Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિલ્લમ ફિલ્લમ

આ ટાઈગર 'શેરખાન' છે

'બાગી ટૂ'આ વરસની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં બહુ ઝડપથી ટોચ તરફ આગળ વધી રહી છે. 'સોનુ કે ટીટુ કી સ્વીટી' અત્યારે 'પદ્માવત' પછીના ક્રમે છે.

રિતિક રોશન પાસે આશા હતી એ કામ ટાઈગર શ્રોફ કરી રહ્યો છે. શાહરૃખ, સલમાન, આમીર પોતાની કરિયરની ઉંચાઈએ હતા ત્યારે રિતિક આવ્યો અને પોતાની પહેલી ફિલ્મથી જ છવાઈ ગયો. એ સમયે એવું લાગતું હતું કે શાહરૃખ-સલમાન અને આમીરની માફક રિતિકના કટ્ટર ફેન હોય તેવા લોકો સતત વધતા જશે. પરંતુ એવું બન્યું નહિ. રિતિકની ફિલ્મો સફળ થાય છે, પરંતુ રીતીકના દીવાના હોય તેવા દર્શકો કેટલા?

તમારું નામ એક બ્રાન્ડ બની જાય અને એ બ્રાન્ડ એક કલ્ટ બની જાય. મતલબ કે તમારા ફેન - ફોલોઅર્સ - ભક્તગણ સતત વધતા જાય. અને તમારો જયજયકાર કરવા માટે તેમને કોઈ લોજીકની જરૃર ના પડે.  ટાઈગર શ્રોફ આ કમાલ કરી શક્યો છે. નહીતર 'બાગી ટૂ' જેવી ફિલ્મ પ્રથમ પાંચ દિવસમાં સો કરોડની નજીક ના પહોંચી શકે.

હજી તો વેકેશનનો માહોલ શરુ પણ નથી થયો. અને આ ફિલ્મ રીલીઝ થયાના બારમા દિવસે એકસો સાડત્રીસ કરોડે પહોંચી ચૂકી છે. પ્રથમ વિકએન્ડમાં તોતેર કરોડ - એટલે સલમાન, શાહરૃખ, આમીરની સમકક્ષ કલેક્શન ગણાય. અજય દેવગનની 'રેઇડ' ત્રીજા અઠવાડિયે માંડ-માંડ સો કરોડની ક્લબમાં પ્રવેશી શકી છે. તેની સામે ટાઈગર શ્રોફની આ ફિલ્મ માત્ર છ દિવસમાં સો કરોડે પહોંચી ગઈ હતી.

'બાગી ટૂ' આ વરસની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં બહુ ઝડપથી ટોચ તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી 'સોનુ કે ટીટુ કી સ્વીટી' 'પદ્માવત' પછીના ક્રમે હતી. જેનું સ્થાન ટાઇગર શ્રોફની 'બાગી ટૂ' લઇ ચૂકી છે. એકસો દસ કરોડનો બીઝનેસ કરનારી 'સોનુ કે ટીટુ કી સ્વીટી' આ વરસની સરપ્રાઈઝ હીટ છે. આ ફિલ્મ હીટ નીવડશે એવી ધારણા હતી, પરંતુ સો કરોડની ક્લબમાં એન્ટર થશે એવું કોઈને નહોતું લાગતું. અક્ષય કુમારની 'પેડમેન' પણ હજી સો કરોડનો મેજિકલ આંક વટાવી શકી નથી.

'હિચકી' માફકસરનો બીઝનેસ કરી શકી છે, પરંતુ એ ફિલ્મ બે અઠવાડિયા પછી માંડ ત્રીસ કરોડને વટાવી શકી છે. આ વરસના ફર્સ્ટ કવાર્ટરમાં 'કાલાકાંડી', 'ઐયારી', 'મુક્કાબાઝ' - જેવી ફિલ્મો સારી ચાલશે એવું માનવામાં આવતું હતું. અનુષ્કાની 'પરી' પર પણ ઘણી આશાઓ હતી. એ બધી ફિલ્મો તદ્દન નિરાશાજનક કલેક્શન સાથે રવાના થઇ ગઈ.

'સોનુ કે ટીટુ કી સ્વીટી'ની સફળતા સાથે તે ફિલ્મના નામની પણ નોંધ લેવામાં આવી છે. મજાની વાત એ છે એક આ પ્રકારના નામ ધરાવતી ફિલ્મોની વણઝાર આવી રહી છે. બત્તી ગુલ મીટર ચાલુ, વીરા દી વેડિંગ, દિલ જંગલી, નાનુ કી જાનુ, શાદી તેરી બજાયેંગે બેન્ડ હમ, ચંદા મામા દૂર કે, સંદીપ ઔર પીન્કી ફરાર, સુઈ ધાગા- મેઈડ ઇન ઇન્ડિયા, એક લડકી કો દેખા તો ઐસા લગા, પલ પલ દિલ કે પાસ - આ બધી ફિલ્મો બની રહી છે કે આવી રહી છે.

આ ફિલ્મો સાથે સંકળાયા હોય તેવા લોકો એવું માને છે કે આ બધા નામો સૌને પોતીકા લાગે તેવા છે. ટીટુ, બીટુ, ટીંકુ, મોનુ, સોનુ, બંટી, લકી, નાનુ, જાનુ - એ બધા નામો સૌએ ક્યાંકને ક્યાંક સાંભળેલા હોય. અડોશ-પડોશ-કુટુંબમાં આ પ્રકારના નામ ધરાવતા એકાદને તો લોકો ઓળખતા જ હોય. એટલે આવા નામ ધરાવતી ફિલ્મો સાથે ઓડીયન્સ તરત કનેક્ટ કરી શકે છે. જેના કારણે બોક્સઓફિસ પર પણ ફરક પડી શકે છે.

સાચું પૂછો તો આવા કોઈ ગણિતો કામ નથી કરતા. અગાઉ ક્યારેય ના સાંભળ્યું હોય તેવા નામ ધરાવતી ફિલ્મો હીટ જાય એ પછી એ બધા નામ જાણીતા થયાના પણ દાખલા છે અને જાણીતા નામ ધરાવતી ફિલ્મો પીટાઈ ગયાના પણ દાખલા છે. ખરું કે નહિ?
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments