Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

લવ જેહાદ : હિન્દુ યુવતીઓનાં ધર્માંતરણનું ષડયંત્ર

'લવ' 'જેહાદ' બંને ભારતીય ભાષાના શબ્દ નથી. લવ અંગ્રેજી શબ્દ છે તો જેહાદ અરબી. આથી ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારની શબ્દાવલી અને એની  વ્યાખ્યા દેખાતી નથી.

અત્યારે આખા  દેશમાં લવ જેહાદ વિશે  ચર્ચા થઈ રહી છે. આ શબ્દનો પ્રારંભ થયો કેરળથી, અને હવે એ આખા  દેશમાં પ્રચલિત થઈ ગયો  છે.  પ્રિન્ટ મિડિયાથી માંડીને  ઈલેક્ટ્રોનિક મિડિયા સુધી બધા એ વિશે ચર્ચા કરી  રહ્યા છે.

વાચકોને  યાદ  હશે કે અગાઉ પણ આ પ્રકારે ધર્માંતર કરવાનું આંદોલન ચાલ્યું હતું ખ્રિસ્તી ધર્મગુરુ ધર્મપરિવર્તન કરાવવા માટે આખી દુનિયામાં  કુખ્યાત  છે. બરાબર એ  સમયે જાણ થઈ  હતી કે આરબ દેશના શેખ અને કટ્ટર મુલ્લા-મૌલવી પણ આ જ આંદોલનમાં જોડાઈ ગયા છે. કેરળથી  જ એની શરૃઆત થઈ હતી.

ખ્રિસ્તી મિશનરીઓ જાહેરમાં એ સ્વીકારે  છે કે ધર્માંતર એમના ધર્મનું અંગ છે એટલે પોતાની સંખ્યા વધારવા  માટે  એમ  કરવામાં કોઈ બુરાઈ  જોતા નથી. પરંતુ જ્યારે પેટ્રો ડોલરની તાકાતને લીધે તેલિયા રાજાઓ પણ આ કુકર્મ  કરવા લાગ્યા ત્યારે ચર્ચા  થવી સ્વાભાવિક હતી. પોતાના ધર્મના લોકોની સંખ્યા વધારવી તેને તેઓ રાજકારણનું  અંગ માને  છે.  

સૌથી પહેલાં તો લવ-જેહાદ શબ્દ અને તેના રાજકીય અર્થની વાત કરીએ. મુસ્લિમ યુવકો હિન્દુ યુવતીઓને ભોળવીને પ્રેમજાળમાં ફસાવે છે અને લગ્ન કરતાં પૂર્વે તેમનું ધર્માંતર કરાવે છે. પોતાની સંખ્યા વધારવા માટે મુસ્લિમો આ નવતર જેહાદ ચલાવતા હોવાની વાયકા દાયકાઓથી ચાલતી રહી છે.

ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર ભારતમાં મુસ્લિમોની જનસંખ્યા સતત વધતી જાય છે એ સાચી વાત છે પરંતુ એ જનસંખ્યા વધારવા માટે મુસ્લિમો આ રીતે લવ-જેહાદના માધ્યમથી હિન્દુ યુવતીઓને ફોસલાવતા હોય એ દાવામાં  કેટલું સત્ય છે  એ  જાણવું જરૃરી  છે.

કેરળના  મુસ્લિમો  આરબ દેશોમાં નોકરી અને કારોબાર કરીને ધનવાન બન્યા છે.  એટલે એમના  નાણાં આ કામમાં વપરાઈ રહ્યાં છે. પરંતુ એની પાછળના ભેજાબાજ ભારતમાં જ છે. જનસંખ્યાના  આધારે બનનારા દેશ અને સ્થાપિત થનારા સામ્રાજ્યમાં ધર્મનો હિસ્સો સૌથી વધુ રહ્યો છે. એટલે આ તેમનું  સૌથી સફળ રાજકીય શસ્ત્ર છે. આસ્થાને  પરિવર્તિત કરીને જનસંખ્યાના  બળે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરવાની જે કથા મધ્યયુગમાં શરૃ થઈ હતી એ  મતને  નામે આજે ૨૧મી સદીમાં પણ એટલી જ ધારદાર અને   પ્રાસંગિક છે.

આથી  હાલમાં  આ મુદ્દે જોરશોરથી ચર્ચા થઈ રહી છે ત્યારે આના પર ગંભીરતાથી વિચાર થવો  જોઈએ.  'લવ'   અને 'જેહાદ' બંને ભારતીય ભાષાના શબ્દ નથી. લવ અંગ્રેજી શ્દ છે તો જેહાદ અરબી.

આથી ભારતીય સંસ્કૃતિમાં આ પ્રકારની શબ્દાવલી અને એની  વ્યાખ્યા દેખાતી નથી.

અરબી ભાષામાં  ધર્મના નામે લડાતી  લડાઈને જેહાદ કહેવામાં આવે  છે. અને લવ તો અંગ્રેજી ભાષામાં  છૂટથી વપરાતો   શબ્દ  છે. લવ જેહાદને  ધાર્મિક શબ્દાવલીમાં પ્રચલિત કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. આ પ્રાણઘાતક વિષને લવના  (પ્રેમના) અચંબા હેઠળ પ્રસ્તુત કરીને કોઈને મૂર્ખ ન બનાવી શકાય.

હજુ ગયા અઠવાડિયે જ ધર્માંતર કરવા માટે પતિ તરફથી પોતાના પર જબરદસ્તી કરવામાં આવતી હોવાનું અને માર મારવામાં આવી રહ્યો હોવાનો આરોપ મુંબઈની એક મોડલે કર્યો છે. ધર્માંતર માટે ઈન્કાર કરતાં મારા દીકરાનું અપહરણ કરવામાં આવ્યું એવી ફરિયાદ પણ મોડલે બાંદરા પોલીસ સ્ટેશનમાં કરી છે. આ યુવતીએ જણાવ્યું હતું કે તેને મુસ્લિમ યુવક સાથે પ્રેમલગ્ન કરતાં પૂર્વે એવું જણાવવામાં આવ્યું હતું કે લગ્ન બાદ પણ તારે ધર્માંતર કરવાની જરૃર નથી. તુ હિન્દુ જ રહેશે એવુ તેના પતિએ તેને જણાવ્યું હતું.

પરંતુ હવે પતિ અને સાસરાના લોકો દ્વારા ધર્માંતર માટે દબાણ કરવામાં આવી રહ્યું  હોવાનો આરોપ મોડલે કર્યો છે. ધર્માતર કરવામાં ન આવતાં માર મારવામાં આવ્યો હોવાનો દાવો પણ મોડલે કર્યે છે. ઘરમાંથી તેને કાઢી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું પણ તેણે જણાવ્યું હતું.

મોડલે જણાવ્યું હતું કે મેં ધર્માંતર કરવાની મનાઈ કરતાં પતિ આસિફે બીજા લગ્ન કર્યા હોવાથી બીજી પત્નીને પણ ધર્માંતર કરતાં ભાગ પાડવાનો દાવો તેણે કર્યો હતો.

થોડા  સમય પહેલાં કર્ણાટક સરકારે પણ આ વિષારી આંદોલન અંગે પોતાના રાજ્યના લોકોને સતર્ક કર્યા હતા.  ભૂતકાળમાં અને   હાલના  આ આંદોલનને કારણે  જે દ્રશ્ય પ્રસ્તુત  થયું છે ેમાં ફરક  ફક્ત એટલો જ છે કે અગાઉ પૈસાના જોરે ઘરના મોભીને લલચાવવામાં  આવતા હતા, હવે નવી પેઢીને આ જાળમાં  ફસાવવાનું ષડયંત્ર રચવામાં   આવ્યું છે.

પહેલાં  આદિવાસીઓ, વનસાવીઓ એમનું મુખ્ય લક્ષણ હતા પરંતુ આ વખતે મધ્યમ વર્ગી યુવતીઓને શિકાર બનાવાઈ રહી છે. યુવાનોેને સ્માર્ટ બનાવીને  તેમને લલચાવવામાં આવે  છે. પહેલાં  એમનું હથિયાર ગરીબી હતું, આ વખતે સ્માર્ટનેસ અને યુવાનીને માધ્યમ બનાવીને લાગણીશીલ છોકરીએને  ફોસલાવવામાં  આવે  છે.

આવો જ એક કિસ્સો સૂરતનો છે. સુરતમાં રહેતી એક બાળકીની માતાને પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી ફેસબુક ઉપર મિત્રતા કર્યા બાદ વડોદરાના મુસ્લિમ યુવાને તેને બ્લેકમેઇલ કરી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. મુસ્લિમ યુવાનની મોહજાળમાં ફસાયેલા પરિણીતા પતિને છોડીને બાળકીને લઇ તેની પાસે રહેવા પણ ચાલી ગઇ હતી.

જો કે, બાદમાં યુવાનની હકીકત જાણવા મળતાં તેને છોડી દીધો હતો. ત્યારબાદ પણ મુસ્લિમ યુવાન અંગત પળોના વિડીયો - ફોટાના આધારે બ્લેકમેઇલ કરતો  હોવાથી  આખરે પરિણીતાએ તેના વિરૃદ્ધ  પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ  મધ્યપ્રદેશની વતની અને હાલ સુરતમાં રહેતી એક બાળકીની માતા નિર્ભયા (ઉ.વ. ૨૮) (નામ બદલ્યું છે) વર્ષ-૨૦૦૮માં પતિ સાથે વાપી રહેતી હતી. વર્ષ-૨૦૦૩માં સમીર ચૌહાણ નામના  વ્યક્તિએ વારંવાર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલતાં નિર્ભયાએ તેની રીકવેસ્ટ સ્વીકારી હતી.

વડોદરાના સમીર સાથે નિર્ભયા પતિની જાણ બહાર વાત કરતી હતી. દરમિયા  ૨૯-૧૦-૨૦૧૫ના રોજ વાપી આવેલો સમીર તેને પોતાની કારમાં દમણ લઇ ગયો હતો અને કેફી પીણું પીવડાવી હોટલમાં લઇ જઇ બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ અવારનવાર સમીર  નિર્ભયાને ફોન કરી હું તને ચાહું છું, તારી સાથે લગ્ન કરીશ, તું તારા પતિને છોડી દે તેમ કહેતો હતો. જો કે, નિર્ભયા તેમ કરવા માંગતી ન હોય તેને ફેસબુક- વ્હોટ્સએપ ઉપર બ્લોક કરી દીધો હતો. તેમ છતાં બીજા નંબર ઉપરથી ફોન કરી  મરી જવાની ધમકી આપી સમીર નિર્ભયાને દમણની હોટલના અંગત પળોના ફોટા મોકલી તેને પતિ અને ઘરના અન્ય સભ્યોને  મોકલવાની ધમકી આપતો હતો.

દરમિયાન, છ માસ વતન  માતા-પિતાને ત્યાં રહી વાપી પરત ફરેલી નિર્ભયાના પતિને સમીર સાથેની  મિત્રતાની જાણ થતાં તેમની વચ્ચે વિખવાદ સર્જાયો હતો.

સમીર ઉર્ફે ઇમરાને નિર્ભયાને એટલી મોહજાળમાં ફસાવી હતી કે, તેની હકીકત જાણ્યા બાદ પણ તે ફરી તેની સાથે સુરત આવી હતી અને ત્રણ દિવસ ડુમસરોડની જીંજર હોટલમાં રોકાઇ હતી. તે સમયે પણ સમીર ઉર્ફે ઇમરાને અવારનવાર તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો.નિર્ભયાએ છેવટે ના પાડતાં સમીર ઉર્ફે ઇમરાને મારી નાંખવાની ધમકી આપી હતી.

આખરે નિર્ભયાએ એક એનજીઓ મારફત આ અંગે સમીર ઉર્ફે ઇમરાન વિરૃદ્ધ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

તાજેતરમાં  આવા જ એક કેસમાં  મુસ્લિમ યુવાનને પરણીને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવી સેક્સ સ્લેવ બનાવવા સાઉદી એરેબિયા લઇ જવાના આરોપો  સાથે ૨૫ વર્ષની એક યુવતીએ કેરળ હાઇકોર્ટમાં  શરણ લીધી હતી.પોતાના લગ્ન રદ કરવા માટે યુવતીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે તેનું શારિરીક શોષણ કરવામાં આવ્યું હતું અને લગ્ન પહેંલા જ તેની સાથે સેક્સ માણી તેનો વીડિયો બનાવી લગ્ન કરી લેવાની ફરજ પાડવામાં આવી હતી.

'સાઉદી એરેબિયા પહોંચ્યા પછી એણે પોતાની અસલીયત દેખાડી હતી. એ મને સેક્સ સ્લેવ તરીકે વેચી સીરિયા જવા ઇચ્છતો હતો જ્યાં જઇ તે આઇએસને વેચી દેવાની તેની યોજના હતી.એણે મને ઇસ્લામિક વર્ગોમાં જઇ તાલીમ લેવા અને ડો. ઝાકિર નાયકના પ્રવચનો સાંભળવા ફરજ પાડી હતી'એમ અરજીમાં લખવામાં આવ્યું હતું.

ઓકટોબરના પ્રથમ સપ્તાહમાં મારો પતિ સીરિયા જવા વિચારતો હતો. ત્રીજી ઓકટોબરે અરજદારે ઇન્ટરનેટ મારફતે પોતાના માતા-પિતાને જાણ કરી બચાવી લેવા વિનંતી કરી હતી.
ચોથી ઓકટોબરે પિતાની મદદથી એ ભાગી છુટી હતી. અરજદારના પિતાએ ટિકિટ ખરીદી હતી જેનો વોટ્સઅપ મારફતે મોકલી હતી. ગમે તેમ કરીને યુવતી અમદાવાદ પહોંચી હતી.

અમદાવાદમાં જ જન્મેલી અને મોટી થયેલી યુવતી બેંગલુરૃમાં ભણતી હતી ત્યારે મુહમ્મદ રિયાઝને મળી હતી અને પછી પ્રેમલગ્ન કર્યા હતા. અમદાવાદ આવ્યા પછી એણે પોતાના વાલીઓનો સંપર્ક કરી પોતાને બચાવી લેવા વિનંતી કરી હતી.

આ કેસ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે ૨૪ વર્ષની હાદિયાએ એક મુસ્લિમ સાથે કરેલા લગ્નને રદ કરવા કેરળ હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે લગ્ન રદ કરી હાદિયાને તેના પિતાના ઘરે મોકલી આપી હતી.

સેલિબ્રિટીકક્ષાની યુવતી પણ લવ જિહાદનો ભોગ બની છે. જેમકે રાષ્ટ્રીય કક્ષાની શૂટર ખેલાડી કથિત રીતે 'લવ જેહાદ'નો શિકાર બની હોવાનો કિસ્સો ઝારખંડમાં સામે આવતાં સનસનાટી મચી છે. આરોપ છે કે શૂટર તારા સહદેવના પતિ રંજીતકુમાર કોહલીએ લગ્ન બાદ ધર્મપરિવર્તન કરાવવાની કોશિશ કરી હતી.  ઈસ્લામ કબૂલવાનો ઈન્કાર કરતાં તારા પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. હાલમાં રંજીતકુમાર અને તેનો પરિવાર ફરાર છે. પોલીસે તેને ઝડપવા તપાસ હાથ ધરી છે.

તારાનો આરોપ છે કે તેના પતિએ  લગ્ન વખતે  નામ પણ  ખોટું  બતાવ્યું હતું.  હકીકતમાં  તેનું નામ રંજીતકુમાર નહીં પરંતુ રકીબુલ હસન છે. આ બાબતની તેને જાણ થયા બાદ સાસરિયા દ્વારા તેના પર ધર્મપરિવર્તન કરવાનું દબાણ કર્યું હતું. પરંતુ તેણે  ઈન્કાર કરતાં તેને ભારે માર   મારવામાં આવ્યો હોવાનો આરોપ તારાએ  લગાવ્યો હતો. તારાના શરીર પર ઈજાઓના નિશાન છે અને તે ચાલી પણ શકતી નથી.

આવો જ એક મામલો ૨૪ વર્ષીય હોમિયોપેશિક ડોક્ટર અખિલા સાથે સંકળાયેલો છે. જેણે પરિવાર વિરૃદ્ધ જઇને સફી જહાં નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્નને યુવતીના પિતાએ હાઇકોર્ટમાં પડકાર્યા હતા, હાઇકોર્ટે બાદમાં આ લગ્નને રદ કરવા આદેશ આપ્યો હતો. જોકે યુવકે પિતાની મદદથી સુપ્રીમમાં અરજી કરી હાઇકોર્ટના આદેશને પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતી વેળાએ તપાસ એજન્સી એનઆઇએની દલીલો સામે જ સવાલો ઉઠાવ્યા હતા. એનઆઇએએ કહ્યું હતું કે યુવક અપરાધી છે. તો કોર્ટે સવાલ ઉઠાવ્યો હતો કે કોઇ અપરાધી હોય તો તેને પ્રેમ કરતા કોઇ વ્યક્તિને રોકી શકાય ? આ માટે કોઇ કાયદો છે ? આ પહેલા પણ સુપ્રીમે સવાલ ઉઠાવ્યો હતો કે ધર્મ પરિવર્તન કરીને થયેલા આ લગ્નને કોઇ કોર્ટ કેવી રીતે રોકી શકે ?

સરકારી એજન્સીનું કહેવું એમ છે કે અખિલા ઉર્ફ હદિયાને લલચાવી અને ફોસલાવીને તેના લગ્ન કરવામાં આવ્યા છે. જે મુસ્લિમ યુવક સાથે આ હિંદુ યુવતીએ લગ્ન કર્યા તે અપરાધી છે. અને યુવતીનું માઇન્ડ વોશ કર્યું હોવાથી તેને સાચુ અને ખોટુ શું છે તેનું ભાન નથી રહ્યું.

લવ અને જેહાદ વચ્ચે  તદ્ન વિરોધાભાસ છે. પ્રેમ કોઈને  જોડવા માટે હોય છે તો જેહાદ સમાજ, દેશ અને માનવતાની  હત્યા કરીને  એને તોડવાનું  કામ  કરે  છે. જેહાદનો સંબંધ ભૌતિકવાદ સાથે હોય છે તો પ્રેમ આધ્યાત્મના બગીચામાં  ખીલનારા ફુલ અને જોડનારા સંબંધનો પ્રતિપાદક   હોય છે. જેહાદ શબ્દ જેને અંગ્રેજીમાં  વેજીંગ ઓફ વોર કહેવામાં આવે છે જે કોઈને જીતવા અને સામેની વ્યક્તિને  આધીન કરવા માટે થાય છે.

પ્રેમમાં  તો સમર્પિત થઈ જવાનું હોય છે. એટલે જેહાદમાં લવ કેવી રીતે  હોઈ શકે.  આ તો ફક્ત કોઈના શરીરનું શોષણ  કરવા, પોતાની  લોકસંખ્યા વધારવા અને આખરે  પોતાનું શાસન સ્થાપિત કરવાનું  ઘૃણિત હથિયાર છે અને છેતરપીંડીનું  સૌથી મોટું શસ્ત્ર  છે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments