Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર - અશોક દવે

બહુ મોંઘી કારના માલિકો સમાજને શું સંદેશો આપે છે ?

- એ જ કે, અમારી સમૃધ્ધિ ફક્ત 'બુગાટી' ખરીદવા પૂરતી જ છે. (આ 'બુગાટી' રૃ. ૧૨-કરોડની આવે છે, જેમાં પહેલું ઑઇલ બદલવાના જ રૃ. ૨૧-લાખ થાય છે.) 'દુબાઇ'માં આ કાર પોલીસો વાપરે છે.
(દિલીપ એસ. પ્રજાપતિ, અમદાવાદ)

'ગુરૃ પૂર્ણિમા'ના પર્વે તમારા ચેલાઓ તરફથી શું શું ગિફ્ટ્સ મળી ?

- ઘણા ચેલાઓ પોતાના બાળકો રમાડવા મૂકી ગયા છે... હજી પાછા લેવા આવ્યા નથી.
(કમલ ધોળકીયા, સુરેન્દ્રનગર)

શું તમે અક્ષયકુમારની ફિલ્મ 'પૅડમેન' જોઈ ?

- ના. પણ અજય દેવગણની બેહતરીન ફિલ્મ 'રૅઇડ' જોઇ. સહુએ જોવા જેવી ફિલ્મ છે.
(પૃથ્વીરાજ કોરડીયા, અમદાવાદ)

કોઇ વાર કૂતરૃં પાછળ પડે તો શું કરો ?

- એ શું કરવા માંગે છે, એ જોવા ઊભો ન રહું.
(નીલ કાલરીયા, જૂનાગઢ)

દવે સાહેબ. વંદે માતરમ. અને જયહિંદ.

- તમે ખૂબ ગમી ગયા.
(મહેશ એમ. પરમાર, અમદાવાદ)

આજના સમયે 'મેરા ભારત મહાન' કેવી રીતે કહેવું ?

- આજથી હજારો વર્ષ પહેલા ય કહેવાતું અને હજારો વર્ષ પછી ય કહેવાશે, 'મેરા ભારત મહાન'.
(ચેતન પટેલ, નાસિક)

જો ઉત્ક્રાંતિવાદ પાછો આવે તો માણસ આદિમાનવ બને ખરો ?

- તમે બહુ કંટાળ્યા લાગો છો...
(જગજીવન મેતલીયા, ભાવનગર)

પ્રિયા પ્રકાશની જેમ તમને કોઇએ આંખ મારી છે ?

- કોઇ હાથ તો અડાડે..! આઈ મીન, કોઇ આંખ તો અડાડે...!!
(ડૉ. નીલેશ ત્રિપાઠી, અમદાવાદ)

બ્લડ-ગૂ્રપ પ્રમાણે લોહીના રંગ અલગ અલગ હોત તો ?

- તો ભારતીયોમાં ત્રણ રંગોનું લોહી મળત...કેસરી, સફેદ અને લીલો.
(જીતેન્દ્ર કેલા, મોરબી)

મોંઘવારી ઘટાડવા સરકારે શું કરવું જોઈએ ?

- મોંઘવારી કેવળ ભારતમાં જ નથી...સર્વત્ર છે, દસે દિશામાં છે. સૂચનો બધા પાસે છે, ઉપાય કોઇની પાસે નથી.
(મહેશ ધાબલીયા, મુંબઇ)

જે રોડ ઉપર કોઇ બૅન્ક હોય, ત્યાંથી પસાર થતા બીક લાગે છે...શું કરવું ?

- શક્ય હોય તો તમારી અટક માલ્યા, મોદી કે ચોક્સી રાખી દેવી.
(મહેશ સી. પટેલ, અમદાવાદ)

તમારા ગુજરાતી પૅપરમાં ઘણી કૉલમોના નામ ઇંગ્લિશમાં છે, 'ઍનકાઉન્ટર,સ્પેકટ્રોમીટર, હોરાઇઝન'... આવું કેમ ?

- ઈઝ ધૅટ સો...???
(આશા મહેતા, વડોદરા)

તમે અને મોદી આપવડાઈ કરવાનું ક્યારે છોડશો ?

- ખોટી લઘુતાગ્રંથિ રાખો છો....ગ્રો અપ, મૅન !
(હિતેશ પારેખ, વાપી)

ઘણા પુરૃષ પત્નીથી કેમ ડરે છે ?

- તમે ભાંગી ન પડતા. અમારા બધાની જેમ હિંમત રાખજો.
(કેતન ફળદુ, રાજકોટ)

તમને અત્યાર સુધીનો વાહિયાત સવાલ કયો લાગ્યો ?

- તમે તો ઇન્ટેલિજન્ટ સવાલ પૂછ્યો છે...
(ધવલ પોન્ડા, ભાવનગર)

'વૉટ્સઍપ'થી ક્યારે સવાલ પૂછાશે ?

- તમે તો રીક્ષામાં જતા હો, ત્યારે પણ પૂછી શકો.
(વૉલ્શ ક્રિશ્ચિયન, મેહમદાવાદ)

તમે ચીફ મિનિસ્ટરના ભાઇ છો, એવી ખબર પડે તો ?

- બસ. પછી તો ચીફ મિનિસ્ટરને ખબર પડવી જોઈએ.
(દીક્ષિત પટેલ, વડોદરા)

ખોટું બોલવું સાચું કે સાચું બોલવું ખોટું ?

- તમે અત્યારે સાચું બોલ્યા.
(અજય જોશી, નાસિક)

તમારા જવાબો પરથી છેલ્લા કેટલાક સમયથી લાગે છે કે, તમને ય હવે મોદી પર ભરોસો રહ્યો નથી !

- જ્યાં સુધી ભારતના વડાપ્રધાન બનવા માટે બીજો કોઇ લાયક માણસ નહિ મળે, ત્યાં સુધી મોદી

એમના સ્થાને બરોબર છે.
(નીતિન પટેલ, અમદાવાદ)

અનામત મુદ્દે કેમ કોઇ પણ પક્ષ કાંઇ બોલતો નથી ?

- તમે મતદાર હો તો અત્યારથી નક્કી કરી લો, આવતી લોકસભાની ચુંટણીમાં ભાજપ-કૉંગ્રેસની શું હાલત કરવી !
(પ્રભુતા રાકેશ પંડયા, સુરત)

બૅન્કમાંથી અબજો રૃપિયાની લોન લઇને પરદેશ રફુચક્કર થઇ જવાનો કોઇ ઉપાય...?

- હું લંડન પહોંચું, પછી મને ફોન કરજો.
(સાબિર દાહોદવાલા, પેટલાદ)

હમણાંથી દીકરીના જન્મનું પ્રમાણ ઘટી રહ્યું છે...

- અમારે તો સરકારી-સૅટ પૂરો થઈ ગયો !
(મનિષ રામાવત, દ્વારકા)

દેશમાં 'નીરવ' શાંતિ ક્યારે સ્થપાશે ?

- જ્યારે કોઇ મેહૂલનો માલ્યા.... આઇ મીન, વિજય થશે !
(ફિરોઝ હાફેઝી, બિલિમોરા)
 

Post Comments