Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કટાક્ષ કથા

ઘરમાંય લોકશાહી

સવાઈલાલના દીકરા બંટીનું પરિણામ જોઇને એકદમ ઉછળ્યા : નપાસ ? આખું વરસ રખડી ખાધું. ચોપડી હાથમાં લીધી જ નહિ. ટયૂશનના રૃપિયા ય પાણીમાં પડી ગયા. આના કરતાં તો ડૂબી મરવું સારું.

એકદમ મમ્મી ધસી આવ્યાં : બંટીને, એમ ધમકાવશો નહિ ? નપાસ થયો તો શું થયું ?

બંટીમાં જોર આવ્યું : 'કેટલા બધા છોકરા નપાસ થયા છે ? હું એકલો નપાસ થયો નથી.'

મમ્મી કહે : 'તમે તો બધાને શિખામણો આપો છો કે બધાની સાથે રહેવું.'

પપ્પા કહે : 'નપાસ થવામાં ?'

મમ્મી કહે : 'બધામાં જ સાથે રહેવાનું હોયને ? અને બંટી તમારી ધમકીથી ડૂબી મરશે તો ? આજકાલના નાદાન છોકરા ગમે ત્યારે ગમે તેવું પગલું ભરી બેસે છે તે જાણતા નથી ? ઘરમાં એકનો એક દીકરો છે પપ્પાની બોલતી બંધ જોઈ મમ્મીએ કહ્યું : બન્ટી બેટા ! ડૂબી ના જઈશ હોં. પાસ તો આવતા વરસેય થવાશે.

એક વરસ નપાસ એટલે કાંઈ દર વરસે નપાસ નહિ, હોં !

Post Comments