Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

પાકી કેરીની આ વાત કોઈ કહેતું નથી...!!

ભર ઊનાળે વર્ષનું શ્રેષ્ઠ ફળ કેરી બજારમાં પ્રવેશે છે. શરૃઆતનો પાક પરીપકવ હોતો નથી અને કાર્બાઇડથી પકાવી આકર્ષક બનાવવામાં આવે છે. મે મહિનાથી કેસરનો રંગ જામે છે. મે મહિનાના અંતમાં વલસાડ-પારડીની આફૂસ શરૃ થાય છે. રત્નાગિરિની અને દક્ષિણ ભારતની કેરી બજારમાં આવતાં જ મોંઘા ભાવે લોકો ખરીદે છે.

વિશ્વમાં કેરી ભારતમાં જ થાય છે. વર્ષે દહાડે ૧૦-૧૨ ટનથી વધુ કેરી બજારમાં ઠલવાય છે. કેરીની અનેક વાડીઓમાંથી અમુક વાડીની કેરી માંગમાં રહે છે. ખેડૂત સ્પ્રે અને પાણી માટે ૧- ૧ ૧/૨ લાખ ખર્ચે છે.

મુંબઇ- મહારાષ્ટ્રની આફૂસ-પાયરી, રત્નાગિરિની તોતાપુરી, ઊત્તર ભારતની બનારસી, લંગડો અને સફેદ લખનવી શ્રેષ્ઠ ગણાય છે.

વલસાડ અને તેની પડોશના પારડીની આફૂસ વખણાય છે પણ રાહ ખૂબ જોવડાવે છે. દક્ષિણ ભારતની સુંદરી, કેસરીયા, ખોવરે અને શેવપ્પા પણ લોકપ્રિય કેરી છે. વલસાડની ડીચાવાળી અને ઉપર ખાડાવાળી કેરી વિદેશમાં જાય છે ! કેરીનું જ્ઞાાન હોય તો ખરીદવાની મજા આવે છે.

જે વાડીમાં બિનપિયતની કેરી થતી હોય તે કેરી શ્રેષ્ઠ ગણાય છે.

ભારતમાં ૫૦ થી વધુ જાતની કેરીઓ થાય છે. રાજાપુરી અને મલગોબો મોટા કદની જરા અલગ સ્વાદવાળી કેરી છે. જૂનમાં વરસાદ શરૃ થાય પછી રસની કેરીઓ શરૃ થાય છે. પાયરી અને લંગડાના રસની મહેફિલ જામે છે. ઘેર ઘેર રસ, રોટલી અને ચણાનું શાક બને છે.

દક્ષિણ ગુજરાતમાં રસની અંદર જીરૃ, મીઠુ, સૂંઠ અને ઘી મેળવવામાં આવે છે. સરસિયા ખાજા તીખા અને ખારા હોય છે એટલે કેરીના મીઠા રસ સાથે ભારે રમઝટ બોલાવે છે. ચોમાસામાં વાપીથી તાપી સુધી આ કોમ્બો સુરતીઓની ખાવાની સ્ટાઇલ રજૂ કરે છે. અમદાવાદ, પોરબંદરની ખાજલી સાથે કેરીનો રસ માણે છે.

કેરીની એક ખાસિયત છે. તમે તેને કાપીને ખાશો તો પચવામાં જરા ભારે પડશે પરંતુ ચૂસીને કે રસ કાઢીને ખાસો તો સરળતાથી પચી જશે..!

ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાવી કે નહિ એ ચર્ચાનો વિષય છે. ફેડરેશન ઓફ અમેરિકન સોસાયટીઝ ફોર એકસપેરિમેન્ટલ બાયોલોજી કહે છે કે 'કેરીથી ડાયાબિટીસ કાબુમાં રહે છે અને ઘટે પણ છે.'

અમેરિકન ડાયાબિટિક એસોસીએશનના મતે 'સ્ટાર્ચ, ધાન્યો જેવા કાર્બોહાઈડ્રેઇટને બદલે કેરી ખાઇ શકાય.'

આહાર નિષ્ણાતોના મતે 'કેરી ખાવ એ દિવસે ઘઉં, ચોખાને ખોરાકમાં સ્થાન આપવું નહિ.' ટૂંકમાં મધ્યમસર કેરી ખાવી અને દિવસ દરમ્યાન ખાવી સાથે ડોકટરની સલાહ પ્રમાણે ખોરાકમાં ફેરફાર કરવા.
કેરીના રસમાં સહેજ સુંઠ, ઘી, ધાણાં ગાયનું ઘી નાંખી ધીમે ધીમે સ્વાદ માણવો જેથી દોષોનું શમન થાય.
તબીબી દ્રષ્ટિએ કેરી વિટામિન 'એ' અને 'સી' ધરાવે છે. વિટામિન સી ચામડીના દર્દોમાં રાહત આપે છે. કેરી હૃદયરોગીઓ માટે પણ ફાયદાકારક છે. મોંઘી અને ઝડપથી બગડે એવી આફૂસને બદલે, સારી કેસરનું વધુ ફાર્મિંગ જરૃરી છે !!
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments