Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકીય ગપસપ

યોગીનું એન્કાઉન્ટર

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સામે તેમના વિધાનસભ્યો બોલવા લાગ્યા છે. છેલ્લા પેટા ચૂંટણીમાં યોગી આદિત્યનાથે સંસદની બેઠક ગુમાવી છે. ભાજપના મોવડીઓને આપેલા પ્રોમીસમાં તે ગોરખપુર પછી બીજીવાર ખોટા પડયા છે. યોગી આદિત્યનાથ તેમની ટાલ પર હાથ ફેરવતાં કહે છે કે વિધાનસભામાં ભાજપને ખોબલે-ખોબલે મત આપનારા પેટા ચૂંટણીમાં શા માટે ફરી ગયા ? યોગીના પ્રશ્નોનો જવાબ કોઇ પાસે નથી. રાજકારણી ગમે એટલો સક્ષમ હોય પણ ચૂંટણી ના જીતી શકે તો તે નકામો ગણાય. યોગી આદિત્યનાથે સત્તા પર બેસવા સાથે જ એન્કાઉન્ટરનો સીલસીલો શરૃ કરી નામના મેળવી હતી. જોકે ચર્ચા એવી છે કે ૫૬ એન્કાઉન્ટર કરનાર યોગીનું એન્કાઉન્ટર પ્રજાએ કર્યું છે..

દિનેશ શર્મા અને સીતા માતા

રાજકારણીઓ બોલવા ચઢે એટલે તેમની લૂલી કાબુમાં નથી રહેતી. ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન દિનેશ શર્મા આમ તો, લર્નેડ છે - હોંશિયાર છે પરંતુ તેમની લૂલી પણ પાટા પરથી ગયા અઠવાડીયે ઉતરી ગઇ હતી. આગળ બેઠેલાઓ તેમની બોલીને વધાવતાં હતાં. એટલે તે પ્રાચીન અને આધુનિક સ્થિતિની સરખામણી કરવા લાગ્યા. એક તબક્કે તો તેમણે એમ કહી દીધું કે સીતા માતાના જન્મ સમયે આધુનિક ટેસ્ટ ટયુબ બેબીની સરખામણી કરતાં - કરતાં તેમણે ભયડી નાખ્યું કે મા સીતાનો જન્મ પણ પ્રાચીન સમયની ટેસ્ટટયુબ બેબી તરીકે થયો હતો. સીતાજી વંદનીય છે પણ દિનેશ શર્મા જેવા નાયબ મુખ્ય પ્રધાનના અધકચરાં જ્ઞાાનને તો બે હાથ ને ત્રીજું માથું એમ કહી શકાય.

ગીરીરાજ કિશોર થ્રો-બોલર

ભાજપ જ્યારે કોઇ મુદ્દે ઘેરાઇ જાય ત્યારે તે તેમના થ્રો-બોલરોને મેદાનમાં ઉતારે છે. ભાજપ પાસે થ્રો-બોલરોમાં ગીરીરાજ કિશોર મોખરે છે. તાજેતરમાં કાશ્મીર સરહદે એકતરફી યુધ્ધ વિરામ જાહેર કરાયો ત્યારે વિવાદ થયો હતો. સરકાર ભીંસમાં મૂકાઇ કે તરત જ વિવાદનો બોલ ગીરીરાજ કિશોરને આપવામાં આવ્યો હતો. ગીરીરાજે એકવાર કહ્યું હતું કે જેને ભારતમાં ના ફાવે તે કાશ્મીર જતા રહે !! આ માણસ થ્રો-બોલર છે. વિવાદમાં તે તડ-ફડ કરનારા છે. યુધ્ધ વિરામના મુદ્દે તેમણે વિરોધીઓ પર ઉપરા-છાપરી એવા થ્રો-બોલ નાખ્યા કે બિચ્ચારા વિરોધીઓ ઠંડા પડી ગયા હતા. ભાજપ પાસે ગીરીરાજ એ સંકટ સમયની સાંકળ સમાન છે.

કુમાર સ્વામી માટે ભારે દિવસો

કર્ણાટકના મુખ્ય પ્રધાન પદે કુમાર સ્વામી બેસી તો ગયા પણ હવે તેમની મુશ્કેલી શરૃ થશે. કોંગ્રેસ પાસે તેમના કરતા વધુ સભ્યો છે અને તેમણે ટેકો આપીને સરકાર રચવા દીધી હતી. કુમાર સ્વામીની અગ્નિ પરીક્ષા હવે શરૃ થશે. કોંગ્રેસની નજર કર્ણાટકની લોકસભાની ૪૦ બેઠકો પર છે. કોંગ્રેસને કર્ણાટકમાં રસ નથી એમ કુમાર સ્વામીને પણ કોઇ રસ નથી. સત્તા પર બેઠેલા બંનેની નજર લોકસભાના જંગ પર છે. સમસ્યા તો બેઠકોની ફાળવણી થશે ત્યારે થવાની છે. કુમાર સ્વામીએ અત્યારથી જ ૨૦ બેઠકો માગી છે. કુમાર સ્વામી માટે ભારે દિવસો આવી રહ્યા છે..

કેજરીવાલને સ્વભાવ નડે છે

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એટલા બધા લોકોને ભ્રષ્ટાચારી કહ્યાં છે કે હવે કોઇ તેમનો હાથ પકડવા તૈયાર નથી. વિરોધ પક્ષની એકતામાં તેમની પણ જરૃર છે પરંતુ આ માણસની સાથે રહેવા કોંગ્રેસ તૈયાર નથી એટલે તૃણમુલ નેતા મમતા બેનરજી સાથે સંબંધો વિસ્તાર્યા હતા. પરંતુ તેમનું અપમાન તો બેંગલુરૃમાં કુમાર સ્વામીના શપથ સમારોહમાં થયું હતું. તે હોંશે-હોંશે સ્ટેજ પર તો ચઢી ગયા હતા પણ તેમનું સ્થાન ક્યાંય નહોતું એટલે નીચે ઉતરી ગયા હતા. ત્યારબાદ પણ જ્યારે માયાવતી સોનિયા ગળે મળ્યા ત્યારે પણ તેમને કોઇએ સ્ટેજ પર નહોતા બોલાવ્યા. અરવિંદ વીલા મોંઢે બેસી રહ્યા હતા..

ઉધ્ધવ ઠાકરે પાસે ચાવી

મહારાષ્ટ્ર સરકારની ચાવી ઉધ્ધવ ઠાકરે પાસે છે. રોજ સવારે તે ભાજપને ઁએક કડવો ડૉઝ પીવડાવી દે છે. શિવસેના અને ભાજપની વિચારસરણીની વૅવ-લૅન્થ એક સમાન છે. મહારાષ્ટ્રમાં શિવસેના વગદાર છે. ભાજપને આપેલ ટેકો તે પાછો ખેંચે તો ભાજપે અન્યત્ર હાથ લંબાવવો પડે એમ છે. શિવસેનાની કમનસીબી એ છે કે ઉધ્ધવ ઠાકરેને મોદી અને અમિત શાહ સાથે ઘર જેવા સંબંધો છે પણ મહારાષ્ટ્ર ભાજપના સ્થાનિક નેતાઓ તેમને ગાંઠતા નથી. ભાજપ અને શિવસેના બંનેને એકબીજા વિના ચાલે એમ નથી એવું હોવા છતાં ભાજપવાળા તેમને નંબર-ટુ ગણે છે. પેટા ચૂંટણીમાં માર ખાઇને ભાજપ કૂણું પડયું છે એટલે શિવસેના સમયનો લાભ ઉઠાવશે તે નક્કી છે.

 

Post Comments