Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

સ્પેસ ફોર્સ

અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નવી જાહેરાત

'વૉર ઓફ વર્લ્ડઝ' અને સ્ટાર ટ્રેક જેવી સાયન્સ ફ્રિકશનનું આધુનિક સ્વરૃપ...

રશિયા અને ચીન એન્ટી-સેટેલાઇટ વેપોનરી વિકસાવી રહ્યાં છે. એ હકીકતને ધ્યાનમાં લઇને અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસમાં અમેરિકન આર્મીની બ્લેક નાઇટ ફુટબોલ ટીમને ડોનાલ્ડ ટ્રમ્પ, કમાન્ડર ઇન ચીફ ટ્રોફી એનાયત કરી રહ્યાં હતાં ત્યારે, તેમણે શબ્દો ઉચ્ચાર્યા હતાં. આપણી પાસે પાંચ પ્રકારની ફોજ (લશ્કરી ફોર્સ) છે. આર્મી, નેવી, મરીન્સ, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડ. હવે આપણે એક છઠ્ઠા નવાં ફોર્સ વિશે વિવાદી રહ્યાં છીએ અને એ છે : સ્પેસ ફોર્સ. સ્પેસ ફોર્સ વિશે ડોનાલ્ડ ટ્રમ્પ કંઇ પહેલીવાર બોલી રહ્યાં નથી. ગયા માર્ચ મહીનામાં 'મરીન્સ'નાં જવાનોને સંબોધતી વખતે પણ તેમણે 'સ્પેસ ફોર્સ' શરૃ કરવાની વાત કરી હતી.

અમેરીકન પ્રમુખ માને છે કે આવનારાં દાયકામાં ભુમી, સાગર અને હવા ઉપરાંત અંતરીક્ષમાં પણ યુદ્ધ ખેલાશે ! થુમી, સાગર અને હવામાં હુમલો કરવા માટે અંતરીક્ષમાં રહેલાં ઉપગ્રહો, જીપીએસ સીસ્ટમ સેટેલાઇટ વગેરે ખુબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. જો દુશ્મનો આવા સેટેલાઇટનો ખાત્મો બોલાવી દેતો, અમેરીકા સુપર પાવર હોવા છતાં જમીન પાણી અને હવામાં હારી શકે છે આવું થાય તે કેમ ચાલે ?

સાયન્સ ફિકશનનું અનોખું સંભારણું : ધ વોર ઓફ વર્લ્ડઝ

રામાયણ અને મહાભારતને બાજુમાં રાખીને વાત કરીએ તો, વિશ્વનું પ્રથમ યુધ્ધ ઇ.સ. પૂર્વે, ૨૭૦૦ વર્ષ પહેલાં મેસોપોટેમીયા એટલે કે હાલમાં જ્યાં ઇરાક છે તે ભુમી પર લડાયું હતું. સુમેર અને એલામ સભ્યતા વચ્ચે વિશ્વનો પ્રથમ જંગ ખેલાયાનો ઐતિહાસીક રેકોર્ડ મળે છે.

ત્યારથી માંડી અત્યાર સુધી અસંખ્ય નાના-મોટા યુધ્ધ પૃથ્વી પર ખેલાઈ ચુક્યાં છે. વિશ્વએ બે મહાસંહારક 'વિશ્વયુધ્ધ' પણ જોયા છે. ત્રીજુ વિશ્વ યુધ્ધ અંતરીક્ષમાં ખેલાશે તેવું નિષ્ણાંતો માની રહ્યાં છે. જો કે માનવ ઇતિહાસ માટે અંતરીક્ષમાં યુધ્ધ ખેલાય એ એક નવિનતા જરૃર ગણાય પરંતુ, સાયન્સ ફિકશનનાં સાહિત્યમાં અંતરીક્ષમાં થતાં એલીયન ઇન્વેશન અને પરગ્રહવાસીઓનાં યુધ્ધની અનોખી પરંપરા રહી છે.

આ ટોપીક પર  હોલીવુડની ફિલ્મો પણ બની છે. સ્પેસ વોરનાં સંદર્ભમાં એચ.જી.વેલ્સની પ્રખ્યાત નોવેલ 'વોર ઓફ વર્લ્ડઝ'ને ટાંકવામાં આવે છે. જેમાં મંગળગ્રહવાસી, પૃથ્વીવાસી સાથે યુધ્ધ લડે છે તેની કલ્પનાં છે. જો કે વૉર ઓફ વર્લ્ડઝ પહેલાં પણ આ પ્રકારનું સાહીત્ય લખાયું જ છે. ૧૮૯૮માં એચ.જી.વેલ્સ દ્વારાં 'ધ વોર ઓફ વર્લ્ડઝ' પ્રકાશીત કરવામાં આવ્યું હતું. આ સમયકાળમાં વિશ્વને 'સાયન્સ ફિકશન' નામનો નવો સાહીત્ય પ્રકાર મળી આવ્યો. આ પહેલાં પણ પરગ્રહવાસી આક્રમણની કલ્પના માનવીએ કરી જ હતી.

જો કે ૧૭૫૨માં વોલ્ટેરે 'માઈક્રોમેગાસ' લખી હતી. જેમાં શની અને વલયના તારાં/સીરીમસનાં નિવાસી બે પરગ્રહવાસી પૃથ્વીની મુલાકાતે આવે છે. શરૃઆતમાં આ પરગ્રહવાસી માનતા હતાં કે પૃથ્વી વસવાટ માટે નકામી છે. પરંતુ, તેનો દ્રષ્ટીકોણ બદલાઈ જાય છે.

એચ.જી.વેલ્સ પહેલાં, ૧૮૯૨માં ઓસ્ટ્રેલીઅન પાદરી રોબર્ટ પોટરે લંડનમાં 'ધ જર્મ ગ્રોવર' નામની વાર્તા પ્રકાશીત કરી હતી. જેમાં પરગ્રહવાસી, મનુષ્ય સ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર આવે છે. પૃથ્વીવાસીઓનાં સામૂહીક નિકંદન માટે તેઓ ખતરનાક જીવલેણ રોગ પેદા કરે તેવાં જીવાણુનો વિકાસ કરે છે. જેથી પૃથ્વી પર તેઓ કબ્જો મેળવી શકે. જો કે આ વાર્તાને દાવેદાર વાચકો મળત નહી અને એચ.જી.વેલ્સની 'વોર ઓફ વર્લ્ડ' લોકનજરમાં જલ્દી વસી ગઈ.

જેમાં મંગળવાસી વાસીઓને હરાવવા, પૃથ્વીવાસી ભુગર્ભમાં રહેલી ગટરોમાં છુપાઈને મંગળગ્રહવાસી સામે 'ગેરીલા યુધ્ધ' ખેલે છે એવી કલ્પના છે. હવે હકીકતની વાત કરીએ તો, આજે પૃથ્વીવાસીઓને સ્પેસ વૉરમાં પરગ્રહવાસીઓનો ડર નથી. રશીયા, ચીન અને અમેરીકા જેવા દેશોનાં જ પૃથ્વીવાસી એકબીજાને ખતમ કરવા માટે 'સ્પેસ વૉર'ની તૈયારી કરી રહ્યાં છે.

સ્પેસ ફોર્સ : જરૃરીયાત શા માટે ?

અંતરીક્ષમાં યુધ્ધ ખેલવાની વાત કરનારાં અમેરીકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, આવી વાત કરનારાં પ્રથમ પ્રમુખ નથી. ૧૯૮૦-૮૪ વચ્ચે પ્રમુખ રોનાલ્ડ રીગને 'સ્ટાર વોર્સ' નામે નવી ટેકનોલોજી વિકસાવવાની જાહેરાત પણ કરી હતી. આજે પચીસ વર્ષ બાદ, વિશ્વની રાજકીય પરીસ્થીતીમાં ખુબ જ બદલાવ આવી ગયો છે.

અમેરીકા-રશિયા ઉપરાંત, ચીન હવે એક ત્રીજા સુપર પાવર તરીકે ઉભરી રહ્યું છે. જ્યારે યુ.એસ.એસ.આર.નાં વિભાજન બાદ, અમેરિકાને રશીયાનો ડર ઓછો લાગી રહ્યો છે પરંતુ, ચીન તેને વધારે સતાવી રહ્યું છે. અમેરીકા, યુરોપ અને રશીયાની સ્પેસ ટેકનોલોજી ચોરીને, તેમાંપોતાનાં સુધારા વધારા તેઓ રિવર્સ એન્જીનીયરીંગનાં વડે કરી રહ્યાં છે. આ ટેકનોલોજી ને ફરી તે અન્ય મહાસત્તા સામે વાપરવા, ચીન સક્રીય બન્યું છે.

અમેરિકન કોંગ્રેસ ૨૦૧૭માં અમેરીકન મરીનનાં આધુનિકરણ બાદ 'સ્પેસ ફોર્સ' રચવાનાં આઈડીયાને ફગાવી દીધો હતો. જેનું મુખ્ય કારણ નાણાંકીય ભંડોળ જ હતું. હવે ફરીવાર અમેરીકન સરકાર અને સંરક્ષણ મંત્રાલય 'સ્પેસ ફોર્સ' બાબતે ગંભીર બની રહ્યું છે. સંરક્ષણ ખાતુ કહે છે કે રશીયા ્ને ચીન દ્વારા એવી ટેકનોલોજી વિકસાવવામાં આવી છે જે દૈનિક જરૃરીયાત માટે જરૃરી ઉપગ્રહોને માત્ર સેંકડોનાં ગાળામાં ફુંકી મારી શકે છે. આગામી સમયમાં 'સ્પેસ વોર'ની સંભાવના અમેરિકન એરફોર્સ નિહાળી રહ્યું છે. તેમણે સરકાર પાસે ૨૦૧૯નાં બજેટમાં ૬૧લાખ ડોલર સ્પેસ પ્રોગ્રામની શરૃઆત કરવા માટે માંગ્યા છે જ્યારે ૪૨ લાખ ડોલર સ્પેસ વોર ટેકનોલોજી અને સ્પેસ ફોર્સની રચના માટે માંગ્યા છે.

૧૯૬૭માં થયેલી આઉટર સ્પેસ ટ્રીટ્રી નામનાં સંધી દ્વારા અમેરીકા જેવી મહાસત્તા પૃથ્વી બહાર અંતરીક્ષમાં, સામુહીક માનવસંહાર માટેનાં શસ્ત્રો ગોઠવી શકે નહીં. પરંતુ પરંપરાગત શસ્ત્રો જેવાં કે મિસાઇલ રોકેટને અંતરીક્ષમાં રવાના કરી યુધ્ધ ખોલી શકે છે. ૧૯૬૭માં થયેલી સંધી ઉપર ૧૦૦ જેટલાં દેશોએ સહી કરેલ છે.

આ સંધીમાં કોઈ પણ દેશને, અંતરીક્ષનો કોઈ ભાગ, ગ્રહ કે અન્ય પર અધીકાર જમાવી શકવા કે આધીપત્ય સ્થાપવા સામે મનાઇ ફરમાવવામાં આવી છે. કરાર પ્રમાણે જે દેશ અંતરીક્ષમાં કોઈ 'સ્પેસ ઓબ્જેક્ટ' ધકેલે તો, તેની માલિકી તે દેશની ગણાશે પરંતુ તેનાં દ્વારા થયેલ ડેમેજ/નુકસાન માટે પણ તે દેશ જવાબદાર ગણાશે. આ સંધીને પચાસ વર્ષ થઇ ગયા છે. મહાસત્તાઓ તેનાં લુપ સેલ્સ સોધી શકે છે. અથવા સંધી ભંગ કરતાં તેમને કોઈ રોકી શકે તેમ નથી. આ પરીસ્થીતીમાં અમેરીકા માટે 'સ્પેસ ફોર્સ' જરૃરીયાત બની ગયું છે.

અમેરિકા, ચીન અને રશિયા : સુપર પાવર બનવા માંગતી ''મેલી મુરાદવાળી ત્રીપુટી''

અમેરિકા આક્ષેપ કરી રહ્યું છે કે ચીન અને રશીયા, સ્પેસ વોર માટેની ટેકનોલોજી વિકસાવી રહ્યું છે. અમેરીકાના હાથ પણ આ ક્ષેત્રમાં ચોખ્ખા નથી. ગયા વર્ષે અમેરીકન કોંગ્રેસના પ્રતિનિધિ માઈક રોજર્સ અને જીમ કુપરે સ્પેસ ફોર્સનો પ્લાન રજુ કર્યો હતો. તેમણે સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે ''આવનારાં સમયમાં આપણે અમેરીકાને સ્પેસ વોર / અંતરીક્ષ યુદ્ધનું 'પર્લ હાર્બર' બનવા દઈ શકીએ નહીં.'' ટુંકમાં સ્પેસ વોર માટે અમેરીકા ''સ્પેસ ફોર્સ'' તૈયાર કરવાની કામગીરી શરૃ કરવા માંગે છે.

અમેરીકન એરફોર્સ અત્યાર સુધી, માનવ રહીત હાઈપર સોનીક પ્લેન,  X-37-B ની અસંખ્ય રહસ્યમય ઉડાન કરાવી ચૂક્યું છે. દરેક વખતે પૃથ્વીની ભમ્રણકક્ષામાં ફરતા X-37-B માં રહસ્યમય 'પે-લોડ' લઈ જવામાં આવ્યો છે. જેની કોઈ માહિતી મીડીયાને આપવામાં આવી નથી. આ સ્પેસ ક્રાફ્ટ નાસાનાં સ્પેસ શટલની ઝેરોક્ષ કોપી જેવું છે પરંતુ કદમાં સ્પેસ શટલ કરતાં ખૂબ જ નાનું છે. જેની લંબાઈ માત્ર ૩૦ ફુટ જેટલી અને ઉંચાઈ દસ ફુટ જેટલી છે.

જેમાં પ્રવાહી બળતણની ટાંકીઓ પણ ગોઠવેલી છે. એટલાસ રોકેટનાં આગળનાં તબક્કામાં તેને ગોઠવીને અંતરીક્ષમાં ધકેલી શકાય છે. આંતરખંડીય બેલાસ્ટીક મિસાઈલ ઉપર તેને ભવિષ્યમાં ફીટ પણ કરી શકાય તેવું છે. અંતરીક્ષમાંથી પાછા ફરીને પ્લેન, સામાન્ય એરક્રાફ્ટ માફક રનવે પર લેન્ડીંગ કરી શકે છે. કદમાં તે નાની ટ્રક જેટલું હોવાથી વધારે પે-લોડ અંતરીક્ષમાં લઈ જવા તે નકામું સાબીત થાય પરંતુ, અંતરીક્ષ યુદ્ધ વખતે ઈમરજન્સી સેવા પુરી પાડી શકે તેવો નાના સેટેલાઈટને તે પોતાના પે-લોડ તરીકે લઈ જઈ શકે તેમ છે.

અમેરીકન મરીનનાં F/A-18 હોર્નેટ ફાઈટર પ્લેન પાસે ઉભા રહીને ડોનાલ્ડ ટ્રમ્પે અંતરીક્ષમાં આધીપત્ય જમાવવા ''સ્પેસ ફોર્સ''ની જરૃરીયાતની વાત કરી હતી. તેઓ મરીન ફાઈટર એટેક સ્કોડ્રન ૨૩૨ જેનું હુલામણું નામ, ''રેડ ડેવીલ'' છે તેને સંબોધન કરતાં હતાં. અમેરિકા હાલમાં X-51 A નામનું વેવ રાઈડર ક્રુઝ મિસાઈલ પણ વિકસાવી રહ્યું છે. રશિયાએ તેના ફાઈટર પ્લેન સુખોઈ - 57 ની ચકાસણી સીરીયા પર મોકલીને કરી ચૂક્યું છે.

ચીન તેનું એન્ટી-સેટેલાઈટ બેલાસ્ટીક મિસાઈલ તૈયાર કરી રહ્યું છે. આ ઉપરાંત ચીન અને રશીયા ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ એટલે કે પાવરફુલ લેસર બીમ વડે દુશ્મન ટાર્ગેટને ઉડાડી મુકવા નવા શસ્ત્રો વિકસાવી રહ્યું છે. લેસર બીમ વાળા શસ્ત્રથી, અંતરીક્ષમાં રહેલા ઈલેક્ટ્રોનીક ડિવાઈસ કે સેટેલાઈટને નકામા બનાવી શકાય તેમ છે. શક્ય છે કે આગામી દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પ તેનાં સ્પેસ વોર અને સ્પેસ ફોર્સની રૃપરેખા વિશ્વ સમક્ષ રજૂ પણ કરે.

સિક્રેટ સ્પેસ વોર  

એમ કહે કે પૃથ્વીવાસીઓ હાલમાં પણ પરગ્રહવાસી સાથે ''સિક્રેટ સ્પેસ વોર'' ખેલી રહ્યું છે તો તમને કેવું લાગે?  યુફો વિશે લખનારા એક લેખક વિલીયમ ટોમ્પકીન્સે દાવો કર્યો છે કે છેલ્લાં કેટલાંક દાયકાઓથી મનુષ્ય પ્રજાની રોટેલીઅન એટેક એટલે કે સરીસૃપી પ્રજાનાં આક્રમણ સામે પોતાને બચાવી રહ્યાં છે. વિલીયમ ટોમ્પકીન નામનાં લેખકે સિલેક્ટેડ બાય એકસ્ટ્રાટેરેસ્ટ્રીઅલ નામનું પુસ્તક લખ્યું છે.

૯૨ વર્ષનાં લેખક ટોમ્પકીન્સ કહે છે કે તેમણે ૧૯૫૦-૬૦ના દાયકામાં અમેરીકન નેવી માટે એક કી.મી. લાંબા એન્ટી-ગ્રેવીટી સ્પેસ ક્રાફ્ટની ડિઝાઈન તૈયાર કરી હતી. આ સમયગાળામાં તેમણે આવાં પાંચ સ્પેસક્રાફ્ટની ડિઝાઈનમાં વ્યક્તિગત ધોરણે ભાગ લીધો હતો. ઉપરાંત આવા સ્પેસક્રાફ્ટને મદદરૃપ બને તેવાં ૩૦ બીજા સપોર્ટ શીપની ડિઝાઈન પણ કરી હતી. આવા સ્પેસક્રાફ્ટ ગરોળી/લીઝાર્ડ જેવાં સ્વરૃપ ધરાવતાં પરગ્રહવાસી સામે લડવા માટે કરી હતી.

લીઝાર્ડ એલીયન પૃથ્વીવાસીઓને ગુલામ બનાવવા આક્રમણ કરી રહ્યાં છે. જેનાથી બચવા માટે અમેરીકન નેવીએ નોર્ડીક એલીયન નામના પરગ્રહવાસીઓ સાથે હાથ મિલાવ્યા છે. આ નોર્ડાક એલીયન પ્રજા ઓરાયન / દેવયાની નક્ષત્ર તરફથી આવે છે. તેમણે પૃથ્વી પરના પિરામીડની રચનામાં ખૂબ જ મહત્વની ભૂમીકા ભજવી હતી. અમેરીકાએ વિકસાવેલ આધુનિક ટેકનોલોજીએ નોરડીક અને મનુષ્યની ભાગીદારીનું પ્રતિક છે. તેમણે ભાગીદારીમાં સ્ટારવોર્સ ટાઈપ સ્પેસ ફાઈટર ક્રાફ્ટ વિકસાવ્યાં છે.

બીજા વિશ્વયુદ્ધમાં વિલીયમ ટોમ્પકીન્સ, અમેરીકન નેવીની ગુપ્ત નેવલ ફેસીલીટીની વારંવાર મુલાકાત લેતા હતાં. તેમણે સાન ડિઆવોનાં નેવલ એર સ્ટેશને પણ સેવા આપી હતી. યુદ્ધ સમયે આ સ્ટેશને નાઝી જર્મનીની મોસ્ટ સિક્રેટ એરોસ્પેસ ફેસીલીટીમાં જાસુસો ગોઠવ્યા હતાં. જાસુસે આપેલી વિગતો આલેખતા લેખક કહે છે કે, ''પરગ્રહવાસીઓએ હીટલરને એન્ટીગ્રેવીટી પ્રપલ્ઝન, બીમ વેપન્સ, એક્સટેન્ડેડ લાઈફ અને માઈન્ડ કંટ્રોલીંગ કરી શકે તેવો પ્રોગ્રામ સ્વૈચ્છીક યુવતીઓને આપ્યો હતો.

સરીસૃપી/લીઝાર્ડ એલીપલ્સે હીટલર સાથે સમજુતી કરી હતી કે આ બધી ટેકનોલોજી વડે વિશ્વયુદ્ધ જીતીને, હિટલર પૃથ્વીવાસીઓને ગુલામ બનાવશે.'' વાત જરા વધારે પડતી કાલ્પનીક લાગે તેમ છે. છતાં ક્ષણ પૂરતું આ લેખકની કેટલીક વાતો સાચી માનવા માટે મન પ્રેરાય તેમ છે. તેનું કારણ એ છે કે પોતાના પુસ્તકમાં લેખકે નેવલ એર સ્ટેશનનો કેટલોક પત્ર વ્યવહાર અને એડવાન્સ નેવલ સ્પેસક્રાફ્ટ અને બેટલફુઝની ડિઝાઈનો રજુ કરી છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments