Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર - અશોક દવે

ડોક્ટરોએ લખી આપેલી દવા કેમિસ્ટો જ વાંચી શકે છે, આપણે કેમ નહિ ?

- ડોક્ટરો એમની દુકાનની જ દવા લખી આપે, એ માટે કેમિસ્ટોએ ડોક્ટરોને ઘણું બધું 'ધરાવવું' પડે છે. દવા બનાવતી કંપનીઓ પણ ડોક્ટરોને ફેમિલી સાથે વિદેશ- પ્રવાસથી માંડીને બીજું બધું ઘણું ધરાવે છે,ત્યારે એમની દવાઓ ડોક્ટરો પેશન્ટ્સને લખી આપે છે.
(રવિ સુહંદા, ભાવનગર)

ઘણા લોકો પશુ જેવી હરકતો કેમ કરતા હોય છે ?

- એમાં આપણને શું વાંધો હોય ?
(મનિષ નિરંજન વર્મા, ગોધરા)

દિવસમાં કેટલી વાર વાઈફને 'આઈ લવ યૂ' કહેવું જોઈએ ?

- વાઈફ સાથે આવી મજાકો નહિ કરવાની.
(મૌનિષ અરવાડીયા, સુરત)

હાસ્યના એક પ્રોગ્રામમાં સ્ત્રીઓ કરતાં પુરુષોની એન્ટ્રી ફી વધુ હતી... કાંઈ કારણ?

- હા, પણ ચાલુ પ્રોગામે ઘેર જવાનું ફક્ત પુરૃષો માટે જ ફ્રી રખાયું હતું !
(હરૃભાઈ કારીઆ, મુંબઈ)

રૃ. ૨,૦૦૦ ની નોટો બંધ થાય એ પહેલાં બેન્કો બંધ થાય એવું લાગે છે !

- જરા મોટું મન રાખતા શીખો. ઘેર હજી હજાર-હજારની તો પડી છે ને ?
(મધુકર મેહતા, વિસનગર)

રીમિક્સ ફિલ્મી ગીતો સાંભળ્યા પછી એવું નથી લાગતું, આજના ગીતલેખકો પોતાની ઓળખ ગુમાવી બેઠા છે ?

- ઓહ... તમે ગીતના શબ્દો ય સાંભળો છો.. !
(પુરંજય જોશીપુરા, અમદાવાદ)

જમાઈ ઉંમરમાં ગમે તેટલા નાના હોય, છતાં એમને 'તમે' કહીને જ કેમ બોલાવાય છે ?

- જગતની સર્વશ્રેષ્ઠ ચીજ આપણે એને આપી દીધી છે, માટે !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

ધરપકડ થતાં જ નેતાઓ ને બદમાશ સાધુઓને હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવે છે ?

- સારા માણસો હોસ્પિટલોમાં દાખલ થવાનું નામ ન લે, માટે !
(પ્રભુદાસ એમ.વાયા, મુંબઈ)

'બેટી બચાવો'... અને હવે 'બેન્ક બચાવો'.. બન્ને પારકી થાપણ છે માટે ?

- સદનસીબે, બેન્કમાંથી થાપણ પાછી ઉપાડી શકાય છે. સાસરેથી બેટી નહિ !
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

'કોમલ' અને 'કોમળ'માં શું ફરક ?

- કોમલને પરણાય.
(સંયમ વઘાસિયા, સુરત)

અંગ્રેજી સારું કે કોઠાસૂઝવાળું ગુજરાતી સારું ?

- બન્નેમાં કોઠા સૂઝવાળું મૌન સારૃં.
(જયપાલ ગોહિલ, લવરડા-સિહોર)

ભારત-પાકિસ્તાનનું યુધ્ધ ક્યારે ?

- ઇ.. ૨૦૧૯ની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ભારત- પાકિસ્તાન કરતાં વધારે મહત્ત્વની છે.
(જય કણાવીયા, સુરત)

મોદીની સામે પડેલો શંભુમેળો કાશીએ પહોંચશે કે એકબીજાને લઈને ડૂબશે ?

- એકબીજાને ખતમ કરવા માટે ય, એ લોકોને મદદ મોદીની માંગવી પડશે !
(મૂકેશ ડી.ઠક્કર, રાજકોટ)

'એનકાઉન્ટર' લખવાનું ભાડું ક્યાં સુધી લીધે રાખશો ?

- આપવું ન પડે ત્યાં સુધી.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

એકબીજા સાથે ઝઘડતા રહેતા ભાજપ-કોંગ્રેસ દેશની સેવા ક્યારે કરશે ?

- એના તો ઝઘડા ચાલે છે, કે કોણ કરશે ?
(પ્રફુલ્લ દવે, ભાવનગર)
 

'લીક્યોર' (LIQUEUR) અને 'લીકર' (LIQUOR)  વચ્ચે  શું ફરક ?

- એકદમ સ્ટ્રોંગ, તગડી ફ્લેવરવાળો મીઠો 'લીક્યોર'જમ્યા પછી પિવાય.. ને જે કાંઈ 'લિંક' થતું હોય, એ બધું ગટગટાવી ન જવાય !
(કુણાલ સોની,  અમદાવાદ)

ટ્રાફિકનો સરળ ઉપાય ?

- ઘોડા પાળો.
(સુધીર પરમાર, રાખેજ- ગીરસોમનાથ)

કોંગ્રેસને તો હરગિજ લાવવી નથી પણ મોદીએ પણ આમજનતા માટે કાંઈ કર્યું નથી.

- પાકિસ્તાનને બે થપ્પડ મારી આવે, તો ફરી એક વાર દુનિયાભરમાં 'મોદી..મોદી'ના નારા લાગે !
(નીલેશ પ્રેસવાલા, ભરૃચ)

સાઉથ ઇન્ડિયામાં ટૂંકાં કપડાં પહેરનાર સ્ત્રીઓને ટકોર કરનારા પ્રોફેસર વિરુધ્ધ મહિલાઓએ દેખાવો કર્યા. આ વિરોધ તો પુરૃષોએ નોંધાવવાનો હોય !

- એ બહાને ય પુરુષોને 'ઊંચું'જોતા કરી નાંખ્યા ને ?
(પુષ્પેન્દ્ર નાણાવટી, ગાંધીનગર)

તમે ફિલ્મલાઈનમાં પી એચ.ડી.કર્યું છે ?

- એસ.એસ.સી. સુધી ખરું !
(રિયાઝ આર. જમાણી, મહુવા)

દીકરી જન્મે તો લક્ષ્મી આવી કહેવાય, પણ દીકરો જન્મે તો શું કહેવાય ?

- ગૌરીશંકર, દુર્ગાપ્રસાદ, નટવર કે પછી ચીન્ટુ કહેવાય !
(ધવલ જે.સોની, ગોધરા)
 

Post Comments