Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી

આવનારાં સમયનું 'રોબોટીક દર્શન'

૧૯૯૦થી રે કુર્ઝવેલ સાયન્ટીફીક ભવિષ્યવાણી કરતાં આવ્યા છે. અત્યાર સુધી ૧૪૭ આગાહી તેમણે કરી છે. જેમાંથી ૮૬ ટકા આગાહી સમય સાથે સાચી પડી છે. તેમની તરોતાજા આગાહી પ્રમાણે ૨૦૨૯માં મનુષ્યનાં મગજને મશીન સાથે જોડવામાં સફળતા મળશે અને સાય-ફાયની ભાષામાં એવી ઘટના બનશે જેને 'સીગ્યુલારીટી' તરીકે ઓળખવામાં આવે છે. આજની તારીખે મશીન એટલે કે રોબોટથી માંડી વિવિધ ગેઝેટ્સ આપણને વધારે સ્માર્ટ બનાવી રહ્યાં છે. સમય જતાં તે આપણા મગજ સાથે જોડાઈ જશે. ભવિષ્ય રસપૂર્ણ અને રોમાંચક છે. જ્યારે બીજી બાજુ મશીન એટલે કે રોબોટનાં આગમન મનુષ્ય માટે દુઃખદાયક બનશે.

એવી આગાહી ચીનની ઈ-બે સાઈટ ગણાતી, અલીબાબાનાં સ્થાપક અને સીઈઓ જેકમાં એ કરી છે. જેક માએ મહેનત કરી અબજોની સંપત્તિ ભેગી કરી છે. હાલ તેઓ ચીનનાં બીજા ક્રમનાં સૌથી વધારે ધનાઢ્ય વ્યક્તિ છે. જેકમાં કહે છે કે આવનારાં ત્રણ દાયકામાં 'ટાઈમ' મેગેજીનનાં કવર પેજ પર બેસ્ટ સીઈઓ તરીકે 'રોબોટ' ચમકશે. વાત સાચી પાડવાની હોય તેમ, અમેરિકાનાં ટોપ ટીવી પર્સનાલીટી જીમી ફેલાને તેના ટી.વી. શોમાં 'સોફીયા' નામની રોબોટને દર્શકો સામે રજુ કરી. કોમેડી નાઈટ માફક લોકોને ખુશ કર્યા હતા. જો કે વાત હવે ગંભીર કરવાની છે. રોબોટ્સ હવે નવા નવા ક્ષેત્રોમાં પગપેસારો કરી રહ્યાં છે અને સાયન્ટીફીક તેને આર્ટીફીશીઅલ ઇન્ટેલીજન્સ (AI)થી સજ્જ કરી રહ્યાં છે.

રોબોટીક મશીનગન - યુ.એસ.નેવીનું નવું પરાક્રમ

આગામી યુદ્ધમાં રોબોટ લડશે એવી વિજ્ઞાાનકથાઓ તો આપણે ઘણી વાંચી. હોલીવુડ મુવીમાં રોબોટ આર્મીને લડતુ પણ જોયું. પણ... હવે આપણે વાસી વિકતાની ભુમી પર આવીએ તો, અમેરિકાએ પોતાનાં આર્મીમાં રોબોટની ભરતી કરી હોય તેવી ઘટનાઓ બની રહી છે. યુ.એસ. મરીન્સ દ્વારાં મશીનગન ધરાવતો રોબોટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમણે એવી સ્પીડબોટ પણ બનાવી છે કે 'જે ટ્રાન્સફોર્મરની માફક આકાર બદલીને 'સબમરીન'માં ફેરવાઈ જાય છે. યુ.એસ. મરીને તેનું નામ 'હાયપર સબ' રાખ્યું છે. આગામી દિવસો, દેડકા જેવી ઉભયજીવી (એમ્ફીબીઅન) ટેન્ક અને મશીનગન સાથેના રોબોટ બીચ પર દોડતાં દેખાશે.

હાલમાં અમેરિકન નેવીનાં ટેસ્ટીંગ ગ્રાઉન્ડ, કેમ્પ પેન્ડલટન, કેલીફોર્નીયા ખાતે વિવિધ શસ્ત્રો સાથેનાં રોબોટની ચકાસણી થઈ રહી છે. હાઈ-ટેક ડ્રોન અને વેપનાઈઝડ રોબોટ, સૈનિકોનું સ્થાન લઈ, તેમનું જીવન બચાવશે. રોબોટીક વેપન્સ વેહીકલને નેવી, મલ્ટી યુટીલીટી ટેકટીકલ ટ્રાન્સપોર્ટ (MUTT)તરીકે ઓળખે છે. કોઈ ટાપુ કે દરીયાઈ સીમા કબ્જે કરવા માટે, વિવિધ વેપન્સવાળાં MUTT ઉપયોગમાં લેવાશે. જે વ્હીલનાં સ્થાને ટેન્ક માફક ટ્રક વાપરશે. ૬ * ૬ કે ૮ * ૮ નાં વાહન ૨૭૦ કી.ગ્રા. વજનનાં વિવિધ વેપન્સ લઈને રણમેદાનમાં ઉતરશે. હુમલાં દરમ્યાન સૈનિકોની સાથે સાથે રોબોટ પણ હુમલો કરશે. પ્રથમ હરોળના હુમલા માટે, મશીનગન રોબોટ હુમલો કરશે.

યુદ્ધમાં ફર્સ્ટ લાઈન ઓફ એટેકમાં રોબોટ વાપરવાથી, શરૃઆતનાં ગાળામાં થતી સૈનિકોનાં મૃત્યુ અટકાવી શકાશે. યુ.એસ. નેવીનું બીજુ ટેકનોલોજીકલ આકર્ષણ 'ધ ફેધમ' નામની સ્પીડબોટ છે. જે સામાન્ય પરિસ્થિતિમાં દરીયાઈ સપાટી પર ઝડપથી ભાગી શકે છે. જ્યારે જોખમ કે આક્રમણની સ્થિતિમાં સ્પીડબોટ આપમેળે આકાર બદલીને સબમરીનમાં ફેરવાઈ જાય છે. સબમરીન બનીને પાણીની સપાટી નીચે મુસાફરી કરીને 'ટાર્ગેટ'પર ત્રાટકી શકે છે. 'ધ ફેધમ' એક હાઈબ્રીડ પ્રકારનું વેહીકલ છે. જે પાણી નીચેનું અકલ્પ્ય દબાણ પણ સહન કરી શકે છે.

મોડેલ થ્રી સેડાન ઇલેકટ્રીક કાર : અબ રોબોટ કે હવાલે 'કાર' સાથીયો...

એલન મસ્કની કંપની ટેસ્લાએ, તેની નવી કાર મોડેલ-૩ને રજુ કરી હતી. ૩૫ હજાર ડોલર એટલે કે લગભગ બાવીસ લાખની કિંમતની મોડેલ-૩ કારને બનાવવા એલન મસ્ક ૧૦૦ ટકા રોબોટીક ફેકટરી વાપરશે. આમ તો કાર ઉદ્યોગમાં રોબોટનો ઉપયોગ ત્રણેક દાયકાથી વધ્યો છે.

પરંતુ આખે આખી કાર 'રોબોટ' વડે બને એ કદાચ પ્રથમ ઘટના હશે. એલન મસ્ક તેની ગીગા ફેકટરીને 'એલીયન હેડનોટ' તરીકે ઓળખાવે છે. જેમાં મનુષ્યનો પ્રવેશ વર્જીત હશે. જેમાં મશીન વડે મશીનોની રચના બનાવવામાં આવશે. જ્યારે રોબોટને અપગ્રેડ કરવાનાં હોય, તેમાં થયેલી ખરાબી સુધારવાની હોય ત્યારે જ ટેકનીશીઅન રોબોટ પાસે જશે. દસ કરોડ ચો.ફુટની સાય-ફાય ફેકટરી ૧૪ ટકા બની ચુકી છે. જેમાં કદની સરખામણી કરવી હોય તો, ૨૬૨ ફુટબોલ ગ્રાઉન્ડ જેટલી થાય.

ટેસ્લાની મોડેલ થ્રી ઇલેક્ટ્રીક કારનાં બાંધકામમાં કુકા રોબોટ કંપનીનાં રોબોટ કામ કરશે. ૨૦૧૭માં કારનું ઉત્પાદન શરૃ થશે અને ૨૦૧૮ની શરૃઆત સુધીમાં ૫ લાખ કાર 'રોબોટ્સ'એસેમ્બલ કરી ચુક્યા હશે. જો કે લોકોએ અત્યાર સુધી ૪ લાખ કારનો એડવાન્સ ઓર્ડર આપી દીધો છે.

મહત્ત્વની વાત એ છે કે મોડેલ થ્રી કાર બનાવવા માટે ૪૬૭ જેટલાં રોબોટ કામ કરશે. ઇન્ડસ્ટ્રીઅલ રોબોટની કિંમત, ૫૦ હજારથી પાંચ લાખ ડોલરની થવા જાય છે. સાત અઠવાડીયાનાં સમયગાળામાં ફેકટરીમાં બધો રોબોટનું ઇન્સ્ટોલેશન થઇ જશે. જર્મન કંપની કુકા વિવિધ પ્રકારનાં રોબોટ બનાવે છે. જેનું હેવી ડયુટી વર્ઝન ણઇ ૧૦૦૦ ટાઈટન નામે ઓળખાય છે.

જે છ એક્સીસ ધરાવતાં રોબોટ છે. રોબોટની મુખ્ય ખાસીયત તેનાં હાથ કે આર્મ હોય છે. વજન ઉચકવાથી માંડીને એસેમ્બ્લી સુધીનું કામ રોબોટ આર્મ કરે છે. ટાઈટન રોબોટ, હેવી એન્જીન, સ્ટોન, ગ્લાસ, સ્ટીલ બીમ હવાઈ જહાજ કે જહાજ માટેનાં ભાગ ઉચકી શકે છે. રોબોટની જાહેરાત માટે કંપનીએ રોબોટ આર્મને એ રીતે પ્રોગ્રામ્ડ કર્યો હતો કે, તે ટેબલ ટેનીસ પણ રમી શકતો હતો. રોબોટમાં મહત્ત્વનું કામ રોબોટનું પ્રોગ્રામીંગ હોય છે. જે એસેમ્બલી લાઈનની જરૃરિયાત પ્રમાણે વિવિધ કાર્યો કરે છે.

સ્પોટ: ગુગલનો કુતરા જેવો વિચીત્ર રોબોટ, બોસ્ટનમાં પેકેજની ડીલીવરી કરે છે

ગુગલ કંપની કંઈક નવું કરવામાં માને છે. તેણે પાર્સલની ડીલીવરી માટે કુતરાને મળતો આવે તેવો ચાર પગવાળો રોબોટ વિકસાવ્યો છે. કુતરાની માફક તે કુદી શકે છે. સીડી ચડી શકે છે. પડી જાય તો પાછો ઉભો થઈ જાય છે. અને... તમે લાત મારો તો તેને સહન પણ કરી શકે છે. 'સ્પોટ'માં રોકાણ કરનાર કહે છે કે 'સ્પોટ'તેની મંઝીલનો ૭૦ ટકા માર્ગ કાપી ચુક્યો છે. તેની ટ્રાયલ રન સફળ રહેશે તો સમગ્ર દુનિયામાં પાર્સલ ડીલીવરી માટે 'સ્પોટ'વાપરવાની 'ગુગલ'ની ગણતરી છે.

થોડા સમય પહેલાં એક વ્યક્તિએ સ્પોટને લાત મારી હતી. તેવો વિડિયો સોશિયલ મીડિયા પર લીક થયો હતો. આ સમયે રોબોટ સાથે મનુષ્યની વર્તણુક વ્યવહારૃ અને મૈત્રીપુર્ણ હોવી જોઈએ તેવો સામુહીક સુર વૈજ્ઞાાનિકો અને ટેક્નોલોજી સાથે સંકળાએલા લોકોએ વ્યક્ત કર્યો હતો.

જો કે વીડિયો ખરેખર 'સ્પોટ' કેટલો ખડતલ અને સંતુલન જાળવી શકે છે તે બતાવવા માટે બતાવવામાં આવ્યો હતો. જો કે રોબોટ ડોગને પણ લાત મારવાની ઘટનાથી સામાન્ય લોકોને લાગી આવ્યું હતું અને તેને ખરાબ કૃત્ય ગણવામાં આવ્યુ હતું. જેનાં જવાબમાં યુનિ. ઓફ શેફીલ્ડનાં નોએલ સાર્કીએ કહ્યું હતું કે 'જો રોબોટ ડોગ મનુષ્ય માફક 'વેદના'ની લાગણી અનુભવતો હોત તો બેશક આવું કૃત્ય વ્યાજબી ગણાય નહીં.'

ગુગલ માટેનો 'સ્પોટ'રોબોટ બોસ્ટન ડાયેનેમીક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ૭૫ કિ.ગ્રા. વજનનો રોબોટ અવનવા કામ કરી શકે છે. માથા ઉપરનું સેન્સ તેને દિશા અને માર્ગદર્શન આપે છે. એક ટેસ્ટમાં સૈનિકનો ૧૮૦ કિ.ગ્રા. વજનની કીટ લઈને સ્પોટ ઉબડ ખાબડ જમીન અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિમાંથી પસાર થતો હતો. જો કે ગુગલ કંપનીએ બોસ્ટનડાયનેમિક્સ ખરીદી લીધી હોવાથી 'સ્પોટ'પાસે વિવિધ કામ કઢાવવાની તરકીબ અને પ્રોગ્રામીંગ ગુગલ શોધી કાઢશે.

ઈવા, સામન્યથા, રોક્સી અને હવે હાર્મની : કોણ છે ?

રોબોટનાં આગમન સાથે જ મનુષ્યની સેક્સ લાઈફ બદલાઈ જશે એ વાત નક્કી છે. જાતિય રોગો અને એઇડ્સ જેવી બીમારીનાં કારણે લોકો પોતાની સેક્સ્યુલ ફેન્ટસી પૂર્ણ કરી શકતા નથી. જેમનાં માટે રોબોટીક ગર્લ અને બોટ હવે ઉપલબ્ધ બની રહ્યાં છે. મજાની વાત એ છે કે આવાં સેક્સ બોટ સાથે હવે આર્ટીફીશીઅલ ઇન્ટેલીજન્સને જોડીને 'સેક્સ ડોલ'ને વૈજ્ઞાાનિકો ઇન્ટેલીજન્ટ બનાવી દીધી છે. આ વર્ષે લુમી ડોલ્સ નામની કંપનીએ બાર્સેલોનામાં સેક્સ ડોલનું યુરોપનું પ્રથમ બ્રોથેલ (કામુકતા કેન્દ્ર) શરૃ કર્યુ હતું. હવે બ્રિટનમાં માત્ર સેક્સ રોબોટ ધરાવતું કામુકતા પૂર્ણતા કેન્દ્ર કંપની શરૃ કરવાની છે.

લોકો કાયદેસર રીતે રોબોટ સાથે હવે સેક્સ માણી પોતાની ફેન્ટસી પૂર્ણ કરી શકશે. જેનો મોટો ફાયદો એ થશે કે લોકોનાં મગજમાં રહેલી વિકૃતતા ને બહાર નીકળવાનો માર્ગ મળશે અને સેક્સથી થતા રોગો પર નિયંત્રણ આવશે. સાથે સાથે સેક્સ સાથે સંકળાયેલ અપરાધોની સંખ્યા ઘટશે. એક સર્વે મુજબ ૮૦ ટકા લોકોએ રોબોટ સાથે 'સેક્સ' માણવાની વાતને સહજતાથી સ્વીકારી હતી.

આજે ડઝનેક કંપની મનુષ્ય કદનાં સેક્સ બોટ બનાવી રહ્યાં છે. જેમને કુત્રિમ બુદ્ધિ પણ આપવામાં આવી રહી છે. જેનું લેટેસ્ટ ઉદાહરણ 'હાર્મની' છે. જે છ૧ની મદદથી તમારી સાથે વાતચીત કરી શકે છે. તમારી વાતો યાદ રાખી શકે છે. તેની જાતિયતા અને તેની લાક્ષણિકતાઓ તમે નક્કી કરી શકો છો. જેનાં શરીરનાં અંગો ગ્રાહકની ડિમાન્ડ પ્રમાણે બનાવી આપવામાં આવે છે.

સામન્થા નામની સેક્સ-ડોલ પાસે એક સ્ત્રી પાસે હોય તેવાં શરીર ઉપરાંત ક્રિયાશીલ જી-સ્પોટ પણ હતું. ખભા, કમર, પેટ, મુખ, ગુપ્તાંગ, વગેરે પર ખાસ સેન્સર લાગેલા હોવાથી તે સ્ત્રી માફક 'સેક્સ'અનુભવ કરાવે છે. આજની તારીખે વિશ્વમાં ૩૧ અબજ ડોલરનુ સેક્સ બજાર વિકસ્યું છે. હવે કંપની એવો રોબોટ વિકસાવી રહી છે. જે તમારી મરજી પ્રમાણે તેની જાતી બદલી શકે મતલબ કે સ્ત્રીમાંથી પુરુષ અને પુરુષમાંથી સ્ત્રી બની શકે.

Post Comments