Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિટનેસ - મુકુંદ મહેતા

ડાયાબિટીસનો રોગ લક્ષણો અને સારવાર

ડાયાબિટીસની સમયસર સારવાર કરવામાં ના આવે તો અવાળા સુઝી જાય અને દાંત ઢીલા પડી જાય. જો દર્દી સિગારેટ પીતો હોય તો ડાયાબિટીસનું પ્રમાણ વધી જાય અને મોંના કેન્સર થવાની શક્યતા વધે

(ગતાંકથી શરૃ)

ટાઈપ-૧ ડાયાબિટીસના લક્ષણો :

૧. ખૂબ તરસ લાગે, મોં વારે વારે સુકાય. ૨. ખાધા પછી પણ ભૂખ લાગે. ૩. શરીરે ખાસ કરીને ગુપ્ત અંગોમાં ખંજવાળ આવે. ૪. ઉબકા અને ઉલટી થાય. પેટમાં દુ:ખાવો થાય. ૫. વાર ેવારે બાથરૃમ જવું પડે. ૬. ભૂખ લાગે અને પેટ ભરીને ખાવા છતાં વજન ઘટવા માંડે. ૭. ખૂબ નબળાઈ લાગે અને થાક લાગે. ૮ આંખે ઝાંખુ દેખાવા માંડે. ૯. શ્વાસ લેવામાં તકલીફ પડે જેને કારણે ઊંડા શ્વાસ લેવા પડે. ૧૦. વારે વારે ચેપ લાગે એટલે કે ચામડી ઉપર ગુમડા થાય,

૨. ટાઈપ-૨ ડાયાબિટીસ એટલે શું?

આ રોગ પહેલા ''નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ'' અથવા 'એડલ્ટ ઓનસેટ' ડાયાબિટીસ તરીકે ઓળખાતો હતો જેનું કારણ શરીરમાં ઈન્સ્યુલીન નીકળે છે ખરું પણ શરીર એનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. આને ''ઈન્સ્યુલીન રેઝિસ્ટન્સ'' કહેવાય.

ઈન્સ્યુલીન તમારા શરીરમાં શું કામ કરે છે?

ઈન્સ્યુલીન એક પ્રકારનો હોર્મોન છે જેની મદદથી તમે ખોરાકમાં લીધેલી સાકર તમારા શરીરના દરેક અંગોના અસંખ્ય કોષ (સેલ્સ)માં શક્તિ આપવા અને તેમનું કાર્ય કરવામાં મદદ કરે છે. ઈન્સ્યુલીનના અભાવને કારણે તમે ખોરાકમાં લીધેલી સાકર તમારા શરીરના બધા જ અંગોના કોષમાં જવાને બદલે લોહીમાં રહે એટલે લોહીમાં સાકરનું પ્રમાણ વધે અને ડાયાબિટીસ થાય.

ડાયાબિટીસના રોગમાં 'ઈન્સ્યુલીન' કેમ અગત્યનું છે તે માટે તમે લીધેલા ખોરાકનો શક્તિ તરીકે કેવી રીતે ઉપયોગ કરે છે તે જાણવું જોઈએ. જો તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે હોય તો તે પ્રમાણે ઈન્સ્યુલીન વધારે નીકળે છે જેથી તમારા શરીરના અંગોના કોષમાં વધારે ગ્લુકોઝ જાય અને તમારા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે.

ડાયાબિટીસ ટાઈપ-૨ના લક્ષણો

થોડા વર્ષો પહેલાં આ રોગ ફક્ત મોટી ઉંમરે થતો હતો પણ છેલ્લા કેટલાંક વર્ષોથી બાળકોમાં પણ થાય છે. કારણોમાં વૈજ્ઞાાનિકો જણાવે છે કે પહેલા બાળકો રમત ગમતને કારણે ઘણા પ્રવૃત્તિવાળા હતા અત્યારે પ્રવૃત્તિ ઓછી છે અને ખોરાકની વિપુલતા છે એટલે બાળકો પણ જાડા થઈ ગયા છે અને વજન વધતાં જવાને કારણે બાળકોમાં પણ ''ડાયાબિટીસ ટાઈપ-૨'' થવાના કિસ્સા વધારે છે. આ રોગના લક્ષણો એ. ડિહાયડ્રેશન : (શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થવું) કારણ જ્યારે તમારા લોહીમાં સાકરનું પ્રમાણ વધે એટલે તમારે બાથરૃમ વધારે જવું પડે.

આના કારણે તમારા શરીરમાં પાણી ઓછું થઈ જાય. (ડિહાયડ્રેશન) તેથી તમને તરસ વધારે લાગે. બી. વજન ઓછું થાય : તમારે બાથરૃમ વધારે જવું પડે એટલે એ પેશાબની સાથે તમારા શરીરમાંથી સાકર પણ ઓછી થઈ જાય. આ કારણથી શરીરમાંથી પાણી ઓછું થાય. (ડિહાયડ્રેશન)

સી. ડાયાબિટીસ કિટોસીસ : (ડી,કે.એ.) થાય : શરીરને શક્તિ માટે જ્યારે સાકર ના મળે ત્યારે શરીરમાં રહેલા ચરબીના કોષ તૂટવા માંડે. આ વખતે 'કિટોન' નામનો કેમિકલ ઉત્પન્ન થાય. તે જ વખતે લિવર પોતે સંગ્રહ (સ્ટોર) કરેલી સાકર શરીરને મદદ કરવા બહાર કાઢે પણ ઈન્સ્યુલીન વગર તેને શરીર વાપરી ના શકે. પરિણામે લોહીમાં સાકર વધે, એસિડિક કિટોન વધે. આજ વખતે શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું (ડિહાયડ્રેશન) હોય આ પરિસ્થિતિને 'કીટોએસિડોસિસ' કહેવાય જેની તાત્કાલિક સારવાર ના થાય તો મૃત્યુ પણ થાય.

૩. ગેસ્ટેશનલ ડાયાબિટીસ :

ગર્ભ ધારણથી પ્રસૂતિ સુધીમાં કેટલીક સ્ત્રીઓ ને લોહીમાં સુગરનું પ્રમાણ વધારે આવે છે. આ પ્રકારને 'ગેસ્ટેશનલ ડાયાબિટીસ' કહેવાય છે. જો યોગ્ય સારવાર ના કરવામાં આવે તો  સ્ત્રીઓને ગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસૂતિ વખતે ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે. આ ઉપરાંત જન્મેલા બાળકોને ભવિષ્યમાં ડાયાબિટીસ ટાઈપ-૨ થવાની શક્યતા છે.

નિદાન કેવી રીતે થાય?

૧. પેથોલોજી લેબોરેટરીમાં લોહી અને પેશાબની સુગર માટે તપાસ કરવામાં આવે.

૨. ખાસ તપાસમાં જરૃર લાગે તો લોહીમાં ઈન્સ્યુલીનની તપાસ કરવામાં આવે.

સારવાર કેવી રીતે થાય :

એક વાત ચોક્કસ ખ્યાલ રાખશો કે ડાયાબિટીસ કદાપિ મટે નહીં પણ તેને યોગ્ય ઉપયોગથી કાબૂમાં રાખી શકાય.

ડાયાબિટીસને કાબૂમાં રાખવાના ઉપાયો

૧. કોઈપણ પ્રકારના ડાયાબિટીસના દર્દીએ ડાયાબિટીસના નિષ્ણાત ડૉક્ટર જેને ડાયાબિટોલોજિસ્ટ કહેવાય તેની પાસે સારવાર કરાવવી પડે. તેમની સલાહ પ્રમાણે દર ત્રણ મહિને લોહી અને પેશાબની તપાસ કરાવી અને બ્લડ સુગરનું પ્રમાણ નક્કી કરીને આખી જિંદગી ડાયાબિટીસ કાબુમાં રાખવાની ગોળીઓ અથવા ઈંજેક્શન લેવા પડે.

૨. નિયમિત ગમતી કસરત ૩૦ થી ૪૦ મિનિટ કરવી જોઈએ જેથી જે સુગર શરીરમાં વપરાતી નથી અને પેશાબ મારફતે બહાર નીકળી જાય છે તે વપરાઈ જાય અને લોહીમાં વધે નહીં. ૩. ખોરાકમાં ગળપણ ના આવે તે માટે મનને કાબૂમાં રાખીને તેનું બી.એમ.આઈ. ૨૪થી વધે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ.

ડાયાબિટીસના દર્દી સમયસર યોગ્ય સારવાર ના કરે તો કેટલા બધા કોમ્પ્લિકેશન થાય?

૧. હાર્ટ એટેક (હૃદયરોગ) અને બ્રેઇન એટેક (સ્ટ્રોક)

ડાયાબિટીસના દર્દી જો યોગ્ય સારવાર લઈને પોતાના ડાયાબિટીસ ઉપરાંત બ્લડ પ્રેશર, કોલેસ્ટરોલને અને વજનને કાબૂમાં રાખે નહીં તો હાર્ટ એટેક અને સ્ટ્રોક આવે.

૨. નેફ્રોપથી (કિડનીને નુકસાન) :

એજ રીતે જો સમયસર સારવાર ના કરવામાં આવે તો કિડનીની કામ કરવાની શક્તિ ઓછી (કિડની (ફેઈલ) થઈ જાય.

૩. રેટિનોપથી (આંખોની તકલીફ) :

ડાયાબિટીસના દર્દીઓ જો સમયસર યોગ્ય સારવાર ના લે તો ૮૦ ટકા લોકોને આંખની તકલીફ (ઝામર, મોતિયો અને રેટાઈનલ ડિટેચમેન્ટ અને અંધાપો આવે.

૪. લોહીનું પરિભ્રમણ બરોબર ના થાય અને જ્ઞાાનતંતુને નુકસાન થાય :

સખત થયેલી લોહીની નળીઓ અને નુકશાન પામેલા જ્ઞાાન તંતુઓ (નર્વસ)ને કારણે તમારા પગને મોટું નુકશાન થાય. પગમાં ચાઠા પડે કે જલ્દી રુઝાય નહીં. સમયસર યોગ્ય સારવાર કરવામાં ના આવે તો 'ગેંગ્રીન' થાય અને પગ કાપવો પડે.

૫. લોહીમાં સુગર ઓછી થઈ જાય :

ડાયાબિટીસની સારવાર ચાલતી હોય તે દરમ્યાન કોઈ વાર લોહીમાં સુગરનું પ્રમાણ એકદમ ઓછું થઈ જાય જેને હાયપોગ્લાયસેમિયા કહેવાય. તે વખતે દર્દીને ખૂબ અશક્તિ લાગે અને ઊભા થવા જાય કે ચાલવા જાય તો પડી જાય.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments