Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

ચોમાસાની માસ્ટર હર્બલ દવાઓ..!

શતાવરી એ સ્ત્રીઓના આરોગ્ય માટે છે. સાંધાના દુ:ખાવા, પેટના ચાંદા, આંખની તકલીફમાં ઉપયોગી છે. ગર્ભસ્થ મહિલા માટે ઉપયોગી છે.

ચોમાસામાં ભૂખ વધુ લાગે અને વરસાદને કારણે ચાલવાની કસરત ઓછી થઈ જાય. પરિણામે અપચો થાય. એસિડિટી થાય. વળી ચામડીના રોગો વધે અને પેશાબની તકલીફ થાય.

આ બધા રોગો વાત, પિત્ત અને કફનું અસમતુલન થવાથી થાય છે. આયુર્વેદિક સારવાર આ ત્રણે દોષોનું શમન કરી રોગ સારા કરે છે.

અશ્વગંધા, ત્રિફળા, શતાવરી, શાહિજાન, મોરિન્ગા જેવી વનસ્પતિનું સેવન કરવાથી ચોમાસામાં લથડતું આરોગ્ય સુધારી શકાય છે.

અશ્વગંધાથી અશ્વ જેવી શક્તિ આવે છે. તે સેક્સ ટોનિક હોવાથી સ્પર્મ કાઉન્ટ વધારે છે. મેનોપોઝની તકલીફ દૂર કરે છે. ચામડીના રોગો સારા કરે છે. સાંધાના દુ:ખાવામાં રાહત આપે છે. મસલ્સના વિકાસ માટે તેનું તેલ મસાજ માટે વપરાય છે.

પેશાબની તકલીફમાં ઉપયોગી છે. ત્રિફળા એ હરડે, બહેડાં અને આમળાનું મિશ્રણ છે. અપચો, એસિડિટી, પેશાબની તકલીફ, મોંના ચાંદા, કોલેસ્ટેરોલને કાબુમાં લાવે છે. ચામડીના રોગો માટે ઉપયોગી છે. હળવા જુલાબ માટે પણ તેનું સેવન જરૃરી છે. શાહિજાન લાંબી શીંગ છે. દક્ષિણ ભારતમાં સંભારમાં ઉમેરવામાં આવે છે. તે કેલ્શ્યમ, વિટામીન સી, તાંતણાં અને એન્ટિઓક્સીડન્ટ ધરાવે છે.

હાડકાંની તકલીફ, પાચનની તકલીફમાં ઉપયોગી છે. કરમનો નાશ કરે છે. બાળકો માટેનું આ ટોનિક પથરીની સારવારમાં ઉપયોગી છે.

આજકાલ મોરિન્ગા પાવડરની બોલબાલા છે. તે પ્રોટીનનો સ્રોત હોવા ઉપરાંત વિટામીન એ, બી, સી ધરાવે છે. તેમાં ૪૦ એન્ટિ ઓક્સિડન્ટ અને ૯૦ પોષકતત્ત્વો હોય છે. તે લિવર તેમજ પેટના રોગોમાં ઉપયોગી છે. હાઈપર એસિડીટી અને આંખના રોગોમાં ઉપયોગી છે. તે પ્રતિકાર શક્તિ વધારે છે. શતાવરી એ સ્ત્રીઓના આરોગ્ય માટે છે. સાંધાના દુ:ખાવા, પેટના ચાંદા, આંખની તકલીફમાં ઉપયોગી છે. ગર્ભસ્થ મહિલા માટે ઉપયોગી છે.

યાદશક્તિ માટે બ્રાહ્મી જરૃરી છે. અનિંદ્રા તેમજ એલ્ઝેમરના દર્દીઓની સારવારમાં વપરાય છે.

તમારા ડૉક્ટરોની સલાહ અનુસાર દવાઓ સપ્રમાણ લેવી.
 

Post Comments