Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈન-ઈન- હર્ષ મેસવાણિયા

દેશના પ્રાઇવેટ હેલ્થ સેક્ટરે કઈ રીતે વિશાળ બિઝનેસનું સ્વરૃપ લીધું છે?
 

સ્વાસ્થ્ય ક્ષેત્ર છેલ્લાં દોઢ-બે વર્ષથી ડિજિટલ થયું છે એવું એક સર્વેનું તારણ આવ્યું છે. ભારતમાં ખાનગી હેલ્થ સેક્ટરના બિઝનેસમાં પાંચ વર્ષમાં ૬૮ ટકાનો વધારો થયો છે...

ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્તિ મળી ત્યારે લોકોની અપેક્ષા હતી કે આઝાદી પછી રોજગારી-મકાન અને એ સિવાયની પ્રાથમિક સુવિધા મળવા લાગશે.

એ સવલતોમાં સૌથી વધુ જરૃરિયાત પ્રાથમિક સારવારની હતી. લોકોએ એકાદ દશકા સુધી ધીરજ રાખી કે પ્રાથમિક સ્વાસ્થ્યની સવલત આજે નહીં તો કાલે મળશે. પણ થયું એવું કે લોકો ધીરજ રાખીને પ્રાથમિક સારવારની સવલતની રાહ જોતાં હતા ત્યારે સરકારે એમ માની લીધું કે એવી સુવિધાની લોકોને કદાચ જરૃરિયાત નહીં હોય!

એક દશકો, બે દશકા, ત્રણ દશકા એમ કરતાં કરતાં સાત દશકા વીતી ગયાં છતાં વસતિના પ્રમાણમાં ભારતના સરકારી સ્વાસ્થ્ય ક્ષેત્રનો વિકાસ થવો જોઈએ એવો થયો નહીં. સરકાર પાસે વસતિની તુલનાએ જેટલી હોસ્પિટલો હોવી જોઈએ, જેટલાં ડોક્ટરો હોવા જોઈએ અને જેટલાં સાધનો હોવા જોઈએ એટલાં આઝાદી પછીના આટલાં વર્ષ ય નથી.

દેશમાં કુલ ૩૫,૪૧૬ નાના-મોટા સરકારી આરોગ્ય કેન્દ્રો છે અને એમાં ૧૩,૭૬,૦૧૩ બેડ છે. દેશની ૧૨૫ કરોડની વસતિ સામે માત્ર ૧૩ લાખ લોકો એક સાથે સરકારી સુવિધા લઈ શકે છે. એટલે જ અમદાવાદની પ્રમાણમાં સુવિધાજનક ગણાતી સિવિલ હોસ્પિટલોમાં પણ દર્દીને દાખલ થવા માટે રાહ જોવી પડે છે. બેડ ન મળે એવી સ્થિતિમાં હોલમાં કે પછી બહાર ખુલ્લી જગ્યામાં બે-ત્રણ દિવસ કાઢ્યા પછી દર્દીને બેડ નસીબ થાય છે!

કેન્દ્ર સરકાર અને દેશની રાજ્ય સરકારો આરોગ્ય કેન્દ્રના નામે મકાનો બાંધીને આંકડો ગણાવે છે, પણ પછી એ આરોગ્ય કેન્દ્રોમાં તબીબો કે તબીબી સ્ટાફ જ હોતો નથી. ઓપરેશન માટે મેડિકલના મોંઘા સાધનો ઉપલબ્ધ બનાવી દીધા પછી એ ચલાવનારા કુશળ તબીબો કે સ્ટાફ ન મળે તો કરોડોનો ધુમાડો કામનો પણ શું?

ગયા વર્ષે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાએ સંસદમાં એક સવાલના જવાબમાં સ્વીકાર્યું હતું કે દેશમાં ૧૪ લાખ સરકારી તબીબોની જરૃરિયાત હોય છે. સામે માંડ પાંચેક હજાર તબીબો સરકાર માટે કામ કરવા તૈયાર થાય છે. એમાં ય ગ્રામ્ય વિસ્તારોની સરકારી સ્વાસ્થ્ય સેવાનું સ્તર અત્યંત કથળ્યું છે.

નવા તાલીમ પામેલા ડોક્ટરો ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરે એ માટે સરકારે નવી નવી યોજનાઓ પણ અમલી બનાવી છે. જેમ કે, ગ્રામ્ય સ્તરે કામ કરે એવા એમબીબીએસ ડિગ્રી ધારકોને એમએસ અને એમડીના અભ્યાસમાં પ્રાયોરિટી આપવાની વાત સરકારે કરી હતી છતાં સ્થિતિ ઠેરની ઠેર છે.

ભારતમાં ડોક્ટરોની તંગી છે એવું તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) વર્ષોથી કહે છે. ડબલ્યુએચઓના વૈશ્વિક માપદંડો પ્રમાણે દર એક હજાર લોકોએ એટલિસ્ટ એક ડોક્ટરની સુવિધા હોવી જોઈએ. આ ય આમ તો આદર્શ સ્થિતિ નથી જ, પણ વિકાસશીલ દેશોમાં આ સુવિધાને આદર્શ ગણવામાં આવે છે. ભારતમાં સરેરાશ બે હજાર લોકોએ એક ડોક્ટરની સવલત માંડ મળે છે. આમાં સરકારી અને ખાનગી એમ બંને પ્રકારના ડોક્ટરોનો આંકડો આવી જાય છે.

આઝાદીના ૭૦ વર્ષ પછી દેશમાં શહેરીકરણ બહુ જ થયું છે છતાં આજેય દેશમાં ૬૫ ટકા વસતિ ગ્રામ્ય અને નાનકડા ટાઉનમાં રહે છે. આવા વિસ્તારોમાં તબીબી સુવિધા માત્ર ૨ ટકા જ છે! આટલા વિરાધાભાસ વચ્ચે એ હકીકત સ્વીકારવી રહી કે લોકો સરકારી સ્વાસ્થ્ય સેવાના ભરોસે બેસી રહે તો ગંભીર રોગનો ભોગ બનતા વાર ન લાગે.

૭૦ ટકા શહેરીજનો અને લગભગ ૬૦ ટકા ગ્રામ્યવાસીઓ ખાનગી હોસ્પિટલો અને ખાનગી ડોક્ટરોની સારવાર લે છે. એટલે ભારતમાં ખાનગી હેલ્થ સેક્ટરે બિઝનેસનું સ્વરૃપ ધારણ કરી લીધું છે.

સરકારી સ્વાસ્થ્ય ક્ષેત્ર લગભગ અટકી ગયું હોય એવી હાલતમાં ચાલી રહ્યું છે. જે દર્દીને ખાનગી હોસ્પિટલ કે ડોક્ટરનો ખર્ચ નથી પોસાતો એ જ ન છૂટકે સરકારી હોસ્પિટલનો સહારો લે છે. બીજી તરફ ખાનગી હેલ્થકેર સેક્ટર તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે.

વિશ્વ અને ભારતની જુદી જુદી મેડિકલ ફર્મના અહેવાલોનું તારણ નીકળ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતના ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્રના બિઝનેસમાં ૬૮ ટકાનો વધારો નોંધાયો છે. ખાનગી સ્વાસ્થ્ય સેક્ટર છેલ્લાં એકાદ-દોઢ દશકાથી વિશાળ બિઝનેસની અદાથી આગળ વધે છે.

જેમ સરકારે ખાનગી શિક્ષણ સંસ્થાઓને બિઝનેસ કરવાનું મોકળું મેદાન આપી દીધું છે એવું જ મોકળું મેદાન ખાનગી હોસ્પિટલ ચેઈનને આપ્યું છે. દેશની પાંચ મોટી હોસ્પિટલ ચેઈનના બિઝનેસમાં માત્ર ચાર વર્ષમાં જ ૬૦ ટકાનો બિઝનેસ વધ્યો છે.

આ હોસ્પિટલોમાં દેશના પહેલી હરોળના ઉદ્યોગપતિઓએ પૈસા રોક્યા છે એટલે સરકારે તેને મોકળું મેદાન આપ્યા વગર છૂટકો પણ નથી. આ ઉદ્યોગપતિઓએ રાજકીય પાર્ટીઓ સાથે સીધો હિસાબ રાખ્યો છે- 'ચૂંટણીઓ વખતે ફંડ જોઈતું હોય તો અમને બિઝનેસ કરવા દો!'

ભારતના ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્રના વધતા વિકાસને 'બિઝનેસ ટૂરિઝમ' એવું રૃપકડું નામ અપાયું છે. સરકાર આડકતરી રીતે એમ કહીને ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્રની સેવાઓને છાવરે છે કે એનો બિઝનેસ તો વિદેશી દર્દીઓ ઉપર ચાલે છે. ભારતીય ઉદ્યોગ પરિષદના અહેવાલમાં ગયા વર્ષે કહેવાયું હતું કે વિદેશી દર્દીઓની સારવારમાંથી દેશના પ્રાઈવેટ હેલ્થ સેક્ટરને વર્ષે ૧૫ કરોડ રૃપિયાનો બિઝનેસ મળે છે. વર્ષે બે-ત્રણ લાખ વિદેશીઓ ભારતમાં ઈલાજ કરાવે છે.

ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં મેડિકલ સારવાર સસ્તી અને સારી હોવાથી વિદેશી નાગરિકો સારવાર કરાવે છે અને વર્ષે કરોડો રૃપિયાનો બિઝનેસ કરાવે છે, છતાં આ બિઝનેસનો મોટો આધાર સ્વાભાવિક રીતે જ દેશના દર્દીઓ પર છે એટલે ભારતના દર્દીઓને ખાનગી સારવાર માટે આકર્ષવા હવે માર્કેટિંગનો સહારો લેવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અસરકારક રીતે થઈ રહ્યો છે.

'ઈન્ડિયા ડિજિટલ હેલ્થ રીપોર્ટ-૨૦૧૭'ના ટાઈટલ સાથે પ્રસિદ્ધ થયેલાં અહેવાલમાં ભારતમાં ઝડપથી બદલાઈ રહેલી ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્રની તાસીરનો ઉલ્લેખ થયો છે. ભારતનું ખાનગી હેલ્થ સેક્ટર બે દશકા પહેલાં માત્ર સરકારી સુવિધાના વિકલ્પે ચાલતું હતું.

સરકારી સવલતો ન મળે એ વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ધમધમતી હતી. પણ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે થોડા જાગૃત થયા અને સરકારી સ્વાસ્થ્ય ક્ષેત્ર સતત વિશ્વાસ ગુમાવતું જતું હતું એ અરસામાં ખાનગી પ્રેક્ટિસ કરતા ડોક્ટરોનો યુગ શરૃ થયો હતો. હવે તો એ યુગ પણ આથમવાના આરે છે.

કારણ કે મોટા ઉદ્યોગપતિઓની ભાગીદારી ધરાવતી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલોએ માતબર વળતર આપીને કુશળ ડોક્ટરોની સર્વિસ કલાકોના હિસાબે લેવાનું શરૃ કર્યું છે. બધું જ જ્યારે બિઝનેસની અદાથી થતું હોય ત્યારે માર્કેટિંગ કેમ બાકાત રહે? એટલે ધીમે રહીને માર્કેટિંગનો પણ ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પગપેસારો થયો.

હવે મોબાઈલના મેસેજીસથી લઈને ઈ-મેઈલ સુધી અને ટીવી-અખબારની જાહેરાતથી લઈને એફએમ રેડિયો સુધી ખાનગી હોસ્પિટલો સાજા-સારા માણસને પણ વિવિધ ટ્રિટમેન્ટથી લઈને બોડી ચેકઅપ માટે પેકેજ ઓફર કરતી થઈ છે. એમાં ડિજિટલ પ્લેટફોર્મની નવીનતા પણ છેલ્લાં દોઢેક વર્ષથી ભળી છે. 'ઈન્ડિયા ડિજિટલ હેલ્થ રીપોર્ટ'માં તારણ કાઢવામાં આવ્યું છે એમ દેશના ૧૨ પોપ્યુલર ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ખાનગી હેલ્થ સેક્ટરે માર્કેટિંગ શરૃ કર્યું છે.

ટીવી-મેસેજીસ-અખબારો-એફએમ ઉપરાંત ફેસબુક, ટ્વિટર, યુ-ટયૂબ, ઈન્સ્ટાગ્રામ વગેરેના માધ્યમથી દેશની ૧૬૦ મેડિકલ ફર્મે પ્રચાર શરૃ કર્યો છે. એના પરિણામે પ્રાઈવેટ હેલ્થ સેક્ટરનો છેલ્લાં એક વર્ષમાં દેશમાંથી જ ૧૫ ટકાનો બિઝનેસ વધ્યો છે.

૨૦૨૦ સુધીમાં ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી ૩૫ ટકા સુધી બિઝનેસ વધારવાનો આ મેડિકલ ક્ષેત્રની કંપનીઓએ ટાર્ગેટ સેટ કર્યો છે. સરકારી સ્વાસ્થ્ય ક્ષેત્ર જે રીતે સુષુપ્ત અવસ્થામાં છે એ જોતાં ખાનગી સ્વાસ્થ્ય ક્ષેત્રને ટાર્ગેટ પૂરો કરવામાં કોઈ મોટો અવરોધ આવે એવી શક્યતા નહીંવત્ છે! ખરુ કે નહીં?

રૃરલ એરિયામાં સરકારી સુવિધા : આંકડાઓમાં અવ્વલ, અમલમાં મીંડું

ભારતના સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રો અને હોસ્પિટલોની સંખ્યાં ૩૫ હજાર જેવી છે. એમાં ૨૬,૬૦૪ રૃરલ એરિયામાં છે અને શહેરી વિસ્તારોમાં સરકારી હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સંખ્યા ૮,૮૧૨ છે. રાજ્ય પ્રમાણે સ્થિતિ જોવા જઈએ તો પણ રૃરલ એરિયાનો આંકડો શહેરોની તુલનાએ ઘણો મોટો છે, પણ ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ મર્યાદિત છે.

જેમ કે ગુજરાતમાં ૧,૪૭૬ આરોગ્ય કેન્દ્રો ગ્રામ્ય વિસ્તારોમાં છે અને શહેરી વિસ્તારોમાં માત્ર ૭૭ હોસ્પિટલો છે. પણ જ્યારે બેડની એટલે કે પેશન્ટને દાખલ કરવાની ક્ષમતાની વાત હોય ત્યારે બહુ ફરક રહેતો નથી. રૃરલ એરિયાની ૧,૪૦૦ જેટલી હોસ્પિટલોમાં ૧૮,૦૦૦ બેડની સવલત છે જ્યારે શહેરી વિસ્તારોની ૭૭ હોસ્પિટલોમાં ૧૭,૦૦૦ બેડ છે.

ભારતમાં રૃરલ એરિયામાં ૨૬ હજાર આરોગ્ય કેન્દ્રો/હોસ્પિટલોમાં માંડ સાડા ત્રણ લાખ દર્દીઓ દાખલ થઈ શકે તેવી વ્યવસ્થા છે. તો શહેરી વિસ્તારોની ૮,૮૧૨ હોસ્પિટલોમાં ૧૦ લાખ દર્દીઓ એક સાથે સારવાર લઈ શકે એવી વ્યવસ્થા છે. રૃરલ એરિયામાં હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોની સંખ્યાનો આંકડો મોટો છે

Post Comments