Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

રંગભેદનીતિ, વંશવાદ અને રોલ મોડેલ - આઈનસ્ટાઇન

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છ મુસ્લિમ રાષ્ટ્રનાં લોકોનો અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ... વૈજ્ઞાાનિક સમુદાય વિરોધનાં માર્ગે...


માત્ર સાયન્ટીસ્ટ જ નહીં એક યહુદી તરીકે 'આઈનસ્ટાઈન' વિશ્વ પ્રસિદ્ધ બની ગયા હતા.

'ટ્રમ્પ'ની ચુંટણી જીત કેટલાંક અમેરિકનો માટે માથાનો દુખાવો બની ગઈ છે. તેમની નવી ઈમિગ્રેશન નીતિ અનેક લોકો માટે પડકારરૃપ બનવાની છે. વિદેશી દેશનીવાસી (ઈમીગ્રેન્ટ) મુદ્દે થોડા સમય પહેલાં તેઓ થોડા નરમ બન્યાં હતાં એ વાત ખરી પરંતુ તેમની નીતિમાં મોટો બદલાવ આવે તેવી આશા રાખવી વ્યર્થ છે. 'ટ્રમ્પ'ને મુસ્લીમ ત્રાસવાદીઓનો મોટો 'ડર' છે. તેઓ ૯/૧૧ જેવી ઘટના બનવા દેવા માંગતા નથી. આવતાની સાથે જ સાત મુસ્લીમ દેશોનાં અમેરીકા આગમન પર તેમણે પ્રતિબંધ ફરમાવ્યો હતો. તેમની નિતીનાં છાંટા અમેરિકા અને વિશ્વમાં અન્ય દેશોમાં વિજ્ઞાાન અને ટેકનોલોજી ક્ષેત્રે કામ કરનારાં વૈજ્ઞાાનિકોને ઉડી ચુક્યાં છે. વૈજ્ઞાાનિકો હવે 'ટ્રમ્પ'નાં વિરોધમાં રોડ પર આવી ગયા છે. બોસ્ટનમાં વિશાળ રેલીમાં વૈજ્ઞાાનિકોએ ભાગ લીધો હતો. સરકાર સામે શીંગડા ભરાવવાનું કામ વૈજ્ઞાાનિકોને ફાવે તેમ નથી. છતાં જ્યારે સરકારી નીતીનો વિરોધ કરવો જરૃરી બની જાય ત્યારે ''આઈનસ્ટાઇન'' જેવો મસીહા યાદ આવે જે વૈજ્ઞાાનિકો માટે રોલ મોડેલ બની શકે તેમ છે. એક વૈજ્ઞાાનિકને 'સેલીબ્રીટી' જેવું સ્ટેટ્સ આઈનસ્ટાઈને અપાવ્યું હતું. અને સાથે સાથે દુનિયામાં થઈ રહેલાં અન્યાય સામે અવાજ ઉઠાવવાનું કામ પણ તેમણે ઉઠાવ્યું હતું. સરકારી વિરોધ કરવાની આઈનસ્ટાઇનની નીતીની એક ઝલક આ રહી...

મુસ્લિમ ત્રાસવાદ સામે ''ટ્રમ્પ'' કાર્ડ

અમેરિકામાં વૈજ્ઞાાનિકો લેબ નોટબુકને બાજુમાં મુકીને ''પ્રોટેસ્ટ પોસ્ટર'' હાથમાં લઈને વિરોધ દર્શાવવા રોડ પર આવી રહ્યાં છે. પ્રિન્ટ મીડીયામાં વૈજ્ઞાાનિકો પોતાનાં અભિપ્રાયને ચોક્કસ દ્રષ્ટિબિંદુથી રજુ કરી રહ્યાં છે. સાયન્સ એડિટર મિરીયમ ફેમરે 'મેસેબલ'માં લખ્યું છે. ઈકોલોજીસ્ટ રોબર્ટ યંત્ર ધ ન્યુયોર્ક ટાઈમ્સમાં આર્ટીકલ લખી ચુક્યાં છે. આ સમયે વૈજ્ઞાાનિકો પણ ગુંચવાએલા છે કે 'ટ્રમ્પ' એડમીનીસ્ટ્રેશન સામે જાહેરમાં આવીને બોલવું જોઈએ કે નહીં ? આવા સમયે ઐતિહાસિક પાત્ર જેવાં ''આઈનસ્ટાઇન''ને રોલ મોડેલ તરીકે લઈ શકે તેમ છે.

આઈનસ્ટાઇન હંમેશાં વિજ્ઞાાનને વળગી રહ્યા ન હતાં અને... પુરેપુરા પોલીટીક્સથી રંગાયેલા પણ ન હતાં. નાસાનાં જેમ્સ હાનસેન સક્રિય બનીને પોલીટીક્સમાં વિવાદાસ્પદ બની રહ્યા હતા. જ્યારે આઈનસ્ટાઈને પોલીટીક્સને પડદા પાછળ રાખીને 'અન્યાય' સામે બાયો ચડાવી હતી. સામાજીક ન્યાય, કાળા લોકોને થતાં અન્યાય, યહુદી વિરોધી જર્મનોનાં અત્યાચાર વગેરે સામે આઈનસ્ટાઈન ખુલીને જાહેરમાં બોલ્યા હતાં અને વિરોધ પણ કર્યો હતો. યુદ્ધ સમયે થયેલાં અત્યાચારો સામે પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો.

૧૯૧૯માં આઈનસ્ટાઇન વિશ્વનાં પ્રથમ 'સેલીબ્રીટી' સાયનીસ્ટ બની ચુક્યા હતાં. તેમની સાપેક્ષતાવાદની થિયરીને બ્રિટીશ ખગોળશાસ્ત્રી આર્થર એડિગ્ટને ૧૦૦ ટકા સાચી પુરવાર કરી હતી. વિશ્વભરનાં છાપાઓમાં હેડલાઈન ચમકી હતી. જેનો સાર હતો ''વિજ્ઞાાનમાં ક્રાન્તિ - ન્યુટોનીઅન આઈડીયા ધરાશાયી થઈ ગયા છે.'' ઈલેકટ્રોનનાં શોધક જે.જે. થોમસને આઈનસ્ટાઈનની થિયરીને મનુષ્ય વિચાર શ્રેણીનું સર્વોચ્ચ શીખર કહ્યું હતું. તેની જવંલત સફળતાનાં કારણે તેનાં ચાહકોમાં ચાર્લી ચેપ્લીનથી માંડીને બેલ્જીયમની મહારાણી સુધીનાં લોકો ઉમેરાયા હતાં. આઈનસ્ટાઇન જેવા પ્રસિદ્ધીની લાઈમ લાઈટમાં આવ્યા કે તેમણે જાહેરમાં વિરોધ કરવાનું શરૃ કરી દીધું. તેમણે જર્મનીમાં યુવાનોને ફરજીયાત લશ્કરમાં જોડાવાનાં નિયમને વખોડી કાઢ્યો અને કહ્યું કે યુવાનોનું લશ્કરીકરણ અટકાવવું જોઈએ. ૧૬ વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાવું ન પડે તે માટે થઈને તેમણે જર્મન નાગરીકત્વને ત્યાગી દીધું હતું. તેઓ યહુદી આઈડેન્ટીટીનાં આયકન બની ગયા હતાં. તેનો ઉપયોગ જેરૃસાલેમમાં યહુદી યુનીવર્સીટીની સ્થાપના માટે નાણા મેળવવા માટે તેમણે કર્યો હતો. માત્ર સાયન્ટીસ્ટ જ નહીં એક યહુદી તરીકે ''આઈનસ્ટાઈન'' વિશ્વ પ્રસિદ્ધ બની ગયા હતા.

રંગભેદનીતિ અને ધાર્મિક કટ્ટરતા સામે ''રોલ મોડેલનો'' જન્મ

આઇનસ્ટાઇન એક યહુદી પબ્લીક ફીગર બની ગયા હતાં. જેનાં કારણે જર્મનીમાં તેમનાં અનેક દુશ્મન પેદા થઈ ગયા. એવા જર્મન જેમનો રાષ્ટ્રવાદ હિટલર પ્રેરીત હતો. યહુદી પ્રત્યે તિરસ્કાર જન્મજાત હતો. ફીલીપ લેનાર્ડ નામનાં નોબેલ પ્રાઇઝ વિનર વૈજ્ઞાાનિક હિટલર વેવમાં નાઝી બની ગયા હતાં. તેમણે પડદા પાછળ એટલા કાવાદાવા કર્યા કે એક યહુદી એવા આઇનસ્ટાઇનને નોબેલ પ્રાઇઝ મળે નહીં. છેવટે નોબેલ કમીટીએ નક્કી કર્યું કે ૧૯૨૧ માટેનું નોબેલ પ્રાઇઝ કોઈને આપવું નહીં. જેનું મુખ્ય કારણ યહુદી વિરોધી દબાણ લેનાર્ડ અને અન્ય તરફથી આવ્યું હતું. છેવટે ૧૯૨૧નું નોબેલ પ્રાઇઝ ૧૯૨૨માં આપવામાં આવ્યું. તેમનાં મિત્ર અને ભૌતિકશાસ્ત્રી નેલ્સ બોરને ૧૯૨૨નું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યુ ત્યારે આઇનસ્ટાઇનને પણ ૧૯૨૧નું નોબેલ પ્રાઇઝ આપીને સન્માનવામાં આવ્યાં હતાં.

૧૯૨૯માં એક જર્મન પ્રકાશકે પુસ્તક પ્રકાશીત કર્યું. જેનું ટાઈટલ હતું વન હન્ડ્રેડ ઓથર્સ અગેઈન્સ્ટ આઈનસ્ટાઈન જેમાં મુખ્યત્વે આઈનસ્ટાઈનની થિયરી ખોટી સાબીત કરવાની કોશીશ કરવામાં આવી હતી. પુસ્તકમાં ખુલ્લેઆમ યહુદી વિરોધી લખાણ લખવામાં આવ્યું હતું. એવામાં ૧૯૩૧માં અમેરીકામાં 'સ્કોટબોરો બોયઝ' નામે ઓળખાતી કાળા છોકરાઓએ ગોરા અમેરીકન છોકરી પરનાં બળાત્કારની ઘટના બની. આઈનસ્ટાઈનને 'બ્લેક રેસીતમ' પર શબ્દોનાં બાણ ચલાવ્યા યુરોપ અને અમેરિકાની પોતાની સમસ્યાઓ હતી. ૧૯૩૩માં આઈનસ્ટાઈનને અમેરિકામાં સારી જોબની ઓફર મળી. અને... અમેરિકન નાગરીક પણ બન્યા. જે દેશને જાતીવાદનાં આધારે ખખડાવ્યો હતો તેનાં જ નાગરીક બનવાનું આઈનસ્ટાઈનને બહુમાન મળ્યું. વિશ્વ અને ખાસ કરીને જર્મનીનું પોલીટીક્સ ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું હતું. ૧૯૯૨માં આઈનસ્ટાઈન અને તેની પત્નિ એલ્સા, માત્ર ૩૦ નંગ ભરેલો સામાન લઈને ત્રણ મહીનાની ટ્રીપ કરીને અમેરિકા આવી ગયા. જાન્યુ. ૧૯૩૩માં એડોલ્ફ હિટલર અને નાઝી પાર્ટીએ જર્મન સરકાર ઉપર પૂરેપુરૃ નિયંત્રણ કરી લીધું હતું. નાજી સરકાર આવતાની સાથે જ પ્રતિબંધ મુક્યો કે કોઈ યહુદી પ્રોફેસર યુનીવર્સિટીમાં શિક્ષણ આપી શકશે નહીં. આઈનસ્ટાઈનની ગેરહાજરીમાં આઈનસ્ટાઇનનાં એપાર્ટમેન્ટ પર જર્મન પોલીસે રેડ પાડી પરંતુ કઈ વાંધાજનક મળ્યું નહીં ! છતાં આઈનસ્ટાઈનની મિલ્કતને સરકારે કબજે લઈ લીધી અને આઈનસ્ટાઈનનું માથુ કાપી લાવનારને ૫૦૦૦ ડોલરનું ઈનામ જાહેર કર્યું. આઈનસ્ટાઇનનાં પોસ્ટર નીચે લખ્યું હતું. ''હજી સુધી જેને ફાંસી મળી નથી.'' આમ ૧૯૩૩ જગવિખ્યાત આઈનસ્ટાઈન રેફ્યુજી હજી સુધી નિરાશ્રી થઈ ગયા.

સ્કોટબોરો બોયઝ ટ્રાયલ

૧૯૩૩માં આઈનસ્ટાઇન દેશ છોડીને ભાગેલ રેફ્યુજી/નિરાશ્રીત બની ગયા હતા. પરંતુ નસીબદાર હતાં. આ સમયગાળામાં તેઓ નોબેલ પ્રાઇઝ જીતી ચુક્યા હતા. મિડિયા માટે સેલીબ્રીટી બની ગયા હતાં. આ કારણે નાઝી જર્મનીમાં તેઓ જર્મનીનાં હાઈ પ્રોફાઈલ ધરાવતાં એનીપી નંબર વન બની ગયા. જેના કારણે આઈનસ્ટાઈનને સલામત ઘર શોધવાની જરૃર પડી. અમેરિકાનાં ન્યુજર્સીનાં પ્રિન્સટનનાં ઈન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ સ્ટડી આઈનસ્ટાઇનનું નવું મુકામ બન્યું. જીંદગીનો બાકીનો જીવનકાળ એમણે અહીં જ ગાળ્યો હતો.

શરૃઆતથી જ આઈનસ્ટાઇન અમેરિકામાં ગોરા લોકોનાં બ્લેક લોકો સામેનાં જાતીવાદી વલણ સામે સખત ધુ્રણા ધરાવતા હતા. વ્યક્તિ સ્વાતંત્ર્ય માટે અમેરિકન જાતીવાદને તેઓ કલંક માનતા હતાં. અમેરિકન રેસીઝમનો આક્રમક વિરોધ આઈનસ્ટાઇને ૧૯૩૧માં કર્યો હતો. અમેરિકન ''સ્કોટબોરો બોયઝ ટ્રાયલ'' સામે તેમણે લેખક થિયોડોર ડ્રેઈઝર કમિટીનો સભ્ય બન્યા, જે 'સ્કોટબોરો બોયઝ ટ્રાયલ'નો વિરોધ કરતી હતી. કહેવાય છે કે આ કિસ્સામાં અમેરિકાનાં ન્યાયતંત્રની કસુવાવડ થઈ ગઈ હતી. એક ગોરી મહીલા પર બળાત્કારનાં કેસમાં નવ આફ્રીકન-અમેરીકન યુવાનો પર મુકદમો ચલાવવામાં આવ્યો હતો. જેમાંથી આઠ યુવાનોને પુરાવા વગર, અને કાયદાકીય બચાવની તક આપ્યા વગર ફાંસીની સજા આપવામાં આવી હતી. જેમાં ગોરા લોકોનું દબાણ અને હથિયારધારી ગોરાઓનાં ટોળાની હિંસાત્મક કાર્યવાહી જવાબદાર હતી. છેવટે કાળા લોકોનાં યુનીઅન નેશનલ એસોસીએશન ફોર એડવાન્સમેન ઓફ કર્લડ પિપલ (NAACP) ને કોમ્યુનિસ્ટ પાર્ટીએ સુપ્રિમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ગોરા અમેરિકનો માટે હવે આ કેસ કાળાઓ પ્રત્યે માત્ર ધિક્કાર જ નહીં, સામ્યવાદી વિરોધી અભિયાન પણ બની ગયું.

નોબેલ પ્રાઇઝ વિજેતા ગોરા અમેરિકન રોબર્ટ મિલીકને આઈનસ્ટાઇનને ખોટી રીતે સામ્યવાદનો પ્રચાર કરનારાં તરીકે ચિતરી કાઢ્યા હતાં. કાર શોધક હેનરી ફોર્ડે જર્મનીમાંથી આઈનસ્ટાઇન વિરોધી લખાણ પ્રકાશીત કરાવ્યા હતા. આમ છતાં ૧૯૩૧માં આઈનસ્ટાઇને NAACP નાં સહસ્થાપક અને જાણીતા આફ્રીકન-અમેરીકન સમાજશાસ્ત્રી W.E.B બોઈસનાં આમંત્રણનો સ્વીકાર કરીને તેમનાં મેગેજીન ''ધ ક્રાઈસીસ''માં લેખ લખવાનું સ્વીકાર્યું હતું. આઈનસ્ટાઈનને હંમેશા આફ્રીકન અમેરીકન 'નિરડો' લોકોનો પક્ષ લઈને તેમને શિક્ષણ આપવાનો અને તેમનાં નાગરીક તરીકેનાં હક્કોને જાળવવા માટે જીવનભર પ્રયાસ કર્યો હતો.

પ્રિન્સટન પ્રોફાઈલ :- જીવનભરનો 'જંગ'

જીવનનાં અનુભવના આધારે આઈનસ્ટાઇન જાણી ગયા હતા કે કોઈ પણ રાષ્ટ્ર માટે જાતિવાદ અને વંશવાદ એ વ્યક્તિ સ્વાતંત્ર્યને રૃંધનારૃં પરીબળ છે. આઈનસ્ટાઇન વ્યક્તિ સ્વાતંત્ર્યનાં હિમાયતી હતાં જેથી અત્યાચારનો ડર રાખ્યા વગર 'આઈડીયા' અને 'પથ'ને અનુસરી શકાય. એક યહુદી વૈજ્ઞાાનિક તરીકે તેઓ જાણતા હતાં કે રાષ્ટ્રવાદ અને દેશપ્રેમના નામે સ્વતંત્રતાનું ગળું કઈ રીતે દબાવી શકાય છે. ૧૯૪૬માં અમેરીકાની સૌથી જુની 'નિગ્રો' કોલેજ લિંકન યુનિવર્સીટીમાં ભાષણ આપ્યું હતું. જે અમેરિકન કાળા/ગોરાનાં ભેદભાવ વિશે હતું. એક ભાષણમાં તેમણે કહ્યું કે નાગરીકનાં સમાનતાનાં હક્કોને કાળા લોકોની બાદબાકી કરીને મેળવી શકાય નહીં. કાળા ગોરાનું વિભાજન એ અમેરિકન બંધારણનાં ચહેરા પર મારેલ તમાચો છે. ઉત્તર અમેરિકાનું પ્રિન્સટન એવું શહેર હતું જ્યાં કાળા ગોરા વચ્ચેની ખાઈ વધારે ઊંડી હતી. અહીંની યુનિવર્સિટીમાં ૧૯૪૨ સુધી કોઈ કાળા વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવતો ન હતો. ગોરા વિદ્યાર્થી કાળા લોકોની વસતીમાં જઈને વાર્ષિક 'બોનફાયર' ઉત્સવ માટે લોકોનાં ઘરોની લાકડાની પોર્ચ ઉખાડી લાવતાં ત્યારે યુનિવર્સિટીનાં સત્તાધીશો આંખો બંધ કરી લેતાં હતાં.

આઇનસ્ટાઇન ચાલતા ચાલતા, વિચારતા વિચારતા કાળા લોકોનાં સમુદાયમાં જઈ ચડતાં. તેમના બાળકોને 'કેન્ડી' આપવા માટે તેઓ જાણીતા હતાં. મોટા ભાગના અજાણ હતા કે 'તેમની વચ્ચે વિશ્વનો સૌથી મહાન વૈજ્ઞાાનિક ઉપસ્થીત હતાં.' અહીંથી તેઓ કાળા લોકોનાં હક્ક માટે લડતાં સંગઠન NAACP અને ACAL નાં પ્રવેશ્યા હતાં. ACAL નાં તેઓ સહ-ચેરમેન હતાં. પોતાની પોઝિશનનો લાભ ઉઠાવીને તેમણે પ્રેસીડેન્ટ હેરી એસ ટ્રુમેન માટે પ્રચાર કર્યો હતો.

રંગભેદ નીતિમાં આઈનસ્ટાઈનની સંડોવણી જોતાં, FBI નાં જે. એડગર હુવરે ''આઇનસ્ટાઇન''ને જાસુસી કરાવી હતી. આઈનસ્ટાઇનનું મૃત્યુ થયું ત્યાં સુધી FBI એ આઈનસ્ટાઈન ઉપર ૧૪૨૭ પાનાના દસ્તાવેજો એકઠા કર્યા હતાં. કોઈ પણ ગુનાહીત પ્રવૃત્તિમાં સંડોવાયા ન હોવા છતાં FBI એ આટલી મોટી ફાઈલ બનાવી હતી. જે આશ્ચર્યજનક નહીં દુ:ખદ ઘટના હતી. જે એડગર હુવરની નીતિનાં કારણે ગોરા લોકોનાં ત્રાસવાદી ગુ્રપ ''કુકલક્ષ કલેન'' અને બીજા સંગઠનો વિશે તપાસ કરવાનો FBI એ ઈન્કાર કર્યો હતો. હુવર આઇનસ્ટાઈન વિરૃદ્ધ યહુદી વિરોધી લાગણી ભડકાવતા હતા. જ્યારે આઈનસ્ટાઈન પોતાની લોકપ્રિયતાને વટાવતા હતા. W.E.B બોઈનાં કેસમાં જજને ખબર પડી કે આઈનસ્ટાઇન સાક્ષી બન્યાં છે. ત્યારે તેમનો કેસ ડિસમીસ કરી નાખ્યો હતો.

Post Comments