય છે. દેશના હીતના બદલે આ લોકો પોતાનું અને ફેમિલીનું હીત પહેલાં જુવે છે.

ભારતમાં રૉબોટ રાજકારણી ચમત્કાર સર્જી શકે છે. ભ્રષ્ટાચારનું સૌથી મોટું કેન્દ્ર બંધ થઇ જાય એટલે પ્રજા અને દેશ એમ બંનેનો પૈસો બચી શકે છે. હાલમાં તો બધું 'ભેંસ ભાગાળે' જેવું છે.

આપણે રૉબોટને મજૂરી કામ માટે રાખતા હતા. પરંતુ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સના મેળથી રૉબોટ બુધ્ધિશક્તિવાળા બની જશે એ કોઇએ કલ્પ્યું પણ નહોતું.

વર્તમાન રાજકીય સ્થિતિ જોવા જઇએ તો તમામ સાંસદો અને વિધાનસભ્યો રૉબોટ જેવા છે. મોવડીમંડળ, ઉપરનો આદેશ, મેન્ડેટ આપવો વગેરે-વગેરેનો દરેક સાંસદો અને વિધાનસભા તો ઠીક પણ કોર્પોરેટરો તેમજ પંચાયત સભ્યોને અનુભવ છે. મુખ્ય પ્રધાન પદે બેઠેલા અનેક ચહેરા વિધાનસભ્યોની પસંદ નથી પણ મોવડીઓની પસંદ છે. આ બધાએ છાશવારે મોવડીમંડળ પાસે દોડી જવું પડે છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપે મુખ્ય પ્રધાનના ચહેરા વિના વિધાનસભાનો જંગ લડયો હતો. જ્યારે મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અંગે ઉત્તેજના દેશભરમાં હતી ત્યારે મોવડીમંડળ તરફથી એક લાઇનમાં નામ આવ્યું કે 'યોગી આદિત્યનાથ' !! મુખ્ય પ્રધાનની રેસમાં ઘણા ચહેરા હતા પરંતુ લગ્ગીરેય વિરોધ વિના યોગી મુખ્ય પ્રધાન બની ગયા. બાકીના રૉબોટની જેમ ચૂપ રહ્યા હતા.

વિધાનસભા કે સંસદમાં મતદાન વખતે પણ ચોક્કસ મેન્ડેટ આપવામાં આવે છે. બધાએ આ મેન્ડેટ પ્રમાણે વર્તવાનું હોય છે.

અહીં એક ઉદાહરણ આપીને વાત કરીએ તો મૂળ ગુજરાતના એવા દિનેશ ત્રિવેદી પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. તે તૃણમુલ કોંગ્રેસમાં હતા. મમતા બેનરજીએ તેમને રેલવે પ્રવાસ ભાડા નહીં વધારવાનો આદેશ આપ્યો હતો. જોકે આ દિનેશ ત્રિવેદીએ ભાડા વધાર્યા હતા. તે રેલવે પ્રધાન હોઇ ખાધ ઘટાડવા પગલાં લેવા જરૃરી હતા.

તેમના આ નિર્ણયથી મમતાએ ધૂંઆ-પૂંઆ થઇને તેમની સાથે પક્ષના વ્યવહારો તોડી નાખ્યા હતા. તૃણમૂલ કોંગ્રેસનો કોઇ નેતા તેમને મળવા જતો નહોતો. આખી તૃણમુલે તેમનો બહિષ્કાર કર્યો હતો. દિનેશ ત્રિવેદી રૉબોટ બનવા તૈયાર નહોતા. આ ઘટના પછી લગભગ એક વર્ષ સુધી દિનેશ ત્રિવેદી પશ્ચિમ બંગાળમાં પગ મૂકી શક્યા નહોતા.

જો ન્યુઝીલેન્ડનો રાજકીય રૉબોટ ભારતના રાજકારણમાં આવે તો દેશનો એક ધીકતો અને અબજોમાં આળોટતો ધંધો ઠપ્પ થઇ જાય. આ ધંધો ઠપ્પ થાય તો લાખો લોકો બેરોજગાર થઇ જાય !! ભારતમાં રાજકારણ એ સેવાનો વ્યવસાય હતો. આઝાદીના સમય અને મહાત્મા ગાંધીના કાળની આ વાત છે. ત્યારબાદ રાજકારણ એક ઈન્ડસ્ટ્રી બની ગઇ છે. ના કોઇ ક્વૉલીફીકેશનની જરૃર કે ના કોઇ રીટાયરમેન્ટની વાત. તગડા પગારો, રામ બનીને રહેવાનું અને આજીવન પેન્શન મેળવવાનું !!

આપણને ઘરમાં સાફ-સફાઇ કરનાર રૉબોટ ગમે છે; આપણા આદેશનું પાલન કરે એવા રૉબોટ ગમે છે; આપણને ખુશ રાખે એવા રૉબોટ ગમે છે પરંતુ આપણી ઉપરવટ થઇને  આપણને બાજુએ હડસેલી દેનાર રૉબોટને  આપણે આવકારીશું ?

એક વાત નિશ્ચિત છે કે 'રૉબોટ' રાજકારણમાં દેશપ્રેમના સુધારા લાવી શકશે. ભારતને આજે સ્વચ્છ રાજકારણની જરૃર છે.

સરકાર આવા રૉબોટનો ઉપયોગ સેનામાં કરી શકે છે. છુપાયેલા ત્રાસવાદીઓને શોધવામાં જવાનો શહીદ થતા હોય છે ત્યાં આવા રૉબોટ ઉપયોગી બની શકે છે. જોકે કોઇએ નહોતું વિચાર્યું કે રૉબોટના સંશોધનનો રેલો ઠેઠ રાજકારણીઓની ખુરશી નીચે આવી જશે !!

જોકે આ સ્થિતિ બહુ દૂર નથી; એક તરફ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સી ક્ષેત્રનું સંશોધન હરણફાળ ભરી રહ્યું છે, થ્રી-ડી સિસ્ટમ અમલી બનવા જઇ રહી છે; 5-G ઈન્ટરનેટ સ્પીડ બે વર્ષમાં આવી રહી છે; અનેક ક્ષેત્રમાં રૉબોટનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે માનવ સમુદાય સમૃધ્ધિમાં નહીં આળોટતો હોય પણ સંઘર્ષ કર્યા કરતો હશે.

પોતાને સાઇડમાં ધકેલીને યંત્ર માનવો આગળ વધે તે સાયન્સ ફીકશન ફિલ્મોમાં જોવાની મજા આવે છે. પરંતુ વાસ્તવિક જીવન પર જ્યારે યંત્રમાનવો (રૉબોટ) કાબુ ધરાવતા થઇ જશે તેને શું માનવ સમુદાય સ્વીકારશે ખરો ??

આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને જીવતી રૉબટ શૈલની મહત્વકાંક્ષા સાંભળીએ છીએ ત્યારે એમ થાય કે માણસે પણ કુદરતી બૌધ્ધિક ક્ષમતા ઊભી કરવી પડશે. યંત્રમાનવની કેટલીક મર્યાદા હોય છે; તેનામાં સંવેદનાનો ગુણ નથી હોતો. માનવ સમુદાય સંવેદનાનો સમુહ છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments