Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવાદનું કેન્દ્ર બનેલું અયોધ્યા આજે કેવું છે?

અયોધ્યા, અવધપુરી, કૌશલપુર જેવા નામોથી ઓળખાયેલી-ઓળખાતી આ ભૂમિનો ભારતના સાંસ્કૃતિક-સામાજિક-રાજકીય ઈતિહાસમાં અનોખો આદર છે. અયોધ્યામાં થયેલી ઉથલ-પાથલની અસર ભારતવર્ષમાં વર્તાઈ હોવાના પુરાવા કૈકેયીના વચનથી લઈને ૧૯૯૨માં વિવાદિત ઢાંચાં સુધીના ઈતિહાસમાં નજર કરવાથી મળી રહે છે. કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહેલી એ રામની નગરીમાં રામ છે? રામ સિવાય બીજું શું છે? કેવું છે? 'અયોધ્યા'નો એક અર્થ થાય છે - 'જ્યાં યુદ્ધ ન થાય એ ભૂમિ'. એ અયોધ્યા માટે દાયકાઓથી ચાલી રહેલું યુદ્ધ અદાલતના આંગણે અંતિમ તબક્કામાં છે, ત્યારે અહીં રજૂ કરીએ છીએ, અયોધ્યા ખૂંદી વળ્યા પછીની વાસ્તવિક સ્થિતિનો ચિતાર...

મંદિર યહાઁ બનાયેંગે

આ એ સ્થળ છે જે વિવાદિત છે. આ રામ જન્મભૂમિ છે. સાત કોઠા ભેદીને ચક્રવ્યૂહ પાર કર્યા પછી જે સ્થળે ભગવાન રામના દર્શન થાય છે તે આ સ્થળ છે. તંબુ લાગતું આ સ્થળ જ અયોધ્યા અથવા કહો કે (રાજકીય અને ભાવનાત્મક એમ ઘણી બધી રીતે) ભારતનું કેન્દ્રબિંદુ છે. તુલસીદાસજીએ જેમને ૧૪ ભુવનના પતિ ગણાવ્યા છે એ રાજા રામના દર્શન અહીં થાય છે...

'સામાન-મોબાઈલ યહાં પર જમા કરવા દીજીયે..'  રામ જન્મભૂમિ તરફ સાંકડી-ઢાળવાળી ગલીમાં આગળ વધતા સૌ ભક્તોને પહેલી સૂચના આ જ મળે. સામાન જમા કરાવવાની સરકારી વ્યવસ્થા છે, ત્યાં મોબાઈલ સહિતનો સામાન જમા કરાવ્યા પછી જન્મભૂમિ તરફના કોઠા શરૃ થાય.

ત્રેતા યુગમાં અયોધ્યાની ગાદી પર રાજ કરનારા રધુ વંશના રાજા રામને કોઈ સુરક્ષાની જરૃર ન હતી પરંતુ અહીં ૨૦૧૮ની સાલમાં જન્મભૂમિની સુરક્ષા કાજે ૨ હજાર જેટલા ઉત્તર પ્રદેશ પોલીસના જવાન અને ૨૦૦-૩૦૦ જેટલા 'સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)'ના હથિયારબંધ કમાન્ડો ચોવીસે કલાક ખડે પગે રહે છે.

જન્મભૂમિનો વિવાદાસ્પદ વિસ્તાર ૨.૭૭ એકરનો છે અને ત્યાં એટલા વિસ્તારમાં જ સવા બે હજાર જેટલા સુરક્ષાકર્મી હાજર છે. એટલે કે દર પાંચ ચોરસ મિટરે કોઈને કોઈ સુરક્ષા-કર્મી ભૂમિનું રક્ષણ કરી રહ્યો છે. એમાં અડધાથી વધુ હથિયારબંધ છે. જોકે એ ખબર તો આગળ વધ્યા પછી પડે.. પહેલા તો હાજર રહેલા પોલીસ કર્મી દર્શનાર્થીઓની તપાસ કરી આગળ જવા દે. બજારની બન્ને તરફ વિવિધ મંદિર-મહેલાત, કોઈ પર માતા સિતાનું નામ, તો કોઈ પર રાજા દશરથનું.. એ રસ્તો આગળ જતાં અચાનક અટકી જાય. કેમ કે ત્યાં તમારી ફરી એક વખત તપાસ થવાની છે.

અવધી ભાષા મિશ્ર થયેલી હિન્દીમાં પુલીસકર્મી સૌ કોઈને પૂછે... 'ચેક કરવાયા ક્યા?' તમે હા પાડો કે ના પાડો.. ફરીથી ચેકિંગ થાય. પાકિટ લઈ જવાની છૂટ પણ એમાં એકે એક વસ્તુ તપાસવામાં આવે. થોડું ચાલ્યા પછી બન્ને બાજુની બજારનું દૃશ્ય બદલાય અને જેલ ફરતે હોય એવી ફેન્સિંગ વાડ શરૃ થાય. પહેલી વાર અહીં આવનારા સૌ કોઈને એ વખતે કોઈ અજાણી ધરતી પર પહોંચી ગયા હોય એવું પણ લાગે. આવી સુરક્ષા સામાન્ય રીતે હાઈ સિક્ટોરિટી જેલ ફરતે હોય.

બન્ને બાજુ લોખંડના મજબૂત પાઈપથી ઊભી કરેલી વાડ, ઉપર ગોળાકાર તારના ગૂંચડા, થોડા થોડા અંતરે વૉચ ટાવર અને ભક્તોનું ધ્યાન ન પડે એવી જગ્યાએ ગોઠવાયેલા સીસીટીવી કેમેરા.. એ બધુ જોતાં આગળ વધીએ ત્યાં વધુ એક વખત ચેકિંગ કરાવાનો સમય થઈ જાય. 'ચેક કરવાઈએ...' ત્રીજી વખત ચેકિંગ પછી ભૂગોળ ફરીથી બદલાય. પાંચ-છ ફીટ પહોળો રસ્તો હવે ૨ ફીટની સાંકડી ગલીમાં પરિવર્તિત થયો છે.

લોખંડની ગ્રીલ, ગ્રીલ પર વળી જાળી લગાડેલી, પ્રાણી સંગ્રહાલયમાં પક્ષીના પાંજરા ઉપર હોય એમ પાંજરા જેવા રસ્તાની  ઉપર પણ જાળી.. બન્ને તરફ આઠ-દસ ફીટના અંતરે ઈન્સાસ રાઈફલ સાથે સીઆરપીએફના જવાનો.. એ પછી પણ ફરીથી બીજી દીવાલ.. અંદર પહોંચેલા લોકોને ભાગ્યે જ દિશા, સ્થળ, સમયનું ભાન રહે એવી સુરક્ષા વચ્ચેથી પસાર થયા પછી ચોથી વખત ચેકિંગ કરવાનું આવે.

૧૯૯૨ પછી ઘણા વર્ષો સુધી જન્મભૂમિ વિસ્તાર ખુલ્લો હતો. લોકો દૂરથી જોઈ શકતા, આસાનીથી આવ-જા કરી શકતા હતા. પરંતુ ૨૦૦૫માં આ ભૂમિ પર લશ્કર-એ-તોયબાના આતંકીઓએ હુમલો કર્યો હતો. પાંચેય આતંકી તો ઠાર મરાયા પરંતુ ત્યારથી સુરક્ષાના સાત કોઠા ખડકી દેવાયા છે.

ચતુરંગિણી સુરક્ષા વટાવ્યા પછી આખરે જમણી તરફ જાળીની પેલે પાર ત્રીસેક ફીટ દૂર ટેકરા પર તંબુ વચ્ચે ભગવાન રામ બિરાજેલા દેખાય છે. અયોધ્યાનો વૈભવ છોડીને ૧૪ વર્ષ વનમાં રહેલા રામ અહીં ૧૯૯૨થી એટલે કે ૨૬ વર્ષથી તંબુ નીચે જ રહે છે. જ્યારે ક્યારે પણ ચૂકાદો આવશે ત્યારે તંબુની જગ્યાએ મંદિર ઉભું કરી દેવામાં આવશે.

તુલસીકૃત રામાયણમાં હનુમાનજી લંકાના પ્રવેશદ્વારે પહોંચે ત્યારે તેમને ભારે સુરક્ષાનો સામનો કરવો પડે છે. તોતીંગ ઊંચો કિલ્લો, કદાવર દરવાજા અને દરવાજા બહાર ખુલ્લા ખડક સાથે લંકીની નામની કદાવર રાક્ષસણી પહેરો ભરી રહી છે. એ તો લંકા હતી.. પણ આજે કોઈ અયોધ્યા જન્મભૂમિ સુધી પહોંચવાનો પ્રયાસ કરે તો તેમનેય આવી સુરક્ષામાંથી પસાર થવું પડે. પરંતુ ભગવાન સુધી પહોંચવાનો એ અનુભવ અનોખો છો. વળી ઈશ્વર સુધી સહેલાઈથી નથી પહોંચી શકાતુ અ અહીં સાબિત પણ થાય છે.
 

Post Comments