Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

નવીન ભાત પાડતા વિવાહના ચિત્ર-વિચિત્ર કિસ્સા!

ઉનાળાની ગરમી અને વેકેશનના માહોલ વચ્ચે લગ્નની મોસમ ખીલી છે. ચીલાચાલુ લગ્નો વચ્ચે ભાત પાડવા માટે લોકો ભાત-ભાતના તરિકા અપનાવીને લગ્ન કરતા હોય છે.  

સાહસની સંગાથે લગ્નવિધિ
નવી તરેહથી લગ્ન કરનારા યુગલોની વાત માંડવાની હોય તો કેટલાક સાહસી યુગલોથી વાતની શરૃઆત કરવી પડે! બેલ્જિયમના જિરોઈન-સેન્ડ્રા, રશિયાના બોરિસ-ડાર્યા અને અમેરિકાના પિગ્નેટેરો-મિશેલની જોડી આ બાબતે જગતભરમાં યાદ કરાય છે.

બેલ્જિયમના સાહસી કપલ જિરોઇન અને સેન્ડ્રા કિપેર્સ હવામાં ૧૬૦ ફીટ ઉપર જઈને લગ્ન કર્યા. વીસેક મહેમાનો હવામાં નવદંપતિની સાથે રહી શકે તે માટે ખાસ પ્લેટફોર્મ તૈયાર થયું હતું. ૨૦૧૦માં થયેલા આ લગ્નમાં પેલા ૨૦ મહેમાનો પોતાને સૌભાગ્યશાળી માનતા હતા, જેમને આવા અનોખા લગ્નમાં હવામાં અદ્ધર રહેવાની તક મળી હતી.

આટલે ઊંચે લગ્ન કરી લીધા પછી વાત પૂરી થતી ન હતી, નવ પરણિત યુગલે લગ્ન વિધિ પૂર્ણ થઈ કે હવામાંથી પેરાશૂટની મદદથી જમ્પ માર્યો અને પછી હવામાં જ એક બીજાને કીસ કરી હતી.
જિરોઈમ અને સેન્ડ્રાની જેમ ન્યૂયોર્કમાં રહેતા એપ્રિલ પિગ્નેટેરો અને મિશેલ કેરીએ પણ અનોખી રીતે લગ્ન કર્યા હતા. શાર્કના રક્ષણ માટે કાર્યરત આ દંપતિને પ્રેેમ થયો એ પહેલાં એકમેકના કામ માટે સન્માન હતું. કદાચ એટલે જ બંનેએ લગ્ન કરવાનું વિચાર્યું હતું. બંનેની ઈચ્છા હતી કે લગ્ન કંઈક એવી રીતે કરીએ કે શાર્કના બચાવનો એક મેસેજ પણ મૂકી શકાય.

એ માટે બંને સમૃદ્ધની અંદર શાર્કની આસપાસ લગ્નગ્રંથિથી જોડાયા. મેરેજ વખતે સામાન્ય રીતે દુલ્હા-દૂલ્હનનો પોશાક ખાસ પ્રકારનો અને ટ્રેડિશનલ હોય છે, જ્યારે આ બંનેએ લગ્ન કર્યાં ત્યારે બ્લેક અને વ્હાઇટ વેટસૂટ પહેર્યા હતા. તેમણે જે હેતુ માટે આ રીતે લગ્ન કર્યા હતા તે હેતું બરાબર સાચો ઠર્યો હોય એમ વિશ્વભરના મીડિયાએ આ અનોખા લગ્નની નોંધ લીધી હતી.

તો રશિયન નવદંપતિએ સાઈકલના પ્રચાર માટે સાઈકલ ચલાવતા ચલાવતા જ લગ્ન વિધિ કરી. જુલાઈ, ૨૦૧૦માં જ્યારે વરરાજા બોરિસ વેડિમ અને દૂલ્હન ડાર્યા વાલેરિયાએ લગ્ન કર્યાં ત્યારે બંને સાઈકલ ચલાવતા હતા. જાનમાં પણ એવા જ લોકોને નોતરું અપાયું હતું, જે સાઈકલ ચલાવીને પરેડ કરી શકે. લગ્ન પૂરા થયા પછી બંનેએ ચાલતી સાઈકલે જ પહેલી કિસ કરી હતી. પર્યાવરણ પ્રેમી આ દંપતિએ સાઈકલ સવારી પર લગ્ન કર્યા તેની વિશ્વભરમાં ખૂબ પ્રશંસા થઈ હતી.

વિક્રમી વિવાહ  
ચીનના ગુઆંગડોંગ વિસ્તારની ઝેઇ ક્યુન નામની દુલ્હને ૨૦૦૭માં કર્યા ત્યારે ૨૦૦ મીટર લાંબો પહેરવેશ પહેરીને એક અનોખો વિક્રમ નોંધાવ્યો હતો. આ પોશાકનું વજન ૧૦૦ કિલો જેટલું હતું. રસપ્રદ વાત એ હતી કે મહેમાનોની સંખ્યા કરતા ડ્રેસની સંભાળ લેનારા લોકોની સંખ્યા વધુ હતી. ડ્રેસની સંભાળ માટે ૧૫૦ જણાની ટીમ દૂલ્હનની સાથે હતી.

માટે નક્કી કર્યું કે પ્રેમના પ્રતીક સમાન ગુલાબથી દૂલ્હનને સાથે લઈ જતી કારને શણગારવામાં આવે. મેરેજ વખતે ચોમેર રેડ રોઝની હાજરી હોય એવી તેણે મજબૂત તૈયારી કરવાની હતી. એ
લગ્નને યાદગાર બનાવવા માટે ચીનના એક યુવકે એક વર્ષના પગારની બચત કરીને કારના કાફલાને ગુલાબથી અનોખી રીતે શણગારી હતી. ચીનના ચોંગક્વિંગ વિસ્તારમાં ૯૯૯ના આંકડાને શુકનવંતો માનવામાં આવે છે અને એટલા માટે તેણે લગ્નમાં હાજર ૩૦ કારને કુલ ૯૯,૯૯૯ રેડ રોઝથી શણગારી દીધી. ક્ષિયાંગ વાંગ અને ઝિઓ વાંગ અને દૂલ્હન લીઓ જ્યારે કારમાં બેઠા ત્યારે તેના માટે આ ક્ષણ ખૂબ યાદગાર બની ગઈ હતી. તેની આસપાસ સ્વપ્નવત્ દૃશ્ય સર્જાયુ હતું.

દૂલ્હનની બેસ્ટફ્રેન્ડને બ્રાઇડ્સમેઇડ બનવાનું સન્માન મળતું હોય છે. ક્યારેક વધી વધીને બે કે ત્રણ સહેલીઓ એક પછી એક લગ્ન વખતે સાથ નિભાવતી પણ જોવા મળે છે, પરંતુ અમેરિકાના ઓહિયોની એક દૂલ્હનને આ મામલે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. લગ્ન વખતે ૧૧૦ બ્રાઇડ્સમેઇડ્સ સાથે રાખવાનો ગિનીસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ જિલ સ્ટેપ્લેટોન નામની મહિલાના નામે છે.

એકચ્યુઅલી જિલ યુવતીઓ માટે એક ડાન્સ સ્કૂલ ચલાવતી હતી. તેને થયું કે ક્લાસમાં ડાન્સ શીખવા આવતી બધી જ યુવતીઓ માટે આ લગ્ન યાદગાર રહેવા જોઈએ અને એટલે તેણે લગ્ન મંડપમાં ૧૧૦ સહેલીઓ રાખવાનો નિર્ણય કર્યો હતો. જિલે તમામ યુવતીઓને ખાસ પ્રકારનો ડ્રેસ અપાવ્યો હતો, જે તેના મેરેજના દિવસે બધી યુવતીઓએ પહેરવાનો હતો.

એનિમલથી લઈને એફિલટાવર સાથે લગ્નો!
સાન ફ્રાન્સિસકોની એક મહિલાએ ૨૦૦૮માં એવી જાહેરાત કરીને આશ્ચર્ય સર્જયુ હતું કે તેને એફિલ ટાવર સાથે પ્રેમ થઈ ગયો છે અને તેણે એફિલ ટાવર સાથે લગ્ન કર્યા છે! એટલું જ નહીં, એ મહિલાએ પોતાના નામમાં સત્તાવાર સુધારો કરીને એરિકા લા એફિલ એવું નામ ધારણ કર્યું હતું.

૨૦૦૬માં ઓરિસ્સાની એક મહિલા બિમ્બાલા દાસે જાહેરાત કરી હતી કે તે એક સાંપના પ્રેમમાં પડી ગઈ છે અને તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે! અટ્ટાલા ગામમાં થયેલા એ લગ્નમાં કૌતુક જોવા બે હજાર લોકો હાજર રહ્યાં હતા.

૨૦૦૯માં તાઈવાનની એક મહિલા ચેન વાઇ-યેંહ એવું કહીને સમાચાર માધ્યમોમાં ચમકી ગઈ હતી કે તેને પરણવા લાયક બીજી કોઈ સારી વ્યક્તિ આ દુનિયામાં મળતી નથી એટલે એ પોતાની જાત સાથે જ લગ્ન કરશે! ચીનના એક યુવાન લ્યુ યેએ ૨૦૦૭માં પોતાનું પૂતળુ બનાવ્યું હતું અને પછી પોતાના પૂતળા સાથે જ મેરેજ કર્યાં હતા. સાઉથ કોરિયાનો લી-ઝીન ગ્યુ નામનો સોફ્ટવેર એન્જિનિયર ૨૦૧૦માં તકિયા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો.

આયર્લેન્ડનો કેવિન લેવેલી નામનો યુવાન મૃત્યુ પામ્યો પછી તેની ૨૯ વર્ષની પ્રેમિકા મિશેલ થોમસે કેવિનની કબર સાથે મેરેજ કર્યા હતા. આ દંપતિ લગ્ન પહેલાં સાથે રહેતા હતા. લગ્ન કરવાનું નક્કી કર્યું એ પહેલાં જ તેમને બે સંતાનો હતા. મિશેલે બીજી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવાને બદલે કેવિનની કબર સાથે જ લગ્ન કર્યા હતા. મિશેલે અનોખા પ્રેમનો પરિચય આપ્યો તેની નોંધ જગતભરમાં લેવાઈ હતી.
 
કેટલાક નવદંપતિ અનોખો પ્રેમ વ્યક્ત કરવા માટે નવી તરેહ અપનાવતા હોય છે. તો કેટલાક લગ્ન માટે ખાસ જગ્યા પસંદ કરીને લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. કેટલાક વળી વિશેષ તારીખ ઉપર પસંદગી ઉતારે છે. તો કેટલાક નવદંપતિ વળી પરિવાર માટે મહત્ત્વ ધરાવતા ખાસ વારે લગ્નગ્રંથિથી જોડાતા હોય છે.

સાહસી જીવ હોય તો અનોખું સાહસ કરીને, એકદમ રોમેન્ટિક મૂડના યુવક-યુવતીઓ હોય લવ સિમ્બોલ્સની કશીક કરામત કરીને લગ્ન કરે છે. તો વળી જેને અવનવા વિક્રમો સર્જવાનો શોખ હોય તે નવીન રેકોર્ડ પોતાના નામે નોંધાય એ રીતે લગ્ન કરતા હોય છે.

આમ તો દરેક દંપતિ માટે પોતાના લગ્નનો દિવસ યાદગાર જ હોય છે અને યાદગાર બને એ માટે વિશેષ પ્રયાસો થતા હોય છે. પણ આપણે એવા પ્રયાસો કરતા યુગલોની વાત કરી કે જે દુનિયાનું ધ્યાન ખેંચે છે અને સમાચાર માધ્યમોમાં ચમકીને વર્ષો સુધી સ્મરણમાં પણ રહે છે. કોઈક ક્રેઝી પ્રયાસ રમૂજી ઠરે છે, તો કોઈક સાહસનો પ્રયત્ન પ્રશંસા પણ પામે છે. કોઈક સામાજિક ઉત્થાનની દિશામાં નક્કર કામગીરી કરે તો તેમના જવાબદારીભર્યા પ્રયાસ માટે વાહવાહી પણ મળે છે.

લગ્નના આવા પ્રયાસો તો લોકરંજક હોય એટલે લોકોમાં વાહવાહી મળે છે અને ચર્ચા પણ થાય છે. પરંતુ લગ્નને યાદગાર બનાવવા માટે આજના જમાનાની જરૃરિયાત પ્રમાણે લગ્નમાં થતો ખર્ચો બચાવીને કોઈક વળી જરૃરતમંદોના ઘરે ટોઈલેટ બનાવી આપે, કોઈક પુસ્તકાલય બાંધી આપે, કોઈ સ્વચ્છતા અભિયાનમાં ભાગીદાર બનીને શહેર-ગામ-મહોલ્લાને સ્વચ્છ બનાવીને ય લગ્નને યાદગાર બનાવી શકે.  લગ્નના દિવસે કચરો કોણ વીણે? બરાબર છે, ના જ વીણે.. પણ શાબાશી તો નવું કરે એને જ મળેને! શું કહો છો?

Post Comments