Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર - અશોક દવે

આટલી ઉંમરે ધૂંઆધાર બૅટિંગ કરો છો... શું વાત છે ને કાંઇ ?
- થૅન્ક ગૉડ, કયા ફીલ્ડમાં, એ તમે નથી પૂછ્યું...!
(સુભાષ એમ. વાળા, કેશોદ)


અમારા પરિવારનો પ્રિય હીરો અક્ષય કુમાર તમારા સગામાં પણ થાય છે...!
-ઓહ... ગૂગલમાં ય આઇ ગયું... ?
(અસદઅલી મોમિન, વસો)


પાણીપૂરીને રાષ્ટ્રીય વાનગીનો મોભો કેમ ન મળવો જોઈએ ?
- તમારા જેવા દેશપ્રેમીઓ જ અમારા જેવા લાખોની પસંદગીનું 'રાષ્ટ્રીય-પીણું' આવવા નહિ દે !
(વાહિદ સૈયદ, ધંધૂકા)


ભારતને મોદીસાહેબ અમેરિકા જેવું બનાવવા માંગે છે, ક્યારે બનશે ?
- આ સોમવાર-મંગળવારે તપાસ કરો.
(ફૈઝલખાન નેદરીયા, ગાંધીનગર)


આપણી રાષ્ટ્રીયકૃત બૅન્કોનું ભવિષ્ય શું ?
- બૅન્કના સ્ટાફને ફૅમિલી સાથે રહેવા-જમવાનું, બાજુવાળા કૅશીયરની વાઇફના કિચનમાંથી દહીનું મેળવણ લઈ આવવાનું, દીકરીના લગ્ન અને ડોહાનું બેસણું... બધું બૅન્કમાં જ 'પતાવવાની' છૂટ મળશે ! બૅન્કની નોકરી કરતાં ક્યાંય મગજનું કાયમ માટે છટકી જાય તો તાત્કાલિક માનસિક સારવાર કેન્દ્રની પણ બૅન્ક તરફથી વ્યવસ્થા કરવામાં આવશે. તમારે ફક્ત ગાંડા થઇ બતાવવાનું !... કોઇ પંખો ચાલુ કરો... બૅન્કનો નહિ !
(દિપક એમ. પંડ્યા - બિલિમોરા)


'ઊલટા ચશ્મા' જોયા પછી તમને શું વિચારો આવે છે ?
- ભારતના આ સૌથી વધુ વંચાતા (અને જોવાતા) એક માત્ર સાચા હાસ્યલેખક શ્રી તારક મેહતા હાલમાં ગંભીરપણે બીમાર છે. પરમેશ્વર એમને જલદી સ્વસ્થ કરી દે, એ જ પ્રાર્થના.
(જીતેન્દ્ર કેલા, મોરબી)


ભારતના ફિક્સ પગારધારકો માટે શું સંદેશ છે ?
- ક્ષમા કરો. હવે મેં વિના મૂલ્ય સંદેશાઓ પ્રસારિત કરવાનું બંધ કર્યું છે.
(ભાવેશ કે. ચાવડા, ચલાલા-ધારી, અમરેલી)


મોદીજી તમને મળવા આવે તો દેશ માટે કંઈ માંગશો કે પોતાના માટે ?
- અફકૉર્સ, પોતાના માટે..! સરહદ પર હજી સરેરાશ રોજના દસ જવાનોને પાકિસ્તાનીઓ મારી જાય છે.. એમના દસ અને આપણો એકે ય ન હોય, એવી તો કોઈ વ્યવસ્થા ગોઠવી આપો !
(ચેતન ત્રિવેદી, અમદાવાદ અને (સિધ્ધાર્થ રઇદાસ, વડોદરા)


કાશ્મીર ગયેલા સર્વદલીય પ્રતિનિધિમંડળમાં તમે કેમ નહિ ?
- મને તો દેશની ચિંતા છે.
(જયેશ અંતાણી, ભાવનગર)


જ્ઞાતિવાદ કે જાતવાદમાં માનનારાને પોતાના પરિવારને બ્લડની જરૃર પડે, ત્યારે એ બ્લડ કઇ જાતિનું છે, તે તપાસે છે ખરા ?
- કરૅક્ટ...! એમાં ય જો હવે યુધ્ધ શરૃ થાય ......... એકલા ફાંકા ઉપર જીવી નહિ શકાય... હાથ લંબાવવો જ પડશે.
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)


ભગવાને ચાનું સર્જન જ ન કર્યું હોત તો ?
- ઊફ.. ડિસામાં હજી નથી મળતો...?
(ભરત ડી. સાંખલા, ડિસા)


તમારાં પત્નીની ફરિયાદ છે કે, 'અસ્સોક' પંખો ચાલુ કયરા વિના બેશી જાય છે... ને પછી બીજાને ઇ ચાલુ કરવાનું કિયે છે...'
- માત્ર એને એટલું બતાવી આપવા કે, તારા વગર બીજા ય આપણો પંખો ચાલુ કરવા તૈયાર છે !
(બકુલ એચ. વૈદ્ય, રાજકોટ)


લગ્નેતર સંબંધની જેમ 'લફરેતર' સંબંધ હોઈ શકે ?
- સાયન્સ આટલું બધું આગળ વધી જશે, એની મને ખબર નહોતી !
(લીના વિજય પટેલ, સુરત)


અન્ના હજારે હજી એમ માને છે કે, હજી એ પ્રસ્તુત છે.. !
- તમારા જેવા કોઇ બે-ચાર વાચકોને આ કલમ માટે ગર્વ થશે કે, કેજરીવાલ, અન્ના કે અનામતવાળાઓને અહીંથી મફત પબ્લિસિટી કદી મળતી નથી. રવિવારે આ કૉલમ ૭૫-લાખ વાચકોના હાથમાં જાય છે. અહીં તો તમને ગાળ મળે તો ય પ્રસિધ્ધિ મળી જાય ! જેને ને તેને તો આપણી ગાળે ય નસીબમાં ન હોય !
(મૂકેશ ધકાણ, વસઇ-મહારાષ્ટ્ર)


ગુજરાત અત્યારે રાજકીય રંગમંચ જેવું લાગે છે ને ?
- ગુજરાત કોંગ્રેસમાંથી કોઇ એક ફાલતુ કાર્યકર પણ મોદીને બાજુ પર મૂકીને દેશહિતની સાવ નાનકડી ય વાત કરે, તો હું તાબડતોબ કોંગ્રેસમાં જોડાઈ જવા તૈયાર છું.... (શરતોને આધીન) અલબત્ત, આવી દેશભક્તિ તો આવનારાં બસ્સ્સો વર્ષો સુધી કૉંગ્રેસ આપી શકવાનું નથી !
(તપન પી. પુરોહિત, કોડિનાર)


તમારે ધો. ૧૦ની પરીક્ષામાં કેટલા માર્ક્સ આવ્યા હતા ?
- અમારા જમાનામાં છોકરાની હાઇટ જોઇને માર્ક્સ અપાતા... હું પહેલા નંબરે પાસ થયેલો !
(વૈશાલી મકવાણા, ભાવનગર)


ઇ-મૅઇલથી જ સવાલ પૂછવાના... કેમ વૉટ્સઍપ નથી ફાવતું ?
- ઇન્જૅક્શનો જ મારવાના... ? કેમ સાણસી ઘોંચવાની નથી ફાવતી ?
(ડૉ. હેમંત રાઠવા, વલ્લભવિદ્યાનગર)


'બુધવારની બપોરે' હોઇ શકે, તો 'સોમવારની સવારે' કેમ નહિ ?
- એ હવે પંચમહાભૂતોમાં વિલીન થઇ ચૂકી છે..!
(નીલેશ જી. વાળા, કોડિનાર)


નસીબને તમે શું માનો છો ? કર્મનું ફળ કે પુનર્જન્મ ?
- છોકરું ચોથા ધોરણ જેટલું ય ભણ્યું ન હોય, છતાં આખી પાર્ટી ઉપર રાજ કરે, એને તમે શું માનો છો ?
(ભૂપેન્દ્ર સી. શાહ, અમદાવાદ)


મોહે-જો-દડો ક્યાં છે ?
- પાકિસ્તાનમાં.
(બંટી ચૌહાણ, ભાવનગર)

રોજ તમે કેટલા જવાબો આપી શકો ?
- કમાલ જવાબ આપવામાં નથી... .......... પૂછનારને ગોટે ચઢાવી દેવામાં છે !
(મધુલતા માંકડ, મુંબઇ)


તમે કેટલું ભણ્યા છો ?
- મને ડાઉટ હતો જ કે, એક ને એક દિવસે.... જવાબ નહિ આપી શકું, એવો સવાલ કોઇ પૂછશે જ... ! ઓકે.. હાલ પૂરતું ........ જેટલું મારૃં ભણતર ગણી લો ને !
(અપર્ણા ભદ્રેશ દેસાઇ , નાલા સોપારા)

Post Comments