Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર - અશોક દવે

'ઍનકાઉન્ટર'માં આજ સુધીનો સૌથી ફાલતુ સવાલ કયો ?

-રાહુલ ગાંધી/સલમાન ખાનના લગ્ન ક્યારે થશે !

(હેમંત એલ. મેહતા, ભાખરવડ-જૂનાગઢ)

મારે પણ તમારા જેવા થવું છે. શું કરૃં ?
-    રૉંગ નંબર...
(માનવ પટેલ, અમદાવાદ)

પહેલી ઘડિયાળ બનાવનારે સમય શેમાં જોઇને નક્કી કર્યો હશે ?
મોબાઈલમાં.

(યશ અગ્રાવત, રાજકોટ)

મારે તમને વૉટ્સઍપ મૅસેજ કરવા છે. નંબર મળે ?

-    હું ફૅસબૂક કે બ્લૉગ કે ટ્વિટરમાં છું જ નહિ... અને માત્ર પર્સનલ 'વૉટ્સઍપ' ક્યારેક જોઉં છું.
(પાર્થ લંગાલીયા, ભાવનગર)
રાહુલ ગાંધી કહે છે, 'હું સંસદમાં બોલીશ તો ભૂકંપ આવશે'...
-    યુ.પી.ની ચૂંટણીઓના પરિણામો પછી એમના વગર બોલે પૂરી કૉંગ્રેસમાં ભૂકંપ આવી જ ગયો છે.
(ડૉ. ચિરાગ ઠક્કર, મેહસાણા)
'ભાગુ તો મારી ભોમકા લાજે'... ઊભું તો ?
-    બેસી જાઓ.
(યામા ભટ્ટ, જૂનાગઢ)
ઈન્ટરકાસ્ટ મૅરેજ વિશે આપનું શું માનવું છે ?

-    હું શું માનું છું, એ મારા ઘરમાં ય કોઇ માનતું નથી... બોલો, હવે ?
(દેવર્ષિ પટેલ, વડોદરા)

તમને કર્મકાંડ કેવું આવડે છે ?

ના. મારા લગ્ન મેં જાતે નહોતા કરાવ્યા... શુક્લજીને બોલાવ્યા હતા.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

તમારી ફાસ્ટ ગર્લફ્રેન્ડ અને લાસ્ટ ગર્લફ્રેન્ડના નામ જણાવશો ?

-    બેમાંથી એકે યના નામો મારા આધાર-કાર્ડમાં ય નથી મૂક્યા.
(અલ્પેશ રામાણી, ફાચરીયા-સાવરકુંડલા)

આપના કોઇ લૅક્ચરમાં શ્રોતાઓ તાળીઓ જ ન પાડે તો શું સમજવું ?
...પછી તો એ લોકો સમજી ગયા હોય ને !

(જીતેન્દ્ર કેલા, મોરબી)

ધીરજ અને શાંતિ વચ્ચે શું ફરક છે ?

-    બન્ને સ્ત્રીલિંગ શબ્દો છે... અર્થ સાથે એમને કોઇ લેવાદેવા નહિ.

(ધવલ જે. સોની, ગોધરા)

'બુધવારની બપોરે' અને 'ઍનકાઉન્ટર' બેમાંથી કઇ કૉલમ પહેલા વાંચવી ?

-    પહેલામાં મારે એકલાએ મગજ ચલાવવાનું છે. બીજીમાં તમારે પણ ! બીજીવાળી અડધી વાંચો તો ચાલે.

(કૌશલ ડી. ઠાકોર, અમદાવાદ)

સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાના શિક્ષકો માટે સરકાર ક્યારે વિચારશે ?
સરકાર વિચારે પણ છે, એ જાણીને આનંદ થયો.

(નિરાલી ચૌહાણ,ચોટીલા)

આપણા ભારત દેશ માટે મોદી સાહેબ જેવા બીજા ૨૫ નેતાઓ મળી જાય તો દેશ જરૃર લાઇન પર આવે... તમારૃં  શું માનવું છે ?
પછી મોદી ક્યાં જશે ?

મારે દેશના પ્રધાનમંત્રી બનવું છે. શું કરૃં ?

-    આંબરડીમાં પહેલા શૌચાલયો બનાવડાવો.

(ઈમરાન શેખ, આંબરડી-સાવરકુંડલા)

વિધાનસભામાં અશોક ભટ્ટની ખોટ પૂરવા અશોક દવેને મોકલ્યા હોય તો ?
-    એ પૂજનીય 'સ્વર્ગસ્થ' છે... પછી  ઉપરની ખોટ પૂરવા મને મોકલશો ?
(નલિની શુક્લ, ભાવનગર)

ભૂલ થયા પછી કાન પકડવાનો રિવાજ છે... નાક કેમ નહિ ?
-    અમારામાં તો નાક-કાન અમારા નહિ.... સામેવાળાના પકડીએ.
(મનિષ એન. વર્મા, ગોધરા)

ભગવાન શિવ હવે જન્મ લે તો ગળામાં સર્પની માળા કે વ્યાઘચર્મ રાખે ખરા ? બન્ને લુપ્ત થતા પ્રાણીઓ છે.
-    એ પણ એ બન્ને પ્રાણીઓની આજીવન રક્ષા કરવાનો ખ્યાલ હતો, જેથી ઈશ્વરનું નામ હોવાથી કોઇ એમને મારી ન નાંખે.

(જુઝેર અબ્બાસ પેઢીવાલા, મુંબઈ)
પતિને પરમેશ્વર કહેવાય છે, તો પત્નીને દેવી સમજીને એનું સન્માન કરવું જોઇએ. સુઉં કિયો છો ?
-    એ બધું એ પતિ-પત્ની અંદરોઅંદર સમજી લે... આપણાથી વચ્ચે પડાય નહિ !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

શું તમે કવિ પણ છો ?

ના. ગુજરાતને કોઇ નુકસાન થાય, એવું હું ઈચ્છતો નથી.
(ઋષિ વૈષ્ણવ, જામનગર)

-તમારા મતે પાકિસ્તાન સામે યુધ્ધ છેડવાનો આ રાઇટ ટાઇમ છે ?
હાલમાં રોજના ૪-૫ ભારતીય જવાનો મરે છે... બસ, કોઇ હજાર-બે હજાર મરવા માંડે, પછી કદાચ સરકાર નિર્ણય લે !

(પરેશ દવે, સુરત)

નવી નોટબંધીની નીતિ વિશે તમારો અભિપ્રાય જણાવશો ?
એમાં સ્વીકારવામાં કાંઇ ખોટું નથી. હજી સુધી તો પ્રજાને તો કોઇ ફાયદો દેખાયો નથી.
(ડૉ. શ્રેણિક દલાલ, અમદાવાદ)

-નરેન્દ્ર મોદી જેવા સાહસિક નિર્ણયો બીજું કોઇ લઇ શક્યું નથી, છતાં એમને બિરદાવવાને બદલે કેટલાક એમની ટીકાઓ કરે છે. તમે શું માનો છો ?
એમના નિર્ણયો  સાચા પડયા છે, તેમ ખોટા ય પડયા છે.
(વિનય ભરાડવા, રાજકોટ)

અત્યાર સુધીમાં જેટલા કૌભાંડો થયા, એમાં કેટલાને સજા મળી ?
-    કેમ ? માયાવતી, રાહુલ, કેજરીવાલ અને અખિલેશને સજા નથી મળી ? સરકારે  નહિ તો પ્રજાએ આપી.
(રાજુ દેસાઇ, ખસલીયા-ભાવનગર)

હાર માની લેવાને બદલે  આજના યુવાનોએ વધુ મેહનત કરવી ન જોઇએ ?
-    અખિલેશ અને રાહુલ માટે તમારી વાત સ્વીકારૃં છું... પણ માયાવતીને તો યુવાન ક્યાંથી કહેવાય ?
(દ્રષ્ટિ એ. પારેખ, સુરત)

સરનામા કે મોબાઇલ નંબર વગરના સવાલોને સ્થાન નહિ મળે. એક વખતે એક જ ઈ-મૅઈલ મોકલો. સવાલને ઍટેચમૅન્ટમાં ન પૂછાય.

'ઍનકાઉન્ટર' માટે તમારા સવાલો ઈ-મેઈલ પર જ પૂછી શકાશે. વાચકે સવાલની સાથે પોતાનું નામ,
સરનામું અને મોબાઈલ નંબર લખવો આવશ્યક છે.  સવાલો શક્ય હોય ત્યાં સુધી ગુજરાતીમાં લખીને મોકલવા. સવાલ પૂછવાનું ઈ-મેઈલ આઈડી છે
ashokdave@gujaratsamachar.com
 

Post Comments