Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રસવલ્લરી - સુધા ભટ્ટ

સંગમ નગરીની રસભર સેર

'પ્રયાગ' એટલે પવિત્ર ત્રિવેણી  
રસરાજ અલ્હાબાદ જેવું કોઈ સ્થળ ભાગ્યે જ હશે. 'પ્રયાગ', 'પ્રયાગરાજ' અને 'તીર્થરાજ'નો તાજ એના શિરે બિરાજે છે. પવિત્રતમ તીર્થસ્થળ ત્રિવેણી સંગમ પર આ નગરીના ભાલે જ્યારે ઝળહળતો સૂર્ય ઊગે ત્યારે તે આંખો નાં અંજાઈ જાય એવું અદ્ભુત દ્રશ્ય સર્જાય. ગંગા, યમુના, લુપ્ત સરસ્વતી પૌરાણિક સંદર્ભે ત્યાં અનુભવાય. જેવી રીતે સ્વર દેખાતો નથી, વિદ્યા દ્રષ્ટિગોચર થતી નથી તેવી રીતે ગુપ્ત નદી સરસ્વતી પણ દેખાતી નથી - અનુભવાય છે.

તીર્થોના રાજા આ શહેરમાં પવિત્રતા, ધર્મ, પરંપરા, ઇતિહાસ, સ્થાપત્યકલા, વીરત્વ અને સાહિત્યિક સરવાણી, તેના ઘડતરમાં નિમિત્ત બને છે. અતિ પ્રાચીન, પ્રતિવર્ષ યોજાતો માઘ મેળો ઉપરાંત દર છ વર્ષે અર્ધકુંભ અને દર બાર વર્ષે કુંભમેળાનું આયોજન તેને ભારતના ભવ્ય ઇતિહાસ અને પુરાણો સાથે જોડી આપે છે. વિશ્વના સૌથી મોટા આ મેળામાં હવે તો વધુ સારી અને સઘન સુરક્ષા વ્યવસ્થા તથા મહેમાન નવાજી ઉપરાંત  પારંપરિક વિધિવિધાન અને યોગયાગને કારણે અહીંના રોકાણને 'કલ્પવાસ' તરીકે ઓળખવામાં આવે છે જેમાં દિવ્ય પ્રાત: આરતી તથા સાંધ્ય આરતી અત્યંત કલાત્મક રીતે નૃત્ય સહ પ્રસ્તુત કરવામાં આવે છે.

દેશના ખૂણે ખૂણેથી કલાકારોને આમંત્રી તેમની કળાનો પ્રસાદ પણ ઉપસ્થિત ભાવકો વચ્ચે વહેંચવાનો ઉપક્રમ હોય છે. ગંગા જમનાના શ્વેતશ્યામ નીરમાં આ રસકુંભ છલકાઈને પ્રતિબિંબ થાય ત્યારે એ બન્ને પણ હરખાતી જ હશે ને !?

સમ્રાટ અશોકે પાયો નાખ્યો બાદશાહ અકબરે કિલ્લો બાંધ્યા
દીને ઇલાહી (અકબરનો ગ્રંથ) ઉપરથી ઇલાહાબાદ કહેવાયું. 'ઇલાહી' એટલે 'અલ્લાહનું'. નદીકાંઠે આજ લગી અડીખમ ઊભેલો એ મહાકિલ્લો અતિભવ્ય છે જે હાલ લશ્કરના તાબામાં છે. જેના પાયાને નદીનાં જળ પખાળે છે. અહીં અક્ષયવટ નામે અદ્વિતીય અમર વડલો છે જે ૧૦.૬ મીટર ઊંચો છે. નજીક પૉલિશ કરેલા રેતિયા પથ્થરનો અશોકના સમયનો સ્તંભ છે જે ૨૩૨ મ્.ભ. થી અહીં છે.

અંદર સરસ્વતી કૂપ અને જોધાબાઈ રાણીની જગ્યા પણ છે. સેંકડો આશ્રમો પૈકી આદિકાળથી પોતાની શૈક્ષણિક પ્રવૃત્તિથી જાણીતો ભારદ્વાજ મુનિનો આશ્રમ અને તેનો બાગ અલ્હાબાદની ધરોહર છે. ૧૮૮૭માં સ્થપાયેલ અલ્હાબાદ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનું કમાનોવાળું સમચતુષ્કોણીય મકાન બસો ફિટ ઊંચા મિનારા જેવા ટાવરથી અલંકૃત છે. મિર્ઝાપુરના રેતિયા પથ્થરનો આ મિનારો ક્રીમ રંગનો છે.

ઇમારતમાં અંદર આરસપહાણ અને મોઝેકયુક્ત તો છે. તે ઇન્ડો સાર્સેનિક (અરબ) બાંધકામ મુલતાનના ગ્લેઝડ ટાઈલ્સથી મઢેલું છે. એની આર્ટ ફેકલ્ટી પણ સ્થાપત્યકલાનું ઉત્તમ ઉદાહરણ છે. શહેરમાં પુરાતત્ત્વ ખાતાનું સંગ્રહસ્થાન છે જે પ્રાચીન ઇતિહાસ, સંસ્કૃતિ અને યુનિવર્સિટીના પુરાતત્ત્વ વિભાગનું સંચાલન કરે છે. એન્ટિક વસ્તુઓ, અશ્મિ, શિલ્પો, મૂર્તિઓ, ઉત્ખનન દરમ્યાન પ્રાપ્ત થયેલ કૌશાંબી અને બેલન ઘાટીની વસ્તુઓ અહીં મોજુદ છે જેનું આકર્ષણ રસિકોને છે.

સંગમે ત્રણે નદીઓ મળ્યા પછી પળે રૃમઝુમ કરતી કાશી ભણી

નદી કિનારે વસનારને પોષે છે. હાલમાં તેના અંકમાં પડેલા સડેલા કચરાને બહાર કાઢી તેનું ખાતર બનાવાય છે; તો તેના નીર ઉપર સાઇબિરીયન સીગલ પક્ષી આવી છબછબિયાં કરતાં કરતાં નભી પણ જાય છે. ગંગા બાળકની જેમ અત્રતત્ર સર્વત્ર રમતી રહે છે, નહિતર તો તે માત્ર ઘાટ જ બનીને રહી જાય ને ? રાતને ઠારનારી ગંગા દિવસે પ્રવૃત્તિથી ધમધમતી દેખાય છે.

આ ગંગા સાક્ષી છે અનેક પ્રકારના અનેરા રસસ્ત્રોતોની વેદોની ઋચાના ગાનના પડઘા, મંત્રોચ્ચારના રવ, સુસજ્જ વરઘોડાના પદચાપની સમાંતરે શહેર આખું શોભે છે સુંદર સ્થાપત્યો અને સ્મારકોથી સાધુ-સંતો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ઋષિમુનિઓ તથા મૌલવીઓના આચાર-વિચારોથી પં.મદનમોહન માલવીયજી, ગણેશશંકર વિદ્યાર્થી, લાલબહાદુર શાસ્ત્રી, મેજર ધ્યાનચંદજી જેવાની દેશસેવાની સુરખી અહીં હજી વહે છે.

કવિ નિરાલા, સુમિત્રાનંદન પંત, ફિરાક ગોરખપુરી, હરિવંશરાય બચ્ચન, મહાદેવી વર્મા જેવા સમર્થ સર્જકોએ અલ્હાબાદને આબાદ કરતો કાવ્યસ્ત્રોત વહાવ્યો છે. આ સમૃધ્ધિને પોટલું એક રસબિંદુ સંગમનગરી અલ્હાબાદના ખજાનાને વધુ ઉઠાવ આપે છે. તે છે સ્વરાજ ભવન. તમે પૂછશો કે એ તો આનંદ ભવન નહિ ? તો લ્યો, એ બન્ને એક જ વળી ! કોઈ પક્ષ કે કોઈ રાજદ્વારી હેતુને ન સ્પર્શતા આપણે નહેરુ નિવાસના કાયાકલ્પથી સર્જાયેલા આનંદભવન સંગ્રહાલયમાં આંટો જઇ આવીએ તો કેમ ?

નહેરુ પરિવારનું અંગત અને અદ્ભુત સંગ્રહાલય ૧૯૭૦માં દેશને અર્પણ
ભવ્ય ભૂતકાળની અતિ ભવ્ય ઝાંખી કરાવતા ગર્ભશ્રીમંત નહેરુ પરિવારના મોભી પં. મોતીલાલ સહિત પાંચ પેઢીને લગતા સંગ્રહાલયમાં ભારતનો ઇતિહાસ બોલકો બની જાય છે. વિવિધ કલાકૃતિઓ અને ઉપયોગલક્ષી કૃતિઓ ધરાવતા બે માળના આ મ્યુઝિયમમાં લાકડાનું સુંદર ફર્નિચર છે. દેશ-વિદેશથી મેળવેલી અને કલાકૃતિઓથી સજાવાયેલ આ સ્થળની મુલાકાત અનેક સ્વાતંત્ર્યસેનાનીઓએ લીધી હતી.

ગાંધી બાપુની સોડમાં લપાઈ લાડ પામતા ઇન્દિરાની યાદને સાચવતો પલંગ, ક્રિસ્ટલના અનેક શોપીસ, જવાહરલાલ નહેરુ તથા ઇન્દિરાજી અને પરિવારની તસવીરોની ગેલેરી તો ખરી જ પણ અંગત વપરાશની વસ્તુઓમાં પ્રવાસ માટેની હથેળીમાં સમાય એવડી ઇસ્ત્રી, કિટલી, થર્મોસ નહેરુજીની ચીવટ સૂચવે છે. વિશાળ પુસ્તકાલય સુંદરને કિંમતી ક્રોકરી, આદમકદઅરીસા, અંગત ચીજો જેવી કે વસ્ત્રો, ચશ્મા, ચંપલ, ઘડિયાળ ઇત્યાદિની જાળવણી દાદ દે તેવી છે. અભ્યાસ ખંડ, શયનખંડ પણ સાદા અને પ્રભાવી શહેરનું સૌથી મોટું મકાન-વિલા છે.

એક સાથે સો લોકો રહેતા. વૈભવી જીવનશૈલી હોવા છતાં જવાહરલાલ એક વ્યક્તિ તરીકે, પિતા તરીકે, લેખક અને ઇતિહાસવિદ તરીકે ખ્યાતિ પામ્યા. પત્ર સંગ્રહ પણ નોંધપાત્ર છે. ઇન્દુને પત્રો, પુત્રીના પિતાને ઉત્તર, બાપુ-ઇન્દિરા અને ઇન્દિરા-બાપુ વચ્ચેનો પત્ર વ્યવહાર ઉપરાંત અન્ય ગણમાન્ય વ્યક્તિઓના પત્રોને પણ અહીં સ્થાન છે. 'ભારત-એક ખોજ'ની આર્ષદ્રષ્ટિ અહીં છે. વારસો અકબંધ રાખી અહીં જ્યોતિષશાસ્ત્ર અને વિજ્ઞાાનની યુતિ કરી પ્લાનેટોરિયમ પણ બનાવ્યું.
લસરકો : પ્રાચીન વારસો, કળા અને ટેકનોલોજીનો સંગમ શું ન કરી શકે ?

Post Comments