Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શોધ સંશોધન - વસંત મિસ્ત્રી

સેંકડો લોકોનો જાન બચાવનાર અમર સ્નીફર ડૉગ્સ

ડૉગ્સ વિવિધ પ્રકારના હોય છે. કેટલાંક વૉચ ડૉગ, કેટલાંક હર્ડિગ ડૉગ, ગાર્ડ ડૉગ, કમ્પેનીઅન ડૉગ, થેરાપી ડૉગ તો કેટલાંક સ્નીફર ડૉગ તરીકે ઓળખાય છે.

સ્નીફર ડૉગ ખાસ પ્રકારની ગંધ ઓળખે છે. ખાસ કરીને તેમને દારૃગોળા શોધવાની તાલીમ આપવામાં આવે છે. વડાપ્રધાન માટે ડૉગનો સ્પેશ્યલ પ્રોટેકશન ફોર્સ હોય છે. જેમાં ડૉગની ખાસ સ્માર્ટ ટીમ તૈયાર કરવામાં આવે છે. ૮ વર્ષનો સ્નીફર ડૉગ નામે ''રેક્સ'' હંમેશા સ્ટેજની આસપાસ દારૃગોળા શોધે છે. તે 'ઓકે' સિગ્નલ આપે પછી જ વડાપ્રધાન અને અન્ય સંબંધિત સેલિબ્રિટી સ્ટેજ પર આવે છે !

હાલમાં નવા ૧૬ સ્નીફર ડૉગ ભારતીય સિક્યોરિટીમાં દાખલ થયા છે. દરેક રાજ્યમાં ૨૫ સ્નીફર ડૉગ સિક્યોરિટી ટીમ સાથે સેવા આપે છે.

૨૬/૧૧ ના રોજ તાજમહાલ હોટેલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તે વખતે ફરજ બજાવનાર સ્નીફર ડૉગને શું તમે જાણો છો ? પ્રિન્સ એટલે કાળા રંગનો હોંશિઆર લેબ્રાડોર જાતિનો ડૉગ જેણે ચાર જીવતા બોંબ અને ૧૭ હેન્ડ ગ્રેનેડ શોધવામાં મદદ કરી હતી નવેમ્બર ૧૪માં તેનું મૃત્યુ થયું હતું.

સફેદ રંગનો લેબ્રાડોર મેક્સ કે જેણે ૮ કિ.ગ્રામ આરડીએક્સ અને તાજમહલ હોટેલ પાસેથી ૨૯ ડિટોનેટર શોધી કાઢ્યા હતા. હોટેલના રિસેપ્શન પાસે છુપાવેલા ૨૫ હેન્ડ ગ્રેનેડ પણ ઝડપથી શોધી કાઢ્યા હતા. ૨૦૧૬ એપ્રિલમાં તેનું મૃત્યુ થયું હતું.

સુલતાન એક સરસ સ્નીફર અને ચેમ્પીઅન લેબ્રાડોર જેણે આરડીએક્સ અને બીજા એક્સપ્લોઝિવ શોધી કાઢ્યા. જૂન ૨૦૧૬માં તેણે વસમી વિદાય લીધી હતી. કોલાંબા વિસ્તારમાં બોમ્બ શોધી કાઢનાર ટાઈગર, આકર્ષક શ્યામરંગી શ્વાન હતો. જુલાઈ ૧૬માં તેણે આ ફાની દુનિયા છોડી દીધી હતી.

શ્વેતરંગી સ્નીફર માસ્ટર સીઝર જેણે ૮ કિ.ગ્રામ આરડીએક્સનો જથ્થો શોધી કાઢ્યો હતો તે પણ આપણને ઓક્ટોબર ૧૬માં છોડી ગયો હતો.

આ બહાદુર અને ચતુર ડૉગ તાજમહાલના ધમાસાણ યુદ્ધમાં ના દેખાયા. ના ઓળખાયા. છતાં આપણને તેઓ યાદ રહેશે કારણ કે અન્ય યૌદ્ધાઓની માફક તેમણે પણ અનેક લોકોની જિંદગી બચાવી હતી. આ વીરલાઓને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલી....!!

Post Comments