Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર, દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે!

છોકરો કે છોકરી ભેગા દેખાય કે આખું ગામ ચોવટ કરવા લાગે પૂરી સમજણ વિના, એ ગંદકીનું સ્વચ્છતા અભિયાન ત્યારે થશે?

ઓ શોએ સંભળાવેલી એક મસ્ત વાત છે : એક સમ્રાટને ખબર પડી કે રાજ્યમાં એક ઓલિયો સાધુ છે. જંગલમાં એકલો ફકીરી મસ્તીમાં જીવે છે. પશુપંખીઓ સાથે વાતો કરી શકે છે. પણ તન ઢાંકવા કપડુ નથી તો દિગંબર અવસ્થામાં રહે છે.

સમ્રાટે એના સન્માનમાં હીરામોતી જડેલા મખમલી વસ્ત્રો તૈયાર કરાવ્યા. એ શાનદાર કપડાં ભેટમાં આપ્યા ત્યારે એ અલગારીએ વિનયપૂર્વક અસ્વીકાર કર્યો ''મહારાજ, હું અહીં નિર્વસ્ત્ર છું, એટલે તો આ પંખીઓને, પશુઓને સહજ લાગું છું. મારે તો એમની જોડે જીવવાનું છે. આ ઝવેરાતથી ઝગમગ વસ્ત્રોની કિંમત એમને ખબર નથી. અને હું નગ્ન છું એ એમને ખટકતું નથી કારણ કે નગ્નતા શું એ ય એ જાણતા નથી. એમણે કશું ઢાંક્યું જ નથી કે એમને કશું આકર્ષણ લાગે!''
    
ફિલ્મી પડદે પાત્રોના હોંઠ નજીક આવે તો થિએટરમાં સીસકારા મારતી પ્રજા માટેનો આ બોધ છે. આપણે ત્યાં ફોટોગ્રાફ્સ કે ફિલ્મો વલ્ગર નથી હોતા, કોમેન્ટેટર્સ વલ્ગર હોય છે. આપણે ત્યાં ઉપર ઉપરથી સંસ્કાર-સંસ્કૃતિની ફિલસૂફી ઠોકમઠોક કરતો બહોળો સમુદાય અંદરથી કેવો ભૂખ્યો-તરસ્યો છે, એ તો એમના મોબાઇલમાં પાસવર્ડ પ્રોટેક્ટેડ ગેલેરી ખોલો તો ખબર પડે! અને એ ન ઝાંકી શકાય તો ભોજપુરીથી તમિલ સુધીના ખાસ અમુક-તમુક અંગ-ઉપાંગોના ઉલાળા પર કેમેરા ફોકસ કરતાં ગીતો જુઓ એટલે ખબર પડે!

ના, પોતપોતાની ચોઇસની વાત છે. એટલે એવો શોખ હોય એનું દુ:ખ લગાડવાની વાત નથી. પણ વાત એને જાહેરમાં બીજાના જગતકાજી બનીને વખોડયા કરવાના દંભની છે. ખુદને ન ગમે એ ન કરવું, ગમે એ કરવું પણ બીજાને એને ગમતું કરવા - જીવવાની સ્વતંત્રતા છે એનો આદર આપવો. આટલી શિશુઓને સમજાય જાય એવી વાત સમજી ન શકે એ પશુ કહેવાય. ત્યાગ, વૈરાગ, સંયમ, બ્રહ્મચર્યની ઉછળી ઉછળીને વાતો કરતો દેશ વસતિમાં જગતમાં બીજા નંબરે હોય અને બે પેઢી પહેલા

પરિવારનિયોજનનો પ્રચાર નહોતો ત્યારે સહેજે ય સાત-આઠ સંતાનો પેદા કરી નાખવા વડીલવર્યો ધરાવતો હોય એ પોથીમાંના રીંગણા જેવું લાગે! વર્ણન થાય, ખાઇ  ન શકાય!

આમ તો એન્ટી - સોશ્યલ ટ્રોલ્સના હવાલે થઇ ગયેલું પરબારું પરદેશમાંથી ઉછીનું લીધેલું સોશિયલ નેટવર્ક આપણે ત્યાં મફત નેટને લીધે વિકાસ પામ્યું. પછી ઘડી ઘડી આ કોઇકના જલસાના જજ બનવાના એટેક વારતહેવારે આપણે ત્યાં નવરા પંચાતિયાઓને આવ્યા કરે છે. ઓટલાની કૂથળી

ઓનલાઇન ટ્રાન્સફર થઇ ગઇ છે, એટલું જ. સાનિયા મિર્ઝાના સ્કર્ટ પર મૌલવીઓ ફતવા બહાર પાડતા હતા, ત્યારે તો સોશ્યલ નેટવર્ક ખીલ્યું નહોતું. પણ ગયા વર્ષે ઈન્ટરનેશનલ થઇ ગયેલી પ્રિયંકા ચોપરા જરાક ફેન્સી સ્કર્ટ પહેરી પીએમ મોદીને મળવા ગઇ એમાં ગામ ગાંડુ કરી નાખ્યું હતું અમુક

સંસ્કૃતિરક્ષકોએ. પછી કાશ્મીરી એક્ટ્રેસ ઝાહિરા વસીમ પર એવો જ સંકુચિત કોમેન્ટમારો ચાલ્યો હતો. શમીની એક્સ વાઇફ ને કૈફની કરન્ટ વાઇફના ઉઘાડા ખભા સ્લીવલેસ ડ્રેસમાં જોઇને ઈસ્લામ ખતરામાં આવી ગયો હતો. જે વળી હાફિઝ સઇદોથી ખતરામાં નથી આવતો!

એવું જ સોના મહાપાત્રા વિશે થયેલું, જેના લૉ-કટ ડ્રેસ અમીર ખુશરોના ગીતમાં જોઇને સૂફીઓ ભડકી ગયેલા. ભલે ને અમીર ખુશરોએ છાપ, તિલક જેવા રોમેન્ટિક સોંગ્સ લખ્યા હોય. અંતે જાવેદ અખ્તરે ઠમઠોરવા પડેલા સોનાના બચાવમાં. 'મુન્ના માઈકલ' ફિલ્મની એક્ટ્રેસ નિધિ અગ્રવાલ, હેટ સ્ટોરી ફોરની ઉર્વશી રૌતેલા, દેવો કે દેવ મહાદેવની પાર્વતી સોનારિકા જેવી કંઇક અભિનેત્રીઓએ ખુદ જ ખુલ્લા ડિલે અને દિલે ક્લીવેજ શૉઇંગ ફોટો મૂક્યા એમા ડાયાબિટીસથી પીડાતા લોકો કંદોઇની દુકાનમાં તોડફોડ કરે એમ ઘણા નમૂનાઓ તોફાને ચડી ગયેલા.

પણ હમણાં ત્રણ વિવાદો થયા. એ તો કદ બહારના હતા. ભાગ્યે જ સોશ્યલ નેટવર્ક પર એક્ટિવ એવી ઐશ્વર્યા હમણાં ઈન્સ્ટાગ્રામ પર આવી. એક ક્યુટ ફોટો મૂક્યો પોતાનો અને દીકરી આરાધ્યાનો. એમાં એ બચ્ચી અને મમ્મી લિપ ટુ લિપ કિસ કરે છે, એવો ફોટો હતો. પણ આપણે ત્યાં એવા વિકૃત શિરોમણીઓ છે કે કાળો કકળાટ કરી મૂક્યો કે માએ દીકરીને કપાળે ચુંબન કેમ ન કર્યું? અરે, મા-દીકરીએ કિસ પણ ક્યાં કરવી એ અંગે કોઇ ચાણક્યનીતિમાં ફરમાનો છે? ને હોય તો ય ભારતનું બંધારણ શરિઅત કે મનુસ્મૃતિ  પર નહિ, સ્વતંત્ર આધુનિક કાયદા પર ચાલે છે.

હજુ એ ચણભણ આથમી ત્યાં આમીરખાને એની જુવાન દીકરી સાથે પોતે રમતો હોય, એવો ફોટો મૂક્યો એમાં ખાસ તો દીકરીના મિનિસ્કર્ટ સરીખા ડ્રેસને લીધે ઝપટે ચડી ગયો. હવે ભારતમાં ય ઘરમાં જુવાન છોકરીઓ શૉર્ટસ પહેરી ફરતી હોય એ અમુક પરિવારોમાં કે ઈવન માર્કેટ પ્લેસમાં ય નોર્મલ દ્રશ્યો છે. ને જે નોર્મલ હોય એના પર બહુ ધ્યાન જાય જ નહિ. માટે એવા કુટુંબોમાં એ મધરાતે ય પહેરાતા સાડલા જેટલું નોર્મલ છે. ઈનફેક્ટ, વિષુવવૃત્તીય ગરમી ધરાવતા પ્રદેશમાં તો વધુ પડતાં કપડાં એબ્નોર્મલ લાગે ! એની વે, મેદાનમાં બાપ-દીકરી ધીંગામસ્તી કરતા હોય ને એમાં રમત રમતમાં દીકરી બાપની છાતી પર ચડી ગેલ કરતી હોય, એવા ફોટામાં આપણા મહાન દેશમાં દીકરીનું નાની ઢીંગલી હોવું ફરજીયાત છે. મોટા થયા બાદ સગા બાપ હારે ય ધમાલ નહિ કરવાની, કરો તો ખાનગીમાં ને ફોટા જાહેરમાં નહિ મૂકવાના!

પહેલા ડિવોર્સ માટે આમીરની પાછળ પડી જનારાઓએ હવે એ 'આગલા ઘર'ની દીકરી સાથે ગેલ કરવા માટે ગંદી કોમેન્ટ્સનો વરસાદ વરસાવ્યો! આ ભારત છે કે જ્યાં સગી જુવાન બહેનને ય બાઇક પર બેસાડી નીકળો કે એની સાથે ફિલ્મ જોવા જાવ તો ઓળખતા ન હોય એ જાતભાતની સ્ટોરીઝ બનાવે ને દરેક ઘર લગી પહોંચાડવાની સેવાભાવના રાખે! આમીરના એ ફોટો પર એને મર્યાદા શીખવાડવા નીકળેલાઓની ખુદની ગંદવાડથી છલોછલ ભાષા વાંચી ન શકાય એવી હતી! નારીસન્માન અને

સમયમર્યાદાની ઝંડા લઇ નીકળેલા ઘણા ખુદ જ એવા લાળટપકાઉ લુખ્ખાલુચ્ચા હોય છે કે સ્ત્રીઓની રક્ષાના નામે સ્ત્રીઓ પરની એમની ભાષા જ વિવેક વગરની હોય છે! સ્વરા ભાસ્કરના વિચારો સાથે સહમત ન હોઇએ, પણ એથી એના પર પર્સનલ થઇ જવાથી તો એના હેમિઝિમના મુદ્દાને જ બળ મળે છે, હવે પુરૃષપ્રધાન માનસિકતા આપોઆપ પુરવાર થઇ જાય છે, એટલું ય એ કોઇ પણ આધુનિકતાને ભારત પરનું આક્રમણ ઠેરવી દેતા બુદ્ધિ-બુઠ્ઠાઓ  સમજતા નથી.

આમીરના બુડબુડિયા અંતે શાંત પડયા કે કરીના હડફેટે આવી ગઇ. એક દીકરાની મા બન્યા પછી એણે ફિગર-ફિટનેસ જાળવીને હમણા મસ્ત ફોટો અપલોડ કર્યો નાભિ સુધીનું પેટ દેખાય, પગ દેખાય, ખભા દેખાય એવો. ને મમ્મીઓએ આવા ફોટા પડાવાય જ કેમ? એવું ટોળું હુડુડુડુ કરતું દોડી આવ્યું. આમાંના ટોળા ટ્રોલર પાછા એ જ ગુ્રપના મેમ્બર હશે જે કરીનાને 'બેગમ' કહી એના સૈફની પત્ની તરીકે બુરખામાં ફોટા મૂકતા હશે! પણ સૈફની બહેન સોહા ય સ્વીમિંગ કોસ્ચ્યુમ પહેરીને એકટિંગ કરી કાશ્મીરી પંડિત

કુણાલ ખેમુની પત્ની છે, એ જાણી જોઇને ભૂલી જતા હશે! એમ તો રણબીર કપૂર કરીનાનો ભાઇ છે જ ને! અને વીરે દી વેડિંગમાં ગાળો બોલતી સોનમ કપૂરની જોડે જ એના ભાઇ હર્ષવર્ધનની ફિલ્મ ભાવેશ જોશી સુપરહીરો રિલિઝ થાય છે ને! માટે 'તમારી બેન હોય તો આવું કરો?' વાળી દકિયાનૂસી દલીલનો યોગ્ય રીતે જ છેદ ઉડી જાય છે.

'વીરે દી વેડિંગ' સામે ય ચોખલિયાઓને વાંધો ફિલ્મ ઢીલીઢફ થઈ જાય છે, એના કરતા એની નાયિકાઓ કેમ પાત્રો-વિચારોમાં ખુલ્લી છે, એ છે. બધા કોરસગાન કરે છે કે સેક્સની વાતો, સિગારેટ, સ્ટાઇલિશ લાઇફસ્ટાઇલ, ગાળો બોલવી એ જ સ્ત્રી સ્વાતંત્ર્ય છે? અરે, એ ન હોય તો ય આ બધું પુરૃષો કરે જ છે ત્યારે નોર્મલ લાગે છે. ઓફબીટ આર્ટી ફિલ્મોમાં આવે તો ધ્યાન નથી જતું. પણ મેઇન સ્ટ્રીમ હીરોઇનો કરે તો આંતરડામાં આટલી આંટી કેમ પડે છે? આ બધું ઘણા માટે અરીસો હોય એટલું નોર્મલ છે.

ગાળો, શરાબ, સિગારેટ બૂરી આદત માનો, તો ય શું એના પર કેવળ પુરૃષજાતનો ભગવાન પાસેથી ભાડાપટ્ટે લખાવી લીધેલો એકાધિકાર છે? તો અવળી અસરથી ભડકો છો શા માટે? એકતા કપૂર પોતે જીવે એવું બિન્દાસ જીવતી સ્ત્રીઓની ફિલ્મ પ્રોડયુસ કરી રિયાલિટી બતાવે તો ભવાં ત્રાંસા થઈ જાય છે! પણ એની સિરિયલોમાં માનમર્યાદાના નામે જે સાડીઓના સેલ ને પાઉડરના પૂતળાં જેવી રિગ્રેસીવ ભારતીય નારીનું ચરિત્રચિત્રણ થાય, એ ગ્રેજ્યુએટ દર્શકો ય ચાટયા કરે વર્ષો સુધી! એનાથી જરાય 'ઓફેન્ડ' થયા વિના!

સ્ત્રી પોતાની મરજીથી મસ્ત મોડર્ન ડ્રેસ પહેરે તો એનું ભરબજારમાં સ્કર્ટ ખેંચીને છેડતી કરવાવાળા ગુટકા ચાવ્યા કરશે પણ એને કોઇ ટોકશે નહિ. બસ કે ટ્રેનની ભીડમાં છોકરી સાથે અડપલાં કરી લેતા કમીના કાકાઓ હશે, જે આઝાદ ફરશે. પણ ભૂલેચૂકે પોતાની મરજીથી સ્ત્રી બની ઠનીને એકલી ફરવા કે ફિલ્મ જોવા બહાર નીકળી એટલે ગંદી ગોસિપનો મૂશળધાર વરસાદ ચાલુ. માનો કે, એકલી નહિ તો બૉયફ્રેન્ડ, જસ્ટ ફ્રેન્ડ કે હસબન્ડ સાથે નીકળી ને જરાક જાહેરમાં એને લાડ કર્યા એટલે ધરતી રસાતાળ થઇ જાય ને આસમાન ફાટી પડે! હમણાં જ કલકત્તાની ટ્રેનની ભીડમાં એકબીજાને ચીપકીને ઉભેલા યુગલને એ

ડબ્બામાં રહેલા કેટલાક મર્યાદારક્ષક આધેડોએ ઢોરમાર માર્યો! આ બધા શૂરા જનો બંગાળમાં પંચાયત ચૂંટણીમાં રાજકીય કાર્યકરોની ઉઘાડેછોગ હત્યા થઈ ત્યારે કયા જીમમાં બાવડાંના ગોટલા ફુલાવવા ભાગી ગયેલા?

સામાજિક કાર્યક્રમોમાં સગા પતિ-પત્ની બાજુબાજુમાં બેસી ન શકે એવી હાલત હોય ત્યારે ગર્લચાઇલ્ડને ગુલામ ગણવાની આદત છૂટે નહિ. ત્યારે કોઈ પુરૃષ કે સ્ત્રી લગ્ન વિના પણ ગાઢ મિત્રો હોય એ સહન થાય નહિ. કોઇ પુરૃષ, એસ્પેશ્યલી સલમાન જેવો અપરણીત હોય અને એની ઢગલો છોકરીઓ ફ્રેન્ડશિપ સામેથી કરતી હોય કે એની પાછળ પાગલ હોય, એ ય એનો ગુનો! એવા ટ્રોક માટે એની ય પાછળ પડીને એના ચારિત્ર્યની કસોટી ખુદ કરપ્ટ હોય એવા લોકો લેવા નીકળી પડે. જાણે કેરેકટર બસ

જનનેન્દ્રિયોની મેઝરમેન્ટથી જ માપવાની વસ્તુ હોય. ગમે તેવા તેલમાં તળાતા ફરસાણો ઝાપટી જતી, ગટરના કિનારે ઉભી પાણીપુરી ખાઈ જતી, વાસી ગ્રેવીના શાક ઝાપટી જતી, ચાલતા ચાલતા થૂંકતી ને સેંડા ઉલાળતી પ્રજાને ચારિત્ર્યમાં પવિત્ર શુદ્ધિનો જ આગ્રહ રાખવો હોય છે. એ ય માત્ર બીજાઓ પાસેથી.

છોકરા-છોકરી પ્રેમમાં પડે કે એકબીજા સાથે પોતપોતાની સ્વતંત્ર મરજીથી હરેફરે, કે મૈત્રી રાખે કે મસ્ત મોડર્ન સ્ટાઇલથી જીવે, કે બગીચામાં એકબીજાને ભેટે, ચૂમે એમાં ય જેમના જઠરમાં કાળીજીરીને કાકચિયાનો કડવો ઝેર રસ પડી જતો હોય છે, એ માનસિકતા એ હલકટ હલકા સ્તરે ઉતરી છે કે મા-દીકરી કે બાપ-દીકરીના ફોટાઓ ય છોડતા નથી! ટી-શર્ટ કે સ્કર્ટની સાઇઝ જોઈ એમની કીકીઓ

બાસ્કેટબોલ જેવડી થઈ જાય છે. મા-બહેનની જ ગાળો પુરૃષો બોલ્યા કરતા પણ સ્ત્રીઓ બોલે કે જાહેરમાં એની જાતીય ઇચ્છા વ્યક્ત કરે તો એનો 'રોસ્ટ' કરી નાખે છે. મૂળ તો આ ફ્રસ્ટ્રેશન છે. પોતાને જે જીવવા નથી મળ્યું એ મૌજ અને શોખથી નવી જવાન પેઢી જલસા કરે છે એનું. ફિલ્મી સેલિબ્રિટીઓ પાસે પૈસા અને પોપ્યુલારિટી હોય એની જલન છે આ! 'તમારી મા કે બહેન કે દીકરી હોય તો આવું કરો?' એ જડસુ આર્ગ્યુમેન્ટ પણ સરાજાહેર છીનવાઈ રહી છે, એની આ બળતરા છે. જેને લીધે સનાતન લિંગપૂજા, કામસૂત્ર અને રાધાકૃષ્ણના દેશમાં ય વહાબી સલ્ફી તાલિબાની અરેબિયા જેવો સેન્સર્ડ માહોલ લઇ આવવા મોરલી મોરલાઓ થનગનીને કળા કરી નૃત્ય કરે છે!

ભારતના મૂળ વારસાને ઓળખનાર માટે આ પ્રેમવિરોધી, સેક્સવિરોધી, સ્વતંત્રતા વિરોધી શ્રમણ કેન્દ્રી મઠ માન્ય સામાજિકતા થિએટર ઓફ એબ્સર્ડ છે. જ્યાં સ્વયંવર અને દેવતાઓની પ્રેમકથાઓ ગળથૂથીમાં હોય. જયાં ઇશ્વરોને, ઇશ્વરોના પિતાઓને એકથી વધુ પત્ની કે પ્રેમસંબંધ હોય ને જ્યાં એકથી વધુ પતિ કે સંબંધ કે એ થકીના સંતાનો ધરાવતી સ્ત્રીઓ સહજભાવે આદર પામતી હોય!

લાંબા ગાળે આપણને, આપણી પેઢીને નડે એવા - શિક્ષણથી માર્ગ-મકાન સુધીના ભ્રષ્ટાચાર બાબતે આપણે સંગઠ્ઠિત પ્રતિકાર ન કરીએ, પણ પ્રેમીપંખીડાઓના પીંછા ખેરવીને શિકારી બની જઈએ એ વાસ્તવમાં સમાજટ્રોક છે. પ્રેમની અભિવ્યક્તિ સામે હિંસાના પ્રદર્શનને મૂક સમર્થન આપતા મૂઢમતિ અલ્પાત્માઓ એ સમજતા નથી કે સૌંદર્ય, પ્રેમ, જાતીયતા, મૈત્રી વ્યક્તિગત સ્વતંત્રતા ને સંમતિથી હોય ત્યાં કોઇ માટે નુકસાનકારક કે પીડાકારક નથી.

કેવળ ઇગો ઘવાઈ જાય છે એમાં અમુક માલિકી ભાવવાળાનો એટલું જ. પણ અન્ય કાતિલ કોડાંકબાડા તો હાનિકારક છે. સરખી રીતે ન બનેલો પૂલ જીવલેણ નીવડે છે. પણ એના કોન્ટ્રાકટરને ટ્રોલ કરવા જેટલી નૈતિકતાની રખેવાળી આપણે કરીએ છીએ?

ના, કારણ કે, આપણે અશ્લીલ સોસાયટી બનાવી બેઠાં છીએ જેને કાણા પાડીને ય સેક્સમાં જ રસ પડે છે. એ 'વિષય' સિવાયના વિષય બાબતે ચર્ચા કરવા જેટલી ય લાયકાત કેળવતા નથી!
હિન્દી વ્યંગકાર નીરજ બધવારનો એક લઘુલેખ છે.

'હમ ઇતની ગર્ત મેં ક્યૂં હૈ? લો વાંચો, ને વિચારો. યાદ રાખો, ધર્મ તો એજન્ટોની દલાલી છે. પણ પ્રેમ તો પરમતત્વ સાથેનું ડાયરેકટ ડાયલિંગ છે!


(શીર્ષક : મરીઝ)

ફાસ્ટ ફોરવર્ડ

Be curious

Not judgemental

(Walt Whitman)

 

 

Post Comments