Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

ઈશ્વર પૂજામાં, મનુષ્ય બલીનો અંતિમ અધ્યાય... ટાવર ઓફ સ્કલ

આઝટેક સંસ્કૃતિનું વિલક્ષણ - લક્ષણ

હમણાં જ શક્તિપુજાનો ઉત્સવ પુરો થયો છે. ધર્મ અને વિજ્ઞાાન, લગભગ પેરેલલ ટ્રેક પર દોડે છે. બ્રહ્માંડ બે સ્વરૃપમાં અસ્તિત્વ ધરાવે છે. એક મેટર/પદાર્થ, જે દ્રશ્યમાન પણ છે અને અદ્રશ્ય પણ છે. બીજુ સ્વરૃપ એનર્જી/ઉર્જા જેને આપણે શક્તિ કહીએ છીએ. હિન્દુ ધર્મ શીવ અને શક્તિ પુજામાં માને છે. આ શીવ એટલે વિજ્ઞાાન જેને પદાર્થ કહે છે તે મેટર સ્વરૃપ અને શક્તિ એટલે એનર્જી જેને વિજ્ઞાાન ઉર્જા કહે છે. આ બે સ્વરૃપનું એક બીજામાં રૃપાંતર થાય છે.

જ્યારે એક ત્રીજીઅવસ્થા જોવા મળે છે. જેને આપણે રેડિયેશન એટલે કે વિકીરણ કહીએ છીએ. રેડિયેશન પાછું એનર્જીનું જ એક સ્વરૃપ છે. વિશ્વનાં દરેક ધર્મમાં બ્રહ્માંડ સર્જનની કલ્પના છે. તેની સાથે સંકળાએલા ઈશ્વર/ગોડ છે. ખગોળશાસ્ત્રનો અભ્યાસ પ્રજાએ આપણા ગ્રહો અને તારાઓ સાથે સંકળાએલ ઈશ્વરની કલ્પના પણ કરી હતી.

મુળ વાત છેવટે તેઓ બ્રહ્માંડનાં ચોક્કસ સ્વરૃપની પુજા કરતાં હતા. ઈશ્વર જ્યારે કોપાયમાન થાય ત્યારે તેને બલીદાન આપી રીઝવવાની વાત પણ દરેક ધર્મમાં છે. ચૌદમી સદીમાં મેક્સીકોમાં મનુષ્યોનું સામુહીક બલીદાન આપવામાં આવતું હતું. જેના પુરાવાઓ આર્કીઓલોજીસ્ટોએ શોધી કાઢ્યા છે. જેનું નામ છે ''આઝટેક ટાવર ઓફ સ્કલ'' : મતલબ આઝટેક ખોપરીનો મિનારો.

આઝટેક : મનુષ્ય બલી ચડાવવામાં માહીર

આ ઝટેક સામ્રાજ્ય, અમેરીકા ખંડનાં હાલનાં મેક્સીકો દેશમાં ઈ.સ. ૧૩૪૫ થી ૧૫૨૧ વચ્ચે વિકાસ પામ્યું હતું. જે અમેરિકા ખંડના મોટા ભાગનાં હિસ્સાને કવર કરતું હતું. મોટેડુઝોમા દ્વીતીય જેવા મહાન રાજવી આ કાળમાં થઈ ગયા. આ લોકો વેપાર અને ખેતીમાં અગ્રેસર હતા.

તેમનું સ્થાપત્ય અનોખું હતું. તેમના ઈતિહાસનું દસ્તાવેજીકરણ સારી રીતે થયેલ છે. જેનું પાટનગર ટેનોચીટીલાન, ૧૬મી સદીમાં બે લાખ લોકોની આબાદી ધરાવતું વિશાળ શહેર હતું. કોલંબસ પહેલાનાં અમેરિકા ખંડનું તે વિશાળ શહેર હતું.

૧૩મી સદીમાં પશુપાલન કરનારી ટોળીઓ મેક્સીકોમાં આવીને સ્થીર થઈ અને આઝટેક સભ્યતાનો પાયો નાખે છે.

આઝટેક લોકોનું મુળ વૈજ્ઞાાનિક રીતે પ્રસ્થાપિત થઈ શક્યું નથી. તેમની માતૃભૂમિ આઝલાન એટલે સફેદ ભુમી માનવામાં આવે છે. તેઓ ટેનોકચા તરીકે પણ ઓળખાય છે. ૧૪૨૮માં આઝટેક નેતા ઈઝકોટલે ત્રણ અલગ અલગ તાકાતો-સેનાઓ/સામ્રાજ્યને એક બનાવી વિશાળ આઝતેક સામ્રાજ્ય બનાવ્યું હતું. ૧૬ સદીની શરૃઆતમાં આઝતેક ૫૦૦ જેટલાં નાના-મોટા રજવાડાઓ પર રાજ કરતું હતું.

જેની સાથે પચાસથી સાંઈઠ લાખ લોકો વ્યાપાર કે લશ્કરી દ્રષ્ટિએ સંકળાએલા હતાં. અહીં બજારમાં મહત્વનાં દિવસોમાં પચાસ હજાર લોકો મુલાકાત લેતા હતા. આઝટેક પ્રજા આર્થિક બૌધીક અને કલાની રીતે વિકસેલ સભ્યતા હતી. તેઓ અહીંની પ્રાચીન 'માયા' સભ્યતામાંથી માનવ બલીદાનનો રીવાજ મેળવીને ધાર્મિક વિધીમાં તેનું પાલન કરતી હતી.

જેનું બલીદાન આપવાનું હોય તેને નવડાવી ધોવડાવીને મુખ્ય મંદીરનાં ચોકમાં લાવવામાં આવતી હતી. જેની સાથે ચાર પુજારી રહેતા હતાં. ચાર પુજારી પત્થરની સપાટ શીલા પર તેને નશીલી ઔષધ પિવડાવી સુવડાવતા હતા.

ફલીન્ટ પત્થરનાં ચાકુથી બલીદાન આપવાની વ્યક્તિનું પેટ ચીરવામાં આવતું હતું. તેની છાતી ખોલી નાખી તેમાંથી ધબકતું હૃદય, પુજારી બહાર ખેંચી નાખતાં હતાં. હૃદયને મોટા વાટકામાં ગોઠવીને પત્થરની મૂર્તિ સામે રાખવામાં આવતું હતું. તેનું બાકીનું શરીર પિરામીડનાં પાત્રામાં ફેકવામાં આવતું હતું.

૧૪૮૭માં ટેનોમીટીલાનનો પીરામીડ ફરીવાર બાંધવામાં આવ્યો હતો. એક ઐતિહાસીક નોંધ પ્રમાણે ચાર દિવસમાં એંસી હજાર લોકોનું બલીદાન ઈશ્વરને આપવામાં આવ્યું હતું. બલીદાનનાં આંકડામાં ઈતિહાસકારોને વિશ્વાસ નથી. ખોદકામ થાય ત્યારે બલીદાનની સાચી સંખ્યાનો અંદાજ આવી શકે.

સામ્રાજ્યવાદની શરૃઆતમાં...

૧૪મી અને ૧૫મી સદીમાં શક્તિશાળી રાષ્ટ્ર જેવા કે બ્રિટન, સ્પેન, હોલેન્ડ, ઈટાલી વગેરે તેમનાં શક્તિશાળી નૌકાસેના સાથે અન્ય દેશમાં સામ્રાજ્યવાદનો ફેલાવો કરવા પ્રયત્ન કરી રહ્યાં હતાં. વેપાર ઉદ્યોગનાં નામે, ત્યાંની પ્રજા પર શાસન કરવાની ખ્વાહીશ તેઓ ધરાવતા હતાં. આવા જ ઉદ્દેશ્ય સાથે વાસ્કો-દ-ગામા પ્રથમ યુરોપીઅન હતો.

જેણે ભારતની ભુમી પર દરિયા માર્ગે પગ મુક્યો. ૨૦ મે ૧૪૯૮ના રોજ તેણે હિન્દુસ્તાનની ધરતી પર પગ મુક્યો. આ ઘટનાનાં બે દાયકા બાદ હરમાન કોર્ટીશ નામનાં સ્પેનિશ યોદ્ધાએ અમેરિકાનાં હાલના મેક્સીકો દેશની ભુમી પર પગ મુક્યો.

યુદ્ધ કર્યું અને ઈતિહાસને કરવટ બદલવી પડી. મેક્સીકોમાં તે વખતનું ''આઝટેક'' સામ્રાજયનો વિનાશ કરવાનો મોકો હરમાન કોર્ટીશને મળ્યો. યુદ્ધમાં અનેક હારજીત બાદ છેવટે જાન્યુઆરી ૧૫૨૧માં 'આઝટેક' સામ્રાજ્યનો અંત આણી તેનાં પાટનગરને તેણે નવું નામ આપ્યું. ''મેક્સીકો સીટી''. ત્રણ વર્ષ તે મેક્સીકોનો ગર્વનર રહ્યો.

હરમાન કોર્ટીશ સાથે એક સૈનિક હતો. જેનું નામ હતું આટ્રે-દ-તાપીયા. તેણે કોર્ટીશ સાથે અનેક લડાઈમાં ભાગ લીધો હતો. તેણે પોતાની ડેઈલી ડાયરી લખી હતી. ડાયરીમાં આઝટેક સામ્રાજ્યની વિગતો, તેની સભ્યતા સંસ્કૃતિ અને રીતી રીવાજોનો ઉલ્લેખ છે. આઝટેકનાં સેનાપતિ હારેલા સૈનિકોનો વધ કરીને શિરને તેમનાં ઈશ્વર ''સુર્ય''ને બલીદાનમાં આપતાં હતાં.

તેમની ખોપરીઓને દુશ્મનોને ડરાવવા ઢગલો કરીને દેખાય તે રીતે રાખવામાં આવતી જેથી દુશ્મનો 'આઝટેક' પર હુમલો કરતાં વિચારે. આદ્રે-દ-તાપીયાએ હજારો ખોપરીથી બનેલાં હલલા ટાવરની વાત તેનાં લખાણોમાં લખી હતી. ઈતિહાસકારો તેને અતિ-શયોક્તિથી કરેલ વર્ણન માનતા હતા. જોકે હકીકત હવે સાચી પડતી લાગે છે.

આર્કીયોલોજીસ્ટોએ મેક્સીકો સીટી પાસે ટેમ્પલો મેયર નામનાં મંદીરની જગ્યાએ ખોદકામ કરી તાજેતરમાં ૬૭૫ કરતાં વધારે ખોપારીઓ શોધી કાઢી છે. રહસ્યમય વાત એ છે કે પુરૃષો સિવાય, અહીં સ્ત્રીઓ અને બાળકોની ખોપરીઓ પણ મળી છે. શું દુશ્મન લશ્કરમાં પુરૃષો ઉપરાંત સ્ત્રીઓ અને બાળકો પણ ભાગ લેતા હતા. આ એક રહસ્ય છે ?

ટાવર ઓફ સ્કલ - બેક ગ્રાઉન્ડ

સ્પેનિશ યોધ્ધાઓનાં દીલમાં ''ટાવર ઓફ સ્કલ''નો ભય અને આતંક હંમેશાં ઉભો રહેતો હતો. તેમને ખાતરી હતી કે જો યુદ્ધમાં તેમણે વિજય નહીં મેળવે તો તેમની હાલત શું થશે ? આઝટેક લોકોએ હારેલાં સૈનિકોની ખોપરીઓનાં ઢગલાનો એક આખો મિનારો/ટાવર ઉભો કર્યો હતો. જે આઝટેક લોકોની બર્બરતા અને માતૃભુમીની રક્ષા માટે તેમની તાકાત દર્શાવતી હતી.

પાંચસો વર્ષ સુધી આ ખોપરીઓ આઝટેકના પાટનગર ''ટેનોચિટીલાન''માં ભુમીમાં દફન થઈને પડી હતી. આ પાટનગર હાલ મેક્સીકો સીટી તરીકે ઓળખાય છે. બે વર્ષ પહેલાં પુરાતત્ત્વવિદ્દોએ આઝટેક સામ્રાજ્યનાં પાટનગરમાં ખોદકામ કરવાની શરૃઆત કરી હતી.

જ્યારે ખોદકામ ચરમસીમાએ પહોંચ્યું ત્યારે તેઓ આઘાત અને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. આદ્રે-દ-તાપીયાએ કરેલ વર્ણનો વાળી ખોપરીઓ હવે દેખાવા લાગી હતી. મોટા ભાગની ખોપરીઓ યુવાન પુરૃષ, સ્ત્રી અને બાળકોની છે. પુરાતત્ત્વવિદ્દોને માત્ર પુરૃષોની ખોપરીઓ મળવાની આશા હતી. જ્યારે અહીં બાળકો અને સ્ત્રીઓની ખોપરીઓ પણ મોજુદ હતી. ન્યુ મેક્સીકો સીટીનાં મેટ્રોપોલીટન કેથેડ્રલ નીચેથી ૬૭૬ જેટલી ખોપરીઓ મળી છે.

આ સ્થાને આઝટેક લોકોનું મહત્વનું મંદિર ટેમ્પલો મેયર આવેલું હતું. સ્પેનિશ લોકોએ આ મંદિરનો વિનાશ કરી તેના સ્થાને ખ્રિસ્તી ધર્મનું દેવળ ઉભુ કરી દીધું છે. આઝટેક પ્રજા, ઈજીપ્તની પ્રજાની માફક 'સુર્ય'ની પુજા કરતી હતી. અહીં અલગ પ્રકારનાં પગથીયા વાળા પિરામીડ પણ જોવા મળે છે. જે અહીં પ્રાચીન સભ્યતાની નિશાની છે.

મંદીરનાં પાયાનું ખોદકામ હજી બાકી છે. એવું માનવામાં આવે છે કે હજી પણ હજારો ખોપરીઓ મળી આવવાની શક્યતા છે.

મેક્સીકો : પ્રાચીન અભ્યાસ

મેક્સીકો સીટીમાં ટાવર ઓફ સ્કલનું ખોદકામ થઈ રહ્યું છે. જેણે આર્કીયોલોજીસ્ટ અને વૈજ્ઞાાનિકો માટે નવા સવાલો પેદા કર્યા છે. જ્યારે આ લોકોનો વધ કરીને બલીદાન આપવામાં આવ્યું ત્યારે મેક્સીકોમાં સ્મોલ પોક્સ એટલે કે શીતળાનો રોગચાળો પણ ચાલુ હતો. ટેમ્પ્લો મેયર ખાતે યુનામાં ખોપરીઓ ચણેલી જોવા મળે છે. જેને ''હોઈ ઝોમ્પાન્ટલી'' તરીકે ઓળખવામાં આવે છે.

જેનો અર્થ થાય ખોપરીની છાજલી. હરમાન કોર્ટીશ નામનાં સ્પેનીશ યોધ્ધા સાથે લડેલ સૈન્યનાં સૈનિકોની ખોપરીઓ આઝટેક લોકોએ ચણી લીધી હતી. વૈજ્ઞાાનિકો ખોપરી અને અન્ય જૈવિક પદાર્થમાંથી મળતાં ડિએનએની ચકાસણી કરીને ખોપરીનો જૈવિક ઈતિહાસ ખોદી કાઢશે. ટાવર ઓફ સ્કલનું ખોદકામ મેક્સીકોની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એન્થ્રોપોલોજી એન્ડ હિસ્ટરી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

જેમાં લોરેના વાઝેક જેવા આર્કીયોલોજીસ્ટ, રોહ્રીગો બોલાનોઝ જેવા જૈવિક નૃવંશશાસ્ત્રી સંશોધન કરી રહ્યાં છે. તેમણે ૬૫૦ જેટલી ખોપરીઓને સાચવીને ખોદી કાઢી છે. દરેક ખોપરીની જીણામાં જીણી વિગતો નોંધવામાં આવી રહી છે. તેમાં જોવા મળતી અનિયમીતતા વિશે પણ અભ્યાસ થઈ રહ્યો છે. વૈજ્ઞાાનિકો ખોપરીઓને નૃવંશશાસ્ત્રીની નજરે તપાસી રહ્યાં છે.

રાઉલ બારેરા નામનાં આર્કીયોલોજીસ્ટ કહે છે કે, ''ખોપરીઓને પહેલાં લોકોનાં દર્શનાર્થે શહેરનાં મુખ્ય માર્ગ પર રાખવામાં આવી હશે. ત્યાર બાદ તેને ટાવર ઓફ સ્કલમાં ગોઠવવામાં આવી હશે. ટાવર ઓફ સ્કલને ૬ મીટર એટલે કે લગભગ વીસ ફુટનાં વ્યાસમાં ગોળાકારે બાંધવામાં આવ્યો છે.

આ ટાવર આઝટેકા ગોડ સુર્યનાં મંદીર, ચેપસ ઓફ હુઝીલો પોચટીલનાં એક ખુણામાં બાંધવામાં આવ્યો હતો. સુર્યને યુદ્ધ અને માનવ બલીદાનનાં ઈશ્વર તરીકે આઝટેક લોકો પુજા કરે છે. સ્પેનીશ ભાષામાં મહાન મંદિર ગણાતું ટેમ્પલો મેજર, મેસોઅમેરિકન સ્થાપત્યકળાનું છેલ્લા 'કલાસીક' કામનું સુંદર ઉદાહરણ છે.''
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments