Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

બેસ્ટ સેલર... એ જ જૂના જોગીઓની જમાવટ

વર્ષ ૨૦૧૭માં અંગ્રેજી ફિકશન - નોન ફિકશનમાં કોનો પ્રભાવ રહ્યો?

નોન ફિકશનમાં કોર્પોરેટ, મૂવિ જગત અને આધ્યાત્મ ટ્રેન્ડ

વર્ષ ૨૦૧૭ દરમ્યાન ભારતમાં કયા અંગ્રેજી પુસ્તકો વધુ વંચાયા તે જાણવું હોય તો તમે તમારી રેલ્વે કે વિમાની મુસાફરીનું નિરીક્ષણ યાદ કરો. એરપોર્ટ પરના બુક સ્ટોરના મર્યાદિત વેચાણ કલેકશનમાં ક્યાં પુસ્તકો સ્ટેન્ડ પર હતા તે તમને ''બેસ્ટ સેલર''ની યાદી તરફ લઈ જશે.

'કિંડલ'ના સ્ક્રીન પર મશગુલ પ્રવાસીને ત્રાંસી નજરે જોઈ લીધો હશે તો પણ સામાન્ય રીતે ક્યા પુસ્તકો વધુ વંચાય છે તેનો અણસાર મળી શકે છે.  બુક સ્ટોરમાં પ્રવેશતા જ જે ૧૫-૨૦ પુસ્તકો લગાતાર અઠવાડિયાઓ સુધી ડિસ્પ્લેમાં મુકાયા હોય તે પણ 'વિનર' હોય છે.

ટોપ ટેન 'ફિકશન' અને 'નોન ફિકશન' પુસ્તકોની યાદી પર નજર નાંખવાથી એ જાણવાની પણ મજા પડે કે અત્યારે કેવા પ્રકારના પુસ્તકો વાંચવાનો ટ્રેન્ડ છે. ખરેખર તો નાગરિકો, બૌદ્ધિકો અને સમાજના માનસનું આ પ્રતિબીંબ છે. ફિકશન એટલે કે કાલ્પનિક કથાવસ્તુને જકડી રાખતા પુસ્તકોની દુનિયામાં લટાર લગાવીએ તો ૨૦૧૭માં અમિષ ત્રિપાઠીનું 'સિતા' મોખરે રહ્યું હતું તેમ કહી શકાય.

૧) સિતા વોરિયર ઓફ મિથિલા  : ઈ.સ. પૂર્વે ૩૪૦૦માં એક ત્યજાયેલી  બાળકી કે જેને ગીધ અને વરૃઓ મીજબાની બનાવવાની તૈયારી કરતા હોય છે ત્યાં જ મિથિલા નગરીનો રાજા શિકાર કરવા આવી પહોંચતા બાળકીને બચાવી લે છે અને તેને દત્તક પુત્રી માનીને ઉછેરે છે. આગળ જતા આ બાળકી શૌર્ય, જ્ઞાાન, પ્રજા વત્સલ, વહીવટ કુશળતા થકી મિથિલા નગરીની વડાપ્રધાન બને છે. તેના શાસનકાળમાં જાણે રામરાજ્યનું સર્જન થાય છે. બધા માને છે કે સિતા કોઈ દેવીનો અવતાર જ છે. તેના નિધન પછી તે દેવી તરીકે જ પૂજાય છે.

૨) ઓરિજીન  :  લેખક ડેન બ્રાઉનને પ્રાચીન સંસ્કૃતિ, ગુપ્ત ખજાનો કે જ્ઞાાનનાં ભંડારની ખોજના સાહસને કેન્દ્ર સ્થાને રાખીને જકડી રાખતી વાર્તા લખવામાં ફાવટ આવી ગઈ છે. પણ આવો ખજાનો શોધવો અને તેના કરતા પણ વિશેષ તેના મેળવવો તે કથાવસ્તુ થ્રીલર જેવી અનુભૂતિ માટે લેખક ગુપ્ત કોડ, પાસવર્ડ આપે છે. જેને શોધવો રોમાંચ સર્જે છે. બાર્સેલોનાના મ્યુઝિયમની આ સ્ટોરી છે.

૩) બાહુબલિ : ધ રાઈઝ ઓફ શિવાગમી : લેખક આનંદ નિલકંઠે બાહુબલિ ફિલ્મના પાત્રને વધુ કલ્પનાની પાંખો આપીને પ્લોટ બનાવ્યો છે. મહીષ્મતિના ક્રુર રાજા કે જેણે શિવાગમીનાં પિતાની હત્યા કરી તેને અનાથ બનાવીને શાસન છીનવ્યું હોય છે તે આગળ જતા કઈ રીતે ઉછેર, યુદ્ધ તાલીમ અને આખરે બદલો લે છે તેની શૌર્ય કથા પરથી બાહુબલિની વધુ એક  ફિલ્મ આ પુસ્તકના આધારે બને તો નવાઈ નહીં.

૪) ધ મિનિસ્ટ્રી ઓફ અટમોસ્ટ હેપ્પીનેસ : અરુંધતિ રોય હોય એટલે તેની ઈમેજ જોતાં જ તેનું પુસ્તક ટોપટેનમાં સ્થાન પામે પણ તેના આ લેટેસ્ટ પુસ્તકથી વાંચકો સહેજે નિરાશ નથી પામ્યા. દુનિયા દ્વારા ધીક્કારવામાં આવતાં વાર્તાના મુખ્ય પાત્રો પ્રેમ, શ્રધ્ધા અને સમજ થકી તેમના પોતિકા સુખ અને ધ્યેયને પ્રાપ્ત કરે છે તે વાર્તાનું હાર્દ છે.

૫) ઈન ધ નેમ ઓફ ગોડ  : રવિ સુબ્રમણ્યમ આ નવલકથાના લેખક છે. પદ્નાભ મંદિરમાં અબજોની સંપત્તિ, ઘરેણાં, સોનાની પાટો ખજાનામાં છે. તેની જાળવણી અને ચોકી-પહેરો ત્રાવણકોરના રાજાને હસ્તક છે.

મંદિરના પરિસરમાં આવેલા તળાવમાં અમુક સમયગાળામાં મંદિરના કોઈને કોઈ કર્મચારીની લાશ તરતી જોવા મળે છે. તે જ અરસામાં દુબઈના એક જ્વેલરી શોરૃમમાં અગાઉ થયેલ લૂંટ પકડાતા પૂરવાર થાય છે કે આ અતિ મૂલ્યવાન ઘરેણાં પદમનાભ મંદિરના છે. સીબીઆઈ તપાસ છેક મુંબઈ પરના આતંકવાદી હૂમલાના રચાઈ રહેલા ષડયંત્ર સુધી દોરી જાય છે. વધી ગઈને પુસ્તક વાંચવાની તમારી ઈંતેજારી?

૬) મર્ડર ઓન ધ ઓરિએન્ટ એકસ્પ્રેસ :  આગાથા ક્રીસ્ટીની ટીપીકલ વધુ એક મર્ડર મિસ્ટ્રી. ઓરિએન્ટ લકઝરી એક્સપ્રેસમાં વગદાર અને ઉચ્ચ ઘરાનાના પ્રવાસીઓ છે. મોડી રાત્રિ સુધી બધા ટ્રેનમાં ગપ્પા મારે છે. સવારે એક વીવીઆઈપીની લાશ સંખ્યાબંધ ખંજરના ઘાથી લથપથ ટોઈલેટમાં મળી આવે છે. હર્કયુલ પોઈરોટ હત્યાનો ભેદ ઉકેલે છે.

૭) ધ બોય વ્હુ લવ્ડ  : દુર્જોય દત્તાની આ નવલકથામાં એક મનોબીમાર કિશોર તેના મિત્રના નિધનમાં તેનો આડકતરો હાથ છે તેવી દોષની લાગણી સાથે સતત જીવે છે. તે મોટેભાગે અલિપ્ત અને એકાંતમાં જ જીવન વીતાવે છે. હવે તેની દુનિયામાં બ્રાહ્મી નામની છોકરી પ્રવેશે છે... બંનેની સફર કેવી નીવડે છે તેની વાર્તા છે.

૮) બાઝ : લેખિકા અનુજા ચૌહાણે ભારતીય સેનાના જાંબાઝ સૈનિકોને જાણે આ નવલકથા સમર્પિત કરી હોય તેમ લાગે છે. ૧૯૭૧ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં ઈશાન ફૌજદાર નામનો હેન્ડસમ ફાઈટર પાયલોટ ટચુકડા વિમાનથી પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને તેઓના દાંત ખાટા કરે છે. અન્ય એક શહીદ મિત્રની બહેન તેહમીના જોડે તેને પ્રેમ થાય છે. બંનેના રોમાંસમાં પણ પરાક્રમ, રમૂજ અને હિંસા આકાર પામે છે.

૯) ધ ગોલ્ડન હાઉસ : સલમાન રશ્દિ જેવા લેખકની પ્રત્યેક નવલકથા કંઈકને કંઈક વિવાદ સર્જે તેવો પ્લોટ કે સંવાદ ધરાવે છે. ઓબામાના રાષ્ટ્ર પ્રમુખ તરીકેની સોગંદવિધી વખતે એક કુટુંબ કે જે મુંબઈનું છે તે અમેરિકામાં ઘૂસવામાં સફળ થાય છે. તેઓનો ઈરાદો શું છે? તેના ઘરમાં શું આકાર પામી રહ્યું છે તેની આ વાર્તા છે. મુંબઈની આતંકવાદી ઘટના પછી આજે આપણાંમાં શું પરિવર્તન આવ્યું છે, શા માટે તે ઘટના બની તેની કલ્પના કરવામાં આવી છે.
 

૧૦) Tell Tale : જેફ્રી આર્ચર પણ તેનું સ્થાન ટોપ ટેનમાં નિશ્ચિત કરે જ. જોકે આ પ્રકારની ટુંકી વાર્તાઓના પુસ્તક સાથે તે દાયકા પછી આવ્યા છે. આર્થર કહે છે કે છેલ્લાં ૧૦ વર્ષમાં તેના વિદેશ પ્રવાસો દરમ્યાન ને રસપ્રદ વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો છે જેની મૂળ કથાવસ્તુ સત્ય છે. તેમાં રોચકતા ઉમેરવા કલ્પનાનો સહારો લીધો છે.

નોન ફિક્શન એટલે કે આત્મચરિત્ર, તત્વજ્ઞાન અને કોઈ સિધ્ધાંતો આધારીત પુસ્તકો પર નજર નાંખીએ તો ફિલ્મ નિર્માતા-નિર્દેશક કરણ જોહરની 'એન અનસ્યુટેબલ બોય'ની ખાસ્સી નકલો વેચાઈ. કરણ જોહરે તેમાં કેટલીક નિડર કબુલાત કરી છે. તેના પિતા યશ જોહર હોઈ તેના ઉછેર દરમ્યાન તેણે બે પેઢીની ફિલ્મ દુનિયાનું નિરીક્ષણ રોચક રીતે રજૂ કર્યું છે. તેવી જ રીતે ફિલ્મ અભિનેતા રીશી કપુરે 'ખુલ્લમ ખુલ્લા' નામની અનસેન્સર્ડ બાયોગ્રાફી લખી છે. કપુર ખાનદાનની અંતરંગ વાતો, સ્ટુડિયોની દુનિયા, પત્ની નીતુ સિંઘ સાથેના રોમાંસ અને દામ્પત્ય જીવન અને દિલફેંક કબુલાતો પણ છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભુતપૂર્વ ચેરમેન રઘુરામ રાજને 'આઈ ડુ વ્હોટ આઈ ડુ'માં મહ્દઅંશે તે અમેરિકા છોડીને સપ્ટેમ્બર, ૨૦૧૩માં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકેનો ચાર્જ સંભાળે છે અને વિદાય લે છે ત્યાં સુધીના કોરિડોર અને ચેમ્બરની દુનિયાના તનાવ, પડકારો અને કડક નિર્ણયોની પ્રક્રિયાના રાઝ ખોલે છે તે બાબતોનું પુસ્તકમાં નિરૃપણ કરે છે.

કોર્પોરેટ જગત તેમજ સાહસી યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિઓના સંદર્ભમાં તેમજ ટેકનોલોજી, આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સને લીધે જે પડકારો સર્જાયા છે તેને જોતા હવે વિકલ્પ હોવો જરૃરી છે. 'ઓપ્શન બી' નામનું પુસ્તક શેરીલ સેન્ડબર્ગે લખ્યું છે જે પણ ખાસ્સુ લોકપ્રિય નીવડયું છે. આ ઉપરાંત શાંતનુ ગુહા રેએ જિગ્નેશ શાહના આર્થિક વૈશ્વિક પતનની અસરો પર પુસ્તક લખીને નવો જ ચીલો ચાતર્યો છે.

'માઈક્રોસોફ્ટ' કંપનીના સીઈઓ સત્ય નડેલાએ 'હીટ રિફ્રેશ' ટાઈટલ સાથે માઈક્રોસોફ્ટના આત્મા અને સુખદ ભાવિ વિશ્વ પર પ્રકાશ પાડયો છે.

આધ્યાત્મિક અને પ્રેરણા જગતમાં સદ્ગુરૃ જગ્ગી વાસુદેવ લીખિત ''આદિયોગી : ધ સોર્સ ઓફ યોગા''માં શિવને પ્રાચિન-અર્વાચિન, આધ્યાત્મિક-વિજ્ઞાાન જોડે સાંકળીને તલસ્પર્શી રીતે રજૂ કરવામાં આવ્યા છે. સામાન્ય રીતે આવા પુસ્તકો લખવા માટે જાણીતા દેવદત્ત પટ્ટનાયકે ભારતીય પૂરાણ કથાઓને કેન્દ્રસ્થાને મર્મ સમજાવી નેતા-શાસકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

સુધા મૂર્તિએ સ્ટીરીયોટાઈપ ફેઈમમાં 'થ્રી થાઉઝન્ડ સ્ટિચિસ' પ્રેરણાદાયી જીવંત ચરિત્ર નાના માણસની મોટી વાતો થીમ હેઠળ લીધી છે. રોબિન શર્માએ પણ તેની જાણીતી શૈલીમાં ''લીટલ બ્લેક બુક સ્ટનિંગ સક્સેસ'' આપી છે. ક્રોસવર્ડના આ ટોપટેનમાંના ઘણાં પુસ્તકો જૂનો દારૃ નવી શીશી જેવાં છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments