Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

જ્યારે ભાવિ મહાયુદ્ધના ભણકારા વાગ્યા

સમરાગણને શોણિત ભીનું રખવુંએ જગતના સર્જન સાથે સંકળાયેલો વિનાશક ક્રમ રહ્યો છે.
પ્રાચિન સમયમાં થયેલા યુદ્ધોને કથા કથન રૃપે સાંભળીને તેના પૂજન અર્ચન કરીને વધામણા કરતા રહ્યા આપણે અને જગતની માનવ તરીકે ઓળખાતી - કહેવાતીજાત સત્તા સંપતિ સુંદરી અને સામ્રારાજ્યની મહત્વકાંક્ષાએ સંહારક મોરચા મંડિત કરીને મહાયુદ્ધો સજર્યા છે.

પ્રથમ વિશ્વ યુદ્ધનું ઉગમ સ્થાન જર્મની તેને પરાસ્ત કરીને વિજય મહાસત્તાએ તેમના સંસ્થાનો પર પોતાનું આધિપત્ય સ્થાપીને વેપારધંધા પર પાંચ વરસ બંધની સજા ફરમાવી તેને શંકાની નજરે જગતે જોયું તેના પરથી ભાવી યુદ્ધના વરતારા કાઢવાનું ઇ.સ.૧૯૧૪માં શરૃ થયેલા અને ૧૯૧૯માં યુદ્ધ વિરામ થયા પછી તા.૩-૧૨-૩૩ના ગુજરાતી અખબારમાં આગાહી પ્રસિદ્ધ કરતા લખાયેલું છે.

વેપાર ઉદ્યોગની ભયંકર મંદી તેમજ પશ્ચિમના દેશો જર્મની, ઇટાલી, ફાન્સ ઇગ્લેન્ડ વગેરે દેશોની શસ્ત્ર બંધીની વાતો છતા મહાન લશ્કરી તૈયારી પૂર્વમા જાપાન રશિયાનો વિચાર કરતા દુનિયાના અવનવુ બનવાની સૌ કોઇ પ્રતિક્ષા કરી રહ્યા છે. વરતારામાં આગળ લખાયું છે કે ૧૫-૧-૩૪ થી ૨૫-૧૩૪ વિશ્વમાં મહાયુદ્ધની તૈયારીઓ થવા માંડશે.

ઉપરોક્ત આગાહી પછીના ચાર વર્ષ બીજા વિશ્વ યુદ્ધનું રણશિંગુ ફુંકાયું જગતના સામ્રાજ્યો બે ભાગમાં વહેંચાય ગયા એક તરફ ધરી સલ્તનતો તો બીજી તરફ અન્ય સંસ્થાનોએ રણટંકાર કર્યો.

એક તરફ જર્મનીનો એડોલ્ફ હિટલર અને બીજી તરફ વિન્ડચર ચર્ચીલ રણનીતિએ રણસંગ્રામને રૌદ્ર રૃપે પ્રગટ કરી હાહાકાર મચાવી દીધો આવા સંજોગોમાં હિન્દ ઉપર યુદ્ધનો સીધો પડછાયો પડયો નહોતો પણ પરોક્ષ રીતે તેનો સહયોગ ઇગ્લેન્ડને મળતો રહ્યો હતો. પ્રથમ વિશ્વ વિગ્રહ સમયે ભાવરતે બહુ મૂલ્ય બ્રિટન પક્ષે ફાળો આપ્યો હતો. યુદ્ધમાં ધવાયેલાઓ માટે ખાસ હોસ્પિટલ ખોલવામાં આવી હતી. તેમજ અનેક રીતે સહાયતા કરી હતી તેજ રીતે બીજા વિશ્વયુદ્ધ સમયે કર્નલ જોરાવર સિંહજીની સરદારી નિચે લશ્કર મોરચે મોકલવામાં આવ્યું હતું.

હિન્દુમાં યુદ્ધ સમયે પ્રજાજાગૃતિ માટે વોરસેક્રેટરી તરીકે આપણા કપડવંજના બાહોશ અમલદાર ચંદુલાલ માધવલાલ ત્રિવેદીને નિમવામાં આવ્યા હતા. તેમણે પ્રજાલક્ષી કુશળતા પૂર્વક કામગીરી દેશભરમાં બજાવી પોતાની કાબેલિયતને કિર્તિ કળશ ચઢાવ્યો હતો આપણે અહીં ગુજરાતના પાટનગરમાં કેવી તેમણે ગોઠવણ કરી હતી તે પર નજર ફેરવીએ.

અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષ પદે જિલ્લાવાર કમિટિની રચના કરવામાં આવેલી તે સાથે સબ કમિટિઓની રચના કરવામાં આવેલી તેમાં
- યુદ્ધ પ્રચાર માટે પબ્લીસિટી કમિટી
- સીટી પબ્લીસીટી કમિટી
- પેમ્ફલેટ લેખ, પોસ્ટર તૈયાર કરવા માટે પ્રેસ સબ કમિટિ
- વોરલોન તેમજ વોરફંડમાં નાણા ભંડોળભેગું કરવા સેવિંગ સબ કમિટિ
- ભીન્ન ભીન્ન મહાજનના પ્રતિનિધિઓ સાથએ સંપર્ક કરી ઇન્ડીઅન ડીફોન્સ સર્ટીફીકેટમાં હપ્તેથી નાણાં ભરાવવા માટે સેવિંગ કોન્ટેક સબ કમિટી
- સવિક ગાર્ડમાં ભરતી કરવા કમિટી
- બ્રોકકાસ્ટ કમિટી
- સીટી પબ્લીસીટી કમીટીનો અહેવાલ નીચે મુજબ જાહેર કરવામાં આવેલો હતો.
એ.એસ. આયંગર આ. કમિશનર લેબરના જુલાઇ ૧૯૪૦માં રચના કરવામાં આવેલી તેમાં ૩૮ સભ્યો હતા.

બ્રિટન અને તેના મિત્રો શા માટે લડે છે અને નાઝીઝમ તેના નગ્ન સ્વરૃપમાં શું છે. તે સમજાવવા ૩૦૦ સભાઓ ભરેલી તે ઉપરાંત લાઉડ સ્પીકર સાથે મોટરો ફેરવવામાં આવતી અને યુદ્ધ અંગેની રેકર્ડ સંભળાવવામાં આવતી તેમજ લડાઇ અંગેના ટુંકા સંબોધનો કરવામાં આવતા.
લડાઇના સુત્રો સાથે ગીતોની ડબલ રેકર્ડ બહાર પાડવામાં આવેલી બી.બી.સી. હિન્દુસ્તાની ન્યુઝ તેમજ રેસ્ટોરેન્ટ અને સિનિમાં ઘરોમાં વગાડવામાં આવતી.

અમદાવાદ રેલ્વે સ્ટેશનપર રેડિયો સેટ મુકવામાં આવેલા દરરોજ રાતના ૭.૩૦ અને ૯.૩૦ કલાકે માહિતી આપવામાં આવતી.
પોસ્ટરો રેલ્વે પોલિસ સ્ટેન તેમજ જાહેર સ્થળો પર લગાડવામાં આવતા પત્રિકાઓનું ગામડામાં વિતરણ કરવામાં આવતું.

શેઠ નંદદાસ હરિદાસના પ્રભુપદે વોર ફંડ તેમજ ડીફેન્સ લોનમાં નાણાં કામગીરી થતી હતી.
ગુજરાત કોલેજના ચોગાનમાં બ્રોનકાસ્ટીંગનું મધ્યસ્થ કેન્દ્ર સ્થાપવામાં આવેલું તે દ્વારા શહેરના નવ સ્થળો પર લાઉડ સ્પીકર દ્વારા સમાચાર રજુ કરાતા તે કેન્દ્ર સાંજના ૬ થી ૯ સુધી કાર્યરત રહેતુ હતું. તે ઉપરાંત દિલ્હી અને મુંબઇ કેન્દ્રો  પરથી લડાઇ ખબર તેમજ સંગીત રજુ કરવામાં આવતાં.

તા.૧-૯-૧૯૪૧ના રોજ વિજળી ઘર ખાતે વિકટરીદુકાન નું ઉદ્ગાટન કરવામાં આવેલું. તેમાં ભેટમાં મળેલી ચીજવસ્તુનું વેચાણ કરી વોરફંડમાં રકમ આપવામાં આવતી તે કામ લેડી રમણભાઇ દ્વારા થતું હતું.
મિસિસ રૃસ્તમજીના પ્રમુખ પદે સૈનિકોને કપડા પુરા પાડવાનું કામ થતું.

સીવીકગાર્ડની સંખ્યા ૬૦૦ની હતી. તેના કમાન્ડર સર ચીનુભાઇ બેરોનેટ  હતા.
દરિયાપાર લડતા હિન્દી લશ્કરને સહભરૃપ થવા અમદાવાદ જિલ્લા રેડ ક્રોસ સમિતિએ રૃ।.૧૯૦૦૦ની રકમમાંથી  હિન્દી લશ્કર માટે બે એમ્બુલન્સ કાર તેમજ બાકીની રકમ હિન્દી લશ્કર માટે મોકલવાનો ઠરાવ કરેલો બીજા વિશ્વ યુદ્ધમાં ગુજરાતે જે પ્રદાન કરેલું તેનું આ સરવૈયું છે.

Post Comments