Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર- અશોક દવે

મેહબૂબા મુફ્તિ ક્યારેય કૅમેરામાં જોઈને કેમ બોલી શકતા નથી ?

- શરમથી લાજી મરવા કરતા આડું જોઈ લેવું સસ્તું પડે.
(નરેશ પ્રજાપતિ, સુરત)

અમદાવાદનો સમાવેશ 'વર્લ્ડ-હેરિટેજ'માં થયો, તમારો કેમ નહિ ?

- મારે મરવાનું હજી બાકી છે.
(ડૉ.મહેન્દ્ર મૈસુરીયા, અમદાવાદ)

મારે તમારા જેવું લેખક બનવું છે. શું કરવું ?

- રોજ રાત્રે પરમેશ્વરનું નામ લઈને સૂવાથી સારા વિચારો આવશે... આવા નહિ !
(છત્રસિંહ શેખવા, ફરેણી-ધોરાજી)

તમે અમુક સવાલના જવાબ આપવામાં ધમકાવી નાંખો છોે...!

- હાથ જોડી જોડીને લખીએ છીએ કે, સવાલ પૂછવા તમારું નામ, સરનામુ, મોબાઈલ નંબર લખો. નથી માનતાને તો ય ધમકાવી શકાતા નથી. શું કરવું બોલો !
(મૂકેશ.કે.શાહ, અમદાવાદ)

અમદાવાદને હૅરિર્ટજ- સિટીમાં મુકાયા પછી શહેરમાં કોઈ સુધારો થશે ?

- હા. અમદાવાદ સિહોર જેવું લાગવા માંડશે.
(વૃષિ પરમાર, સિહોર)

શ્રીમદ્ રાજચંદ્રના જન્મસ્થાન વવાણીયાની ઉપેક્ષા થઈ રહી છે.

- અત્યારે માહૌલ ચૂંટણીનો છે.. માર દો હથૌડા..! કોઈ પણ પક્ષને કહો. કામ થઈ જશે.
(કુલદીપસિંહ જાડેજા, મોટા દહીંસરા-મોરબી)

'લવ'વિશે તમારો અનુભવ ?

- બે બાળકો છે.
(નીલેશ પઢિયાર, આંકલાવ)

સત્યનો હંમેશા વિજય થાય છે, એ કેટલું સાચું ?

- આ સત્ય તો ગુજરાતની ચૂંટણીનાં પરિણામો આવશે, ત્યારે ય સિધ્ધ નહિ થાય !
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

પહેલા 'એન્કાઉન્ટર'ઊભું આવતું, ત્યારે હાસ્ય દોડતું હતું. હવે આડું થયા પછી હાસ્ય પણ સૂઇ ગયું લાગે છે...

- એ વખતે તમે દોડતા દોડતા છાપું વાંચતા હતા ?
(ચિંતન માખેચા, રાજકોટ)

અસદુદ્દીન ઓવૈસી વિશે તમે શું માનો છો ?

- કંઈક માનવું પડે, એટલો અગત્યનો એ માણસ નથી.
(બલવંતસિંહ સોલંકી, છાણી)

સુપર્ણખા જેવી રાક્ષસણીની પણ ચૉઇસ જોરદાર હતી, નહિ ?

- એ જનમમાં કદાચ હું લક્ષ્મણ હતો.
(દ્રષ્ટિ ઢેબર, જામનગર)

આપણા દેશમાં રાષ્ટ્રપતિ તરીકે સ્ત્રી આવે તો રાષ્ટ્ર'પતિ'જ કહેવાય ?

- શબ્દની રમત છે. બાકી એ સર્વોચ્ચ બંધારણીય હોદ્દો છે... જેનું ગૌરવ એક સ્ત્રી જાળવી શકી નહોતી.
(ટી.વી.બારીયા, વડોદરા)

શું જાણીતા લેખકો અને ધર્મગુરુઓએ 'બેટી બચાઓ' આંદોલનમાં સક્રિય થવું ન જોઈએ ?

- આ બન્ને જાતો રાષ્ટ્રગીતના ગૌરવ માટે ય સક્રિય કાંઈ કરતી નથી, ત્યાં 'બેટી-બચાઓ'...?
(નીલમ કે.પટેલ, સુરત)

કવિઓને વરસાદી સાંજે જ પ્રિયતમા યાદ આવતી હશે ?

- પેલી હજી સુધી છત્રી પાછી આપી ગઈ ન હોય, તો યાદ તો આવે જ ને ?
(જીતેન્દ્ર કેલા, મોરબી)

આપણો દેશ આઝાદ ક્યારે થશે ?

- ૧૫ ઓગસ્ટ, ૨૦૧૪૭ના દિવસે.
(મહેશ ચાવડા, ગાંધીનગર)

ધર્મને રાજકારણ સાથે જોડાવવું કેટલું યોગ્ય છે ?

- બન્નેનું દેશ સાથે જોડાવું જરૃરી છે.
(જગજીવન મેતલીયા, ભાવનગર)

સાતમ- આઠમના તહેવારો નજીક આવતા જાય, એમ તમને કોઈ ઉત્સાહ ચઢે કે નહિ?

- એ કે અન્ય તહેવારો ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી જેટલા અગત્યના નથી.
(રહીમ મલકાણી, ભાવનગર)

કુમ્બલે જેવા બાહોશ કોચ સાથે રાજકારણ રમવામાં કોહલી- શાસ્ત્રીની જેમ તેન્ડુલકરે પણ સાથ આપ્યો. આ યોગ્ય કહેવાય ?

- કુમ્બલેનો ય શું વાંક હતો, એની મને કે તમને ક્યારે ય ખબર પડવાની ખરી ?
(રોહિત યુ.બુચ, વડોદરા)

લોકો પહેલા સૅલરી, પછી જ્વૅલરી અને હવે ગેલેરી સંતાડે છે...

- તમે ડિસ્ટિલરીનું કાંઈ ન પૂછ્યું !
(દેવેન્દ્ર જાની, પેથાપુર)

મોબાઈલની ટૅકનોલોજી વધવાની સાથે લોકોની ઊંઘે ય ઘટી રહી છે ?

- આ કમ્પ્યૂટરમાં કઈ ટૅકનોલોજી વપરાય છે ?
(અ.રહેમાન આઈ.બોગલ, ધન્ત્યા)

પાનના ગલ્લે મોંઢામાં ડૂચો મારીને ઊભા રહેતા લોકોના હાથમાં હૅન્ડ-ગ્રેનેડ પકડાવીને બૉર્ડર પર મોકલી દેવા ન જોઈએ ?

- હા, પણ ત્યાં પાનની દુકાન હશે ?
(તુષાર સુખડીયા, હિમતનગર)

આપણા દેશની રાજધાની દિલ્હીને બદલે ગાંધીનગર ન હોવી જોઈએ ?

- ગાંધીનગરમાં હોય તો ય શું કાંદા કાઢી લેવાના છે ?
(મહેશ એમ. પરમાર, ગાંધીનગર)
 

Post Comments