Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર- અશોક દવે

શું આપણી રાજ્યસભામાં બહારની વ્યક્તિઓને જ મોકલવાની? કોઈ ગુજરાતી સક્ષમ નથી?

-ગુજરાતી હોય કે પરપ્રાંતીય... રાજ્યસભામાં કોણ કામ કરવા જાય છે? બધાને મફત ભથ્થાં અને સ્ટેટસનો લાભ લેવો છે. લતા મંગેશકર કે સચિન તેંડુલકરે તો માંડ એકાદ-બે વખત હાજરી આપી છે.
(રોહિત ઈન્દ્રવદન દવે, હાલોલ)

ભારતમાં માનું સ્થાન કેમ સર્વોચ્ચ ગણાય છે?

-કેવળ જન્મ આપનારી મા જ નહિ, ભારતભૂમિને પણ આપણે સગી મા ગણીએ છીએ.
(દુષ્યંત નવલચંદ કારીઆ, મોરબી)

આપણાં હિંદુ દેવી દેવતાઓનું એક યા બીજી રીતે અપમાન કરનારાઓને શું સજા થવી જોઈએ?

-માત્ર આપણા જ નહિ, વિશ્વના કોઈપણ ધર્મના ભગવાન સામે આંખ ઊંચી કરનારને પ્રજાએ જ સજા કરવી જોઈએ.
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ-બાયડ)

કોંગ્રેસના અંદરોઅંદર ઝગડાથી પ્રજાએ શું સમજવાનું?

-પ્રજાએ સમજવી પડે, એટલી મજબુત હજી કોંગ્રેસ થઈ નથી.
(નલિન હ. ત્રિવેદી, જામનગર)

લાલકૃષ્ણ અડવાણીનું હાલનું સ્ટેટસ શું છે?

-'કબ સે તન્હા ઘુમ રહા હૂં, દુનિયા કે વીરાને મેં, ખાલી જામ લિયે બૈઠા હૂં, કબ સે ઈસ વીરાને મેં, કોઈ તો હોગા, મેરા સાથી, કોઈ તો પાસ બુલાયેગા...'
(હરીશ મણીયાર, જેતપુર)

મોબાઈલ ફોનની અસરકારકતા વિશે શું માનો છો?

-સૉશિયલ-મીડિયા જ એક દિવસ દેશને ડૂબાડશે. અફવા ફેલાવવા કેવો બિભત્સ ઉપયોગ થઈ
રહ્યો છે!
(પંકજ એન. દફ્તરી, રાજકોટ)

અન્ય ભગવાનોમાં 'રાધે-શ્યામ' કે 'સીતા-રામ' બોલાય છે... માત્ર 'શંકર-પાર્વતી'માં જ પહેલા 'શંકર' કેમ આવે છે?

-શિવભક્તોમાં ઘરમાં પતિનો દબદબો વધારે હોય!
(પુષ્કર ગઢીયા, જૂનાગઢ)

તમે જામનગરના પાનના તો વખાણ કરો છો, પણ પાન ખાનારાઓએ ગમે ત્યાં મારેલી પિચકારીઓ માટે શું કહેશો?

-પોલીસે પહેલા દસને જ પકડીને એમની પાસે બધાના દેખતા એ પિચકારીઓ સાફ કરાવવી જોઈએ.
(નૈષધ દેરાશ્રી, જામનગર)

આજકાલ યુવાનો મોબાઈલમાં જ કેમ વધુ ધ્યાન આપે છે?

-પૉસ્ટમેનો ચતુર થઇ જાય તો કુછ બાત બને!
(ચતુરભાઈ પોસ્ટમેન, અંકલેશ્વર)

સોનિયાજી વિદેશી હોવા છતાં દેશના સૌથી જૂના રાજકીય પક્ષના સર્વેસર્વા કેમ? એમનું પ્રદાન શું?

-રાહુલ ગાંધી.
(અશોક ર. પરીખ, પાટણ)

કાગડો દહીંથરૃં લઈ જાય તો કાગડી શું લઈ જાય?

-કાગડો.
(કરણ જોબનપુત્રા, જૂનાગઢ)

મનગમતું કરવાનો સમય ન મળતો હોય તો શું કરવું?

-હરિહરિ...
(શ્રીમતી સ્વીટી બારોટ, વડોદરા)

ટીવી-સીરિયલો સ્ત્રીઓ કેમ વધારે જુએ છે?

-કારણ કે, એ સ્ત્રીઓ છે.
(શાંતિલાલ ચંદારાણા, વડોદરા)

ફેસબૂક પર લોકો આટલું બધું ચેટિંગ..?

-અડધા કલાક પહેલા કરતા અત્યારે પોતે કેટલા વધુ સુંદર દેખાય છે, એની જાહેરાત કરવા સેલ્ફીઓ મોકલાય માટે.
(ખૂશ્બૂ જોબનપુત્રા, જુનાગઢ)

ખેડૂતો આત્મહત્યા કરે જાય છે... કયા મોઢે વિકાસની વાતો?

-આપણને છીંક-ઉધરસ પણ આવે, તો ય ઢોળવાની સરકાર ઉપર!
(હર્ષદ ત્રિવેદી, ભાવનગર)

બધા ધર્મોના સારા તત્ત્વો ભેગા કરીને એક માનવ-ધર્મ ન સ્થાપી શકાય?

-એવો એક ધર્મ સ્થપાઈ ચૂક્યો છે. 'ભારત-ધર્મ'.
(દિવાન ઈબ્રાહિમશા ઉસ્માનશા, કરજણ)

આપની મુહિમ પછી હવે અનેક સંસ્થાઓ એમના કાર્યક્રમોમાં રાષ્ટ્રગીત ગવડાવે
છે... પણ ધાર્મિક કાર્યક્રમોમાં કેમ નહિ?

-ઈગો.
(વિદ્વત્તા જી. મેહતા, વડોદરા)

વીતેલા જમાનાની વિવાદાસ્પદ અભિનેત્રી રેહાનાનું સરનામું આપશો?

-લખી લો. 'જહન્નૂમ'.
(સુરોમા કાયસ્થ, સુરત)

મા-બાપને વૃધ્ધાશ્રમમાં મૂકી આવનાર સંતાનો શું વિચારતા હશે?

-આને 'વૃધ્ધાશ્રમ કહેવાય', એવી અમારા સંતાનોને ખબર પડવી ન જોઈએ.
(જયકાંત પી. ઠાકર, અમદાવાદ)

કાને ઓછું સાંભળનારાઓ માટે મશિન કે ઓછું દેખનારાઓ માટે ચશ્મા....

પણ મગજ ઢીલું હોય એનો શું ઉપાય?

-એની પાસે 'એન્કાઉન્ટર' વંચાવો.
(ઉષા જે. સોતા, મુંબઇ)

ચાની 'પત્તી' કહેવાય છે, તો 'પતિ'ને શું કહેવાય?

-કૂચો.
(માલતી ચંદ્રકાંત વોરા, પોરબંદર)

શનિ, રાહુ, મંગળ નડે... તો માયા, મમતા, કેજરીવાલ... લાલુ... કયા ગ્રહો કહેવાય?

-આકાશને અભડાવો નહિ!
(વિશનજી નરભેરામ ઠક્કર, મુંબઇ)


 

Post Comments