Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

મંત્રગાનજનિત ધ્વનિનાં સ્પંદનો અત્યંત ઉપચારક અસર ઉત્પન્ન કરે છે !

ઓમ્નું ઉચ્ચારણ સર્વાધિક રેઝોનન્સ પેદા કરે છે. ઓમ્ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે ત્યારે અન્ડરટોન અને ઓવરટોન બન્નેનો પ્રભાવ ઉત્પન્ન થાય છે

શતપથ બ્રાહ્મહણમાં કહેવામાં આવ્યું છે - 'વાગેવ વિશ્વા ભુવનાનિ જજ્ઞો વાચ ઇત્સર્વમમૃતં યચ્ચ મર્ત્યમ્ - વાક્ આ સૃષ્ટિનું મૂળ તત્ત્વ છે. તે મનુષ્ય લોકનું અમૃત છે.

શબ્દોમાં જે શક્તિઓ ભરી છે તે અદ્ભુત છે.' ઋગ્વેદ પણ કહે છે - યાવદ્ બ્રહ્મ વિષ્ઠિતં તાવતી વાક્ જેટલું વિશાળ બ્રહ્મ છે એટલી જ વિશાળ વાક્ છે. વાક્ એ જ નાદ બ્રહ્મ છે. નાદ ધ્વનિ છે અને ધ્વનિ કંપન (વાઈબ્રેશન) છે. આખું બ્રહ્માંડ ધ્વનિથી બનેલું છે. આપણું શરીર પણ ધ્વનિની જ પ્રતિક્રિયા છે. મનુષ્ય એક જૈવ-દોલક (બાયોઓસિલેટર) છે.

સ્પેકટ્રમ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, કેલિફોર્નિયાના ડિરેકટર સ્ટિવન હેપર્ન કહે છે કે આપણે બધા ધ્વનિના મહાસાગર વચ્ચે રહીએ છીએ. આમાં કેટલાક ખાસ ધ્વનિઓના કંપન અત્યંત લાભકારક છે. બલ્ગેરિયાના ધ્વનિવિજ્ઞાાની ડૉ. ખોજાનોવ એક પ્રયોગ દરમિયાન વિશેષ તાલનો ઉપયોગ કરી પ્રયોગપાત્રોને સામાન્ય અવસ્થામાંથી ગાઢ શિથિલીકરણની સમાધિ દશામાં લઇ ગયા હતા.

ધ્વનિનાં સ્પંદનો વિશે ઇટાલીના મહાન વિજ્ઞાાની ગેલિલયો ગેલિલીએ સોળમી સદીના અંતમાં થોડા પ્રયોગો કર્યા હતા. એ પછી સત્તરમી સદીના મધ્યમાં રોબર્ટ હૂક નામના વિજ્ઞાાનીએ પણ થોડા પ્રયોગો કર્યા. અઢારમી સદીના અંતમાં જર્મન ભૌતિકવિજ્ઞાાની અને સંગીતકાર, એકોસ્ટિક સાઉન્ડના પિતા સમા અર્નેસ્ટ ચલાડની(Ernest chladni)એ ઓક્ષ્ફર્ડ યુનિવર્સિટીના રોબર્ટ હૂકના પ્રયોગોનું પુનરાવર્તન કર્યું અને એમાં થોડો ઉમેરો પણ કર્યો.

બેઝલ સ્વીટ્ઝરલેન્ડમાં જન્મેલા હેન્સ જેની (૧૯૦૪-૧૯૭૨)એ ધ્વનિ અંગે ૧૪ વર્ષ સુધી ખૂબ ઘનિષ્ટ સંશોધનો કર્યા. એમણે ધ્વનિવિજ્ઞાાન એટલે કે સીમેટિક્સ (Cymatics)  ક્ષેત્રે વિવિધ પ્રયોગો કરી જણાવ્યું કે સીમેટિક્સ કુદરતમાં કામ કરતું સાઉન્ડ મેટ્રિક્ષ છે. પહેલું અસ્તિત્વ આકૃતિનું નહિ, પણ ધ્વનિનું હતું.

તરંગો પદાર્થના નિર્માણનું કાર્ય અને રૃપાંતરણ પણ કરે છે. ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકામાં ડૉ. જેનીએ પાણી, દૂધ, લિક્વિડ પ્લાસ્ટિક, રેતી, ધૂળ જેવા પદાર્થો પર ધ્વનિના તરંગોની અસર પડે છે તેને લગતા પ્રયોગો કર્યા. જેનીએ એવું યંત્ર બનાવ્યું જેમાં ક્રિસ્ટલ ઓસિલેટર (દોલક) સાથે ધાતુની પ્લેટ જોડવામાં આવી હતી. આ ઓસિલેટરને ફ્રિક્વન્સી જનરેટર કન્ટ્રોલ કરતા હતા, જે વિશાળ રેન્જના વાઇબ્રેશન્સ પેદા કરી શક્તા હતા.

ધાતુની પ્લેટ પર પ્રવાહી, રેતી કે ધૂળ મૂકવામાં આવતી. પછી એમને ધ્વનિથી આંદોલિત કરવામાં આવતા ત્યારે એમની આકૃતિઓમાં ફેરફાર થઇ જતો હતો. યંત્રના છેડે એક માઇક્રોફોન પણ જોડવામાં આવ્યું હતું જેમાં વ્યક્તિ પોતાના મુખેથી શબ્દ ધ્વનિનું ઉચ્ચારણ કરે એના તરંગો પડદા પર દ્રશ્ય આકૃતિના રૃપમાં ફેરવાઈ દ્રશ્યમાન થતા હતા. આ યંત્રનું નામ આપવામાં આવ્યું છે 'ટોનોસ્કોપ'.

ટોનોસ્કોપ એવું યંત્ર છે જે ધ્વનિને આકૃતિ રૃપે બદલીને પડદા પર દેખાડે છે. જ્યારે ટોનોસ્કોપના માઇક્રોફોનમાં સંસ્કૃત અને હિબૂ્ર જેવી પ્રાચીન ભાષાના શબ્દો ઉચ્ચારવામાં આવ્યા ત્યારે પ્લેટ પરના રેતીના કણો વિખેરાઇને એ રીતે ગોઠવાઈ ગયા જે આકારથી એ લખવામાં આવે છે.

એટલે કે અક્ષરનું જે લેખિત રૃપ છે. માનો કે મીન એમ બોલવામાં તો ઢગલા રૃપે રહેલા રેતીના કણો આંદોલનથી વિખેરાઈને મીન લખેલા શબ્દોનો જ આકાર ગ્રહણ કરી લે છે ! જેનીએ ધ્વનિથી શબ્દરૃપાંતરણના આ પ્રયોગોના ફોટા પણ લીધા અને ફિલ્મ પણ ઉતારી હતી. ટોનોસ્કોપમાં ઓમ (ॐ) ના ઉચ્ચારણને લગતા પણ ઘણા પ્રયોગો થયા.

એમાં જ્યારે 'ઓમ' ધ્વનિ ઉચ્ચારવામાં આવ્યો ત્યારે 'ઓ' બોલતાં જ પૂર્ણ વર્તુળાકાર બિંદુ રૃપે પરિવર્તિત થઇ ગયો અને 'મ' બોલતાં જ સમકેન્દ્રી ચતુષ્કોણ, ત્રિકોણ વગેરે આકારો ધારણ કરી ॐ કારની પૂર્ણ આકૃતિ કે પ્રતીક રૃપે આલેખાઈ ગયો. એ સહેજ જુદી રીતે ઉચ્ચારવામાં આવ્યો ત્યારે શ્રીયંત્ર (શ્રીચક્ર)ના આકારમાં ફેરવાઈ ગયો હતો.

ઓમ્નું ઉચ્ચારણ સર્વાધિક રેઝોનન્સ પેદા કરે છે. ઓમ્ ધ્વનિનું ઉચ્ચારણ થાય છે ત્યારે અન્ડરટોન અને ઓવરટોન બન્નેનો પ્રભાવ ઉત્પન્ન થાય છે. તે અસ્તિત્વની ગહનતામાં લઇ જાય છે, આખા બ્રહ્માંડ સાથે જોડાવાની સ્થિતિ (connectedness) ઉત્પન્ન થાય છે અને ઉપચારક (healing) શક્તિ ઉત્પન્ન થાય છે. વિયેનાના ડૉ.લેસર લેસારિયોએ સાઉન્ડ થેરેપીના પ્રયોગોથી એમની હોસ્પિટલના અનેક રોગીઓને રોગમુક્ત કરી સ્વાસ્થ્ય પ્રદાન કર્યું હતું. એમણે યોંગિક પ્રાણાયામમાં ॐ કારનું ઉચ્ચારણ કરાવી મનને શાંતિ અને શરીરને સ્વાસ્થ્ય અપાવ્યું હતું.

અનાદિ ॐ કારના સ્પંદનના ઊંચા-નીચા આરોહ અવરોહને ધ્યાનમાં રાખી તત્ત્વજ્ઞાાનીઓએ એને સાત સૂરોમાં વિભાજિત કર્યા. સા, રે, ગ, મ, પ, ધ, નિ. આ ૭ સૂરો ॐકારના ધ્વનિનું જ વર્ગીકરણ છે. આ સ્વરોથી જ સમગ્ર સ્વરશાસ્ત્રનો આવિર્ભાવ થયો અને એનાં ઉદાહરણ રજૂ કરવાના હેતુથી જ અનેક રાગ-રાગિણીઓ ઉત્પન્ન થાં. આ જ સ્વરોની ક્ષેત્રીય ધ્વનિપ્રિયતાના આધાર પર અનેક વાદ્યયંત્રોની રચના થઇ. કંઠના ક્રમબધ્ધ ગુંજનને ગાયન અને વાદ્યયંત્રોની સંગતિને વાદન કહેવામાં આવે છે. ગાયન અને વાદન બન્નેને ભેગું કરીને સંગીત બને છે. ગાયન અને વાદન બન્નેને અલગ અલગ પ્રસ્તુત કરી શકાય છે.

આમેલિતા ગલિગુર કુરસી નામની એક છોકરી બાળપણથી લકવાનો શિકાર થઇ ગઇ હતી. એના હાથ કે પગ કામ કરી શક્તા નહોતા. એના ઇલાજ માટે મોટા મોટા ડોક્ટરોએ પ્રયત્નો કર્યા હતા પણ કોઈ ફાયદો થયો નહીં. કોઇએ તેને સંગીત ચિકિત્સાનો ઉપાય બતાવ્યો તે નિયમિત રીતે ગાવાનો અભ્યાસ કરવા લાગી. સંગીતનું જ્ઞાાન મળ્યા બાદ તે અત્યંત ભાવ વિભોર બની ઇશ્વરની આરાધના કરતી હોય એમ ગાવા માંડી.

તે ધીરે ધીરે સ્વસ્થ થવા લાગી. તે હાથનો ઉપયોગ કરીને કોઈ વાજિંત્ર કે તબલાં વગાડી શક્તી નહોતી પણ પછી તેય વગાડવા લાગી. તે પછી તો તે ચાલવા લાગી, દોડવા લાગી અને હાથ-પગથી બધા કામ પણ કરવા લાગી. તે બધી રીતે સ્વસ્થ થઇ ગઇ એના ૧૮ વર્ષ બાદ તેણે લખ્યું છે - 'છેલ્લાં ૧૮ વર્ષોમાં હું એકવાર પણ બીમાર પડી નથી. હું દરરોજ અડધો કલાક ગાયન કરું છું.'

ભારતના મહાન સંગીતકાર તાનસેનની બાબતમાં કહેવામાં આવે છે કે તે જન્મથી મૂંગા હતા. સાત વર્ષની ઉંમર સુધી એમને બોલતાં આવડતું નહોતું. એમના પિતા મકરંદ અને માતા કાલિંદી બાઈ તાનસેનના મૂંગાપણા માટે અનેક ઉપચારો કરાવી ચૂક્યાં પછી પણ કોઈ ફરક ન પડયો. પણ અંતે મંત્ર અને સંગીત ઉપચાર સફળ થયો. તે વખતના મૂર્ધન્ય ગાયક મહંમદ ગોસ પાસે તેને લઇ જવામાં આવ્યો. તેમણે તેને ઉપચારક સંગીત સંભળાવ્યું. તેને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાાન આપ્યું અને તેને પોતાની સાથે ગાવા પ્રોત્સાહિત કરવા લાગ્યા.

એક દિવસ સાચે જ ચમત્કાર ઘટિત થઇ ગયો. તાનસેનનું જન્મજાત ગૂંગાપણું દૂર થઇ ગયું. તે બોલતા થઇ ગયા એટલું જ નહીં, અદ્ભુત ગાતા થઇ ગયા. ધ્વનિચિકિત્સાએ દુનિયાને શાસ્ત્રીય સંગીતનો મહાન ગાયક ભેટ આપ્યો. મહંમદ ગોસે તાનસેનની જેમ બીજા અનેક ગંભીર, કષ્ટદાયક બીમારીઓથી પીડાતા લોકોનો સંગીતના મધુર અને વિસ્મયકારી ધ્વનિથી ઉપચાર કરી સંપૂર્ણ રીતે રોગમુક્ત કર્યા હતા.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments