Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

ફોલાદી ફેક ઇમેજનો ફિયાસ્કો

ડાન બિલ્ઝનેયિરના ઇન્સ્ટાગ્રામનાં ૨૭ લાખ ફોલોઅર્સમાં હતાશા

લાસ વેગાસ શૂટ આઉટ વખતે નાગરિકો જેને સુપરમેન માનતા હતા તે ઘટના સ્થળેથી નૌ દો ગ્યારહ થઈ ગયેલો

બિલ્ઝેનિયર ઈન્સ્ટાગ્રામથી લેડી કિલર હોવાનો પ્રભાવ પણ પાડતો

શૌર્યનો રાષ્ટ્રીય ચંદ્રક મેળવી ચૂકેલા ડાકોટા મેયેરે બિલ્ઝેનિયરની ઝાટકણી કાઢીને નાગરિકોને ચેતવ્યા કે સોશ્યલ મીડિયા પરના દંભીઓથી પ્રભાવિત ના થતા...

ભારતમાં કદાચ કોઇએ ડાન બિલ્ઝેનિયરનું નામ નહીં સાંભળ્યું હોય પણ અમેરિકાના ટીન એજરો અને યુવા જગતની નજરે તે 'સુપરમેન' છે. ટોપ બ્યુટી અને કોલગર્લ્સ બિલ્ઝેરિયન જોડે એક રાત વીતાવવા ઓનલાઇન રીકવેસ્ટ કરે છે.

બિલ્ઝેનિયરનું એકાઉન્ટ હંમેશા ૫૦૦-૬૦૦ બ્યુટી વેઇટિંગમાં જ બતાવે છે. ડાન બિલ્ઝેનિયરના ઇન્સ્ટાગ્રામમાં ૨૭ લાખ ફોલોઅર છે. ટીન એજરો તેના નામની વીડિયો ગેમ્સ પણ રમે છે જેમાં તેમનો આ 'માચો મેન' ઝોમ્બીનો ભારે દિલધડક ફાઇટ કરીને ખાત્મો બોલાવે છે.

બિલ્ઝેનિયરની ઇન્સ્ટાગ્રામની પોસ્ટ જોઇને એવું જ લાગે કે કાસાનોવા કે યુવાન હયુ હેફનર તેમજ હરક્યુલેસના ભાગ્યે જ કોઇ શખ્શને મળતા કોમ્બો પેકેજનો તે માલિક છે. હોલીવુડના સ્ટારોને પણ બિલ્ઝેનિયરની આવી ચાહના, આવુ સ્નાયુબદ્ધ દેહ સૌષ્ઠવ, રૃપલલનાઓનું ક્રેઝી કામણ અને કમાન્ડો જેવી અવનવા શસ્ત્રો, ગન પરની પકડ જેવી બહુમુખી પ્રતિભાની વારાફરતી ૫ોસ્ટ  જોઈને ઇર્ષા થતી.

ડાન બિલ્ઝેનિયર ઇન્સ્ટાગ્રામની પ્રત્યેક નવી પોસ્ટમાં ટીન એજરો, યુવાનો અને છોકરીઓના મોંમાં તેના માટે પાણી આવી જાય તેવા ફોટા મૂકે. કોઈ વખત બેક ગ્રાઉન્ડમાં રાઇફલના જુદા જુદા મોડેલ અને મેગેઝિન હોય અને તેના હાથમાં રાઇફલ કે ઓટોમેટિક વેપન હોય.

કેટલાક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રિવોલ્વરની રેન્જ સાથે તે જોવા મળે. ટીન-યુવા જગતને તો શૌર્ય, ગન, ગેઝેટસનું ખાસ્સું રોમાંચિત આકર્ષણ હોય, પોતે હંમેશા તેની કદાવર કાયા, રૃથલેસ પ્લેબોય જેવો ચહેરો અને અડધી બાંયના શર્ટસ પહેરી સ્નાયુબદ્ધ બાવડાનું સહજ નિદર્શન કરે.

કાં તે આ રીતે હીરોઇન કે હોલીવુડના ડાય હાર્ડ ફેઇમ ગેટઅપમાં હોય કાં તે છોકરીઓથી ઘેરાયેલો હોય તેવી તસ્વીરો મુકે. તે છોકરીઓને તેના તરફ ખેંચવા તેના શોર્ટસ સાથેની તસવીરો મુકી તેના કસાયેલી જાંઘ પર છોકરીઓને બેસાડી હાથથી પ્લેફૂલ અશ્લીલ હરકતો કરતો દેખાય. આવા ફોટા નીચે લખે કે છોકરીઓની જાંઘ જેટલા તો મારા બાવડા છે.

અતૃપ્ત, ચારિત્ર્યહીન કે બોલ્ડ છતાં આત્મવિશ્વાસ વિનાની અને ફોટા, વાકછટા કે લખેલા શબ્દોથી કામૂક થઈ જતી છોકરીઓ એવી જ કલ્પના કરવા માંડે છે કે બિલ્ઝેનિયર અમને પણ આવો રતિ આનંદ આપશે. બિલ્ઝેનિયર છોકરીઓ જોડેની તસવીરો મૂકે એટલે મનોવિજ્ઞાાન પ્રમાણે અન્ય છોકરીઓને પણ થાય કે 'આ કેટલી ભાગ્યશાળી અમે રહી ગયા.'

બિલ્ઝેનિયરની બીજી ઇમેજ અગાઉ જણાવ્યું તેમ યોદ્ધા, વિપરીત સંજોગોમાંથી બચાવી શકે તેવો કમાન્ડો અને શસ્ત્રોનો શોખીન. અમેરિકાના કમાન્ડોમાં 'નેવી સીલ' વિશ્વ શ્રેષ્ઠ મનાય છે. આ ભાઈ કહેતા ફરે કે 'નેવી સીલ'માં પણ તેણે તાલીમ લીધી છે.

બિલ્ઝેરિયન છેલ્લા વર્ષથી તેની સોશ્યલ મીડિયા પોસ્ટિંગ અને ઇમેજથી જ લાખો ફોલોઅર ધરાવે છે. તે અંગત કે વાસ્તવિક જીવનમાં કેવો છે તેની વિગતો કોઇ કોઇ વખત બહાર આવે ત્યારે તેનો બેવડો ચહેરો છતો થયો છે. આમ છતાં તે તેના ભક્તો અને ભક્તાણીઓની બહૂમતિથી તેની ઇમેજને ઢાંકી શક્યો હતો.

તેની સાથે જે છોકરીઓ કે પોર્ન ગર્લ, કોલગર્લ સંપર્કમાં આવી તેઓએ ચોંકાવનારી કોમેન્ટ કરી કે બિલ્ઝેરિયન સેક્સ કરવામાં મહદઅંશે નિષ્ફળ જાય છે અને આમ થયા સાથે જ તે છોકરીઓ જોડે બેડ પર જ હિંસક બનીને તેને આ માટે દોષિત ઠેરવી કાઢી મૂકે છે. તેની પ્લેબોય, સેક્સી કે કાસાનોવા ઇમેજ માત્ર ફોટા દ્વારા મૂકતો રહે,  તેને આવો મનોરોગ છે.

  તે છોકરીઓ જોડેના ફોટાઓ મૂકીને કે તેવી ટેક્સટ લખતો રહીને જ સંતોષ માને છે કે તે 'લેડી કિલર' કે 'સેક્સ ગુરૃ' તરીકે ઓળખાય. જે બ્યુટીઓના તેની જોડેના અનુભવો છે તે ચર્ચાનો વિષય છે. જો કે કેટલીક તેની પેઇડ  છોકરીઓ તે કેટલો હોટ છે તેનો વળતો પ્રચાર કરતી રહી તેનું માર્કેટ ગરમ રાખે છે.

બિલ્ઝેરિયનની રહીસહી માચો મેન અને કમાન્ડો ઇમેજનો ગત ૧ ઓકટોબરે જ લાસ વેગાસમાં બનેલી શૂટ આઉટની ઘટના દરમ્યાન કચરો થઈ ગયો.

જેના નામે ઝોમ્બીને ઠાર કરવાની ગેમ રમાતી હોય, જેની સાડા છ ફૂટ ઉંચાઈ અને સુપરમેન જેવી ક્ષમતા અને 'ટર્મિનેટર' જેવા દેહ સૌષ્ઠવની અમેરિકનોના મનમાં છબિ હોય અને અમેરિકાની નેવી સીલ કમાન્ડો ટીમને પણ જે અદ્યતન શસ્ત્રો, ગન, રાઇફલ વેપન્સ, લોન્ચરો દુશ્મનો પર દાગી દેવા હથેળીમાં ખંજવાળ આવતી હોય તેવા શસ્ત્રો સાથેની બિલ્ઝનિયરની તસવીરો હોય તે પછી અમેરિકનો તો જ્યારે મન્ડાલે હોટલના ૩૨મા માળથી  વિકૃત શુટર ધાણીની જેમ ગોળીઓ વછૂટતો હતો ત્યારે મનોમન એવી કલ્પના કરતા હશે કે ''કાશ, ડાન બિલ્ઝેનિયર અત્યારે હોત તો ? આતંકવાદીને ઢાળી દેત. તેની ઇમેજ પ્રમાણે શક્ય એટલાને બચાવી લેત. તરત જ કમાન્ડો ઓપરેશન પાર પાડી વિકૃત શુટરનું ઢીમ ઢાળી દેત.''

પણ બીજે દિવસે જ અમેરિકા અને વિશેષ કરીને બિલ્ઝેન્યિરના અંધ પ્રેમીઓએ જાણ્યું કે બિલ્ઝેન્યિર લાસ વેગાસમાં જ્યાં ઘટના બની તેના બેકસ્ટેજ પર જ હતો. ખરેખર તો હજુ પોલીસ અને કમાન્ડો આવે તે પહેલા જ તેણે ગોળીઓની વર્ષા ભાગમદોડ અને કિકિયારીઓ જોઇ હતી. જેને બધા સુપરમેન માનતા હતા તે બિલ્ઝેન્યિર તો સામાન્ય નાગરિક કરતા પણ કાયર નીકળ્યો.

તેણે ધાર્યું હોત તો તેને આજુબાજુથી રાયફલ મળી જ શકી હોત. તેણે પણ ગન રાખી જ હોય. આ હદે કદાવર ફોલાદી બાવડા અને તાકાત ધરાવીને બધાની આશાનું કિરણ કે સ્વપ્નપુરૃષ બન્યો હતો. તેમાંનું તેણે કાંઈ ના કર્યું. તેણે ગોળીઓ ક્યાંથી વરસે છે તે જોઈ છતાં એક ઘાયલ યુવતીને તેની કારમાં ઉંચકીને સારવાર માટે લઇ ગયો. ખરેખર આ વખતે તેની તે પ્રાથમિકતા નહોતી.

બિલ્ઝેનિયર ઇન્સ્ટાગ્રામનો વ્યસની હોઈ તેણે આવે વખતે પણ તેના સ્માર્ટફોન પર તેનો ફ્રન્ટમાં આવે તેમ પોઝ આપતા રેકોર્ડિંગ કરતા કહ્યું કે 'હું ભારે અફડાતફડી અને શૂટઆઉટના માહોલમાં આ યુવતીને સારવાર માટે તો લઇ જાઉં છું પણ હમણા જ મારી પાસેના શસ્ત્રો લઇને તરત જ પાછો આવું છું.'

બિલ્ઝેનિયરનું એક ઘર લાસ વેગાસમાં જ ઘટના સ્થળથી નજીક જ છે. તે પછી બિલ્ઝેનિયરે અડધો કલાક પછી બીજી પોસ્ટ મૂકી કે તે ફરી ઘટના સ્થળે શૂટરને ઠાર કરવા આવ્યો ત્યારે તો પોલીસ અને કમાન્ડોએ તે એરિયા કવર કરી દીધો હતો. બિલ્ઝેનિયરની ફેક ઇમેજનો ફિયાસ્કો તો થયો જ પણ તેના લાખો ચાહકોએ તેમના મનનો હીરો ઝીરો પૂરવાર થતા ભારે આઘાત અનુભવ્યો.

ખરેખર તો લાસવેગાસમાં જ્યારે શૂટઆઉટ થયુ ત્યારે ૨૨૦૦૦ પ્રેક્ષકો કોન્સર્ટમાં હતા. સ્વાભાવિક પણે મોટાભાગનાએ જીવ બચાવવા ભાગદોડ કરી પણ એવા સેંકડો પુરૃષો અને મહિલાઓ હતા જેઓએ તેમના આપ્તજનો કે બાળકોને કે પીઢ વયના અજાણ્યા નાગરિકોને કવર પુરૃ પાડતા હોય તેમ તેઓ પર સુઇ ગયા હતા. કેટલાક ેતરત જ સ્વસ્થતા જાળવી ગોળીઓ ના પહોંચે તેવા સ્થળે કે કવર હેઠળ અન્ય નાગરિકોને લઇ જવાની હિંમત બતાવી.

૬૫ વર્ષના એક પીઢે ટીન એજરો પર સુઇ જઇને એમ કહ્યું કે 'બચ્ચાઓ આવી જાવ, મેં તો છ દાયકા જીવન માણ્યું છે તમારે હજુ જીવન માણવાનું બાકી છે. હું ભલે ગોળીથી વીંધાઈ જતો' આવો તો કેટલાયે સંવેદનશીલ પ્રસંગો બહાર આવ્યા. પણ બિલ્ઝેનિયર આવી સંવેદના કે હિંમત પણ ના બતાવી શક્યો.

બિલ્ઝેનિયરની આવી કાયર અને બેજવાબદાર વર્તણુક બહાર આવતા ઇન્સ્ટાગ્રામના ફેક હીરોનો ઉધડો લેતા  ભૂતકાળમાં કમાન્ડો ઓપરેશનમાં ભાગ લેવા બદલ અમેરિકાએ જેનું નાગરિક સન્માન કરેલું તેવા ડાકોટા મેયેરે સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકી કે 'બાળકોએ કોઈ વ્યક્તિના ફોલોઅર્સના આંકડા, દાવા કે ફોટાઓથી પ્રભાવિત ના થવું,

તમારી (નાગરિકો) માનસિકતા જોઇને હું બહુ નિરાશ થાઉં છું. કેટલાક લોકો કેમેરા સામે જ તેનો અભિનય કરતા હોય છે. તેપછી મેયેરેે બિલ્ઝેનિયરને વિનંતી કરી છે કે 'પ્લીઝ, તું જે નથી તે બતાવવાનો બધાને પ્રયત્નના કર.' નાગરિકો મૃત્યુ પામે છે અને તને વીડિયો રેકોર્ડિંગ કરવાનું સૂઝે છે.

ધૃણાસ્પદ વર્તન કહી શકાય.' સોશ્યલ મીડિયાના આ યુગમાં આપણે પણ ફેક પ્રોફાઈલ, ફેક પોસ્ટિંગ કે તેની ઇમેજ સીફતતાથી મોટી કરનારાઓના ભેજાના તાણાવાણાને પારખવા પડશે. કોઈ તમારો, તમારી લાગણીનો ઉપયોગ કરીને તમને જ ટ્રેક પરથી ઉતારી ના દે તે સતર્કતા તો રાખવી જ પડશે.

જોઈએ બિલ્ઝેનિયરના ઈન્સ્ટાગ્રામના ફોલોઅર્સમાં હવે ઘટાડો નોંધાય છે કે આંધળા ભક્તોની મતિ ઠેરને ઠેર રહે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments