Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિટનેસ - મુકુંદ મહેતા

લોહી અને લોહીના રોગો

લોહીના દરેક લાલ કણમાં ''હિમોગ્લોબિન'' નામનો લાલ પિગમેન્ટ હોય છે જેને લીધે તેને ''રેડ સેલ'' કહેવામાં આવે છે જેનું વૈજ્ઞાનિક ભાષામાં બીજું નામ ''ઇરિથ્રોસાઇડ'' છે

લોહીના સામાન્ય રોગો અને તેના કારણો અને ઉપાય

લોહી એટલે શું ?

નાના બાળકને પુછો તો તે પણ કહી દેશે કે ''કઈ વાગે ત્યારે લોહી નીકળે.'' આજ વાત વૈજ્ઞાાનિક ભાષામાં કહીએ તો ''મનુષ્ય અને પશુઓના શરીરના સઘળા અંગોના અગણિત કોષો ને નળીઓ (આર્ટરી) મારફતે ''ઓક્સીજન'' પહોંચાડવાનું અને તે કોષોમાંથી ''કાર્બન ડાયોક્સાઈડ'' પાછા લઈ જવાનું કામ જે લાલ રંગનું પ્રવાહી કરે છે તેને લોહી કહેવાય.''

લોહીના ભાગ અને તેનું કાર્ય :

લોહી ઘન (સોલીડ) અને પ્રવાહી (લિક્વિડ) બે ભાગનું બનેલું છે ઘન ભાગમાં રક્તકણ (રેડ સેલ્સ) છે જેમાં લાલ રંગનું પ્રવાહી છે તેને હિમોગ્લોબિન કહે છે. રક્તકણનું કામ આગળ જણાવ્યા પ્રમાણે શરીરના દરેક અંગોને ઓક્સીજન પહોંચાડવાનું છે, જ્યારે સફેદ કણ (વ્હાઇટ સેલ્સ)નું કામ શરીરનું ચેપી રોગોથી રક્ષણ કરવાનું છે અને એકદમ ઝીણા કણ જે પ્લેટલેટસ કહેવાય તેનું કામ શરીરમાં કોઈ ઠેકાણે લોહી નીકળતું હોય (બ્લીડિંગ) તેને બંધ (કંટ્રોલ) કરવાનું છે.

લોહીમાં રહેલા પ્રવાહી ભાગને પ્લાઝમા કહેવાય તેમાં ૯૦ ટકા પાણી હોય છે જેમાં પ્રોટીન, બધા જ પ્રકારના ખનીજ ક્ષારો (મિનરલ્સ) હોર્મોન્સ અને શર્કરા હોય છે. આ ઉપરાંત પ્લાઝમામાં લોહી નીકળતું હોય તેને અટકાવનારા તત્ત્વો પણ હોય છે. આ બધા જ ભાગના રોગો એટલે લોહીના રોગો કહેવાય. રક્ત કણ (રેડ સેલ્સ), સફેદ કણ (વ્હાઇટ સેલ્સ) અને પ્લેટલેટસ શરીરના હાડકાંની મજ્જા (બોન મેરો)માં બને છે.

લોહીના રોગ થવાના કારણો :

૧. લોહીના કેટલાક રોગ વારસાગત (જીન્સને કારણે) હોય છે. ૨. કેટલાક શરીરમાં બીજા રોગ થયા હોય તેને કારણે થાય છે. ૩. કોઈ વખત દર્દીએ લીધેલી દવાઓની આડ અસરને કારણે થાય અને ૪. કોઈ વાર તમારા ખોરાકમાં તમારા શરીરને જરૃરી વિટામિન અને મિનરલ્સની ખામી હોય ત્યારે થાય છે. લોહીના એક અથવા વધારે ભાગને રોગ થઈ શકે. કોઈ પણ જાતના રોગ લોહીને થાય ત્યારે લોહી પોતાનું કામ ના કરી શકે.

લોહીના સામાન્ય રોગો :

લોહીના આગળ જણાવેલા બધા જ વિભાગના રોગો એટલે લોહીના રોગ ગણાય

એ. લોહીના લાલ કણ (રેડ સેલ્સ)ને અસર કરનારા રોગો :

આગળ જણાવ્યા પ્રમાણે લોહીના દરેક લાલ કણમાં ''હિમોગ્લોબિન'' નામનો લાલ પિગમેન્ટ હોય છે જેને લીધે તેને ''રેડ સેલ'' કહેવામાં આવે છે જેનું વૈજ્ઞાાનિક ભાષામાં બીજું નામ ''ઇરિથ્રોસાઇડ'' છે. આ લાલ કણનું કામ (પોતામાં રહેલા હિમોગ્લોબિનને લીધે) શ્વાસોશ્વાસ મારફતે ફેફસામાં આવેલી હવામાં રહેલા ''ઓક્સીજન''ને શરીરના દરેક અંગોના કોષોને પહોંચાડવાનું છે તેને નીચે જણાવેલા રોગો થાય છે.

૧. એનીમિયા : તંદુરસ્ત વ્યક્તિના લોહીમાં એક માયક્રોલિટરે ૪.૫ થી ૫.૦ મિલી. રક્ત કણ હોય અને હિમોગ્લોબિનનું પ્રમાણ પુરુષોમાં ૧૪ થી ૧૬ મી.ગ્રામ અને સ્ત્રીઓમાં ૧૩ થી ૧૫ મિલી.ગ્રામ હોવું જોઈએ.

જ્યારે લોહીમાં રક્તકણ (રેડ સેલ્સ) ઓછા હોય એને એનીમિયા કહેવાય. રક્ત કણ ઓછા હોય એટલે સ્વાભાવિક રીતે લોહીના કણમાં રહેલું લોહી પણ ઓછું કહેવાય ને ? પણ સામાન્ય રીતે એનીમિયા એટલે હિમોગ્લોબિન ઓછું એમ કહેવાય છે જેને એનીમિયા હોય તેવા દર્દીને થાક લાગે, આંખોનો અને ચામડીનો રંગ ફિકો પડી ગયો હોય, પગે સોજા આવ્યા હોય અને તેને થોડો પણ શ્રમ પડે તો શ્વાસ ચઢી જાય.

એનીમિયાના પ્રકાર :

૧. આયર્ન ડેફીશ્યનસી એનીમિયા :

રેડસેલ્સ બનાવવા માટે ખોરાકમાં આયર્ન (લોહતત્વ) હોવું જરૃરી છે. મોટેભાગે સ્ત્રીઓ આયર્ન મળે તેવો ખોરાક ખાય નહીં ઉપરાંત તેમને માસિકધર્મ વખતે શરીરમાંથી લોહી નીકળી જાય. આ ઉપરાંત જેઓને પેટના રોગો જેવા કે હોજરી અને આંતરડામાં ચાંદા (અલ્સર) પડયા હોય, કબજિયાતને કારણે હરસ (પાઇલ્સ) થયા હોય કે ભગંદર થયું હોય ત્યારે અથવા કેન્સર થયું હોય ત્યારે લોહી ઓછું થઈ જાય આવા કિસ્સામાં ડૉક્ટરની સલાહ લઈને ''આયર્ન''ની ગોળીઓ આપવી જોઈએ અને લોહી જો બહુ ઓછું થઈ ગયું હોય તો ''બ્લડ ટાન્સફ્યૂઝન'' આપવું જોઈએ.

૨. જૂના દર્દોને કારણે થતો એનીમિયા :

કિડનીના રોગોમાં તેમજ ઓટોઈમ્યુંન ડીસીઝમાં લોહી બનવાની ખામી હોય એટલે એનીમિયા થાય. આવા દર્દીએ નિષ્ણાત ડૉક્ટરને બતાવી સારવાર કરવી જોઈએ.

૩. પર્નિશીયસ એનીમિયા :

આ પ્રકારના એનીમિયા શરીરમાં વિટામિન બી-૧૨ની ખામી હોય ત્યારે થાય છે. શરીરમાં વિટામિન બી-૧૨ની ખામી બે પ્રકારે થાય. એ. ખોરાકમાં જરૃરી વિટામિન બી-૧૨ મળતું ના હોય. બી. આંતરડા ઉમ્મરને કારણે નબળા થઈ ગયા હોય, જેને કારણે ખોરાકમાં લીધેલું વિટામિન બી-૧૨ એબ્સોર્બના થતું હોય સી. ઓટો ઈમયુંન ડીસીઝ હોય ડી જ્ઞાાનતંતુના રોગો હોય. આની સારવારમાં બી-૧૨નાં ઈંજેકશન ડૉક્ટરની સલાહ લઈને લેવા જોઈએ.

૪. એપ્લાસ્ટિક એનીમિયા :

આ રોગમાં દર્દીના શરીરમાં બોન મેરોમાં પૂરતા રક્તકણ ઉત્તપન્ના ના થતાં હોય. આમ થવાના કારણોમાં

૧. હિપેટાઈટીસ (લિવરનો સોજો) ૨. એઈડ્સનો રોગ ૩. દવાઓની આડ અસર હોય ૪. કેન્સર માટે આપવામાં (કેમોથરેપિ) દવાઓ અને ૫. પ્રેગનન્સી. આવા કિસ્સામાં બ્લડટ્રાન્સફ્યૂઝન અને જરૃર લાગે તો ''બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ'' કરવું જોઈએ.

૫. ઓટોઈમ્યુંન હિમોલિટિક એનીમિયા :

કોઈક વાર શરીરની ઈમ્યુન સિસ્ટમ શરીરના રેડ સેલ્સનો નાશ કરે ત્યારે આ પ્રકારની તકલીફ થાય આને માટે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લઈને સારવાર કરવી જોઈએ.                       

(ક્રમશ:)














 

Post Comments