Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર- અશોક દવે

'હાર્યો જુગારી બમણું રમે',તો જીતેલો જુગારી માલ ઘરભેગો કરે ?

-લગ્ન પછી માલ ઘરભેગો કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

ઘણા સમયથી સવાલ પૂછવા માંગુ છું પણ સમય મળતો નથી. શું કરૃં ?

-તમારે કાંઇ કરવાનું નથી. મને સમય મળે પછી જવાબ આપીશ.
(પ્રદીપસિંહ ગંભીરસિંહ ઝાલા, રાજકોટ)

તમે 'ઓહ', 'આહ', 'એમ ?'...એવા જવાબો કેમ આપો છો ?

-'ઓહ નો...!'
(મનોજ પી. દેસાઇ, સુરત)

ગીરમાં સિંહના પગ પાસે પડી ગયેલું તમારૃં પાકીટ સિંહ મને આપી ગયો છે ...!

-તમારા કરતા સિંહ વધુ સારો નાગરિક કહેવાય !
(મેઘાવી મેહતા, સુરત)

તમારા પુસ્તકો 'મોર્નીગીયું ઍનકાઉન્ટર'અને 'ઇવનિગીયું એનકાઉન્ટર'વચ્ચે શું ફરક ? શું સવારે આપેલા જવાબો સાંજ કરતા જુદા હોય છે ?

-મારા (બુધવારની) બપોરના જવાબો વધુ ધારદાર હોય છે.
(ડો. માધુરી કોડિયાતર, ગાંધીનગર)

દાદુ, તમે મારા સવાલોનું જ કેમ એનકાઉન્ટર કરી નાંખો છો ?

-સવાલો તો સારા હોય છે...જવાબો 'એનકાઉન્ટર'કરી નાંખવા જેવા હોય છે.
(અંજલિ મયંક રાઠોડ, અમદાવાદ)

આધુનિક યુવાનોમાં ધીરજનો સદંતર અભાવ હોય છે... તમે સહમત છો ?

-ભ'ઇ ડોકટરે આપેલા સમય પહેલા કશું ના થાય !
(જયેશ અંતાણી, ભાવનગર)

હું ઇ.સ. ૧૯૯૨થી તમારી 'બુધવારની બપોર'નો ચાહક છું...

-હા...એ પહેલા તો સારૃં લખતો હતો...!
(નિશાંત પુરોહિત, મુંબઇ)

કોંગ્રેસ આવે છે કે જાય છે ?

-એ મૂંઝવણ તો દેશભરનો એક ય કોંગ્રેસી ઉકેલી શકે એવો નથી ને બીજા કોઇને એ મૂંઝવણની પડી ય નથી.
(હરદીપસિંહ જાડેજા, અબડાસા-કચ્છ)

'શૂન્ય'ની શોધ ભારતમાં થઇ હતી... એવી કોઇ બીજી શોધ ખરી ?

-એ જ કે... શૂન્યના આકારની બીજી ૫૦ લાખ ચીજો દુનિયામાં છે. બીજા કોઇ આંકડાની નહિ !
(ચેતન વાય. ભટ્ટ, અમદાવાદ)

સવારે પંખો ચાલુ કર્યા પછી ય ગરમી લાગે છે. તો શું કરવું ?

-હા, પણ તમે તો રોજ પોતાના ઘરનો પંખો ચાલુ કરતા હશો ને?
(અજીત સોલંકી, આલમપુર-ગાંધીનગર)

રજત શર્માની 'આપ કી અદાલત'માં તમારે જવાનું થાય તો ?

-..તો એ આ બધા સવાલો કોની પાસે તૈયાર કરાવે છે...?
(કશ્યપ મહેન્દ્રભાઇ ઓઝા, અમદાવાદ)

આજકાલ તમે જવાબો ટુંકા આપવા લાગ્યા છો...!

-આજકાલ...?
(રિયાઝ આર. જમાણી, મહુવા)

તમે સૌથી મોટું સત્ય ક્યારે બોલ્યા હતા ?

-એટલું ય બોલ્યો છું કે નહિ,
એની તો તપાસ કરો !
(સુનિલ વોરા, મુંબઇ)

તમે સુરતમાં કેમ નથી આવતા ?

-વગર બોલાવે તો ભગવાનના ઘેરે ય જતો નથી.
(ડો. અશ્વિન કાકડીયા-ડો. દિનેશ પેથાણી, સુરત)

કાશ્મીરમાં રોજ આપણા આટલા બધા સૈનિકો મરે છે...એનું શું કરવાનું ?

-આપણે ત્યાં કઇ સભા કે પ્રોગ્રામમાં 'રાષ્ટ્રગીત'કે 'વંદે માતરમ'ગવાય છે...? જવાનોને જીવાડવાની જવાબદારી એમની એકલાની જ છે ? જે પ્રોગ્રામમાં મને બોલાવાય છે, ત્યાં પહેલા રાષ્ટ્રગીત ગવાવાનું હોય તો જ હું જઉં છું, એ મારી પહેલી શરત હોય છે.
(કમલેશ પટેલ, અમદાવાદ)

યોગીજીની બરોબરી કરી શકે, એવા ગુજરાતના કયા મુખ્યપ્રધાન તમને દેખાય છે ?

-ધાર્મિક કે સ્વાગત સમારંભો છોડીને રાજ્યનું ભલું વિચારવા માંડે, તો અત્યારના મુખ્યમંત્રી ય ચાલે !
(જીજ્ઞોશ એમ. ચાવડા, પોરબંદર)

લોકડાયરાઓમાં હવે ફિલ્મી ધૂનોએ પ્રવેશ કરવા માંડયો છે...

-અત્યંત પ્રસન્ન અને ભાવુક થઇને ડાયરાના જે કલાકારના ચરણસ્પર્શ કરવા જઇએ, ત્યારે ખબર પડે, આટલા સન્માન્નીય કલાકારને ડાયરા વિના ચાલે, દારૃ વિના નહિ!
(જય જોશી, પોરબંદર)

તમે પોલિટિક્સમાં જોડાશો ખરા ? હા, તો કેમ ?

-નહિ જોડાઉં... અમારા સાહિત્યજગત જેટલું છીછરૃં પોલિટિક્સ તો દિલ્હીમાં ય નથી.
(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઇ)

તમારા નામ પહેલા 'શ્રીશ્રીશ્રી'ક્યારે લગાવશો ?

-જ્યારે હું ધર્મને બાજુ પર રાખીને દેશનો આધ્યાત્મિક વિકાસ કરતો થઇશ ત્યારે.
(વિપુલ મકવાણા, શામપરા-સિદસર)

તમે કેરીના રસને બદલે કેરીની કાપેલી ચીર ખાઓ છો ખરા ?

-હથેળીમાં મીઠું રાખીને...! જ્યારે મારી સામે કોઇ બેન્ડબાજાંવાળો વાજું વગાડતો હોય ત્યારે.
(દિવ્યા સાણંદીયા, સુરત)


 

Post Comments